Jitendra Padh

Comedy Fantasy Others

4  

Jitendra Padh

Comedy Fantasy Others

શ્રી રામને વ્યથિત ભક્તનો પત્ર

શ્રી રામને વ્યથિત ભક્તનો પત્ર

7 mins
162


 હે ! રામ ધનુષ્યબાણ છોડ, આધુનિક શસ્ત્રો ધારણ કર

સરહદ પારના શત્રુઓ, આંતકવાદી અસુરોનો ખાત્મો

શ્રી મર્યાદા પુરષોત્તમ રામ

દેવલોક, સત્યપુરી 

અયોધ્યા ધામ, વિજય માર્ગ

ભારત નગરી.

બાબત :--દેશની શાંતિ અને પારિવારિક સુખ શાંતિ પુનઃ સ્થાપિત કરવા


મ્હારાં વહાલા પ્રભુ ! તમારા જન્મ દિન, વર્ષગાંઠ, સાલ ગ્રિરાહ હેપી બર્થ ડે,  વાઢ દિવસ  રામનવમી અને વિજયી દશેરા સિવાય પણ અમે સંકટની પળે મદદ મેળવવા કૃપા પામવા ખુબ મશકા મારી યાદ કરીએ છીએ, શ્લોક, ભજનને  ભક્તિ ફરાળી ઉપવાસ કરીએ છીએ ? શું  કરીએ હવે કળિયુગ ના કામઢા યુગમાં સમય પણ કિયાં મળે છે. જમાનો મિક્સિંગીયો થઇ ગયો છે, કશું જ શુદ્ધ મળતું મળતું નથી, પૃથ્વી ઉપર ના તમે સર્જેલા માનવો પણ અલગ અલગ લૅબલો લગાવી તક સાધુ બની તમારા નામે ધન દોલત ભેગી કરી વૈભવી જલસા કરે છે, કૌભાંડોની હારમાળા સર્જે છે અને કેટલાક તો જેલ માં બેસીને પણ તમારું નામ વટાવી ખાય છે, જવાદો કળિયુગ છે ? હા, મારે પણ સાંજ સંસારમાં રહેવું પડેને ? તેથી રોજ મંદિર આવી શકતો નથી। પાછું એવું છે ને ! વિશ્વવિહારી ને બહુ હેરાન પણ ન કરાય ને ?

હા, અમે બધી તૈયારી કરી લીધી છે, પણ પ્રભુ અમેરિકન લોકો જે ભારતીય છે, તેઓ બધી જ ઉજવણી શનિ કે રવિવારે અનુકૂળતા મુજબ કરીએ છીએ, બ્રાહ્મણો છે તેઓ પૂજાપાઠ કરતા કર્મકાંડી અહીં જલ્દી  મળતા નથી એટલે ચલાવી લેજો, હવે પરિવર્તનશીલ જમાનામાં તમને અહીં લાડવા, પંચરાજીરી મળશે નહિ, પંચરામૃત ગંગાજળ પણ મળશે નહિ, બોટલનું પાણી અને પ્રસાદમાં પીઝા, બર્ગર, તૈયાર પરોઠા, અને કોલા। પેપ્સી મળશે, ,કારણ અમારે તો બધા વચ્ચે અને તે પ્રમાણે રહેવાનું છે, સોસાયટીમાં મોભો સાચવવાનો છે, અને ગીતામાં કહ્યું છે ને પરિવર્તન સંસારનો નિયમ છે, તમે તો ભાવના ભૂખ્યા છો અમારી કોકટેલ ભક્તિ સ્વીકારજો.

