End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Jitendra Padh

Comedy Others


4  

Jitendra Padh

Comedy Others


શ્રી કૃષ્ણને ખુલ્લો પત્ર

શ્રી કૃષ્ણને ખુલ્લો પત્ર

6 mins 50 6 mins 50

વિશ્વભરના લાડકા વ્હાલા કૃષ્ણ,

તારા જન્મદિને અમારી ભાવ પૂર્વકના વંદન સ્વીકારજો. આજે ઇન્ટરનેટી, વાયફાયના યુગમાં તને મળવાનું હાથ વેંતમાં બન્યું છે.આમ જુઓ તો મહાન ભગવાન જેવી વિભૂતિઓનો જન્મદિન ના હોય પણ પ્રાગટ્ય હોય. પણ આજના જમાનામાં કોઈ કંઈ કહેવાય નહિ. પ્રથમ તો સાલ ગ્રિરાઃ મુબારક ( સંસ્કૃતને બદલે ઉર્દુ શબ્દ વાંચીને ચોકી ન જતા કારણ કે બંધુ ભાવમાં હિન્દૂ મુસલમાન એક કહીએ તો શબ્દો માટે આભડ છેટ કેમ ? હાર્ટલી બેસ્ટ વિશિષ ટુ યુ .....હેપી બર્થ ડે ટુ યુ મારા લાલા.

હવેલીમાં હજારો વર્ષોથી તારા સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી હજુ કેટલા વષો સુધી આ બાલ સ્વરૂપે રહેવાનું છે ? જોકે દરેક માતા પિતાને પોતાનું બાળક નાનું જ રહે તેવી ઝંખના હોય છે. તું વૈષ્ણવ ભક્તોની ઈચ્છા પુરી કરવા હજુ બાલ સ્વરૂપે બધી લીલાઓ મનોરથો રૂપે કરાવે છે. મંદિરોમાં છપ્પન ભોગ આરોગવાના અને મંદિર બહાર તારા બાળકો ભૂખે ટળવળે તે તને કેમ ગમે છે ? આજે તારા પ્રાગટ્યદિને મારે અંતરની વાતો કરવી છે, ભલે તને ગમે કે ન ગમે ? ભક્તની વાત સાંભળવાની તારી ગમતીલી આદત છે ને !

પ્રતિવર્ષ પરંપરાગત વર્ષના એકવાર તારી યાદ તો કળજુગમાં આવે જ છે ! કેમ ના આવે ? તારા પરાક્રમો અને લીલાઓ અદભુત અને ચમત્કારી છે. સાચું કહું તો જગતનો પ્રથમ જાદુગર તો તું જ છે. જન્મતાની સાથે કેદખાનાના માતા પિતાની હાથમાં જડેલી સાંકળોની બેડીઓ તૂટી જાય. માથે ટોપલીમાં લઇ જતા

યમુનાજીના પાણી ઓસરવા માંડે, ત્યારથી અનેક પરાક્રમો ન સમજી શકાય તેવા બાલવસ્થામાં અને યુવાનીમાં તે કર્યાં ....છતાંયે કોઈએ તને કોઈ ચંદ્રક.કે પારિતોષિક કે ભારતમાં પદ્મભૂષણ એવોડ ન આપ્યો ? તને નથી લાગતું કે અમે બધા નગુણા અને સ્વાર્થી છીએ ! ખેર તારા પ્રાગટ્ય દિનને અમે જન્મદિન ગણી ઉજવણી કરીએ છીએ. વર્ષમાં એકવાર મંડળ મંદિર સમાજ, સંસ્થાઓ અને જગતભરના હિંદુઓ રાતે જાગીને તારા દર્શન કરી પાવન બનવાની ધમાલ કરે છે. મંદિર બહાર જન્મ સમયની પહેલા દર્શનની રાહ જોતા અમે લોક કૂથલી. ગામ નિંદા અને લોકોની બુરાઈ કરવાની તક છોડતા નથી.

