ઘેલછા ~એક વ્યંગ કથા.
ઘેલછા ~એક વ્યંગ કથા.
👻 “ઘેલછા" — એક વ્યંગ કથા.
દિવાળીની રાત હતી. શહેરના ખૂણે એક જૂનું કબ્રસ્તાન, જેના પતરાનાં દરવાજા પવનમાં અથડાઈને અવાજ કરતા. વટેમાર્ગુઓ કહેતા, “અહીં ભૂત છે!”
પણ હકીકત કંઈક અલગ હતી…
અહીં રહેતી હતી એક ભલી ડરપોક ડાયણ—નામ હતું ભોળુબાઈ.ભોળુબાઈનો સ્વભાવ એટલો નમ્ર કે, જો કોઈ “ઉહંકારો” કરે તો “ખમ્મા” બોલી દે!
હવે પ્રશ્ન એ છે કે—👉 ભોળુબાઈને માણસોથી કેમ ડર લાગે?
આજે કાળી ચૌદસ હતી. શહેરમાં ચારેકોર રસ્તે ઉતારેલ વડા ખાઈ, બચેલા વડાનું શું કરવું તેની બીજા સ્મશાનનાં ભૂતોની મિટિંગમાં ગયેલી ભોળુબાઈએ કહ્યું:
“મિત્રો, દેશકાળ ખરાબ છે, માણસોથી દૂર રહેવું… એ લોકો ખુબ ખતરનાક છે!”
બધા ભૂતો હસી પડ્યા—
“અરે! આપણે ઘાટ-ઘાટના કાચા પાકા વડા અને સૂકા લીલા લીબું મરચાં,આરોગતા નિશાચાર.
આપણે લોકોને ડરાવીએ, તેઓ આપણાથી ડરે!
આપણે તેમના થી થોડું ડરવાનું હોય?”
ભોળુબાઈએ માથું હલાવ્યું:
“ના ભાઈલાઓ… હવે સમય બદલાઈ ગયો છે…”
“પહેલા માણસ અંધારાથી ડરતો હતો, હવે સ્મશાનના અંધારામાં રિલ્સ બનાવે છે!”
“એક વખત મેં એક માણસને ડરાવવાનો પ્રયાસ કર્યો.
એણે કહ્યું: ‘બાઈ, થોભ, થોડું સ્માઈલ પ્લીઝ…" પહેલા હું તારી સાથે સેલ્ફી લઉં!’”
💸 “સૌથી મોટો ચારસો વરસનો બોખો ભૂત ભરાડી ”
ભોળુબાઈની સામે આવ્યો, તેણે આંખ મારી અને બોલ્યો :
“ભોળું, અસલી ભૂત તો હવે હું પણ નથી રહ્યો…
આજકાલ અસલી ભૂત છે લોભ, મોહ-માયા અને દંભ!”
“માણસ જ માણસને જ ડરાવે છે, ત્યાં આપનો ગજ ક્યાં લાગે?"
આજે સૌ,બેંક લોનના હપ્તાથી, ઓફિસના બોસથી,
અને સોશિયલ મીડિયાની ફેક લાઈફથી ડરેલા પડેલા છે!!!”
મિટિંગ કોઈ નિર્ણય વગર વિખારાઈ ગઈ.ભોલુબાઇ પાછી કબ્રસ્તાન મા આવી કબર મા સુઈ ગઈ.
ભાઈબીજની રાતે એક ઉદાસ માણસ કબ્રસ્તાનમાં આવ્યો.
ભોળુબાઈ વિચાર્યું—“ચાલો, આજે તો તેને ડરાવું…”
પણ તેને સામે જોઈ માણસ બોલ્યો:
“બાઈ, તું સરસ ભૂતડી છે? થોડો મેકઅપ કરી લે… ચાલ,મારી સાથે મારી ચાલીમાં.”
“મારી છ મહિનાની ચડેલી EMI, મારો સ્ટ્રેસ,મારી ગર્લફ્રેન્ડની એપલ ફોનની જીદ,અને મારો બોસ—આ બધાથી મને બચાવી શકે?
તો તને કબર ઉપર સુતા સુતા રોજ પાઉં ભાજી નું ડિનર આપું?”
ભોળુબાઈ ધ્રૂજી ગઈ…
🤯 તે રાત્રે ભોળુબાઈએ આખરી નિર્ણય લીધો—“હું હવે માણસ જાતને ભૂલથી પણ ડરાવાં નો વિચાર નહિ કરું …
હું તો હવે માણસોથી જ દૂર રહીશ!”
આજના સમયમાં માનવ તેને વળગેલ ઘેલછાનાં ‘ભૂત’ થી ડરેલો છે.
ડિસ્ક્લેમર.
આ કથા સંપૂર્ણપણે કલ્પિત છે.
કથામાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ પણ જીવિત અથવા નિર્જીવ વ્યક્તિ સાથે સીધો સંબંધ નથી.
આ લેખનો હેતુ માત્ર વ્યંગ, હાસ્ય અને સમાજમાં ચાલતી કેટલીક વૃત્તિઓ પર હળવો કટાક્ષ કરવાનો છે.
કોઈ વ્યક્તિ, વર્ગ, વ્યવસાય અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી.
જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ માનવો.