હે, રામ અમારા તમને સાષ્ટાંગ પ્રણામ અમે જન્મ, લગ્ન તિથિ અને પ્રસંગો હોંશે હોંશે ઉજવીએ છે અને જન્મ દિને કેક કાપી મીણબત્તી હોલવી હેપી બર્થ ડે સોન્ગ ગાઈએ છીએ અને લગ્ન દિન પણ ઉજવીએ છીએ,  પણ દુઃખ સાથે લખવાનું કે ભારતવાસીઓ અને પરદેશ વાસીઓને તમારા લગ્નદિવસ માગસરસુંદ પાંચમી ઉજવવાનું યાદ આવતું નથી ! ઠીક છે થોડં ઘણું માણી લેજો. હું તો તમને રોજ યાદ  આવો છો, કેમ ના આવો /કારણ કે તમારા કાર્યો જ મહાન છે, તમે જો કે, પિતૃ ભક્તિ, ભાઈચારો, પતિવ્રતા ધર્મ, આજ્ઞા પાલન, વચનપૂર્તિ અને સત્યપરાયણતા એવા ગુણો આજના માનવોમાં શોધવા જશોતો પણ નહિવત મળશે, તમારી બધા ને યાદ આવે. એક તો રામનવમી ચૈત્રી વાસંતી નવરાત્રિ તમારો બર્થ ડે અને શારદીય નવરાત્રિએ રાવણ વધ દશેરા વિજયોત્સવપર્વ અને આસુરી વૃત્તિઓના રાવણ વધથી સત્યની જીત, સ્ત્રી મુક્તિ ધર્મનો વિજય, વિભીષણનો અને ભારતનો રાજ્ય ભિષેક, બધું કેમ ભુલાય ? વર્ષમાં બે વખત તમારી યાદની પરંપરા શાસ્ત્રોએ કહી છે માટે ચાલુ રાખવી પડે છે, કારણ અમે તો શ્રદ્ધાળુ જીવ છીએ. મનુ સ્મૃતિમાં બાહ્મણોને માંસ ખાતા કહ્યા હોય, સ્ત્રીની અવગણના છડે ચોક તેમાં લખાઈ હોય, તમારીજ કથા લખનારા વાલ્મીકિ એ સ્ત્રીની અવગણના કરી હોય છતાં અમે તો શાસ્ત્રોને પૂજનીય ગણીએ છીએ. સ્ત્રી દાક્ષણ્ય સાથે નારીની વંદના દુર્ગાપૂજા કરીએ છીએ,

દેવતાઓએ પણ માતાના કુખે જન્મ લીધેલો ને ? અનસુયાની પરીક્ષા લેવા જતા નગ્ન બાળકો બની ભોજન જમવું પડેલું ને ? અને શબરીના એઠાં બોર ખાધેલાકે નહીં, નવરાત્રિમાં નારદજીએ તમને દુર્ગાપૂજા લંકા વિજય માટે કરાવેલી કે નહિ, અર્થાત નારી પૂજાનું ગૌરવ છે જ અને રહેશે, અને રામ અને, દુર્ગા એક સાથે તો નવરાત્રિમાં જ આવે ને ? તમે બહુ ચાલાક છો જન્મ લીધો નવરાત્રિમાં રાવણ નાશ એ પણ નવરાત્રિમાં. હે, રામ તમે સીતાને રાવણ પાસેથી છોડાવવા કેટ કેટલું કરો છો ? પણ અહીં કળિયુગમાં નારીના અનેકવિધ ત્રાસ છતાં તમે ચૂપ છો. અહીં પતિઓ પોતાની પત્નીને જલાવી દેતાં ખચકાતા નથી. એક ધોબીના કહેવાથી તમે સીતાને ત્યાગી અગ્નિ પરીક્ષા કરી, અહીં ઉલ્ટું છે પતિના કહેવાથી સ્ત્રીને ત્યજી દેનારા ઓછા નથી,

સીતા તો સતી હતા ધરતીમાં સમાઈ ગયા. અહીં આવો સમય આવે તો બધાં તરછોડી દે ત્યારે જુવાન સ્ત્રીએ કોનો સહારો લેવો ? સમય આવે નરાધમોના હાથે શરીર ચુંથાવી સંતાનોને ઉછેરવાના તમે સીતાજીની રક્ષા માટે લક્ષ્મણ રેખા દોરેલી છતાં માયાવી રાવણે સીતાનું હરણ કપટથી કર્યું. પણ તે વખતે એક પણ દેવતાઓએ સીતાની ચીસ ન સાંભળી ? આ તે કેવી સલામતી ? કળિયુગમાં મર્યાદા રાખનારી સીતાઓને મજબૂરીથી મર્યાદા ઓળંગવી પડે છે કયારેક આર્થિક બાબતે અસહાય બની. અથવા મોજશોખ ખાતર કે પછી રાજકારણીઓ, ગુંડાઓ, કે ખુદના સગાંઓથી લૂંટાવું પડે છે ક્યાંક મજબૂરી, ક્યાંક જબરદસ્તી, તો કદી હાલાત ના ભોગે. આજની સીતાઓ સમય, સંજોગ આધીન વર્તે છે કારણ કે મોંઘવારીની બહુરુપિણી રાક્ષસીણી સતત પીછો છોડતી નથી. આ નારી કહેવા જાય તો કોને કહે ? હવે તો કેટલાંક સંતો પણ શરીર ચૂંથતા શેતાનો બન્યા છે. સાચા અર્થમાં નારી ઉદ્ધારકો ક્યાં છે ? તમે સુર્પણખાનુ નાક કાપેલું અહીં પાશવીઓ નારી લજ્જાનું નાક વાઢે છે.

