STORYMIRROR

Kalpesh Patel

Comedy Classics

4  

Kalpesh Patel

Comedy Classics

મહેમાન

મહેમાન

2 mins
0





મહેમાન

મુંબઈના ધોબી તળાવ પાસે દાવલ દસ્તુરજી દારૂવાલાનું એક જૂનું ઇરાની કેફે હતું.

“દારૂવાલા ટી એન્ડ ટોક.”

દસ્તુરજી ની કેફેમાં ચા કરતાં વધારે વાતો ઉકાળતી .

ચા તો ફક્ત બહાનું — લોકોના પ્રશ્નો ઉકાળવા એજ એમનો શોખ!
એક દિવસ બાજુની ગલીમાં રહેતી ડોલી રંગવાલા દોડી આવી.
“દસ્તુરજી! બસ હવે તો તમારું ડિટેક્ટિવ દિમાગ જ, મને કામ લાગશે!”

દસ્તુરજી ચશ્મા સીધા કરતાં બોલ્યા,
“અરે ડોલી ડીકરા, પહેલે, આય ચા પી. પછી ક્રાઇમ ને રકેબી માં કાઢી ઠંડી કરી પીસું.
ચાને મારો હાજમાં હજમ ની ગોલી  !”
ડોલી હાંફતી બોલી —

“મારા ઘરમાં બાવા અદામનો એક જૂનો બોક્ષ છે.  
પાપા  કહે છે, તે ખોલવાનો નથી.
પણ રોજ રાત્રે એમાંથી ‘ઠક…ઠક…’ અવાજ આવે છે!”

દસ્તુરજીની મૂછ હલી.
“ઠક ઠક? 
અરે બાપા, 
આ તો ભૂત નહીં,
કોઈ રિયલ એસ્ટેટ બ્રોકરનો આત્મા લાગે છે! તારી લગડી જેવી જગ્યા માપી રહ્યો હશે!”

બાજુમાં બેઠેલા પેસ્ટનજી બોલ્યા.

“લ્યા દસ્તુર, અંદર બ્રિટિશ જમાનાનો ખજાનો હશે!
રંગવાલા તો મુંબઈનો ખાનદાની રંગારો છે!”

દસ્તુરજી ઊભા થયા.
“ડોલી, ચાલો. આજે અને અત્યારેજ ઇન્વેસ્ટિગેશન.”
દોડતા એઓ 
ડોલીના ઘરે પહોંચ્યા.
જૂનો લોખંડનો બોક્ષ.
ઉપર પિત્તળનું ઝાંખું તાળું.
દસ્તુરજી બોલ્યા —
“આ તાળું ખોલવા ચાવી નહીં — અકલ જોઈએ!”
ડોલી બોલી —
“ચાવી તો છે… મેં ટ્રાય મારી. પણ કામ નથી કરતી.”
દસ્તુરજી એ ખિસ્સામાંથી ચાંદીની ટુથપિક કાઢી.
“પારસી પાસે બે વસ્તુ હંમેશા હોય બુદ્ધિ અને ટુથપિક!”
થોડી ખખડાટ…
થોડું મરમરાટ…
અને તાળું ખૂલ્યું!



બધાએ શ્વાસ છોડ્યો.
ડોકા એરીયલ જેમ લાંબા થઈ અંદર જોયું…
અંદર...
એક જૂનો પેઇન્ટનો બ્રશ
અડધી ડબ્બી વાદળી રંગ
“ડોલી પેઇન્ટ સ્ટોર – ૧૯૯૨” લખેલું બિલ
અને એક નાનું વોકમેન
દસ્તુરજી એ ઇયરફોન કાનમાં નાખ્યું.
અવાજ આવ્યો —
“ડોલી! આ રંગથી આખી પેટી રંગી નાખજે.
કોઈને મફત ના આપતી!”
ડોલી ચોંકી ગઈ.
“આ તો દાદાનો અવાજ!”
દસ્તુરજી હસ્યા —
“અરે બેટા, બોક્ષમાં ખજાનો નહીં — તારા દાદાની બચતની ટ્રેનિંગ હતી!

'બોક્ષ કટાય એના કરતા પહેલા રંગવો!”

એટલામાં ફરી ‘ઠક…ઠક…’ અવાજ આવ્યો.
બધા ગભરાયા.
દસ્તુરજી ધીમે ઝૂક્યા…
બોક્ષની નીચે જોયું…
એક મોટો ઉંદર, પૂંછડી બોક્ષ ના ઢાંકણામાં અંદર ફસાઈ હતી !

દસ્તુરજી ગૌરવથી બોલ્યા —
“આ રહ્યો ડોલી તારો રાત્રિનો મહેમાન!

ભાડું આપ્યા વગર રહેવા આવ્યો છે!”

ડોલી હસી પડી.

“દસ્તુરજી, તમે તો કમાલ કરી!”
દસ્તુરજી રકાબીમાં ચા ફેરવતા બોલ્યા.

“બેટા, જીવનમાં બે બોક્ષથી ક્યારેય ડરવું નહીં —
એક યાદોનું…
અને બીજું ઉંદરનું!”
આમ..
ધોબી તળાવમાં ફરી હાસ્યની છોળ ગૂંજી ઊઠી…
અને 
ડોલીનો મહેમાન તો ડુમ દબાવી ભાગી ગયો.. હતો 







Rate this content
Log in

Similar gujarati story from Comedy