The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Anand Gajjar

Fantasy Romance Tragedy

4.5  

Anand Gajjar

Fantasy Romance Tragedy

લાસ્ટ ચેટિંગ (પ્રેમ અને ત્યાગ)

લાસ્ટ ચેટિંગ (પ્રેમ અને ત્યાગ)

21 mins
22K


[મારામાં બોલવાની હિંમત નથી એટલે તને મેસેજમાં ટાઈપ કરીને જણાવી રહ્યો છું. તું સારી રીતે જાણે છે મારા ભૂતકાળ વિશે ૧.૫ વર્ષ જેવો સમય થઇ ગયો એ ભૂતકાળને પણ તું એ વાતથી અજાણ નથી કે આ ૧.૫ વર્ષના સમય ગાળામા મેં ક્યારેય કોઈ છોકરી સાથે વાત પણ નહોતી કરી. હા કારણ કે હું તૂટી ગયો હતો. મારામાં હિંમત જ નહોતી કોઈ છોકરી પર વિશ્વાસ કરવાની કારણકે મને લાગતું કે બધી છોકરીઓ સરખી જ હોય છે. પણ ખબર નહિ તું કઈ રીતે મારા જીવન માં આવી ગઈ. એના ગયા પછી તું એવી પહેલી છોકરી છે જેની મારા જીવનમાં એન્ટ્રી થઈ. કારણની મને ખબર નથી કેમ પણ આટલા સમયમાં પહેલી વાર મે કોઈ છોકરી સાથે ચેટિંગ કરી અને પહેલી વાર મારા ફેસ પર એક સરસ સ્માઈલ આવી. શરૂઆતમા મે તને મેસેજ કર્યો ત્યારે ખાલી મારી ઇબુકની જાહેરાત માટે કરેલો હતો. પણ મને એ નહોતી ખબર કે એક મજાકમા શરૂ કરેલી એક ચેટિંગ મારા માટે આટલી બધી ઈમ્પોર્ટન્ટ બની જશે. જ્યારે પણ તું વાત કરતી હતી ત્યારે એક અલગજ પ્રકારની ખુશી મળતી હતી જે મને આટલા સમયમાં ક્યારેય નહોતી મળી. હું તને એમ નથી કહી શકતો કે મને તારા પ્રત્યે લવની ફીલિંગ્સ છે કે એવું મને ખબર પણ નથી. પણ તું મને ફક્ત ગમે છે અને તારા સાથે વાત કરવી બહુ ગમે છે. કારણકે જ્યારે પણ તારી સાથે વાત કરું છું ત્યારે ખુશ રહું છું. મને હજી સુધી તારામાં એવો એટીટ્યુડ નથી દેખાયો જે ઘણી બધી છોકરીઓમાં હોય છે. તારામા સાવ નિસ્વાર્થ ભોળપણ રહેલું છે જેના કારણે તારી સાથે વાત કરવા આકર્ષાઉં છું. તારી સાથે વાત કરીને મારો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે. તારી એ આદત પણ ખૂબ સરસ છે કે જો હું તને મેસેજ ના કરું તો તું મને સામેથી મેસેજ કરે છે જે દર્શાવે છે કે તું નિખાલસ છે અને તારામાં ઘમંડ નામની કોઈ વસ્તુ નથી. જો તારી સાથે વાત ન કરું તો મારો દિવસ પસારજ નથી થતો. મને ખબર નથી તને મારા પ્રત્યે કેવી લાગણી છે પણ મને લાગે છે કે જો હવે હું તારી સાથે વાત કરીશ તો હું તને પ્રેમ કરી બેસીસ જેને તું એક્સેપ્ટ નહિ કરી શકે. બહુ જ યાદ આવશે એ આપણી લેટ નાઈટ સુધીની ચેટિંગ્સ અને વિડીયો કોલિંગ જેમાં આપણે વાત તો નહોતી થતી પણ એક બીજાને જોયા કરતા. એક અલગ પ્રકારની સ્માઈલ અને ખુશી આપતો હતો એ સમય. એક વાર તો એક દેવાંશીને ખોઈ ચુક્યો છું અને હવે તને બીજી દેવાંશી બનતા નહીં જોઈ શકું. એની પહેલા કે હું તને પ્રેમ કરી બેસું મને હંમેશાં માટે બ્લોક કરી નાખજે. ]

આટલું લખીને મે મારો મેસેજ ટાઈપ કર્યો અને હું મોબાઈલ ડેટા બંધ કરીને સુઈ ગયો.

***

આ મેસેજ કર્યો હતો મેં મારી ધક ધક ગર્લને... એટલે કે મારી વિશુને... હા જેનો ફોટો જોઇને એક ક્ષણ માટે મારું દિલ એક ધબકારો ચૂકી જતું. હજી થોડા મહિનાઓ પહેલા જ અમારી મુલાકાત સોસીયલ સાઇટ ફેસબુક પર થઇ હતી. સાલું જબરું કહેવાય નહીં, આ સોસીયલ સાઇટ્સ પણ કેવી છે થોડાજ સમયમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે. બંન્નેને એક બીજાની કેટલા નજીક લાવી દે છે. હા, તો વાત એમ હતી કે જોબથી હું કંટાળીને ઘેર આવીને હજી મારા બેડ પર સૂતો જ હતો અને ફેસબુક મચેડતો હતો... એટલામાં મારી નજર સજેશન બોક્સ પર ગઈ અને હું એને સ્વાઇપ કરીને બધા સજેશન જોઈ રહ્યો હતો... મારી નજર સામેથી એક નામ ગયું જેના પર ભૂલથી મારાથી ક્લિક થઈ ગયું હશે અને રિકવેસ્ટ સેન્ડ થઈ ગઈ. મારા ધ્યાનમાં તો આ વાત આવી પણ એટલામા મારા કલીગનો ફોન આવ્યો અને એક પ્રોબ્લમનું સોલ્યુશન આપવામાં હું એની સાથે વ્યસ્ત થઈ ગયો અને આખરે હું ભૂલી જ ગયો. બીજાજ દિવસે મોબાઈલમાં નોટિફિકેશન આવ્યુ વિશુ ગજ્જર એક્સેપટેડ યોર ફ્રેન્ડ રિકવેસ્ટ. પણ મે એસમયે એના પર વધુ ધ્યાનના આપ્યું કારણ કે ૧.૫ વર્ષ પહેલાં પ્રેમમાં મળેલ એક દગો જેણે ભૂતકાળ રૂપ બનીને દિલના ટુકડા કર્યા હતા અને મારી બીજી કોઈ છોકરી પર વિશ્વાસ કરવાની હિંમત છીનવી લીધી હતી. ૨ દિવસ પછી હું ફરી પાછો ફેસબુક ખોલીને બેઠો હતો અને અને મારા અનેક નવા રીડર્સ જેઓએ મને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી એમને મારી ઇબુકની લિંક મોકલી રહ્યો હતો કારણકે સ્ટોરીમિરર, માતૃભારતી અને પ્રતિલિપિ જેવા મોટા પ્લેટફોર્મ પર એક લેખક હોવાના કારણે ઘણા બધા વાંચકોની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતી હતી અને તેઓ મને બુક પ્રત્યેના પોતાના મંતવ્યો જણાવતા. આટલામા મારી નજર ફરી એ નામ પર પડી અને મને ખ્યાલ આવ્યો કે આ એજ આઈડી હશે જેના પર ભૂલથી મેં રિકવેસ્ટ મોકલી અને મે એ વાતને ઇગ્નોર કરીને એમા પણ મારી પ્રોફાઈલની લિંક મોકલી દીધી.