રામ બધા હવે માત્ર નામધારી રહ્યા છે બાકી તો ભ્રષ્ટાચાર, ગુનાહિત તત્વો બની ગયા છે. રામ તમારા નામે હવે પથ્થર નહિ પણ રાજકારણીઓ તરે છે. પોતાનું મકાન, બિલ્ડીંગ છે તમારાં કહેવાતા ભક્તોને ચાંદી છે,બખ્ખા છે. ભરતે પાદુકા મૂકી ભ્રાતૃપ્રેમ દાખવેલો પણ આજે ભાઈઓ મિલકત, મોભો, પદ માટે એક બીજાને ઘરબાર વગરના કરી કૉર્ટ વનમાં રઝળતા મુકી તેઓંની જિંદગી ટૂંકી કરી નાંખે છે. અત્યારની કળિયુગી વાતો તમને ન સમજાય તેવી ગૂઢ છે. ખરું પુછો તો કળિયુગમાં તમારા જેવા વચનપાલક પિતૃભક્ત, એક પત્નીવ્રતા, લક્ષ્મણ જેવા ભ્રાતા, સીતા સમાન પવિત્ર પતિવ્રતા, ધૈર્યવાન મિત્ર હનુમાન શોધ્યા નહિ જડે. આજે માતા પિતાને ત્રાસ આપી વૃદ્ધાશ્રમમાં મૂકનારા સંતાનો મળશે. સ્વાર્થ ખાતર સગા સંબંધી, ભાઈ, પત્ની, મિત્રની હત્યા કરનારા મળશે. પારિવારિક અશાંતિ પેદા કરી ઘરની વ્યવસ્થામાં તરખાટ મચાવનારા મોભીઓ મળશે. સાવકી માતાએ તમને ચૌદ વરસનો વનવાસ આપેલો અહીં ખુદ નારીજ સાસુપણું સાચવવા વહુઓને અગ્નિસ્નાન કરાવતા ખચકાતી નથી. સાસુના ત્રાસમાંથી છૂટવા અરે વહુઓ સ્વચ્છંદી બની, સ્વત્રંતતા, ફેશન અને નકલના માર્ગે જઈને પતિને ખોટા ફાલતુ ખર્ચામાં ડુબાડે, કર્કશ વાણીથી ઉશ્કેરે છે હું ને મારા એ, સિદ્ધાંતને અપનાવી, ઘરના વડીલોનો વિચાર કર્યા વગર સયુંકત કુટુંબ એકતા સંપ તોડે છે. જુદી રહે છે, વફાદારી ભુલાઈરાજાને ગમી તે રાણી તે સૂત્ર. રાજા દશરથને ચાર રાણીઓ હતી.  અમારે એક ઉપર બીજી કરવી હોય તો કાનૂન નડે, કજોડાં કે અભણ, અણઘડ પતિથી /પત્નીથી છુટકારો પામેલા જ્યાં મન, દિલ જામે ત્યાં ઢળી પડે છે,

લંકામાં સોનુ હતું તે લંકા દહન બાદ દુબઇ મસ્કતમાં અને યુરોપ, અમેરિકા બધે પહોંચી ગયું છે, આજકાલની મોટા ભાગની મહિલાઓમાં સોનાનો ક્રેઝ ઓછો થતો જાય છે, અને પ્લેટિનિયમ, હીરાનાં, પથ્થરના, ઇમિટેશનના આભૂષણોમાં રસ જાગ્યો છે અને લંકા દહનમાં પ્રાચીનસંસ્કૃતિ નાશ થવાથી વર્લ્ડ હેરિટેજ અને પુરાતન ખાતું નારાજ થઇ ગયું છે પણ તમારા મોંઢે કોણ કહે ? કોની હિંમત છે ? તેથી તેઓ પુસ્તકોમાં હૈયા વરાળ ઠાલવે છે.

