STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Inspirational

4  

Kalpesh Patel

Abstract Classics Inspirational

અરવાળી પાથાળે.

અરવાળી પાથાળે.

2 mins
0



અરવાળી પાથાળે.

🌑 પૃથ્વી પર છેલ્લો દિવસ.

આજે પૃથ્વી પર આવેલી અરવલ્લી પર્વતમાળાનો શ્વાસ ધીમો છે.
ઘડિયાળો હજી ચાલે છે,
પણ સમય અંદરથી થંભી ગયો છે.
સમુદ્ર આજે ઉછળતા નથી.
તે જાણે છે —
આવતી કાલે તેની લહેરો કોઈ કિનારે અથડાશે નહીં.
આકાશમાં સૂર્ય છે,
પણ તેના તેજમાં થાક છે.
ફોટોન હજારો વર્ષનો પ્રવાસ કરીને આવ્યા છે,
પણ આજે તેઓ પહેલી વાર ગંતવ્ય વગરના લાગે છે.
ઉપગ્રહો હજી અવકાશમાં પરિભ્રમણ કરે છે.
તેમના સોલાર પેનલ પર પ્રકાશ પડે છે,
પણ હવે તેઓ પૃથ્વી તરફ કોઈ સંકેત મોકલતા નથી.
કારણ કે સંકેત સ્વીકારનાર મન હવે મૌન છે.
જંગલો હજી હરિયાળા છે.
પરંતુ અહીં ઓક્સિજનનો કોઈ અર્થ રહ્યો નથી.
માનવીય શ્વાસ વગરનું બ્રહ્માંડ
હવે માત્ર રસાયણશાસ્ત્ર છે —
અત્ર-તત્ર તત્વો, જીવન નહીં.
શહેરો ઉભા છે.
સુમસામ ગામડાં પણ.
અગણિત કાંકરીટ અને કાચની સ્મૃતિઓ.
બહુમાળી ઇમારતોમાં લિફ્ટો મધ્યમાળે અટકી ગઈ છે.
દરેક સ્ક્રીન પર “No Signal” લખાયું છે —
જાણે બ્રહ્માંડ પોતે જ નેટવર્કથી બહાર થઈ ગયું હોય.
ચંદ્ર આજે થોડો નજીક લાગે છે.
તે નિર્વાક આ બધું નિહાળી રહ્યો છે —
જાણે છેલ્લી વાર કોઈ પ્રિયજનને જોતો હોય એમ.
ધ્રુવો પર બરફ હજી ચમકે છે,
પણ ગ્લેશિયરો ગળવાની વાર્તા હવે અધૂરી રહી ગઈ.
અને હવે…
કોઈ નાજુક કંપન.
ન ભુકંપ.
ન વિસ્ફોટ.
કોઈ ફૂટેલો અણુબૉમ્બ નહીં.
સર્વત્ર માત્ર એક ઊંડી શાંતિ.
પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર એકાએક અગોચરમાં વિલય પામે છે.
આકાશની ઔરોરા આખરી વખત નાચે છે —
લીલા અને જાંબલી રંગોનો અંતિમ ઉત્સવ.
પછી પ્રકાશ બંધ થતો નથી…
પણ રંગોના અર્થ બંધ થઈ જાય છે.
પૃથ્વી હવે એક ગ્રહ છે —
જીવન વિના.
યાદો વિના.
અર્થ વિના.
બ્રહ્માંડ આગળ વધે છે.
તારાઓ જન્મે છે, મરે છે.
આકાશગંગાઓ અથડાય છે.
અને ક્યાંક દૂર,
કોઈ નવો ગ્રહ
પહેલી વાર શ્વાસ લેવાની તૈયારી કરે છે.
કદાચ…
અંત ક્યારેય અંત નથી.
માત્ર એક રૂપાંતર.
અંતે દરેકનો અંત,
એ નિયતિનો ક્રમ
અને કદાચ આ અંત નહોતો.
અરવાળી પાથાળે,
જ્યાં અરવલ્લીની પ્રાચીન શિલાઓ નિર્વાક સાક્ષી બની ઊભી છે,
ત્યાં જ કોઈ અજ્ઞાત દ્વાર ફરી ખુલ્યું હશે.
ભૌતિક લોકનો વિલય
માત્ર પ્રથમ સ્તર હોઈ શકે.
સૂક્ષ્મ લોકે તેની સ્મૃતિઓ સમાવી લીધી હશે.
અને ત્રીજા લોકની અખંડ ચેતનાના નિર્જન આકાશમાં,
પૃથ્વી એક નવી સંધિ માટે તૈયાર થઈ હશે.
વિનાશ ત્યાં પૂર્ણ થતો નથી
જ્યાં દૃશ્ય સમાપ્ત થાય છે.
તે ત્યાં રૂપાંતર પામે છે
જ્યાં ત્રણેય લોક
એક જ બિંદુએ મળી
નવું ચક્ર આરંભે છે.

વાંચન વિશેષ~

“અરવાળી પાથાળે” નો અર્થ.

અરવાળી → 
અરવલ્લી પર્વતમાળા — પૃથ્વીની સૌથી પ્રાચીન શિલાશ્રેણીઓમાંની એક.

પાથાળે → 
પાતાળમાં, જમીનની નીચે, આંતરિક સ્તરે.
અટલેકે તેનો સીધો અર્થ થાય:

અરવલ્લી પર્વતમાળાના તળિયે — તેની અંદરના ગુપ્ત ગર્ભમાં.

પરંતુ આપણી રચનામાં તેનો અર્થ માત્ર ભૌગોલિક નથી રહેતો .

પ્રતીકાત્મક અર્થ.

અરવાળી → પ્રાચીનતા, મૂળ, સંસ્કૃતિની ઊંડાઈ
પાથાળે → અવચેતન મન, ત્રીજું સ્તર, અજાણ્યું જ્ઞાન
બંને મળીને —
માનવ ચેતનાના મૂળ સુધીની યાત્રા.
~~~~~~~
"અનંત"

શબ્દોથી બ્રહ્માંડનો અંત શોધતો એક મુસાફર.

સાન ઓઝે~લખ્યા તારીખ 25/2/2026.



Rate this content
Log in

Similar gujarati story from Abstract