Kalpesh Patel

Fantasy Thriller Children

5.0  

Kalpesh Patel

Fantasy Thriller Children

ષડયંત્રનો ખાત્મો

ષડયંત્રનો ખાત્મો

7 mins
7.6K


અમેરિકાએ લખલૂટ ખર્ચ અને સંશોધન કરી ચંદ્ર ઉપર એક શહેર વસાવેલું હતું. પૃથ્વીના આ ઉપગ્રહ ચંદ્ર ઉપર અમેરિકાએ વસાવેલા આવેલા અતિ સમૃધ્ધ કેંપોલી દેશની રાજધાની એસીકમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર પકડાઈ ગયુ છે. એસીક શહેરના પોલીસની સ્પેશલ સેલે બે આતંકવાદીઓની આ અંગે ધરપકડ કરી છે. આ બંને આતંકવાદીઓ મંગળ ગ્રહ સાથે સંબંધ ધરાવતા હતા. કહેવાય છે કે, આ બંને એસિક શહેરમાં મોટાં ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા. પોલીસ સૂત્રો મજુબ, એસિક શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરી કેંપોલી દેશને તબાહ કરવાનું તેમનું કાવતરું હતું.

સોર્સિસ તરફથી મળતી માહિતી પ્રમાણે, એસિક શહેરની પોલીસ પાસે આ બંને આતંકવાદીઓનાં ઈનપુટ હતા અને તે માટે એક ટ્રેપ ગોઠવેલું હતું અને આખરે તે બંને આતંકવાદીઓ જ્યારે મિલિયનમ પાર્ક પાસે આવેલ પ્રાઇમ મિનિસ્ટરના આવાસ પાસે ફરતા હતા તે સમયે તેઓને આબાદ ઝડપી લેવામાં આવ્યાં. તેઓ કોઈ ભેદી ઈરાદાને અંજામ આપવાની ફિરાકમાં હતાં.તેમની પાસેથી પરગ્રહના આધુનિક સ્ફોટક હથિયાર તેમજ સંદેશા વ્યવહારના અતિ આધુનિક સૂક્ષ્મ વીજાણુ યંત્રો પણ મળી આવ્યાં હતા.

અતિ સમૃધ્ધ દેશમાં બધુ જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. કેંપોલી દેશ તેના નાગરિકોના ઉકર્ષ અને સલામતી, તેમજ આમ જીવન શારીરિક સુખાકારી બનાવવા માટે તનતોડ મહેનત કરી રહેલ છે, એવામાં અચાનક અહી મંગળ ગ્રહના ખતરનાક કાવતરાની માહિતી આવેલી. આ એવું કાવતરું લાગતું હતું કે જેમાં બધુ જ બરબાદ કરવાનો ષડયંત્રકારીઓનો નાપાક ઇરાદો જાહેર થતો હતો. જેમાં તેઓ બધુ જ તબાહ કરવાના હતા. બંને આતંકવાદીયો પાસેથી મળેલ વીજાણુ સાધનોની ચકાસણીમાં આખાય કેંપોલી દેશના લોકો નિષ્ફળ રહ્યા ત્યારે, કેંપોલી દેશના ગૃહ વિભાગે આખરે આ કામ માટે પૃથ્વી ઉપર રોકેટ મોકલી મહાબલી વેતાલને વિશેષ એજન્ટ તરીકે તેડાવ્યા અને મહાબલી વેતાલ (વિક્રમ- વેતાલવાળો નહીં)નો ધમાકેદાર કેંપોલી દેશમાં પ્રવેશ થાય છે.

મહાબલી વેતાલે આવતાવેત પૃથ્વી ઉપરથી લાવેલા સામાનથી લેબોરેટરી બનાવી કામે વળગી ગયો. બીજે દિવસે એસિક શહેરના પોલીસ વડા સાથે મુલાકાત લઈ તેમણે એકઠા કરેલા ઈનપુટ તેમજ મંગળ ગ્રહના તે આતંકવાદીઓ પાસેથી જડપેલા વીજાણુ યંત્રોનો હવાલો લીધો.અને વેતાલ તેના અધ્યન માટે તેની લેબોરેટરીમાં કામે લાગી ગયો.