જાહેરમાં ધામધૂમથી દુર્ગા ઉત્સવ - મનાવે છે પણ જીવતી જાગતી દેવીઓને કેટલો આદર મળે છે ? મોટો પ્રશ્ન છે. કારણ આજે સંસાર, સમાજમાંથી આમન્યા, વચન, વિશ્વાસ, દયા, ક્ષમા, ત્યાગ, પ્રેમ, વાત્સલ્ય લાગણી, વફાદારી, ફરજ મમતા, કર્તવ્ય જેવાં મહત્વના શબ્દો સૌ બોદા બની ગયા છે અને શબ્દકોશમાં પોથીમાંનાં રીંગણાં બન્યા છે. આ બધાને લીધે સર્વત્ર શાંતિ જોખમાઈ છે. નવરાત્રિમાં પુરાણોની કથા, રામાયણ પાઠ, રામલીલા કરનારા જોનારા સ્ત્રી પુરુષો જીવનમાં કશું ઉતારતાં નથી. રાવણ દશ માથા એટલે દર વર્ષે જીવનના અંહકાર, આંકાંક્ષા, અન્યાય, કામવાસના, લોભ, મદ, ક્રોધ, અદેખાઈ મોહ, સ્વાર્થના પ્રતીકો છે જિંદગીમાં આ આસુરી તત્વો ને ભસ્મ કરવાનું આપણને કેમ સૂઝતું નથી ભલે નવરાત્રિમાં દેવી મૂલ્યો અપનાવીએ છીએ છતાં આસુરીતત્વો તો ઉભા જ હોય છે. દર વર્ષે પ્રતિક તરીકે રાવણ પુતળા દહન કરીએ છતાં માત્ર મનોરંજન બની પરંપરા થઇ ગયા છે. ફેશન જેવું થઇ ગયું છે ભારતમાં વાત વાતમાં પુતળા દહન શોખ વધતો ગયો છે, તેમાંથી દશેરા -દશ -હરા પણ કેમ બાકાત રહે ? હવે પુનઃ નવી યુગ ક્રાંતિની જરૂર છે. રાજકારણીઓ પોતાનો લાભ ખાટવા પૂતળા દહન ચીલો અપનાવ્યો છે.

હે, રામ આજે તમે જન્મ લો, તો પણ ન સમજાય તેવી સમસ્યાઓ ગૂઢ છે,  શુભ દિવસે આ બળાપા કાઢવા તમને નકામા લાગશે આનંદના સમયે આ હૈયાહોળી શા માટે ?, લોકો માટે હૈયું બળે છે, દેશની હાલત જોવાતી નથી તેથી તમારું ધ્યાન દોરવાની મારી નાગરિક ફરજ બજાવું છું

તમારા ધનુષ બાણ / તીર કામઠા હવે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, બૉમ્બ રોકેટના જમાનામાં તે ક્યાંથી ચાલે ? પણ અમે આ વખતે ઓલમ્પિક સ્પર્ધામાં તીરકાંઠામાં જીત્યાં, સરહદ પારના પાકિસ્તાની સંહારાત્મક રાક્ષસ વારં વાર ભારતની ઊંઘ હરામ કરે છે. જવાનો શહિદ બને છે, દેશના સુકાની નરોમાં ઇન્દ્ર સમા વડાપ્રધાનને શક્તિ આપવા ખુદ અવતાર ધારણ કર, માત્ર ધનુષ બાણ ચલાવી સત ધર્મની રક્ષા કાજ રાવણ ભસ્મ કરવાના દિવસો હવે ગયા.