૧ કલાક પછી એમાંથી રીપ્લાય આવ્યો...

વિશુ :- હેલ્લો...

આનંદ :- હેલ્લો..

વિશુ :- આ શું છે... આ બુક તમે લખી છે ? તારા વગરનો અધુરો વેલેન્ટાઈન ?

આનંદ :- હા

વિશુ :- કઈ રીતે બુક વાંચવાની ? મારામાં ઓપન નથી થતી. મને વાંચવાનો બહુ શોખ છે અને આ બુક વાંચવાની ખૂબ ઈચ્છા છે.

આનંદ :- આની એપ ડાઉનલોડ કરી લ્યો અને એમા રજીસ્ટર કરીને આ લિંક ઓપન કરજો એટલે મળી જશે.

વિશુ :- સારું, થેન્ક્સ...

આનંદ :- (થમ્બસ અપનું ઈમોજી)

અંતે અમે અહીંયા ચેટિંગ પૂરી કરી અને હું મારા કામમાં પાછો વળગી ગયો.

( ૨ દિવસ પછી )

આમ તો જોકે મારી શિફ્ટ હંમેશાં મોર્નિંગ જ રહેતી પણ ક્યારેક કંપનીના કામને લીધે ૧ અઠવાડિયાની નાઈટ શિફ્ટમાં પણ જવું પડતું. એટલે એદિવસે પણ મારી નાઈટ શિફ્ટ જ હતી. હવે નાઈટ શિફ્ટમાં આખી રાત ફક્ત કમ્પ્યુટર્સ પર બેસી રહેવાનું અને પ્લાન્ટમાં થતી પ્રોસેસનું નિરીક્ષણ કરવાનું એટલું બધું કંટાળાજનક હોય છે કે સાલું વાત જ ન પૂછો. જો પ્લાન્ટમાં કોઈ પ્રોબ્લમ આવે તો કમ્પ્યુટરમાં દેખાતા ટેમ્પરેચર અને લેવલ ઇન્ડિકેટરજ એની જાણકારી આપી દેતા એટલે ઊભું થઈને ભાગવાનું અને પ્રોબ્લમનું સોલ્યુશન શોધવાનું. સોલ્યુશન શોધવાનો તો કોઈ સમય જ નહીં. ક્યારેક ૧૦ મિનિટમાં પ્રોબ્લેમ મળી જાય તો ક્યારેક કલાકો પણ જતા રહે. સાલી, ઇન્ડસ્ટ્રીયલ લાઈફ જ એવી હોય છે જ્યાં એક અલગ જ દુનિયા હોય છે જે તમને બધી જ જગ્યાએથી દૂર લઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં મશીનો જ મશીનો અને એમનો ઘોંઘાટભર્યો આવતો અવાજ, ક્યાંક કુલિંગ ટાવરમાંથી પાણી પડતું હોય એનો અવાજ, વેક્યુમ સિસ્ટમમાંથી આવતો અવાજ અને સ્ટીમ ટ્રેપમાંથી નીકળતા કન્ડેનસેટનો તીવ્ર અવાજ, ક્યાંક કોઈ પંપ ચાલુ હોય એનો અવાજ, તો વળી ક્યાંક હેલ્પરો કે માણસો એક બીજાને આવા ઘોંઘાટભર્યા વાતાવરણમાં જોર જોરથી બૂમો પાડીને બોલાવતા હોય તેવા અવાજો. ટૂંકમાં કહીએ તો નાઈટમાં પણ આવો ત્રાસ તો ખરો જ પણ આ સમય પર વાતાવરણ પણ એટલું શાંત હોય છે કે એક અલગ જ પ્રકારનો એહસાસ કરાવે છે. રાતનું અંધારું હોવા છતાં પણ બળતી લાઈટો દિવસનો અનુભવ કરાવે છે. ૧૨ વાગવામાં હજુ ૧૦ મિનિટની વાર હતી અને હું બહાર મારા કલીગ સાથે સેકેન્ડ શિફ્ટમાં થયેલ પેન્ડિંગ વર્ક્સ પર વાતો કરી રહ્યો હતો. અંતે સેકેન્ડ શિફ્ટમાં થયેલો બધો જ ચાર્જ તે મને આપીને પોતાની શિફ્ટમાંથી છુટા પડ્યા અને મારી જવાબદારી શરૂ થઈ આગળના ૮ કલાક માટે. એક સામાન્ય પ્રોબ્લમના કારણે સેકેન્ડ શિફ્ટમાં જ પ્લાન્ટ બંધ કરવો પડેલો એટલે મારે તો આગળ ના ૮ કલાક જલસાજ હતા. ફક્ત ખુરશી પર બેસી રહેવાનું અને મોબાઈલ મચેડવાનું. જ્યારે પણ આવતા બગાસાં એની હદ વટાવી જાય ત્યારે ખુરશી પર જ સૂઈ જવાનું.

પણ આજે ઊંઘ નહોતી આવી રહી અને મારે થોડું સ્ટોરીનું કામ પણ કરવાનું હતું એટલે નક્કી કર્યું કે આજે ફ્રી જ છું તો થોડું લેટ નાઈટ સુધી પોતાનું કામ પતાવી દઉં પછી આરામ કરીશ. કારણ કે એપિસોડિક સ્ટોરી હોવાના કારણે અઠવાડિયામાં એક ભાગ તો પબ્લિશ કરવો જ પડે અને એમાં પણ મારા હમણાંથી થોડા વ્યસ્ત શિડયુલના કારણે હું યોગ્ય સમય પર સ્ટોરી પબ્લિશ નહોતો કરી શકતો જેના લીધે વાચકોની આતુરતા વધી રહી હતી અને તેઓ હવે પોતાની સહનશક્તિ ખોઈ ચૂક્યા હતા જેના કારણે ઘણા લોકોના સ્ટોરીના આગળના ભાગો માટે પર્સનલી મેસેજ પણ આવતા હતા. મેં મારી બેગમાંથી હેન્ડસફ્રી કાઢયા અને મારા મોબાઈલ સાથે કનેક્ટ કર્યા કારણકે મારી એક આદત હતી કે જ્યારે પણ મોબાઈલમાં ટાઈપિંગનું કામ કરતો હોય ત્યારે મને ગીત સાંભળવા ખૂબ ગમતા અને કામ કરવામાં પણ મજા તો ત્યારેજ આવતી જ્યારે સોંગ્સ ચાલુ હોય.

"મેરે તો સારે સવેરે બાહો મેં તેરી થેહરે, મેરી તો સારી શામે તેરે સાથ રહી હે....

થોડા સા ભી શક ના કરના તુમસે મેરા જીના મરના, તુમ ચલ રહે હો તો સાંસે મેરે સાથ ચલ રહી હે....

ઓ હમસફર... હો હમનવા.... બેશર્ત મેં... તેરા હુઆ..."

મારુ ફેવરિટ સોન્ગ ચાલુ કરીને મેં મારી સ્ટોરીનું કામ ચાલુ કર્યું. લગભગ અડધી કલાકની મહેનત સુધી મારુ સ્ટોરીનું કામ ચાલુ રહ્યું અને મેં આગળનો એક ભાગ ટાઈપ કરી નાખ્યો અને હવે રાહતનો શ્વાસ લીધો કારણકે મારા માટે હવે એક અઠવાડિયા સુધીનું ટેનશન ઓછું થઈ ગયું હતું. મેં મારા મોબાઈલનો ડેટા ઓન કર્યો અને પહેલા વોટ્સએપ ચાલુ કરીને મારા મેસેજ ચેક કર્યા પછી મારુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચાલુ કરીને તે ચેક કર્યું અને છેલ્લે મારા ફેસબુક પર કૂદકો માર્યો. થોડી વાર વોલ ચેક કરીને ઓનલાઈન ફ્રેન્ડ્સમાં ઘૂસ્યો અને મારી સામે અનેક નવરી બજાર દેખાઈ જે હજુ સુધી ઓનલાઈન હતી જેમાંના ઘણાને તો હું ઓળખતો પણ નહોતો. મેં મારી મોબાઈલની નોટિફિકેશન બાર પર જોયું તો રાતના ૧૨:૩૯ થયા હતા. આ ઓનલાઈન નામોમા એક બીજા પણ નામનો સમાવેશ થતો હતો જેના સાથે મેં ૨ દિવસ પહેલા વાત કરેલી અને વિચાર આવ્યો કે આ બોયફ્રેન્ડ - ગર્લફ્રેંડની રિલેશનશીપ પણ જોરદાર હોય છે. આખી દુનિયાને રાત પડે છે ત્યારે આમને દિવસ ઉગે છે અને હું હસી પડ્યો. મને પણ કંટાળો આવતો હતો એટલે મને પણ મસ્તી સૂઝતી હતી અને મેં એ નામ પર એક હેલ્લો નો મેસેજ મોકલી દીધો. તરતજ સામે છેડેથી મને રીપ્લાય મળ્યો.

વિશુ :- હેલ્લો (સ્માઈલી ઈમોજી)

આનંદ :- કેમ છો ?

વિશુ :- મજામાં અને તમે ?

આનંદ :- હું પણ મજામાં... ક્યાંના છો ?

વિશુ :- રાજકોટ

આનંદ :- સરસ...

વિશુ :- ખૂબજ સરસ છે તમારી લખેલી બુક્સ. કેટલું દર્દ છુપાયેલું હતું આ લેટરમાં. બોયફ્રેન્ડ નહી હોવા છતાં પણ એક અલગ એહસાસ કરાવી ગઈ અને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા મારી તો વાંચતા વાંચતા.

આનંદ :- લે...એમા આંસુ આવી ગયા ?

વિશુ :- હા, હું ખૂબ ઇમોશનલ છું અને કોઈનું હર્ટ સાંભળું તો મને નાની નાની વાત માં રડવું આવી જાય છે.

આનંદ :- ઓહ..ખૂબ સેન્સિટિવ છો તમે...પણ એજ સારું છે...આવા લોકોજ દિલ ના સાફ હોય છે એ ક્યારેય કોઈ સાથે વિશ્વાસઘાત નથી કરતા...ઠીક છે શુ કરો છો સ્ટડી ?

વિશુ :- હજુતો ૧૨ સાયન્સ કમ્પ્લીટ કર્યું છે. તમે શું કરો છો ?

આનંદ :- જોબ પર છું.....

વિશુ :- તો તમે રાઇટિંગ સાથે જોબ પણ કરો છો ?

આનંદ :- ના, હું જોબજ કરું છું પણ રાઇટિંગ તો મારો શોખ છે. ફ્રી હોય ત્યારે મને લખવું ખૂબ ગમે છે. દિલની વાતો કાગળ પર ઉતારવી ખૂબ ગમે છે.

વિશુ :- ઓકે ખૂબ સરસ...

આનંદ :- ૧૨ સાયન્સ પછી શું વિચાર છે ?

વિશુ :- બી.એસ.સી. નો વિચાર છે કારણકે મને કેમિકલ ફિલ્ડ ખૂબ ગમે છે.