આ સુવર્ણ પ્રેમી ભારતની જનતા ઉપર તારું ઋણ છે. પોતાના બાળકને બીજાને સોંપીને રક્ષણ આપી ઉછેરવાની માતૃભાવના હવે દંતકથા બની ગઈછે હે.કૃષ્ણ ..આજની માતા નાના નાજુક લાલાને કચરાપેટીમાં પધરાવતા અચકાતી નથી ; બીજી બાજુ પુત્રની ઘેલછામાં પુત્રીના અવતરણ પહેલાજ તેની કરપીણ ભ્રુણહત્યા કરાવતા અચકાતી નથી. જો યશોદાને બાળકી ન અવતરી હોત તો ! મામા કંસને હાથે તારો વધ થયો હોત ને ? તારી બાલ લીલાઓ હવે શક્ય નથી કારણ નાના લાલાનો ઉછેર ઘોડિયાઘરમાં થાયછે. શું કરે ? માતા નોકરી કરતી હોય છે. તારા મિત્ર હવે નહિ મળે કારણ આજે વીડિઓ ગેમ રમવામાં તેઓ મશગુલ છે. અને ગોપીઓની વાત કરે તો આજની ગોપીઓ અદ્યતન ઢબે રહે છે. બ્યુટીપાર્લરમાંથી નવરી નથી પડતી. તારી લીલાઓનો અનર્થ કરી આજની ગોપીઓ લક્ષાધિપતિ નબીરાઓને કેબ્રે રોક ડાન્સમાં,પોપસંગીતની ધૂનમાં નાચવે છે અને લખલૂટ દોલત કમાય છે. હા.તને ભૂલી નથી. તારા તમામ પરાક્રમોને તે કળયુગમાં ઉત્તમ રીતે ઉપયોગમાં લેય છે. બધાને ઘૂમાવે છે. આંગળીએ નચાવે છે.પૈસા ખંખેરી નિત નવા કાનાને પકડે છે.

હે.કૃષ્ણઃ તારો રાસ કોઈને યાદ નથી. છતાં નવરાત્રીમાં અમે વાંસળીને છોડીને ડિસ્કો. ડીજેના તાલમાં નાચીએ છીએ. કુમારિકાઓ સાથે આધુનિક કાનાઓ વધુ પડી છૂટ લે છે. અને શારીરિક આનંદમાં ડૂબી જાય છે. તને દહીં માખણ વ્હાલા છે.પણ તે હવે ધનિકોના પ્રધાનો, મંદિરના મુખિયાજીઓ અને કાળાબજારિયાઓ તેમજ હોટલના ફ્રિજમાં બંધ છે અને તેથી અમે તને કંઈજ આપી શકીએ તેમ નથી. તે ગોવાળિયાઓએ માખણ દહીં અને ગોપીના ઘરમાં ખવડાવેલા અને હાંડીઓ ફોડેલી.અમે ટ્રકો ભરીને ગોવિંદા (બનીને)ફિલ્મી સંગીતના તાનમાં દારૂ ના નશાની મસ્તી સાથે ડ્રમ ઢોલના અવાજોમાં 40-50-100- કે તેથી વ ધુ ઊંચી મટકી ફોડવા વર્ષભર અખાડાઓ, જીમમાં જઈ શરીરને કસાયેલું બનાવવાની તાલીમો લે લઈએ છીએ. શરીર સૌષ્ઠવની આજમાઇશો કરીએ છીએ છે. મટકીના રંગીન પાણીની વર્ષા દહીંને બદલે થાય છે, જયારે મટકી ફૂટે છે !

મટકી તો નાના બાળકો ફોડે છે અને કમાઈ મંડળીયાઓ કરી લખો રૂપિયા ભેગા કરે છે. અને સમાજ ઉપયોગી કામો કરવાના બણગાં ફૂંકતી ઘોષણા કરીએ છીએ. પૌરાણિક પરમ્પરાને સાચવવા વૈષ્ણવ કહેવડાવવા અને ધાર્મિકતામાં જાતને ખપાવવામાં તારા જન્મ દિને ખુશાલીમાં ડેરીના પાવડર મિશ્રિત દૂધ અને દહીં, ફરાળ ઉપર તરાપ મારી, રાજગરાનો શિરો, ફરાળી પીઝા, ફરાળી. પાતરા, કચોરી, ફરાળી બિસ્કિટ અને શીંગદાણાનો મહોનથાળ,સાબુદાણાની ખીચડી ઝપટીએ છેએ. ઉપવાસની ખાદ્ વસ્તુઓ -સામગ્રીઓ.બાળ લાલાની મૂર્તિ.પરનું.શુંગાર બધું જ મોંઘાભાવે વેંચીને તને યાદ કરી છીએ. કાના વસ્ત્રાહરણનું તારું કામ હવે ભૂલી જજે. કારણ જુગાર તો રમાય છે. પણ દૌપદીના ચીર હરણ કદાચ રોડ ઉપર થઈ જાય એવું પણ નહિ બને, કારણ આજે તે સાડી ના વસ્ત્રોને બદલે મીની સ્કર્ટ પહેરે છે. કૌરવોએ ચીંધેલા જુગારના વારસાને અમે સાચવ્યો છે.અને તે આખો શ્રાવણ માસ મસ્તી સાથે ચાલુ રાખીએ ;


મંદિરોમાં અનર્થથી કમાવેલા ધનનો દાતાઓ તરફથી ઢગલો થતાં.વૈભવી અદાથી આરતીના પ્રકાશમાં. પ્રસાદોના ઢગલામાં વાપરીએ છીએ.જન્મદિન મનાવીએ છીએ ! તને યાદ તો કરીએ છીએ ને ! તે જન્મ આપ્યો છે તો.થોડો તો ધર્મ કરીએ ને ? અડવાના પગે દોડીને તે મિત્રભાવથી સુદામાને મદદ કરનાર હે. કૃષ્ણ ! હવે સુદામો તારી પાસે નહીં આવે ; આશીર્વાદ તેને ફળ્યો છે.સુદામાની ઝૂંપડી તો બહુમાળી મંઝિલ બની ગઈ છે. સુદામા પાસે સ્માર્ટ ફોન, ટીવી અને અનેક વીજાણુ ઉપકરણો છે અને તેના બાળકો કોન્વેટમાં અભ્યાસ કરી હવે વિદેશમાં આઇટી ક્ષેત્રે મોટી નોકરે કરે છે. હા.તારી યાદ આવતા તારો. ફિલમી એપિસોડ જોઈને યાદ કરે છે. તારા નામધારીઓ તો તરી ગયા છે. યત્ર તત્ર -સર્વત્ર તારો અંશ સમજી અમે ને ઉપ -વાસ ને બદલે ફાઈવસ્ટાર્સમાં નિવાસ કરીને તને જન્મદિને યાદ કરી છીએ. ભક્ષ -અભક્ષ ના ભેદમાં અમે પડતા નથી. તુલસીપત્રથી પ્રસાદ પવિત્ર થાય છે. તે કહ્યું છે ને એક તો હે કૃષ્ણ ! બીયરના ગ્લાસમાં તુલસીપત્ર પધ્રાવીસુ ચાલશે ને ? મામા કંસનો અહીં ટોટો નથી, કારણ અમે વિશ્વના પ્રવાસે જઈએ છીએ અને અમારા જ સગાઓએ ધંધામાં આગળ વધતા અટકાવવા તરકીબો ઘડીએ છીએ. તારી ગેડી દડાની રમત અમે ક્રિકેટમાં ઢાળી છે. અને ભારતને વિશ્વ મેચોમાં જીતાડવાની જિમ્મેદારી લઇ. અમે પૈસાના જોરે વેચાઈ જઈએ છીએ ! હાર ને જીત તો નિમિત્ત છે તે કહ્યું હતું ને ? ટેરો ઉપદેશ યાદ છે. મોન્ટેસરી અંગ્રેજીમાં ભણ્યો હોવાથી ગુજરાતી /હિન્દીમાં ગીતા વાંચવાનો સમય નથી જોકે કયારેક અંગ્રેજીમાં વાંચું. પણ તારી યાદ સાચવવા મેં ગીતા સાથે લવ મેરેજ કરી તેનું નામ -ગેલેક્ષી કયું છે.