તમને ચિતા થાય કે મારા ધનુષ બાણ નું શું ? હું તેનાથી તો ઓળખાઉં છું. મારી પ્રતિભાનું શું ? ચિંતા ન કરતા, ભીલ લોકો આદિવાસી પ્રજા સદા તને યાદ કરી તીર કામઠા હજુ વાપરે છે, શાળાના બાળકો વેશભૂષા સ્પર્ધામાં વાપરે છે હા, સંગ્રાહલયોમાં સાચવ્યા છે, રાજકારણી પક્ષે તો પોતાનું પક્ષ પ્રતિક ધનુષ બાણ રાખ્યું છે, હા, ભારત છોડીને પણ વિદેશોમાં એકવીસમીમી સદીમાં ફિલ્મોમાં પણ ધનુષ બાણ વાપરીએ છીએ. ધનુષ્ય બાણ ઇન્ટરનેશનલ ખ્યાતિ પામ્યા છે પરંતુ તમારે જુના સિદ્ધાંત બદલવા પડશે. ભારતને નવા આયુધ ધારક રામની જરૂર છે તો જ આ યુગના દુશ્મનો નાશ પામી શકશે.

હે, રામ ! બાપુ એ વગર હથિયારે તમારા સહારે અંગ્રજોને હંફાવ્યા, ને હાંકી કાઢ્યા, દેશને આઝાદી અપાવી. બીજું ભાઈ ભરતને યાદ કરીને અમે દેશનું ભારત નામ પાડેલું. પ્રજાજનોનું રક્ષણ કરવાની હવે તમારી જવાબદારી ખરી કે નહીં ? દેશ ખાતર આ તારો રામ ભક્ત કાકલુદી ભરી કકળતા હૈયે વિનંતી કરે છે ! હવે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર. દુશ્મનોના દાંત ખાટા કરવા,  ભીતરના રાષ્ટ્ર રોધીઓને  પાઠ  ભણાવવા, ભ્રષ્ટાચારના ભુજંગને નાથવા, આંતકવાદી હુમલોમાંથી ભારતને છોડાવવા નવો અવતાર ધારણ કરો અનેક દુષણો આપત્તિઓ સામે લડીને અમે થાકી ગયા છીએ. અમને શાંતિ અપાવ. એક વરિષ્ટ પ્રતિભા રૂપ સ્વાંગ સજી સમાજના વિકારો, અત્યાચારો દૂર કરી, સીમાઓની રક્ષા કરવા નવા આયુધો ધારણ કર, ક્ષત્રિય વીરતાનું પર્વ છે, શસ્ત્રોને પૂજવાનો દિવસ દશેરા હમણાં જ ગયો યાદ છે ને ? તમે પણ ક્ષત્રિય કુલ ના છોને ? આક્રમક બની વિજયી થવાનો સંકલ્પ કરવાનો મંત્ર નવા વર્ષ ના પરોઢે  છે  યાદ કરી આખું વરસ તે માટે કટિબદ્ધ થવાનું છે. જુવાનોને પ્રચંડ બાહુબળ આપો.

દેશ માટે પણ નવ ચેતનાની જરૂર છે. આજના આધુનિક દૈત્યો, રાક્ષસોનો ખાત્મો બોલાવો. દુષણો આપત્તિઓમાંથી ભારત વાસીઓને મુકત કરાવો.  તમે દુર્ગામાતાનો સાથ લઈ ભારતની તમામ પ્રજાને ચિતા મુકત કરી, શાંતિ આપો. વિશ્વમાં ભારતનું નામ રોશન કરો.  અમે ઘર ઘર દીવડા પ્રગટાવી આતશબાજી કરી વિજય ઉત્સવ સાચા અર્થમાં સાર્થક કરી મનાવવા અમે ઉત્સુક છીએ. બ્રાહ્મણો શાસ્ત્ર પૂજા કર્મકાંડ કરી નવ ચેતના જાગૃતિનું કામ કરે છે તેને સાથ આપો. અત્યારે હવે રથનો જમાનો નથી. નવી નકોર કાર ક્લાયાંથી વું હું તો સામાન્ય માનવું છું ? મારે કઈ  કે  મિત્તલ પરિવાર કે રિલાયન્સના મુકેશ અથવા અન્ય લક્ષાધિપતિઓ સાથે ઓળખાણ કે સંબંધ નથી કે ખાનગી પ્લેન હું મોકલી શકું. છતાં કોઈનું ખાનગી વાહન મળશે તો મોકલીશ ચલાવી લેજો. તમારા ભક્તને નિરાશ તો નહિ કરોને ?

તમારો પ્રિય અને પરમેન્ટ ભક્ત,

જીતેન્દ્ર પાઢ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy