ડાયરીનું બદલાતું સ્વરુપ
ડાયરીનું બદલાતું સ્વરુપ
રોહિત શાહ,
જયજિનેન્દ્ર, કુશળ મંગલ હશો.
નવી ટેક્નોલોજી નવી વાત. ડાયરીનું બદલાતું સ્વરુપ માનવીએ નવા સાધનો શીખવા વાપરવા આજની માંગ છે, હું પણ તમારાંથી શિખીને આજ આનંદ સાથે નવા મિત્રો, નવા લેખો નવું વિશ્વ જોઉં છું. વહેતા સમયને લૅખનીમાં ઝબોળીને મારા ભાવો કૃતિ બનાવી છૂટી મુકું છું. હા, મારી મર્યાદાઓ હશે, મને ખ્યાતિ કદાચ નહિ મળે પણ જે અંતરની ખુશી મળે છે તેનું શું ? હું મોટો કવિ કે લેખક ના હોઉં પણ લખું તો છું.
પ્રસન્નતા જીવનને આશાવાદી બનાવવાનો સાચો માર્ગ છે, મિત્રોને બધુંજ ગમે તે જરૂરી નથી, અને દરેકને દરેક વખતે વાંચનનો સમય પણ ન્હોય, પણ વચ્ચે સમય મળે વાંચે ત્યારે તે બીજાને કહ્યા વગર રહી શકતો નથી. અર્થાત મારી, લાગણી ભાવના અને અભિવ્યક્તિ વહેતી તો થઈ. જીવન વહે છે, સમય વહે છે
, પવન વહે છે સંસારનું ચક્ર ચાલે છે, સનાતન સત્યને તમે અટકાવી ના શકો તેમ માનવે પણ તેના ભાવો બીજાને વહેતા આનંદ પામવાનો છે. મોક્ષ મળશે, જીવનના ફેરા છૂટશે, પરમ શાંતિ મળશે એ જીવતા જીવત તમે અનુભવી શકવાના નથી. માટે આજની લાગણી, ભાવના અને અભિવ્યક્તિને, આનંદ ને એક બીજાના નિકટતાના સંપર્ક માં વહેતી કરો. વહેતી કરો તેટલો આનંદ,,મિત્રોને તમે છેતરી ના શકો આ વાત સાચી છે અને તેથી હું તમને મારા લખાણો, મોકલીને અપાર ખુશી અનુભવું છું.
આપણે કાયમ એક બીજા પોત પોતાનું ગમતું કરીએ પણ જયારે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈએ બસ ચાહતા રહી માનવ કર્તવ્ય બજાવીએ, આવજો...
તમારો લાડકો જીતુભાઈ અને તમારો મીઠો ચાંદીની ઘંટડી સમો રણકાર,
ઓહ, આવો આવો જીતુભાઇ ડી એટલે દિલદારગલી, અને નંબર -1 કેમ ભુલાય, ,