વેદનાની વાત - એક પત્ર
વેદનાની વાત - એક પત્ર
હે, પ્રભુ !
મારા ખોબો ભરી ને વંદન ! હવે તો હદ થાય છે ; ચારેબાજુ વિષમતાના વંટોળે જીવવું હરામ કર્યું છે. તારા જ સર્જન બાંધવો આપસમાં લડે છે,દયા, માનવતા, કરુણા, ભલાઈ જેવા ગુણો સૌ બોદા, લીસ્સા માત્ર શબ્દકોશના શબ્દો બની ગયા છે, જોકે આવું બધે નથી ; સોગન ખાવા સમાન થોડાં સદ્ભાગી સજ્જનો છે અને તેના થકી આ સૃષ્ટિ નભી છે.તે માટે પણ તારો આભાર માનવો પડે, એટલો ગુણ અમારામાં હજુ સાચવ્યો છે.
હૈયું ભડકે બળે છે અને તેથી આજે મારાં જ ભાઈઓ અર્થાત પ્રજાજનો વિષે ભીતરની વરાળ કાઢવી છે, અને ન કહું તો ભલા, હું જાઉં પણ ક્યાં ! અમને શાસ્ત્રોમાં શીખવાડેલું છે -त्वमेव माता पिता त्मेव -બાળક તો માવતર પાસે જ ફરિયાદ કરે ને ? ગીતામાં પાછું કહ્યું -બધું છોડી તું મારા શરણે આવ, દરેક જીવમાં મારો વાસ છે તો પછી તું બધા નો ખરો કે નહીં / મને એક વસ્તુ મનમાં બેસતી નથી -માવતર કદી પોતાના સંતાનો ને ત્રાસ આપે ખરાં ? તું મહા ચાલાક છે, દરેક ના ઉત્તર તારી પાસે હાજર જ હોય ! તું તો કહેવાનો જેના જેવા કર્મ તેવા તેના ફળ.આ કર્મ તો કાર્યોથી બને, અને તુજ ખોટા વિચારો માનવીના ભેજામાં મૂકે અને વર્તન કરાવે ત્યારે માનવી પોતે દ્વિધામાં અટવાય છે -એ બિચારો પાછો તારા શરણમાં ?ગજબ ની ગોઠવણ કરી તું સંસાર ચલાવે છે.
આજે માનવી સ્વાર્થ અને પોતાના હિતનું વિચારી મથામણોમાંથી મુકત થવાના પ્રયાસોમાં સ્વકેન્દ્રી દંભી બની ગયો છે ; કોઈપણ પ્રકારે આવેલી મુશ્કેલીઓમાંથી તેને મુક્ત થવું છે, જો કે તે ફાયદો ઉઠાવવાની વ્યાપારી વૃત્તિ સાથે ભરેલો છે, ત્યારે તેની પ્રાર્થનામાં સત્યનો અંશ કેટલો ? પ્રભુ, માનવીથી તું હવે છેતરાઈ જઈશ એવી ગોઠવણ વીજાણુ યંત્રમાં ઢબૂરી દીધી છે. આજના કળિયુગી માનવી ને ટીવી, લેપટોપ, કોમ્યુટર, મોબાઈલ, સ્માર્ટ ફોન, આઈ પેડમાં તારા દર્શન, ચોપડાપૂજન અને તીર્થ યાત્રા કરી સંતોષ માનવાની ફાવટ આવી ગઈ છે, તો સાવધાન થાજે ! કળિયુગી માનવી તને ગમે ત્યારે ભાન ભુલાવી છેતરી દેશે.
નવા 2020ના વર્ષે એવો કોઈ ચમત્કાર -જાદુ.લીલા કરી દેખાડ કે પ્રજા, વિશ્વ પાછું તને ઝંઝાળ મુક્ત બની સાચા અર્થમાં યાદ કરી તારી હયાતીનો સ્પર્શ કરતુ થાય --નવા વર્ષની આજ મારી સ્વાર્થી નહિ પણ સાર્વજનિક સુધારણા, સ્વચ્છતા અભિયાન ની ''લેટેસ્ટ'દર્દ સાથેની આજીજી ભરી વિનંતી સમજ કે પ્રાર્થના સમજ કે પછી સમાધાની બાંધ છોડ સમજ. પણ આગામી સમયમાં શેરીઓના દીવાની જેમ શબરીની ઝપડીએ પણ દીવડા સળગે તેવી જોગવાઈ કરીશ તોઅંધારામાં શબરી નું ઘર શોધતા તને જ અડચણ નહિ થાય - બાકી તો ખુલ્લી બધી જમીનો માફિયાઓના તાબામાં બેન છે, થોડી નહિ મોટાભાગની જૂની ઇમારતો, ઝુંપડાઓ તોડી ગગનચુંબી માસ મોટ્ટી, ઉંચી ઇમારતા જોતા તારી ગરદન દુઃખી જશે-તું સાંદિપની આશ્રમ માં ભણેલો !
હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે, શિક્ષણસંસ્થામાં પ્રવેશ કરવો એટલે પૈસા આપીને દંડપીલવાની કસરત કરી પ્રવેશ મૅળવવો માત્ર બરચાક ફીજ નહિ સાથે અનુદાન -ડોનેશન પણ ખરું, માધ્યમ વર્ગનો માનવી સારી સંસ્થાઓમાં જઈજ ન શકે. આતો જ્ઞાન યુગ કે લૂંટ યુગ ! શિક્ષણ સંસ્થાઓમાં તો પૈસા છાપવાની ટંકશાળ બની ગઈ છે, સાચું જ્ઞાન, સમજ અને વ્યવહારુ સમસ્યાઓના નિવારણ કાજ, આજીવિકા માટે તો જરૂર પડે ને / આખર માનવી શું કરે /ક્યાં જાય ?
તારી આમે ય જરૂર છે, મન મનાવવું જ રહ્યું છું- વિચારોના ભયંકર તોફાનો અને સમસ્યાઓના વાવાઝોડામાં મને મારી અભિવ્યક્તિમાં એક સૂત્રતા પણ જળવાય તેવી મારી હાલત નથી મારી, મિત્રોની, માનવજાતની વ્યથાઓ સામે હું કરી પણ શું શકું / હું તો તારો ; હજુ નિશાળિયો છું, ઘણું સંસારની પાઠશાળમાં તારે મને શીખવાડવાનું છે ; તારા ગીતાના સુત્રથી...સંભવાની યુગે યગેની રાહ જોવી રહી. બીજું.થાય શું ? વ્યભિચારી ગુરુઓ જેલમાં છે તો બાકીના ટેસડા કરે છે. અમને સત્ય નો માર્ગ કોણ બતાવશે ?
તારો પોતાનો દર્શન અભિલાષી,
જ્ઞાન પિપાસુ બાળ.