પ્રિય મિત્ર કાયસ્થને પત્ર
પ્રિય મિત્ર કાયસ્થને પત્ર
પ્રિય મિત્ર કાયસ્થ અને પરિવારજનો કુશળ મઝામાં ?
ઉજાલે અપની યાદોંકા હમારે સાથ રહીને દો
ન જાણે કિસ ગલીમેં જિંદગીકી શામ હો જાયે।
*જમાના બડે શોખસે સન રહા થા
હમી સો ગયે દાસ્તાં કહતે કહતે.
*સ્મરણોમાં છૂપી યાદો ના સોંગન
અમે તો જીવનમાં સદા ગુંજવાના
અમને ન કાળ મિટાવી શકે ના
ઇન્ટરનેટે અક્ષરદેહથી રોજ વંચાવાના
જીતેન્દ્ર પાઢ
ખુબ ફરવું, રખડવું મસ્તી મોજમાં ખુશ ખુશાલ રહેવું,ઘડપણ થાકે અમને જોઈને,
એવી અદાથી જીવી રહ્યો છું, મિત્રોના પ્યાર ને ઝીલી રહ્યો છું આવી મળે ન કોઈ મને હું સામે ચાલી ભેટી જવાનો ......દોસ્ત ! મળ્યું તેનો આનંદ,ગુમાવ્યા નૌ શોક નહીં, જે બનવાનું છે તે જાણતો નથી તેથી તેનો વિચારવાનો અર્થ નહીં, જે અને જેવું છે તે મારુ છે, તેનો સ્વીકાર એ જ મારું કર્તવ્ય,,અપેક્ષાઓ, ઈચ્છાઓ અને આશાઓ અજંપાના કારણો છે, કાલે જ મોત આવે હું સત્કારવા તૈયાર છું, મારા લેખનથી અમેરિકા અને ભારતમાં મિત્ર વર્તુળનો વિસ્તાર એ કે આકાશ જેમ મુક્ત વિહાર બની ગયો છે.
પ્રથમ ઈ બુક - રત્ન ચિંતામણી ( ચિંતન )સુવિચાર સંકલન અમેરિકાથી પ્રકાશિત થયાનો અને નિયમિત દર માસે "રાષ્ટ્ર દર્પણ " અંગ્રેજી અને ગુજરાતી દ્વિભાષી જે એટલાન્ટાથી પ્રકાશિત થાય છે, બેંગ્લોરથી ભારતભરની 8 ભાષાના સાહિત્ય વગેરે ને બ્લોગ દ્વારા રજૂ કરનારા પ્રતિલિપિ,કોમ (ગુજરાતી )માં 190 કૃતિઓ સાડાત્રણ હજારથી વધુ લોકોથી વંચાઈ અને અભિનંદીત થઇ છે, અમેરિકાથી વિજયનું ચિંતન, સહિયારું સર્જન, પારિજાત તેમ જ અન્ય બ્લોગ ઉપર અવારનવાર લેખો /કાવ્યો પ્રકાશિત, કાવ્ય સ્પર્ધામાં પસંદ પામેલા કાવ્યો ગાડી ચાલે છે.
આ વખતે કચ્છમાં 5 દિવસ મારા ભજનિક મિત્ર કેદારસિંહ જાડેજાની મહેમાનગીરી અને આજુ બાજુ વિસ્તાર જોવા જવાનો છું તારે આવવું હોય તો મઝા પડશે, ત્યાં રહેવાનું અને ફરવા વાહન ની સગવડ થઇ ગયેલી છે, તારે અમદાવાદથી હું જે ગાડીમાં હોઉં તેમાં આવીને બેસવાનું અને મારી સાથે ભેગા થઇ જવાનું, બાકી હું સંભાળી લઈશ.
સદા પાંચ મહિનામાં મારા ભરચક કાર્યક્રમ અને લેખનપ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવાનો, નવી મુંબઈ વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન-મહા નિબંધ લખી 14 નવે 2017 અમૃત મહોત્સવ 76 માં પ્રવેશ વેળાએ વિમોચન નામાંકિત વ્યક્તિના હાથે વાળા પ્રધાનની શુભેચ્છા, મહારાષ્ટ્ર રાજ્ય ના મંત્રીઓ ની શુભેચ્છાઓ, સંત ની શુભેચ્છાઓ સાથે પ્રકાશિત થશે જેમાં
મિત્રોના સ્મરણો પણ હશે,મારુ પ્રથમ ઈ પુસ્તક વત્સલા ને અર્પણ કરેલ છે, 3 પુસ્તકો અંડર પ્રોસેસમાં છે જો તું કચ્છ માટે સમય કાઢે તો ઘણી વાતો થશે, ચોમાસુ કચ્છમાં જોરદાર હોતું નથી. તને માફક આવશે, સમય તારીખ હજુ મેં નક્કી કરેલા નથી, ઇન્ડિયા આવ્યા બાદ, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર તો ખરાં જ !
આવજે વરસાદ તને ભીંજવે મને ભીંજવે
આજે લખેલા આધુનિક દોહા
-------------------------------------
કરજ માંગને મેં ગયા, કરજ ન દિયા કોય
અંધા બન, ચોકટ ખડા, મિલા હજાર કા નોટ
* ભષ્ટાચારકા અબ તો બદલ ગયા સ્વરૂપ
ગિફ્ટ દે જાઓ ઘર પે કામ ઝટપટ હોય
મંદિર, વ્યાપાર સૂના, જઈસે ઉજ્જડ ધામ
કાલા ધન ચલા ગયા, અબ દાતા કરે વિશ્રામ
* મેં તો કભી ન ખાઉંગા ન ખાને દૂંગા લાંચ
જી નેકદીલીસે અપન દેશમેં, નહિ આયેગી આંચ.