આનંદ :- ખૂબ સરસ... હું પણ કેમિકલ ફિલ્ડમાં જ છું...બહુ જ મજા આવે છે આ ફિલ્ડમાં જોબ કરવાની...

વિશુ :- તો તમે બી.એસ.સી. ને એજ સ્ટડી કરેલું ?

આનંદ :- ના, મારી સ્ટડી અલગ છે. મેં પ્લાન્ટ ઓપરેટરની સ્ટડી કરેલી છે. જેમાં બી.એસ.સી. અને કેમિકલ એન્જી. ની હાલ્ફ સ્ટડી આવી જાય અને ઓપરેશન મેઈન સબ્જેક્ટ આવે.

વિશુ :- ઓકે....મને પહેલા ૧૦ માં હતી ત્યારે કેમિકલ બિલકુલ નહોતું ગમતું...પણ ૧૧ માં આવ્યા પછી મારુ ફેવરિટ સબ્જેક્ટ થઈ ગયું. એક વાર હું લેબમાં ગયેલી અને મેં કેમિકલનો લોચો માર્યો હતો જેના કારણે ધુમાડા નીકળવા લાગ્યા હતા...ખબર નહિ એ શું થયું હતું... (ક્રાય ઈમોજી)

આનંદ :- મેં તો ખાલી એક ફનેલ તોડી હતી લેબમાં....

વિશુ :- ત્યારથી મને સરે કહી દીધું કે તારે એકલીએ લેબમાં ક્યારેય નહીં જવાનું. ખૂબ મજા આવતી હો એ સ્કૂલના સમયે... (ક્રાય ઈમોજી)

આનંદ :- સાચી વાત છે...એ સમય જ ગોલ્ડન સમય હોય છે. ફ્રેન્ડ્સ હતા, લાઈફ અને ફન પણ ખૂબ હતું પણ અત્યારે જોબના કારણે એટલા બીજી થઈ ગયા કે નજીક રહેવા છતાં પણ એક બીજાને મળી નથી શકતા...ફક્ત ફોન પર જ વાતો થાય છે.

હજી મારો મેસેજ પૂરો જ નથી થયો એની પહેલાતો એને મને એક સ્ક્રીનશોટ મોકલ્યો.

વિશુ :- આ જુઓ...આજે કેટલાય દિવસ પછી મારી ફ્રેન્ડનો મેસેજ આવ્યો...આ જ વાતો યાદ કરીએ છીએ..

એ સાથે મેં પણ એને મારા કમ્પ્યુટરનો એક ફોટો પાડીને મોકલ્યો અને જણાવ્યું કે આ મારી જોબ છે... કન્ટીન્યુઅસ આની સામે જોઈ રહેવું પડે...

વિશુ :- કેટલા સમય સુધી ?

આનંદ :- ૮ કલાક.

વિશુ :- બાપ રે....માથું અને આંખો પણ દુઃખી જતી હશે ને...

આનંદ :- હા....અને પ્રોબ્લમ આવે તો દોડવું પણ પડે...

વિશુ :- ઓહ... કેવી રીતે...

પછી તો અમારી વાતો આગળ વધતી જ ગઈ. હું એને પહેલા તો મારા વર્ક વિશે સમજવા લાગ્યો અને પછી એ એને સ્કૂલમાં કરેલા તોફાનો અને મસ્તીઓ વિશે વાત કરવા લાગી અને હું મારી કોલેજની યાદો તાજી કરવા લાગ્યો. ફક્ત થોડી મિનિટોના જ સમયમાં અમે બંને એકબીજા સાથે એવી રીતે ભળી ગયા હતા કે જાણે વર્ષો જુના ફ્રેન્ડ્સ હોય અને આટલા સમય પછી બંને વચ્ચે વાત થઈ હોય. એવું લાગતું જ નહોતું કે હજી થોડી મિનિટો પહેલાજ અમારી ફ્રેન્ડશીપ થઈ હતી. હજી થોડી મિનિટો પહેલાજ અમે બંનેએ એકબીજા સાથે વાતોની શરૂઆત કરી હતી. વાતો કરતા કરતા ફરી અમે બંને કેમિસ્ટ્રીના સબ્જેક્ટ પર આવ્યા. કેમિસ્ટ્રીનું થોડું સારું નોલેજના કારણે હું એને એ સબ્જેક્ટ સમજાવવા લાગ્યો અને અંતે એને પ્લાન્ટ જોવાની અને સમજવાની ઈચ્છા દર્શાવી અને અમે બંનેએ વીડિયો કોલિંગ કરવાનો નિર્ણય કર્યો. સાચે જ, અમે બંન્ને એક બીજા સાથે થોડા સમયમાં ઘણા બધા ભળી ગયા હતા અને અમને પણ નહોતી ખબર કે આટલા સમયમાં અમે નંબર એક્સચેન્જ કરી લીધા. મારા વોટ્સએપ પર તરતજ એનો મેસેજ આવ્યો અને અમારી વાત વોટ્સએપ કોલિંગ સુધી પહોંચી ગઈ. મેં મારી નોટિફિકેશન બાર પર જોયું તો ૦૩:૨૦ થઈ હતી. ટૂંકમાં ઘણી મોડી રાત થઈ ગઈ હતી અને હજી સુધી અમે બંન્ને જાગતાજ હતા. છેલ્લા ૨ કલાક ઉપરથી અમે વાતો જ કરી રહ્યા હતા અને સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. અંતે મેં એને સમય જોવાનું કહ્યું અને જણાવ્યું કે રાત બહુ થઈ ગઈ છે તો તમારે સુઈ જવું જોઈએ. અને અમે બંને એક બીજા ને ગુડ નાઈટ વિષ કરીને છુટ્ટા પડ્યા.

પણ હજી ૫ કલાક કાઢવાના હતા કારણ કે મારી ડ્યુટી ૮ વાગ્યે પુરી થતી હતી. એટલે હું પણ મારી જગ્યાએથી ઉભો થયો અને કેન્ટીન તરફ ચાલતો થયો. હું કેન્ટીનમાં જઈને બેઠો અને ચા- નાસ્તો ઓર્ડર કર્યો કારણકે મને ભૂખ પણ ખૂબ લાગી હતી. મેં મારો અડધો કલાક જેવો સમય તો ચા નાસ્તામાં જ પસાર કરી નાખ્યો અને ૪ વાગ્યે કન્ટ્રોલ રૂમ માં પાછો ફર્યો. મેં મારું વોટ્સએપ ફરીથી ખોલ્યું અને એની પ્રોફાઈલમાં એન્ટર થયો કારણકે મેં હજુ સુધી એના ફોટા પર ધ્યાનજ નહોતું આપ્યું અને વિડીઓ કોલિંગમાં પણ અંધારું હોવાના કારણે મને એનો ફેસ દેખાયો નહોતો. અને એની પ્રોફાઈલમાં પણ એનો ડી.પી. નહોતો. અંતે કોઈ કામના હોવાના કારણે મોબાઈલ પોકેટમાં મૂકી હું મારી ખુરશી પર જ આરામ કરવા લાગ્યો અને ક્યારે સુઈ ગયો એનું ધ્યાનજ ના રહ્યું. સવારે ૦૭:૩૦ વાગ્યે મારા પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઈલ વાઈબ્રેટ થવા લાગ્યો અને સાથેજ મારી ઊંઘ ઊડી. હું જાગ્યો અને જોયું તો મોબાઈલમાં ૭:૩૦ નો એલાર્મ વાગી રહ્યો હતો. મેં પાણીની બોટલ ઉઠાવી અને બહાર નીકળ્યો અને મોઢા પર પાણી છાંટયું. ડ્યુટી ટાઈમ લગભગ પૂરો થઈ ગયેલો એટલે હવે મારે ઘર તરફજ ભાગવાનું હતું. હું કેન્ટીન તરફ ગયો અને ત્યાં ચા પીને કમ્પનીની બહાર નીકળ્યો અને મારી બસમાં જઇ ને બેસી ગયો. બસ ઉપડવામાં હજી ૧૫ મિનિટની વાર હતી. મે મારી બેગ માંથી મારા ઈયરફોન કાઢ્યા અને ગીતો ચાલુ કર્યા. થોડી વારમાં બસ ઉપડી અને હું અમદાવાદ તરફ રવાના થયો.

નાઈટ શિફ્ટ બાદ હું સવારે ૧૦ વાગ્યે ઘરે પહોંચતો અને ચા - નાસ્તો કરીને તરતજ સુઈ જતો. પૂરતી ઊંઘ પુરી ના થઇ હોવાના કારણે હું સુઈ ગયો અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે બપોરના ૨:૩૦ વાગ્યા હતા એટલેકે મારો જમવાનો સમય. પણ મારી આદતના કારણે સૌથી પહેલા મેં મારો મોબાઈલ હાથમાં લીધો અને નેટ કનેક્શન ચાલુ કર્યું જે સાથેજ વોટ્સએપ મેસેજો અને નોટિફિકેશનો ચાલુ થઈ ગયા. મેં વોટ્સએપ ખોલ્યું જેમાં અનેક મેસેજ સાથે એક ગુડ મોર્નિંગનો મેસેજ વિશુનો પણ હતો. મેં પ્રોફાઈલ પર ક્લિક કર્યું જેમાં એનો ફોટો રાખેલો હતો. કદાચ એણે હમણાં જ ચેન્જ કર્યો હતો. ફોટા માં પણ સામાન્ય લૂક, એક દમ ભોળો ચહેરો જે એનામાં જરા પણ ઈગો અને એટીટ્યુડ ના હોવાની સાબિતી આપતો હતો. આંખો કાળી અને મોટી ચમકદાર જેમાં જોતાજ ખોવાઈ જવાનું મન થઇ જાય, વાળ ખુલ્લા અને એના ચહેરા પર ઢળતી વાળની લટ અને હોઠ પર હલકું સ્મિત, ડાબા હોઠની ઉપર નાનું એવું તીલ જે એની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યું હતું. મેં પણ સામે ગુડ મોર્નિંગ લખીને વિશ કરી દીધું. થોડી વારમા એનો ફરી મેસેજ આવ્યો.

વિશુ :- શુ કરો છો મિસ્ટર ઓથોર ?

આનંદ :- નથિંગ...જસ્ટ અત્યારેજ સુઈને ઉઠ્યો.

આવી જ રીતે સામાન્ય ચેટિંગ આગળ વધતી રહી બંન્ને વચ્ચે. ધીરે ધીરે સમય આગળ વધતો રહ્યો અને આ સમય ક્યારે મહિનાઓમાં બદલાઈ ગયો એની ખબર જ ન પડી. જેમ જેમ સમય આગળ જતો રહ્યો એમ દિવસેને દિવસે બંને વચ્ચે ની મિત્રતા વધુ ગાઢ બનતી જતી હતી. બંને આખો દિવસ એક બીજા સાથે મેસેજમાં વાતો કરતા રહેતા. આખો દિવસ કેવો રહ્યો, આજે આખા દિવસમાં શુ શુ કર્યું, ક્યાં ક્યાં ગયા આ બધી જ વાતો થતી. ક્યારેક સમય મળે એટલે એક બીજાને ફોન પણ કરી લેતા અને કોઈ આસપાસ ના હોય ત્યારે વીડિયો કોલિંગ પણ થતી રહેતી. લેટ નાઈટ સુધી ચેટિંગ અને જ્યારે પણ હું નાઈટ શિફ્ટમાં હોય ત્યારેતો ખબર જ નહીં અમારો સમય ક્યાં ખોવાઈ જતો. અડધી રાતે વીડિયો કોલિંગ જેમાં ફક્ત ઈશારાથી વાત થતી અને એકબીજાને જોયા કરતા. દરરોજ એક બીજાને પોતાના ફોટોસ મોકલવા. અને એમાં પણ જો બ્લેક કલરના કપડાં પહેરેલા હોય તો કમ્પલસરી ફોટોસ મોકલવા જ પડે કારણ કે એ તો બંન્નેનો ફેવરિટ કલર. ટૂંકમાં કહીએ તો બંને એક બીજાના નજીક આવતા જતા હતા. એક બીજાની લાઈફની બધી જ વાતો અમે વગર સંકોચે એક બીજા સાથે શેર કરતા હતા. પછી ભલે એ એક બીજાનું સુખ હોય કે દુઃખ, ભૂતકાળ હોય કે વર્તમાન પણ કોઈ જ વાત અમારા વચ્ચે છૂપેલી નહોતી રહેતી. એક બીજા પરનો વિશ્વાસ વધતો જતો હતો અમારો. મને એ વાતનો ખ્યાલ જ નહોતો કે હું કોઈ છોકરી પર આટલો બધો વિશ્વાસ કરીશ કારણકે પહેલા લાગતું હતું કે બધી જ છોકરીઓ એક સરખીજ હોય છે જે તમારી સાથે ટાઈમપાસ જ કરે છે, બધી જ છોકરીઓ માં ઈગો અને એટીટ્યુડ હોય છે જે તમને ફક્ત હર્ટ કરે છે પણ જ્યારથી એના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારથી આ વ્યાખ્યા બદલાઈ ગઈ હતી કારણ કે એના મા ન તો એટીટ્યુડ હતો કે ના તો ઈગો, એકદમ ભોળી અને સીધી સાદી છોકરી. ક્યારેય કોઈ વાતનું ખોટું ના લગાડવું કે રિસાવું નહિ...ભૂલ મારી હોય તો પણ સોરી એનું કહેવું.