હે.વિશ્વેશ્વર ! મેં તારું પાત્ર ટીવી ને મીડિયાના માધ્યમે ભજવ્યું છે. ડીવીડી અને સ્માર્ટફોન કોમ્પ્યુટરમાં અમે તને ફિટ કરેલ છે. થાક ઉતારવા બિયર પીવા કેબરે જોવા જૈએ દુનિયાના ગપ્પા મારીએ છીએ વચ્ચે તારી લીલાઓએ અચૂક યાદ કરીએ છીએ. શું ? કરીએ અમારે સોસાયટીમાં મૉભો તો સાચવવો પડે ને ? આખરે માણસ છીએ ? સોનાની દ્વારકા ભલે ડૂબી ગઈ પણ કળયુગમાં દ્વારકાના પુજારીઓ સમૃદ્ધ બની જલશા કરે છે. વર્ષોથી મંદિર જીર્ણોદ્ધારના નામે સંપત્તિ આવેજ રાખે છે. તેઓના તેં કુલ ઈકોતેર જાણે તારી દીધા ! ચિતા ન કરતો ધર્મ, સમાજ, કુટુંબ, વ્યવહાર.રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે સર્વત્ર તારા નામે સૌ તારે છે. જીવે છે.મોક્ષ પામે છે અતિરેકી આંતકવાદીઓ દૈત્યનું કામ કરે છે. તું જન્મ લઈને કેમ તેનો સંહાર કરી ભારતને સુખ શાંતિ આપી ભય મુક્ત કરતો ? શું તારી તે જવાબદારી નથી ? સંભવાની યુગે યુગે હવે શક્ય પણ નથી ! તારે વવાની ઈચ્છાઓ હશે તો પણ તારા માટે પ્રવેશ દ્વારો ઓપરેશન દ્વારા બંધ કર્યા છે. 'એક જ બસ છે'નું સૂત્ર કળયુગી મંત્ર છે ! તારી કૃપાથી આ ભક્ત પાસે વૈભવ. સમૃદ્ધિ બધુંજ છે. સમય સમય બળવાન હૅ ! અને તેથી સમયને કિંમત સમજીને તારા આગમનની અગમચેતી મને આપજે. ભક્તની સંભાળ લેવાની તારી આદત વર્ષો પુરાણી છે તે હુંજાણું છું. પણ તું ટ્રાફિકજામમાં ફસાઈ જવાય અથવા હું હાજર જ ન હોઉં તો ! તને ધક્કો પડે ને ? મારા પ્રવાસો કેટલા બધા હોય છે ?


તું તો વિશ્વમ્ભર ! જગત આંખમાં વિહાર કરે અને તારું એક ઠેકાણું પણ કયાં છે ? તેથી મારાથી તો તું અંતર યામી હોવાથી માંરી બધી ખબર રાખનાર હે,ક્રિષ્ન જાતે જ મને તું આવે તારે જાણ કરજે ! તું વાહનો વચ્ચે અટવાઈ અને અકળાઈને બીજા ભક્તને ઘેર પહોંચી ન જા તેની ભીતિ તો રહેવાની જ ! આવજે. ફરી આવતા વર્ષે મળીશું !

લિખિતંગ - તારો જ સખા ( સુ -દામો )નહીં ..પણ સિદ્ધેશ્વરના ઝાઝેરા

જૂહાર સાથે જયશ્રી -કૃષ્ણ


Rate this content
Log in

More gujarati story from Jitendra Padh

Similar gujarati story from Comedy