વેતાલે મંગળ ગ્રહના આતંકવાદીઓના પાસેના વીજાણુ સાધનોની હાર્ડ ડ્રાઈવના ડેટા સ્કેન કર્યા અને, આ બંને બદમાસોના દ્વારા થયેલ આંતર ગ્રહીય વાર્તાલાપને ડીકોડ કરતાં એક ભયાનક કાવતરાનો પરદા ફાર્સ થવા પામ્યો હતો. વેતાલ દ્વારા સંકલિત માહિતી અનુસાર મંગળ ગ્રહે કેંપોલી દેશને હસ્તગત કરવા એક મોટું ષડયંત્ર રચેલું હતું. તેની પાછળ, કેંપોલી દેશની જમીનમાં ધરબાયલું અબજો ટન રેનેનિયમ નામનું ખનીજ હતું.

હવે દેખીતું સામાન્ય માટી જેવુ આ રેનેનિયમ ખનીજ ભલે કેંપોલી દેશ માટે નકામું હતું, પરંતુ જો આ રેનેનિયમ ખનીજનો ઉપયોગ મંગળ ગ્રહની હવામાં ખાતર તરીકે કરો તો ત્યાંની બંજર જમીન કલાકોમાં હરિયાળી બને અને દવા તરીકે કરો'તો મંગળ ગ્રહવાસી ચીર યુવાન અને દીર્ઘાયુ બને તેમ હતું. આ અંગે ગુપચુપ મંગળ ગ્રહવાસીઓએ પ્રારંભિક પ્રયોગો તેના ખેતરમાં ખેતી માટે, તેમજ પરિવહન સેવામાં રહેલા ઘોડા – ખચ્ચર ઉપર કરી નાખેલા હતા, જે હવે ત્યાંના રહેવાસી માટે સલામત અને અસરકારક રહેવાના હતા.

આ પ્રારંભિક પ્રયોગોમાં તેઓને ધારણાથી પણ અધિક ફાયદો મળતો હોવાથી. કેંપોલી દેશને, મંગળ ગ્રહના તાબામાં લેવાનું ષડયંત્ર રચાયું. આ એક એવું ષડયંત્ર હતું કે જેની તૈયારી વર્ષો પહેલા જ થઇ ગઇ હતી. એક એવી તૈયારી જેનાથી આખા સૂર્યમાળાના તમામ ગ્રહો હચમચી જવાના હતા, અને આખા સૂર્યમાળામાં મંગળ ગ્રહના એક ચક્રી શાશનનો પાયો નાખવાનો હતો. આ તૈયારી માનવતાની વિરુધ્ધ વિચારનાર મંગળગ્રહ વાસીઓની હતી.

પહેલે ધડાકેજ વેતાલે આ ખતરનાક પાડોશી ગ્રહની એક એવી ખતરનાક તૈયારીનો ભાંડાફોડ કર્યો કે કોઈએ તેનો ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. મોટી કુમક ઉતારી, યુધ્ધના મેદાનમાં સામી છાતિએ લડવાની મંગળ ગ્રહના લોકોની તો, ઔકાત હતી નથી. એટલે હવે આ ષડયંત્રકારી ગ્રહે અસરકારક રસાયણોને હથિયાર બનાવી કેંપોલીને હસ્તગત કરવા માટે આ પકડાયેલી બેલડીને કેંપોલી અણુ રોકેટથી મોકલેલી હતી, જે ખરેખર માનવતા માટે ખતરનાક હતા.

મંગળ ગ્રહવાસીઓના સંશોધનમાં એવું જાણવા મળેલું હતું, સૂર્યમા નજીકના ભવિષ્યમાં મોટો વિસ્ફોટ થવાનો છે, અને તેને લઈને સમગ્ર ગ્રહ મંડળના ઋતુ ચક્રમાં ફેરફાર થવાથી મોટાભાગના નજીકના ગ્રહો ઉપર વસનારા લોકોની શરીર સુખાકારી અને ખધ્ય પદાર્થો તેમજ ખેત પેદાશોની તંગી થવાની છે, આવા સમયમાં જો કેંપોલી દેશનું રેનોનિયમ ખનીજ મંગળ ગ્રહને મળે, તો તેઓ અમર બની બચી શકે તેમ છે, ઉપરાત બીજા ગ્રહોને પણ ખધ્ય પદાર્થો આપી ગુલામ બનાવી ધાર્યું કામ કઢાવી શકે તેમ છે.

વેતાલે રજૂ કરેલા આ અહેવાલ જોઇને, કેંપોલી દેશનું પ્રધાનમંડળ વિચારી રહ્યું હતું કે, આખી ગ્રહ માળાના દેશોને ગુલામ બનાવનાર એક નવા ષડયંત્રની રચના મંગળ જ ન કરી શકે, આ નાપાક ચાલમાં તેને જરૂર તેના પાલતુ ગ્રહ શનિનો પણ હાથ હશે. મિટિંગમાં દાવા અનેક થઇ રહ્યા હતા. પરંતુ વાસ્તવિવ હકીકત કે સત્ય તો, એ જ નીકળશે જે મંગળ ગ્રહ છુપાવી રહ્યું છે. પરંતુ આ અંગે બેધ્યાન ના રહેવાય તે વાતે સૌ કોઈ સંમત હતા. અને સૌ કોઈ મહાબલી વેતાલને કેંપોલીને માથે આવી પડેલા સંકટથી બચાવી સૌને લેવા યાચના કરતાં હતા.

વેતાલે આખું કાવતરું ક્રેક કરવા અનોખી રીત અપનાવી હતી, તે કોઈ જોખમ લેવા માગતો નહતો. તેને બંને અટકમાં લીધેલા શકમંદોને તેઓના સાધનો સહિત છૂટા મૂકવા પ્રસ્તાવ મૂકયો, ત્યારે કેંપોલી દેશનું ગૃહ મંત્રાલય ચીંતાતુર થઈ ગયું. વેતાલ જેવો સમજુ યોધ્ધો કેમ આવી વાતો કરે છે ? તેનો જવાબ મંત્રાલયને મળતો ન હતો. કેંપોલી દેશના પ્રાઇમ મિનિસ્ટરનો આદેશ હતો, અને વેતાલ હવે સમગ્ર મિશનના ઓ-એસ-ડી નિમાયેલ હોવાથી, વેતાલનો હુકમ માન્યા વગર ચાલે તેમ ન હોવાથી,આખરે ગૃહ મંત્રાલયે બંનેને છૂટા કર્યા.

બંને બદમાસોને મુક્તિ મળેલી હોઇ, તેમનો આત્મવિશ્વાસ ચરમ સીમાએ હતો. તેઓ મનમાં મલકાતા હતા કે, કેવા ગૃહ મંત્રાલયના અધિકારીઓને મૂરખ બનાવી કેદમાંથી મુક્તિ મેળવી. તેઓ હવે બેટોક પાછા મિલિયનમ પાર્ક પાસે આવી એક નિશાની કરેલા લીમડાના ઝાડ પાસે આવ્યા. તેઓ હવે તેની છાયામાં બેસી,તે લીમડાના ઝાડ ઉપર સંતાડી રાખેલ ન્યૂટ્રીન ડાયટની બેગ લઈ જમવા બેઠા હતા. આ ન્યૂટ્રીન ડાયટ એવો હતો કે મુઠ્ઠીભર ખાવાથી દિવસોના દિવસ ભૂખ ના લાગે, તેવા ડાયટની ડિશ જમતા –જમતા બંને વાતોએ વળગ્યા હતા, અને ભાવિ યોજનાની કડીઓ ગોઠવતા હતા.

"曾经有故事书是儿童娱乐的唯一手段。一两年前,孩子们花时间阅读故事,并扮演故事中他们最喜欢的角色。但是,时代已经改变了-在互联网时代,孩子们大部分时间都花在智能手机上玩游戏或在YouTube上观看动画片或视频。曾经有故事书是儿童娱乐的唯一手段。一两年前,孩子们花时间阅读故事,并扮演故事中他们最喜欢的角色。但是,时代已经改变了-在互联网时代,孩子们大部分时间都花在智能手机上玩游戏或在YouTube上观看动画片或视频。曾经有故事书是儿童娱乐的唯一手段。一两年前,孩子们花时间阅读故事,并扮演故事中他们最喜欢的角色。但是,时代已经改变了-在互联网时代,孩子们大部分时间都花在智能手机上玩游戏或在YouTube上观看动画片或视频"。

મિલિયનમ પાર્કના તે લીમડાના ઝાડ ઉપર બેઠેલો મહાબલી વેતાલ ધ્યાનથી આ બંને બદમાસોનો વાર્તાલાપ સાંભળતો હતો, ભલે ગૃહ મંત્રાલયના અધિકારીઓને કઈ ખબર નહતી પડતી, પરંતુ મહાબલી વેતાલે જાણ્યું કે આ મંગળ ગ્રહવાસીઓમાં જે શખ્સ લાંબો છે તેનું નામ ઝેક છે અને ઠીંગણો છે તેનું નામ ઝીલ, છે ઝીલ એ મિશનનો સરદાર છે, અને તેઓની એક ભયાનક યોજના હતી, તે પ્રમાણે કેંપોલી દેશના પાવર પ્લાન્ટમાં ભાંગફોડ કરી વીજળીનું ઉત્પાદન સમગ્ર દેશમાં ખોરવી નાખવાનું હતું. અને એકવાર તેમાં સફળતા મળે એટલે, કેંપોલી દેશના બધાજ સુરક્ષાના હથિયારો રમકડાં બનવાના હતા, અને ઝેક આ સમય દરમ્યાન પોતાની પાસે રહેલી પાવર બઁકની મદદથી કેંપોલી દેશના ડિફેન્સ વિભાગના કોમ્પુટરોના ડેટા હેક કરી તેને નિસક્રિય કરશે. અને ઝીલ, મંગળ ગ્રહને સંદેશો મોકલી, મંગળ ગ્રહ ઉપરથી સ્લીપિંગ ગેસ સાથે આવનાર ઊડતી રકાબી જેવા રોકેટોનો કબ્જો લઈ, તેને આખાય કેંપોલી દેશ ઉપર ઉડાવી, રસાયણિક ગેસનો છંટકાવ કરશે. જેથી તમમાન પ્રજા લાંબા સમય માટે ચીર નીંદરમાં સરી પડશે. આમ આ બંને કાર્યને સફળતા પૂર્વક પાર પડ્યા બાદ, જમ્મો ઊડતી રકાબી જેવા-રોકોટોની એક બેટાલિયન ચંદ્ર ઉપર ઉતરશે અને બધા ચાવી રૂપ સ્થળો ઉપર કબ્જો મેળવી, હંમેશને માટે કેંપોલીને પોતાને હવાલે કરી રેનેનિયમ ખનીજનો એક માત્ર માલિક બની સમગ્ર ગ્રહ મંડળમાં તેની હકૂમત ચલાવશે.

મહાબલી વેતાલ માટે મંગળ ગ્રહની ભાષામાં થતી ઉપરોક્ત વાતચીત સમજવી હવે આસન હોઇ, આ ખતરનાક ષડયંત્રની કડીઓ હવે જાહેર થઈ ગઈ હતી, તે સાથે મહાબલી વેતાલે એક જોખમી દાવ ખેલ્યો. કેંપોલીના પ્રાઇમ મિનિસ્ટરને આ આખી કુટિલ યોજનાથી માહિતગાર કર્યા, અને ખોટા સમાચાર વહેતા મૂકાવડાવ્યા કે દેશના પાવર પ્લાન્ટમાં મોટી યાંત્રિક ખામી ઉદભવતા આગામી સાત દિવસ કોઈને વીજળી મળશે નહીં, અને સમગ્ર દેશમાં ઇમરજસી ડિકલેર કરી બીજી નોટિસના આવે ત્યાસુધી સખત દેશ વ્યાપી લોક ડાઉનનું જાહેરનામું બાહર પાડી, તાત્કાલિક તેને અમલી બનાવી દીધું.

મિલિયનમ પાર્કમાં ઝેક અને ઝીલ બપોરે જામી સાંજે ઉઠ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી, પણ અંહી આજે અંધારું હતું, રાતના કાળા ડિબાંગ અંધારમાં એક માત્ર આકાશમાં ટમ-ટમતા તારલાઓ વચ્ચે પૃથ્વીનો આછો પ્રકાશ રેલાતો હતો. આંખો ચોળતા બંને ઊભા થયા ત્યારે પાર્કના સિપાઈએ પાવર પ્લાન્ટ ફેલિયોર અને દેશવ્યાપી લોક ડાઉન અને જાહેર થયેલી ઈમરજન્સીની વિગતથી અવગત કરતાં સત્વરે પાર્ક ખાલી કરવાની તાકીદ કરી. ઝેક અને ઝીલ બંને આ વાત જાણી ખુશ થયી ગયા, કારણ કે હવે મિશનની સફળતા તેઓને હાથ વેતમાં દેખાતી હતી. મિશનની સફળતાના અંતે તે બંનેને આ આખાય કેંપોલી દેશનો સ્વતંત્ર હવાલો મળવાનો હતો એટલે કેંપોલીના સમ્રાટ બનવાના ખ્વાબ હવે હકીકતના દરવાજે હતા અને તેથી એક બીજાને મુબારક કહેતા હતા. પરંતુ આ બંને ઉપર વેતાલની ચકોર નજર હતી તેનાથી તેઓ બે ખબર હતા.