સાથે હું પણ બદલાતો રહ્યો અને મને પણ એની આદત લાગતી રહી. રોજ એની સાથે વાત કરવી, જો એનો મેસેજ ના આવ્યો હોય તો ગમે નહિ અથવા વાત ના થાય તો ક્યાંય મૂડ જ ના લાગે. એનો મેસેજ આવતાની સાથે જ ચેહરા પર એક અલગજ પ્રકારની સ્માઈલ આવી જતી. જ્યારે એની સાથે વાત કરતો ત્યારે ખૂબ ખુશ રહેતો. કાંઈક અલગજ જાદુ હતો એના વ્યક્તિત્વમાં જે મને હમેશા એની તરફ આકર્ષી રહ્યો હતો.

"તું જાણે પતંગ છે ને હું છું કોઈ દોર, લઈ જાયે લઇ જાયે છે તું કઈ કોર,

બાજી જે હારી છે પાછી લગાડી છે, મનડું જુગારી છે આ કેવું ડફોર...

લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે...

લાગી રે લાગી રે તારી ધૂન લાગી..."

મને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે પણ કદાચ મારી શરૂઆત થઈ ગઈ હતી એની સાથે પ્રેમમાં પડવાની. હું કદાચ એને ચાહવા લાગ્યો હતો. મારા મનમાં એના માટે લાગણીઓએ જન્મ લઈ લીધો હતો. મને ખબર નહોતી કે મને જીવનમાં બીજીવાર પ્રેમ થશે કે નહીં, પણ કદાચ જ્યારે પણ જીવનમાં દિલ તોડનારની એક્ઝિટ થાય છે ને ત્યારે દિલ જોડનારની એન્ટ્રી થતી જ હોય છે. કદાચ એનો પણ યોગ્ય સમય હોય છે. ખરેખર હવે મને સાચેજ એની સાથે પ્રેમ થઇ ગયો હતો. અજાણ્યો પ્રેમ જેને હું મળ્યો પણ નહોતો. ફક્ત એનો સ્વભાવ અને કેરિંગ નેચર જે મારા દિલ પર કબજો કરી ગયો હતો. મારા માટે તો એ સમય જ સાવ બદલાઈ ગયો હતો કારણ કે એની આદત જો પડી ગઈ હતી. પણ મેં થોડા સમય સુધી રાહ જોવાનું નક્કી કર્યું. પણ સમય જતાં મારી હદ વધતી ગઈ. જેમ જેમ સમય આગળ જતો ગયો મારો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. મારામાં હિંમત નહોતી કે ફક્ત એક ફ્રેન્ડ રહીને એની સાથે વાત કરી શકું એટલે મેં નક્કી કરી લીધેલું કે એને મારી લાગણીઓ જણાવી દઈશ અને જો એનો જવાબ ના આવશે તો હું હમેશા માટે એની લાઈફમાંથી જતો રહીશ. એટલે અંતે મેં તે દિવસે રાતે એને મેસેજ ટાઈપ કર્યો અને અને હું મોબાઇલ ડેટા બંધ કરી ને સુઈ ગયો.

***

સવારમાં વહેલા ઉઠતા વેંત જ મેં મારો મોબાઈલ લીધો અને ડેટા ઓન કર્યો. વિશુનો મેસેજ આવેલો હતો.

વિશુ :- શું થયું વળી તમને ? કાઈ પણ બોલો છો. અને આપણે ફ્રેન્ડ તો રહી જ શકીએને ? ફ્રેન્ડ જેવો તો લવ પણ ના થાય.

આનંદ :- કઈ રીતે રહેવું ફ્રેન્ડ. જેટલી વાર તને જોઉં છું એટલી વાર પ્રેમ વધતો જાય તારા માટે. તારી સાથે વાત કર્યા વગર ચાલે નહિ અને અને અત્યારે ફ્રેન્ડ રહું પણ જે દિવસે તારાથી દૂર જવાનું થશે એ દિવસે તારાથી દૂર કઈ રીતે જઇ શકીશ હું ? મારા માટે તારાથી દુર થવું સહેલું નહિ હોય.

અને હું ફરી મારો મોબાઈલ બંધ કરીને પાછો સૂઈ ગયો. ના તો એનો કોઈ મેસેજ આવ્યો હતો કે ના તો મારાથી એને મેસેજ થઈ શક્યો. મારામા તો હિંમત જ નહોતી રહી એને મેસેજ કરવાની છતાં પણ બીજા દિવસેમેં ફરી વાર મેસેજ કર્યો. અને એનો પણ સામે રીપ્લાય આવ્યો. અમારા વચ્ચે થોડી વાત પણ થઈ. પણ એનામાં મને એ વિશુ નહોતી દેખાતી જે પહેલા હતી. જે આખો દિવસ બોલ - બોલ કર્યા કરતી, જેની વાતો આખો દિવસ પુરી જ નહોતી થતી. કદાચ મારી જ ભૂલ હતી, મેં જ એને મારી લાગણીઓ જણાવવામાં થોડી પહેલ કરી નાખી હતી. અમારા વચ્ચે ફ્રેન્ડશીપ તો હતી પણ પહેલા જેવી નહોતી રહી. કેટલું બધું બદલી નાખે છે બોલાયેલા શબ્દો. ક્યારેક કોઈ સંબંધ જોડી દે છે તો ક્યારેક કોઈ સંબંધ તોડી પણ દે છે. આના પછી પણ ઘણી વાર અમારા વચ્ચે આ જ બાબત પર વાત થઈ. મારી એના પ્રત્યેની કેટલી કૂણી લાગણીઓ છે એના વિશે પણ દરેક વખતે એનો એક જ જવાબ મળતો કે હું તમારી લાગણી સારી રીતે સમજી શકું છું. પણ હું હજી આના માટે તૈયાર નથી. કારણ કે મારા મમ્મી - પપ્પા ક્યારેય આપણા સંબંધ માટે નહીં માને અને વચ્ચે હજી ઘણો સમય છે. ખબર નહિ ક્યારે શુ થઈ જાય એનો ડર લાગે છે.

