Jitendra Padh

Fantasy Others

1  

Jitendra Padh

Fantasy Others

વ્યથિતનો ભારતને પત્ર

વ્યથિતનો ભારતને પત્ર

2 mins
45


 હે,પરમ સખા ભારત, રાખ્યા સિવાય

     અયોધ્યા,

     ભારત 

 પરમ ભ્રાતૃ ભક્ત ! તું કુશળ તો છે ને ? નગરીમાં બધું બરોબર છે ને ? તું દાદા કે નાના બન્યો કે નહીં ? ઘણા સમયથી કશા સંચાર મળ્યા નથી તેથી તારી ખુબ યાદ સતાવે છે, જવાબ માટે આતુર નયને ઝંખના રાખ્યા સિવાય બીજો કોઈ ચારો નથી ! ભાઈ તારા સિવાય હવે બીજો આશરો નથી.

    તારી ભાભી, મારાથી છૂટાછેડા લઈને લઉં લઉં કરતાં લવ -મુક્ત થઈ કૃશ થઇ જતી રહી છે. અને એક પત્નીને 14 વરસ સુધી વનમાં રઝળપાટ કરાવી. રખડાવી તેને અતૃપ્ત રાખી હોવાના આક્ષેપો સાથે,રઘુવંશી લોહાણા સમાજે એ મહિલા વકીલનો સહારો લઈને મને નાત બહાર કાઢી મૂક્યો છે. તારા ઘરમાં જગા મળશે ? કારણ કે જમાનો સંયુકત કુટુંબનો હવે રહ્યો નથી ! હા. તારા ઘરમાં જગા ના હોય તો. મને બહાર તંબુ તાણી દેજે. ચાલશે. મારે તો પડ્યા રહેવાથી કામ છે ને ? મેં સાંભળ્યું છે કે મહાનગર પાલિકા અને રાજ્યના બાંધકામ ખાતાના પ્રધાનો સાથે તારો ઘરેલું નાતો છે. વિધાનસભામાં પણ તારો ડંકો વાગે છે. તેથી આજની ગેરકાનૂની વસાહત /તંબુ જતે દહાડે અન અધિકૃતમાંથી અધિકૃત (મહેલ )બની જશે જશે. દંડ ભરી દેશું.! આખરે એ બધું તને જ મળશે ને ?

     તને ફરીથી નવી નગરીમાં સત્તા અપાવી રાજા બનાવીશ. હાલની નગરીમાં લાગવગ અને ચમચાગીરીનું વર્ચસ્વ વધી ગયું અને ભષ્ટાચાર વધી જતાં દેશની હાલત બગડી હોવાના સમાચાર વોટ્સ એપ ઉપર મળે છે હાલની નગરીમાં કૂતરા અને ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. ભગવાનના ચાહકો અને સિદ્ધિ વિનાયક ભક્તોએ હિંસા ચારી વલણ અપનાવવા સામે લડત આરંભી હોવાના ખબર અખબારે હિન્દમાં હતાં. સ્થાનિક ગણેશનો સ્વભાવ કોઈને હેરાન કરવાનો નથી. અને દત્જ ના અનેક ગુરુ હોવાથી બધે પહોંચી શકે તેમ નથી. રાજકારણ માં ક્યાં ? અને કયારે ? કોઈનો ગજ વાગે અને ના પણ વાગે તેથી તક અને ઓળખનો લાભ લઇ લેતાં શીખજે !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy