Kalpesh Patel

Children Stories Fantasy Thriller

5.0  

Kalpesh Patel

Children Stories Fantasy Thriller

સ્કાય ટ્રેન

સ્કાય ટ્રેન

7 mins
8.2K


ડાંસ ફ્લોર પર અગણિત પગ થરક્તા હતાં, વાતાવરણમાં કાર્યો કેનન થી ફેલાતા ધુમાડાના વાદળ, અને સિક્સ ચેનલ જે બી એલ ની 25000 વોટ્સની મ્યુજિક સિસ્ટમ યુવાન હૈયાને બહેકવા માટે પૂરતા હતાં. કોલેજની અન્ય જોડીઑ થી અલગજ રીતે અનય અને અખિલની જોડી ફ્લોર ડાન્સમાં રંગ જમાવતી હતી.

આજે એન્ડરસન યુનિવર્સિટીના ડીન સેમ્યુયલ સાહેબ દ્વારા આયોજિત એન્યુઅલ દિવસ હતો, એન્ડરસન યુનિવર્સિટી રાજ્યની નામાંકિત યુનિવર્સિટી હતી. અને હજારો યુવાનોનું સ્વપ્ન રહેતું કે તેઓને તેમાં એડમિશન મળે. આજની ઉજવણીના અંતે આજના ડાન્સ પ્રોગામમાં જે જોડી સૌથી સરસ ડાન્સ કરશે તેને, એન્ડરસન યુનિવર્સિટી તરફથી ઈનામમાં યુનિવર્સલ સ્ટુડિયોના પ્રવાસ માટે ફ્રી ટિકિટ અને હોટેલ એકોમોડેશનના વાઉચર મળવાના હોઇ બધા મન મૂકીને ડાન્સ કરતાં હતાંં, આવો મોટો ઈનામ જીતવાનો અનેરો મોકો હતો અને સૌ કોઈ ઉત્સાહમાં હતાં.

આમ ને આમ સમય ક્યારે વીતી ગયો તે કોઈને ખબર ના પડી અને, નિર્ણાયક સમિતિના સભ્યોએ લો સ્ટ્રીમમાં ભણતા અખિલ અને ફાઇન આર્ટ્સની કાઠું કાઢેલી વિદ્યાર્થીની અનયની જોડીને વિજેતા જાહેર કરી ત્યારે, આજના પ્રાસંગિક ઈવેન્ટ દરમ્યાનની અને ટૂંકી મુલાકાત એક બીજાના દિલની ગહેરાઈ સુધી પહોચી ગઈ તેનો બંનેમાથી કોઈને ખ્યાલના રહ્યો. અને બંને યુવાનો આજનું ઈનામ જીતી બેહદ ખુશ હતાં.

આખરે અખિલ અને અનય, પૃથ્વી પર આવેલા એકમાત્ર ખુશહાલ અને સપનાના સ્થળની સફરની દરમ્યાન. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા હોલિવૂડના યુનિવર્સલ સ્ટુડિયોમાં આવેલી હેરી પોટરની જાદુઈ દુનિયામાં લટાર મારવાના હતાં. અહીં કિલ્લા જેવી હોગવાર્ટ્સ સ્કૂલ છે, જ્યાં જાદુનું શિક્ષણ આપતી શાળા ઉપરાંત જાદુઈ ટ્રેન અને ઘણા અન્ય સ્ટ્રક્ચર છે. અને આગામી મહિને સ્ટુડિયોમાં સ્થપાયેલ નવી સ્કાય ટ્રેનની રાઈડનું ઉદઘાટન થવાનું હતું, અને તે પ્રસંગે મહાન ફિલ્મ નિદેશક સ્ટિવન સ્પીલબર્ગ અને હેરી પોટર શ્રેણીની ફિલ્મો સાથે સંકળાયેલા તમામ કલાકારો પણ ઉપસ્થિત રહેવાના હતાં. આમ યોગાનું યોગ નવી રાઈડનો પણ મોકો મળવાનો હોઇ બંને ખુબજ રોમાંચિત હતાં.

આખરે બંને લોકો બાવીસ કલાકની હવાઈ મુસાફરી પછી, લોસ એંજેલન્સ એરપોર્ટ પહોચ્યા ત્યારે, તેઓએ જોયું તો ઇમિગ્રેશનની લાઇનમાં ઊભેલા 'ક્રિશ'ને જોયો, અનયે ઇમિગ્રેશનની લાઇન બ્રેક કરી, ક્રિશની પાસે પહોચી, તેના ઓટોગ્રાફ લીધા, અને ફોરમલ ટોક દરમ્યાન જાણ્યું કે, તે યુનિવર્સલ સ્ટુડિયોમાં સ્થપાયેલ નવી સ્કાય ટ્રેનની રાઈડના ઉદઘાટનનો કાર્યક્રમ એટેંડ કરવા આવેલો છે, આમ તેઓનો ઉત્સાહ બેવડાઈ ગયો.

અનય ફિલ્મો જોવાનો શોખીન હોવાથી તે હેરી પોટરના જાદુના ચમત્કારોથી પરિચિત હતો, અને તેને જોયેલી ફિલ્મ હેરી પોટર એન્ડ ધી હાફ બ્લડ પ્રિન્સ ફિલ્મમાં હેરી જે રીતે જાદુઈ ઝાડુ ઉપર બેસીને આકાશમાં આમથી તેમ ઝૂઉઉઉમ કરતો આવતો અને જતો દેખાય છે, તેવીજ રીતે યુનિવર્સલ સ્ટુડિયોમાં સ્થપાયેલ નવી સ્કાય ટ્રેનની રાઈડમાં ઊડવા મળવાનું હતું,તેના સ્વપ્નોમાં રાચતો હતો. અને અનય માસ્ક પહેરેલા ક્રિશના પરાક્રમો ને વાગોળતી કોઈ અનેરી દુનિયાના સ્વપ્નમાં રાચતી હતી.

નવા થયેલા ડેવલપમેન્ટથી અખિલ અને અનય હવે વધુ ખુશીથી ઉછાળી રહ્યા હતાં. હવે તેઓને સ્ટુડિયોની મુલાકાત દરમ્યાન ક્રિશ અને હેરી પોટર એમ બંને સાથે નજીકથી મુલાકાત થશે એ શક્યતાએ બંનેને આનંદથી તરબોળી દીધા હતાં, અને સ્ટુડિયોના પ્રવાસે અનયના સ્વપ્નને પાંખ લગાડી આપી હતી. આખી વાત જ અકલ્પનીય લગતી હતી હતી, માનો કે જાણે ચમત્કાર, આ ખુશી અખિલના ચહેરા પર પણ આભા બનીને છલકાઈ રહી હતી.

***

શનિવારની ખુશનુમા સવાર હતી, બંને સમયસર હોલિવૂડમાં આવેલા યુનિવર્સલ સ્ટુડિયોના દ્વારે પહોચ્યા, અને કાઉન્ટ ડાઉન થતાં, માનવ મહેરામણની સાથે સ્ટુડિયોમાં પહોચ્યા. સ્ટુડિયોની અંદરની દુનિયા અજાયબ હતી, અહીં મેરેલીન મનરો,થી માંડી, ક્રિષ્ટોફરલી, સીન કોનેરી જેમ્સ બોન્ડના પરિવેશમાં હતાં તેમજ અનેક નામી અદાકારો વચ્ચે, બાળકોની અજાયબ દુનિયાના પાત્રોના વેશમાં ફરતા મિકી – માઉસ અને ડોનાલ્ડ –ડક, આર્ચિ, રીચી રીચ, જેવા પાત્રો ને હાલતા ચાલતા જીવંત જોઈ, એક અજીબ ઉત્સાહ સાઓ લોકોમાં હતો. લોકો તેઓના મનગમતા પાત્રો સાથે સેલફી લેવાનો એક પણ મોકો છોડતા નહતાં.

સ્ટુડિયોના ઉદ્ધાટનમાં વહેલો તે પહેલોની નીતિ હોવાથી, અખિલ અને અનય, હેરી પોટરની નવી રાઈડની સાઈટે દોડી પહોચ્યાં ત્યારે, દ્વાર ઉપર આજે તેઓની નવાઈ વચ્ચે સ્વાગતમાં ક્રિશ અને હેરી પોટર લોકોને આવકાર આપી રહયા હતાં. લોકો માટે આજે, અહી બીજી એક અજીબ વાત એ હતી કે આજે ક્રિશનો જાદુઇ માસ્ક, હોલિવૂડના 'હેરિ પોટરે' પહેરેલો હતો. અને બોલિવુડનો 'ક્રિશ', આજે હેરી પોટરના રાઉન્ડ ગ્લાસના ચશ્મા પહેરી સૌને રાઈડ અંગેની માહિતી પુસ્તિકાનું વિતરણ કરી રહ્યા હતાં. એલ-ઇ-ડી સ્ક્રીનમાં પ્રથમ છ જોડીના નામ જાહેર થયા તેમાં અખિલ અને અનય પણ હતાં. તેઓ આજની સ્કાય ટ્રેનની મેઈડન વોએઝમાં જોડાવવા ભાગ્યશાળી હતાં.  

ચારે બાજુએ એચ ડી, પેનરોમિક કેમેરા કાર્યરત હતાં, મોટી હેટ પહેરીને ડિરેક્ટરની ખુરશીમાં બેસી સદીના મહાન મહાન ફિલ્મ નિદેશક સ્ટિવન સ્પીલબર્ગ બધાજ કેમેરાનું ચંચલન કરી ઇનોગ્રેશનની ડોક્યુમેંટ્રી નું શૂટિંગમાં વ્યસ્ત હતાં. વાતાવરણમાં 'ઇનો મેરીકો'ના સંગીતની સૂરાવલિ ચાલતી હતી. અખિલ અને અનયનો ઉત્સાહ ચરમ સીમાએ હતો, તેઓના આશ્ચર્ય વચ્ચે હેરી પોટર અને ક્રિશ તેઓને સેફ્ટી કીટ આપી, તેને પહેરવામાં, મદદ કરી રહ્યા હતાં અને ઇનોગ્રેશન કેકની મિજબાની સાથે તેઓએ સ્કાય ટ્રેનની સીટ ગ્રહણ કરી. સ્કાય ટ્રેન છ રાઇડર્સને લઈ, હવે સાત મિનિટ સુધી સતત મેગ્નેટીક ટ્રેક પર સરકવાની હતી છે. ઓવર-ધ-શોલ્ડર સેફટી રિસ્ટ્રેઇન્ટ્, રાઈડરને ચુસ્તપણે ખુરશી સાથે પકડી રાખવના હતાં તેથી સૌ ભય મુક્ત હતાં.. આ મેઇડન વોએઝમાં સૌની નવાઈ સાથે છ જનરલ રાઇડર ઉપરાંત. બે સ્પેશિયલ રાઇડરમાં હેરી પોટર અને ક્રિશ સહ રાઇડર હતાં જે અગાઉથી સ્કાય ટ્રેનમાં બેઠેલાં હતાં.. જે જોઈ સૌ કોઈ પોતાને લકી માનતા હતાં.

સ્કાય ટ્રેનની – જંગલની અને આકાશની સવારી ચાલુ થઈ. આખીય આ સ્કાય ટ્રેન રોબોટિક હાથથી જોડાયેલી હતી. સ્કાય ટ્રેને હવે અંધારામાં અદ્યતન રોબોટિક્સ ઉપકરણો સાથે સફર ચાલુ કરી. ટ્રેનની સામે જંગલી અટપટા પ્રાણીઓની ભરમાર સામસામે આવી અને ટ્રેનના યાત્રીઓ ઉપર જેમ જેમ તરાપ મારવા આવતા ગયા તેમ તેમ, ક્રિશના વેશમાં રહેલા હેરી પોટર ક્રિશની પરગ્રહથી મેળવેલી અનુપમ શક્તિથી ટ્રેનના યાત્રીઓના બચાવ માટે ઝઝૂમી તે બધાને મારી હટાવે છે, અને સૌના આશ્ચર્ય વચ્ચે હેરી પોટરના રાઉન્ડ ગ્લાસના ચશ્મા પહેરેલ ક્રિશને જાણે, હેરીની જાદુઇ શક્તિ વધારામાં આત્મસાધ થઈ હોય તેમ, હેરી પોટરની જાદુઈ સ્ટિક તેના ડાબા હાથમાં લઈ, ગાઢાં જંગલની ઝાડી અને વેલાઓને હટાવતો ટ્રેનની આગળ ઊડી ટ્રેન માટે માર્ગ કરતો રહેતો હતો. ચારે-કોર મિની ડોમના સ્ક્રીનો પર દેખાતા ફિલ્માંકન કરેલા સિક્વન્સ અને વાસ્તવિક પ્રવાસી સમૂહ વચ્ચે મેગ્નેટીક ટ્રેક પર સ્કાય ટ્રેનની સવારી, તમામ પ્રકારની મિકેનિકલ ડાર્ક રાઈડથી સજ્જ હતી. પ્રસ્તુત સફર સંપૂર્ણપણે એક મનોરંજન માટેની ક્ષણો હતી, પરંતુ તે, આજના પ્રવાસીઓ માટે અકલ્પનીય અને વાસ્તવિકતાથી ભરપૂર હતી.

ડર, કુતુહુલતા અને ઉત્તેજનાથી ભરપૂર સવારીના બીજા તબબકામાં ટ્રેનની "ગોટાસ." 20 મી સદીના પ્રારંભમાં કોની આઇલેન્ડ જેવા સ્થળે થયેલી પાયમાલીઓનો અનુભવ કરાવતી આ સવારીમાં, એકાએક કૂદકો મારી ડરાવતા અવકાશી પરગ્રહના પશુઓ તેમજ સમયાં'તરે થતાં ઠંડા ગરમ પ્રવાહીના છંટકાવથી રોબોટ આધારિત સ્કાયટ્રેનની દરેક હલનચલન, આજની ફોરબિડન જર્નીને નિશ્ચિતપણે 21 મી સદીની સ્પિન આપતી હતી.

હેરી પોટર અને ક્રિશ સહ રાઇડર સાથે ચારેકોર ઘેરાયેલા સ્ક્રીનો સાથે જોડાયેલી સ્કાય ટ્રેનની દરેક મુવ મેંટ રાઈડરને' તમે-હાજર છો -ત્યાં',ની ત્રિ-પરિમાણીય ગુણવત્તા આપતી હતી. ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટ રહેલી અનયે, તેના માથાને ખંજવાળ કરતા જોયું તો સ્કાય ટ્રેન તેની સવારી દરમ્યાન બિલ્ડિંગમાં રહેલા ટ્રેક પર સતત આગળ પાછળ થતી રહેતી હતી., છતાં દીવાલો ઉપર જાડેલા સ્ક્રીન્સ, સ્કાય ટ્રેનની બેન્ચની સામે દરેક વખતે ઓછામાં ઓછા 20 સેકંડ માટે જરૂર રોકતા હતાં. જે ટ્રેનને બિલ્ડિંગની ગુંબજવાળી ગોળાકાર સ્ક્રીનની આસપાસ સતત ફરતા રહી સ્ક્રીન ઉપર સતત બદલાતા ચિત્રો સાથે સવારીને રોમાંચક બનાવતા હતાં.

સ્વપ્નની પરિકલ્પનાને ઉજાગર કરતી ટ્રેનની સફર ચાલુ હતી ત્યાં એકાએક મોટો (સ્પાર્ક) ચમકારો થયો, અનય સિવાયના રાઈડરો, આ ચમકારાને જર્નીનો ભાગ માનતા હતાં, પરંતુ સ્વપનોની દુનિયાની ઈમેજીનરી દુનિયામાં રહીને પણ વસાત્વિકતા સાથે સફર કરતી અનયને કઈ ટેકનિકલ ખોટું થઈ ગયું હોવાની આશંકા થઈ, અને અને વધારે કઈ વિચારે છે ત્યાં તેઓની સ્કાય ટ્રેન ધડાકાભેર પટરી ઉપરથી ઉતરી ગઈ, અને ટ્રેનના પ્રવાસીઓ ઊંધે માથે સ્કાય ટ્રેનમાં લટકતા હતાં. અનયે જોયું તો ટ્રેનના આંઠ પૈડાંમાથી માત્ર એકજ પૈડાંમાં વીજળીનો પ્રવાહ ચાલુ હોઇ, હજુ ત્યાં મેગનેટિક ફિલ્ડ એક્ટિવ હતું, એટલે ટ્રેન તેના સહારે ત્યાં ચોંટી રહી હતી. આટલી મોટી હોનારતને હજુ પણ બાકીના લોકો જર્નીનો ભાગ માનતા હતાં. અટકેલી સવારી અને ક્રમથી મુંજઝાયેલ ક્રિશ સાથે અનયની નજર મળતા હવે ક્રિશ અને હેરિ પોટરને પણ આ હાઇ ટેક સવારીમાં ભંગાણની જાણ થઈ, હેરિ પોટરે તેના સેફ્ટી ઉપકરણ દૂર કર્યા, અને ઊંધી લટકતી ટ્રેનના ઉપરના ભાગે પહોચી ગયો. ત્યાં જઇ. તેણે ક્રિશને તેની જાદુઇ સ્ટિકને મેગ્નેટીક ટ્રેક સામે ધરવા કહ્યું, અને અનયના અચંબા સાથે સ્કાય ટ્રેન સીધી થઈ પાછી, સરકવા લાગી. આ આખું રેસક્યું ઓપરેશન હેરી પોટર અને ક્રિશની કુનેહથી પર પડેલું જોતાં, હવે અન્ય પ્રવાસીઓ, આ પ્રક્રિયા દરમ્યાન ક્રિશ અને હેરીને એકસાથે અથાગ પ્રયત્ન દ્વારા ટ્રેન ને પટરી ઉપર લાવતા જોઈ, સૌ મોટા અકસ્માતથી બચી ગયાની લાગણી અનુભવતા, હેરી પોટર અને ક્રિશનો આભાર માની ચિચિયારી પાડી ઊઠ્યા હતાં.

આખરે સ્કાય ટ્રેનની તે સાત મિનિટની સફર પૂરી થવા આરે હતી અને હવે સફર તેના ત્રીજા અને આખરી પડાવ ઉપર હતી ત્યારે, સ્વર્ગની દુનિયાના અનુભવ કરાવતી દુનિયાની સફરનો તબ્બકો ચાલુ થયો. બધા સ્વર્ગની પ્રકૃતિનો ભરપૂર આનંદ લેતા હતાં, અને ફૂલોની પાંખડીના વરસાદ વચ્ચે સ્કાય ટ્રેન પાછી રેમ્પ ઉપર આવી ત્યારે જોયું તો, ટ્રેનના સ્વાગત માટે હેરી પોટર અને ક્રિશ બંને તેઓના પારંપારિક પરિવેશમાં આવકાર આપી રહ્યા હતાં. સ્કાય ટ્રેનના પ્રવાસીઓ માટે આ અજબ ઘટના હતી, જો હેરી પોટર અને ક્રિશ અહી બિલ્ડીંગની બહાર રેમ્પ ઉપર હાજર રહી સ્વાગત માટે રાહ જોતાં ઊભા છે, તો તેઓની સાથે મેઈડન વોએઝમાં મુસાફરી કરી યાંત્રિક ભંગાણ વખતે બચાવનાર બેલડી કોણ હતી ? બધા આખો ચોળી ને વારે વારે રેમ્પ ઉપર જોઈ રહ્યા હતાં. બધાની નવાઈ વચ્ચે ટ્રેનમાં હવે માત્ર છ જ પ્રવાસી હતાં ! અને સ્કાય ટ્રેનની મેઇડન વોએઝની અગાઉની બે સીટો ખાલી હતી જ્યાં હેરી પોટર અને ક્રિશ આખીય જર્ની દરમ્યાન સાથે બેઠેલા હતાં.

એક્ઝિટ ગેટ ઉપરની પરિચારિકાએ સેફ્ટી ઉપકરણો પાછા લેતા, જણાવ્યુ,મુલાકાતીઓને પડેલી તકલીફથી યુનિવર્સલ સ્ટુડિયોનું મેનેજમેંટ દિલગીર છે. અને વિશેષ માં જણાવ્યુ કે સ્કાય ટ્રેનની મેઈડન વોએજમાં પડેલા ભંગાણ, એ ઇમ્મુજંટ ઇફેક્ટનો એક ભાગ હતો, કોઈ ભંગાણ નહતું, ટ્રેનનું ઊંધું થવું, તે મનોરંજનનો ભાગ હતો. રોમાંચ ભરેલી આખી સફરમાં સાથે રહી અંતમાં અલોપ થયેલા હેરી પોટર અને ક્રિશ એ આધુનિક રોબોટ હતાં.

એન્ડરસન યુનિવર્સિટીના હૉલમાં લો સ્ટ્રીમમાં ભણી રહેલ અખિલ જ્યારે યુનિવર્સલ સ્ટુડિયોના પ્રવાસનું વર્ણન કરી રહ્યો હતો ત્યારે, અનય સ્કાય ટ્રેનની, મેઈડન વોએઝની, તે ઓર્ગેનાઇઝ્ડ હોનારતને, હજુ પણ નાટક માનવા તૈયાર ન હતી !


Rate this content
Log in