મેં પણ એને ઘણી વાર હિંમત સાથે આશ્વાસન પણ આપવાનો પ્રયત્ન કર્યો કે તારા મમ્મી - પપ્પા ભવિષ્યમાં જરૂર માની જશે. પણ એનો ફક્ત એકજ જવાબ હતો કે મને ખૂબ ડર લાગે છે અને હું ચાહું તો પણ તમને હા નથી પાડી શકતી કારણકે મને તમારી ચિંતા થાય છે. તમે મારાથી કેટલા બધા દૂર છો અને એકવાર તમારું દિલ તૂટ્યું છે અને તમને હર્ટ થયું છે અને અલગ થશુ ત્યારે શુ હર્ટ થશે એ હું સમજી શકું છું. એનો ફક્ત આ જ ડર હતો જે એક સંબંધને મજબૂત બનાવતા રોકી રહ્યો હતો. આખરે થોડા દિવસ પછી એ સમય આવી જ ગયો કે એને થોડી હિંમત કરી. પણ એનો અંતમાં એક જ સવાલ હતો કે જો મમ્મી પાપા નહિ માને તો આપણે શું કરીશું ? કારણ કે મારામા એમની અગેન્સ જવાની હિંમત નહિ હોય કારણ કે તમને ખબરજ છે કે પપ્પા મમ્મી એ મને કેવી ધમકી આપેલી છે અને પછી અલગ થવું પડશે. અંતે અમે બંને એક નિર્ણય સાથે સંમત થયા કે અલગ થવું પડશે તો એ દર્દ સહન કરવા માટે તૈયાર રહીશું.

આનંદ :- મિસ વિશુ.....આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ એન્ડ ઇ વોન્ટ ટુ યુ એસ માય લાઈફ પાર્ટનર, માય સોલ્મેટ એન્ડ માય ઑલ ફોરેવર. આઈ પ્રોમિસ યુ ટુ નેવર લેટ યુ ગો ફ્રોમ માય હાર્ટ એન્ડ લાઈફ. વિલ યુ મેરી મી (દિલ ઈમોજી) ?

વિશુ :- યસ....આઈ વિલ... (દિલ ઈમોજી)

મેં એને પ્રપોઝ કર્યું અને એને સામેથી હા પાડી હમેશા માટે મારી ધક ધક ગર્લ બનવાની મંજૂરી પણ આપી દીધી. ખૂબજ અમૂલ્ય હતો એ દિવસ મારા માટે કે જે છોકરી મને ગમતી હતી એ આજે હમેશા માટે મારી બનવા તૈયાર હતી. મને ખબર નહોતી કે આ કિસ્મતનો ખેલ હતો કે એક અજાણ્યા સફરથી શરૂ કરેલી ચેટિંગથી અમે અહીંયા સુધી પહોંચી ગયા હતા.

"કિતની હસી યે મુલાકાતે હે,ઉન્સે ભી પ્યારી તેરી બાતેં હે...

બાતો મેં તેરી જો ખો જાતે હે, આઉ ના હોશ મેં મે કભી, બાહો મેં હે તેરી જિંદગી...

સુન મેરે હમસફર ક્યાં તુજે ઇતની સી ભી ખબર..."

અમારી વાતો ચાલુ જ હતી અને રાતના ૨ વાગી ગયા એની અમને ખબરજ નહોતી. મારે પણ સવારમા વહેલું ઉઠવાનું હતું એટલે અમે ગુડ નાઈટ વિશ કરીને એક બીજાથી અલગ થયા.

બીજે દિવસે સવારમાં એનો મેસેજ આવ્યો અને બંને એ એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને એક નવા સંબંધની શરૂઆત કરી. મારા મનમાં તો આખો દિવસ વિશુજ રહેતી હતી. ક્યારે એ ફ્રી થાય અને ક્યારે એની સાથે વાત થાય બસ એજ ઝંખના રહેતી અને અમે વાતો કર્યા કરતા. થોડા દિવસ સુધી આવી જ રીતે અમારી રિલેશનશીપ ચાલતી રહી પણ મને આ દિવસોમાં વિશુ કાંઈક બદલાયેલી જ લાગતી હતી. એ પહેલાંની જેમ મારી સાથે બધી જ વાતો શેર નહોતી કરી શકતી. કાંઈક તો ખૂટતું હતું અમારી વચ્ચે. મને વિશુના મનમાં એક ડર દેખાતો હતો જેના કારણે એ ના તો મને કહી શકતી હતી કે ના તો કોઈ બીજા સાથે શેર કરી શકતી હતી. એ ફક્ત અંદરો - અંદર ડરતી હતી. અંદરો અંદર તૂટતી રહેતી હતી જે હું અનુભવી શકતો હતો. મારા માટે વિશુની ખુશીથી વધુ કાઈ જ નહોતું. મારાથી હવે રહેવાય તેમ નહોતું કારણ કે હું મારી વિશુને આવી રીતે તૂટતી નહોતો જોઈ શકતો. અંતે મેં એને પૂછ્યું.

આનંદ :- વિશુ, મને ખબર છે તું અંદરથી ડરી રહી છે પણ કોઈને કહી શકતી નથી. શુ વાત છે પ્લીઝ મને કહે...

વિશુ :- હું નથી રહી શક્તી... બહુ જ ડર લાગે છે મને...તમને ખબર છે ઘણા દિવસથી હું અંદર જ રડું છું. ઘરમાં પણ કોઈ સાથે વાત કરવાનો મૂડ જ નથી થતો. તમારા મેસેજ આવે ને મમ્મી બાજુમાં જ બેઠી હોય છે પણ હું સરખી રીતે વાંચી પણ નથી શકતી અને ડીલીટ કરવા પડે છે. મને માફ કરી દો. મારામા હિંમત નથી એમને કહેવાની કે અગેન્સ જવાની. પપ્પા જે કહે છે એ જ ઠીક છે. હું આ રિલેશનશીપ માં આગળ નહિ વધી શકું. આઈ એમ હાર્ટલી સોરી....ફોરગીવ મી... (ક્રાય ઈમોજી)

આનંદ :- ઠીક છે, જો તું ખુશ ના હોય આ રિલેશનશીપથી તો નથી રહેવું આપણે આ રિલેશનશીપમા. તોડી નાખ રિલેશનશીપ. ભૂલી જા બધું કે આપણી વચ્ચે કાંઈ હતું. મને પણ માફ કરજે વિશુ. મારે હમેશા માટે તારી જિંદગીમાંથી દૂર જવું પડશે. આપણે ખાલી ફ્રેન્ડ્સ નહિ રહી શકીએ કારણકે ફ્રેન્ડ્સ રહીને પણ એક બીજા સાથે વાત કરવાની આદત નહિ જાય. અને જ્યારે વાત કરીશુ તો બધો ભૂતકાળ ભૂલી નહીં શકીએ. દરરોજ તૂટીને મરવું પડશે. એના કરતાં સારું છે કે એકબીજાને ભૂલીને હમેશા માટે દૂર થઈ જઈએ. મને માફ કરી દેજે વિશુ. હું હમેશા માટે જઇ રહ્યો છું તારી જિંદગીમાંથી. હું તારો નંબર ડીલીટ કરી દઉં છું કારણ કે હું તને બ્લોક નહિ કરી શકું. પણ તું મને બ્લોક કરી દેજે. આ આપણી વચ્ચે થયેલી લાસ્ટ ચેટિંગ હતી. ( આટલું ટાઈપ કરતા કરતા મારી આંખમાંથી આંસુ ટપકી પડ્યા )

"જુડે જો તેરે ખ્વાબ સે,તો તૂટે હમ નીંદ સે.....

યે કેસા તેરા ઇશ્ક હે... સાજના...

તુ હાથો મે તો હે મેરે,હે ક્યુ નહિ લકીરો મે.....

યે કેસા તેરા ઇશ્ક હે... સાજના..."

હું આગળ કાંઈ બોલી શકું એમ નહોતું. કારણકે હું વિશુને ખૂબ પ્રેમ કરતો હતો અને વિશુને આવી રીતે હર્ટ થતી નહોતો જોઈ શકતો. હું નહોતો ઇચ્છતો કે વિશુ મારી સાથે એવી રિલેશનશીપ માં રહે જેમાં ફક્ત ડર હોય અને એ પોતાને અનસેફ ફિલ કરતી હોય. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું વિશુને ફોર્સ કરું કે એને હિંમત આપું કારણકે મને ખબર હતી કે હવે વિશુ હિંમત નહિ કરી શકે. મારી પાસે ફક્ત એક જ રસ્તો હતો કે વિશુની જિંદગીમાંથી ચાલ્યું જવું. મને ખબર હતી કે મારા માટે આ વાત શક્ય નહોતી. કારણકે હું વિશુથી દૂર રહી શકું એમ પણ નહોતું. કારણકે વિશુ સાથે કરેલી એ વાતો, યાદો મારા માટે ભૂલવી સહેલી નહોતી. મને એ પણ ખબર હતી કે હવે મારુ દિલ કેટલી હદ સુધી તૂટવાનું છે અને મારી કેવી હાલત થવાની છે. જેના સાથે વાત કર્યા વગર હું એક દિવસ નહોતો રહી શકતો એની સાથે હવે આખી જિંદગી માટે સંબંધ તોડીને દૂર થવાનું હતું. પણ સવાલ બંનેની જિંદગીનો હતો. બંનેના ભવિષ્યનો હતો અને ખાસ કરીને તો વિશુની ખુશી નો હતો. જો મારાથી દુર રહીને વિશુ ખુશ રહેતી હોય તો મને એ પણ મંજુર હતું. મારા પાસે એક જ રસ્તો હતો અને એ હતો મારા પ્રેમનો ત્યાગ. કારણ ફક્ત એક મજબૂરી જેના કારણે એક સંબંધને તૂટવું પડ્યું. બે હમસફરો એક થતા પહેલાજ હમેશા માટે એકબીજાથી દૂર થઇ ગયા. બે હસતા ચહેરાઓ રડવા માટે મજબૂર થઈ ગયા અને હંમેશા થતી રહેતી વાતો એક લાસ્ટ ચેટિંગમાં ફેરવાઈ ગઈ.

સમાપ્ત

( દરેક વ્યક્તિના જીવનમાં કોઈક તો એવું હોય જ છે જેને એ ખૂબ પ્રેમ કરે છે પણ કહી શકતો નથી અથવા કોઈ મજબૂરીને કારણે એનો સાથ છોડવો પડે છે. મજબૂરી પણ ઘણા પ્રકારે હોય છે. માતા પિતાની ખુશી, ક્યારેક સોસાયટીનો ડર, ક્યારેક બંન્નેમાંથી એક વ્યક્તિનો ત્રાસ. ઘણા બધા કારણો હોય છે અલગ થવાના અને ક્યારેક એક કારણ પણ માંડ મળે છે ભેગા થવાનું. પણ ક્યારેક એક બીજાની ખુશી માટે પણ પ્રેમનો ત્યાગ કરવો પડે છે )

◆ તમને આ સ્ટોરી કેવી લાગી ?

◆ બન્ને વચ્ચે થયેલા પ્રેમના ત્યાગ વિશે તમારા શુ મંતવ્યો છે ?

◆ શુ આ વાર્તા અહીંયા અધૂરી જ રહી જવી જોઈએ કે પછી બંન્નેના મિલન સાથે હેપ્પી એન્ડિંગ પણ થવી જોઈએ ?

આ સવાલો ના જવાબો અને તમારા મંતવ્યો વોટ્સએપ - 7201071861 પર જણાવી શકો છો.


Rate this content
Log in

More gujarati story from Anand Gajjar

Similar gujarati story from Fantasy