પછીના ત્રણ દિવસોમાં કેંપોલી દેશની પ્રજા વીજળી વગર ઘરમાં પુરાઈ રહી થાકી ગઈ હતી, અને ઝેક અને ઝીલને હવે પાકી ખાત્રિ થઈ ચૂકી હતી કે, દેશમાં વિરાટ વીજળીનું સંકટ અસ્તિત્વમાં છે. અને તેઓ વેતાલે ગોઠવેલા ટ્રેપમાં આસાનીથી આવી ગયા હતા. ઝીલે મંગળ ગ્રહ ઉપર મોકલેલ મેસેજ વેતાલે અંતરેલો હોવાથી ખબર હતી, કે આ લોકોના ચાર રોકેટોની બેટાલિયન શુક્રવારની રાત્રે કેંપોલી ઉપર તત્રાટકવાની છે. અને શુક્રવારની બપોરથી જ મહાબલી વેતાલ અને કેંપોલી દેશના ચુનંદા કમાન્ડો, મંગળ-શનિ ગ્રહની નાપાક ફોજના સ્વાગત માટે દારૂગોળાના ફૂલ સાથે તૈયાર હતા. જેવી કેંપોલી દેશની બેટરી સંચાલિત રડાર સિસ્ટમમાં રાત્રે આંઠના સુમારે કોઈ ઉડતા પદાર્થની ચેતવણીની રિંગ આવી, કે તરત મહાબલી વેતાલ તેની ઘાતકી વેમ્બુલા લેસર ગન લઈ કંટ્રોલ ટાવર ઉપર ઊભો રહી ગયો.

મહાબલી વેતાલ માટે આ પહેલો ખતરનાક જંગ હતો,એટલે તે સાવધ હતો, જેવી રકાબી જેવા - રોકેટ બેટાલિયનને તેની વેમ્બુલા લેસર ગનની રેંજમાં આવેલી ભાળી, તે જ પળે મહાબલી વેતાલે તેની ઘાતકી વેમ્બુલા લેસર ગનની ટ્રિગર દબાવી, અને ઘાતકી વેમ્બુલા લેસર ગને તેનું કામ પર પડતાં મોટો લેસરનો શેરડો રેલાવી, ચારેય રકાબી રોકેટને તબાહ કરી નાખ્યા હતા. આમ જૂજ પળમાં કેંપોલી દેશના આકાશમાં મધ્ય રાત્રિએ સુરજ ઊગ્યો હોય તેવો આકાશમાં ઉજાસ રેલાઈ ગયો.અને ચારેય રોકેટોનું કેંપોલી દેશની પવિત્ર ધરતી ઉપર લેંડિંગ થાય તે પહેલા અવકાશમાં સળગી ને રાખ થવા પામ્યા હતા.

મંગળ ગ્રહના નાપાક ષડ્યંત્રના ખાત્માની ઉજવણી સમી ધડાકાભેર થયેલી આતશબાજી, અને કેંપોલી દેશના આકાશમાં મદ્ય રાત્રિએ ફેલાયેલો પ્રકાશ સમગ્ર માનવ જાતી માટે નવા યુગનો ઉદય હતો. ત્યારે  મિલિયનમ પાર્કમાં મશાલ લઈ ઉભેલા ઝેક અને ઝીલને કેંપોલી દેશના બહાદુર સૈનિકોએ ફરીથી પકડી લીધા ત્યારે તેઓ વેતાલના ષડયંત્ર સપડાયેલા હોવાથી લાચાર હતા. અને કેંપોલી દેશની સમગ્ર સરકારે મહાબલી વેતાલનો આભાર માની. કેંપોલી દેશની સીટીજનશીપ એનાયત કરી હંમેશ માટે રોકાઈ જવા વિનતિ કરી, ત્યારે મહાવલી વેતાલના મોબાઇલમા સૂર્યમાળામાં ગુરુ ગ્રહ ઉપર રચાઇ રહેલા ષડયંત્ર ને નાકામ કરવા જવા આદેશ આવી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy