Anand Gajjar

Drama Romance

3  

Anand Gajjar

Drama Romance

હું તારી યાદમાં (ભાગ-૯)

હું તારી યાદમાં (ભાગ-૯)

8 mins
720



(ગયા ભાગમાં આપણે જોયું કે અંશ અને અદિતિ વચ્ચે મિત્રતા થાય છે. અદિતિ અંશને એની ગર્લફ્રેન્ડ વિશે પૂછે છે અને જવાબમાં અંશ ના કહે છે. અદિતિ અંશને સિગરેટ પીતા જોઈ જાય છે અને ગુસ્સે થાય છે. અંશ અદિતિને મનાવી લે છે અને સિગરેટ છોડી દેવાનું પ્રોમિસ આપે છે. એકવાર રિયા અંશને ભેટી પડે છે અને અદિતિને ખોટું લાગી જાય છે.)

હવે આગળ.....

અંશ : કેમ મેડમ આજે તમે એકદમ ચૂપ હતા? અને ગાર્ડનમાંથી અચાનક ક્યાં ગાયબ થઇ ગઈ હતી? 

અદિતિ : હું ગમે ત્યાં જાઉં તારે શું? 

અંશ : થયું શું જરાં મને એ કહીશ? 

અદિતિ : મારે કોઈ સાથે કાંઈ જ વાત નથી કરવી. 

અંશ : પ્લીઝ શું થયું છે તને? કેમ આ રીતે વાત કરે છે? મેં કાંઈ ભૂલ કરી છે? 

અદિતિ : ના તારી કાંઈ જ ભૂલ નથી. 

અંશ : તો શું થયું છે એ કહીશ? અચ્છા કૉલેજમાં ડાન્સ કોમ્પિટિશન છે તો તું મારી ડાન્સ પાર્ટનર બનીશ? 

અદિતિ : મને શું પૂછે છે તો પેલી રીયાને જ પૂછને. આમ પણ તને એની કંપની બહું ગમે છે ને. 

અંશ : અરે હું એને શા માટે પૂછું તું મારી ફ્રેન્ડ છો.

અદિતિ : ના ના હું તો તારી ફ્રેન્ડ પછી છું તારી માટે રીયા વધુ ઈમ્પોર્ટન્ટ છે ને. 

અંશ : અરે યાર એવુ કાંઈ નથી. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો એ નહીં. 

અદિતિ : તો એ તારામાં આટલી ચીપકે છે કેમ? આખો દિવસ અંશ અંશ કેમ કર્યા કરે છે?

અંશ : ઓહ અચ્છા એટલે તું જેલેસ છો થાય છે એમ?(હસતા હસતા )

અદિતિ : ના 

અંશ : તો આવું બિહેવ કેમ કરે છે. 

અદિતિ : અંશ એ સારી છોકરી નથી.

અંશ : હા પણ એ મારી ગર્લફ્રેન્ડ થોડી છે વી આર ઓનલી ફ્રેન્ડ્સ. 

અદિતિ : હા પણ મને નથી ગમતું એ તારામાં ચીપકે છે એ.

અંશ : પણ શા માટે નથી ગમતું?

અદિતિ : આઈ ડોન્ટ નો વાય. પણ મને તારી સાથે કોઈ છોકરી હોય એ નથી ગમતું. 

અંશ : બટ વાય? આઈ વોન્ટ રિઝન. 

અદિતિ : બિકોઝ ધ રિઝન ઇસ, આઈ કેર અબાઉટ યુ અને આઈ ડોન્ટ લાઈક ટુ સી યુ રુઇન યોર લાઈફ બાય અનધર ગર્લ.

અંશ : અચ્છા એમ.

અદિતિ : હા, બસ એમજ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટૂ લૂસ યોર ફ્રેન્ડશીપ.

અંશ : આઈ અલસો. ડોન્ટ વરી.

6 દિવસ પછી અદિતિનો બર્થડે હોય છે અને અદિતિ પણ ખૂબ ખુશ હોય છે કારણકે એ અંશ પાસે થી કાંઈક વસ્તુ માંગવાની હતી અને એને આશા હતી કે અંશ જરૂર તેને માગેલી વસ્તુ આપશે. અદિતિને લાગતું હતું કે તેનો આ જન્મદિવસ એના માટે ખૂબ સ્પેશિયલ બની રહેશે અને એજ આશા સાથે અદિતિ પોતાના જન્મદિવસની રાહ જોઈ રહી હતી. આખરે અદિતિ જે દિવસની રાહ જોઇને બેઠી હતી એ દિવસ આવી જ ગયો.

આજે અદિતીનો બર્થડે હતો અને અદિતિ સવારની વહેલી ઉઠીને રાહ જોઈ હતી. સોસીયલ સાઈટ પર એને હેપી બર્થડે ની ઘણી બધી વિશ મળી ચુકી હતી પણ હજુ સુધી અંશ કે બીજા કોઈ ફ્રેન્ડસ તરફથી કોઈ વિશ કે સમાચાર નહોતા આવ્યા. અદિતિ વ્યાકુળ થઈ રહી હતી અને વિચારી રહી હતી કે બધા લોકોએ વિશ કર્યું પણ હજી સુધી અંશે મને એક મેસેજ પણ નથી કર્યો. શુ એ લોકોને મારો જન્મદિવસ યાદ પણ નથી હોય ? શુ હું તેમની લાઈફમાં કંઈજ નહિ હોય ? આવાજ વિચારો અદિતિને દુઃખી કરી રહ્યા હતા. એટલમાં અદિતિના મોબાઈલ પર અંશનો ફોન આવે છે અને અદિતિ ખુશ થઈ જાય છે કે કદાચ મને વિશ કરવા માટેજ અંશે મને ફોન કર્યો હોય છે. 


અંશ : ક્યાં છો મેડમ? 

અદિતિ : ઘરેજ છું હું તો.

અંશ : અચ્છા, આજે કોલેજ નથી આવી કે શું ?

અદિતિ : ના, નથી આવી.

અંશ : ઠીક છે, હું તને કહેવું ભૂલી ગયો હતો કે મારે કામ હતું એટલે હું પણ આજે કોલેજ નથી આવ્યો.

અદિતિ : ઓકે, નો પ્રોબ્લમ.

અંશ : સારું, તું ફ્રી છે તો મારે તને મળવું છે.

અદિતી : ઓકે, કઈ જગ્યા એ આવું બોલ.

અંશ : હું હજી ઘરે આવ્યો ત્યારેજ, હું થોડીવારમાં તને પિક કરવા આવું છું. 

અદિતિ : ઠીક છે આવ.

અદિતિ ફોન મૂકે છે અને થોડીવાર પછી અંશ તેનું બાઇક લઈને અદિતિને લેવા આવે છે. અદિતિ આજે ખૂબ સુંદર લાગી રહી હતી. અંશ અદિતિને ઉદાસ થયેલી જુએ છે. 

અંશ : બેસો મેડમ. 

અદિતિ : હા 

અંશ : આજે તો બઉ સુંદર લાગે છે. કોઈ ખાસ દિવસ છે કે શું? 

અદિતિ : ના કાંઈ નથી. એતો એમજ આજે મારી ઈચ્છા થઇ એટલે. (મનમાં વિચારે છે કે અંશને મારો બર્થડે પણ યાદ નથી)

અંશ : શું થયું આજે ફૂલ કરમાયેલું કેમ લાગે છે ?

અદિતિ : અંશ આપણી કૉલેજતો આ બાજુ છે તો આપણે ક્યાં જઈએ છીએ ? 

અંશ : હા મને ખબર છે મને આ બાજુ થોડું કામ છે યાદ આવી ગયું એટલે.

અદિતિ : ઓકે, બીજું બધું યાદ હોય મારાં બર્થડે સિવાય. (એકદમ ધીમે ધીમે બોલે છે જે અંશને સંભળાતું પણ નથી)

અંશ : શું કીધું? તું કાંઈ બોલી? 

અદિતિ : ના હું કાંઈ નથી બોલી. 

અંશ : અચ્છા મને એવુ લાગ્યું તું કંઈક બોલી એટલે પૂછ્યું.


અંશ અદિતિને એક રેસ્ટોરેન્ટમાં લઇ જાય છે. જે શહેરથી દૂર એક શાંત અને સુંદર જગ્યાએ હતું.

અદિતિ : આપણે અહીંયા શા માટે આવ્યા છીએ અંશ. 

અંશ : અરે કીધુંને એક કામ છે (આટલુ કહીને અંશ અદિતિની આંખો પર પટ્ટી બાંધી દે છે અને હાથ પકડીને અંદર લઇ જાય છે. અંશ અદિતિની આંખ પરથી પટ્ટી ખોલે છે. અદિતિ એકદમ અવાચક બની જાય અને અચરજમાં પડી જાય છે. અદિતિ અંશને હગ કરી લે છે એટલામાં ત્યાં નીલ, રવિ, મિત, પ્રિયા, કાવ્યા અને માનસી પણ આવે છે. 

નીલ : અમે પણ છીએ હો. 

અદિતિ અંશથી છૂટી પડે છે અને શરમાઈ જાય છે. અદિતિ કેક કટ કરે છે બધાને ખવડાવે છે. અંશ અદિતિને ગિફ્ટ આપે છે. ગિફ્ટ જોઈને અદિતિ ખુશ થઈ જાય છે અને અંશને કહે છે.

અદિતિ : અંશ, મને આવી ગિફ્ટ નથી જોઈતી. મને જે જોઈએ છે એ ગિફ્ટ તું આપીશ ?

અંશ : હા, બોલ શુ ગિફ્ટ જોઈએ છે તારે.

અદિતિ : અંશ, મને ગિફ્ટમાં તું જોઈએ છે.

અંશ : એટલે ?

અદિતિ : અરે પાગલ, આઈ લવ યુ સો મચ અને મને ગિફ્ટમાં તું જોઈએ છે લાઈફટાઈમ મારો બનીને. અંશ વિલ યુ બી માઇન ફોરેવર ? (આ સાથેજ અંશ સાથે બધાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એટલામાં રવિ બોલે છે.)

રવિ : અરે હા બોલ, આવો ચાન્સ બીજીવાર નહિ મળે. તારા ક્રસે સામેથી તને પ્રોપોઝ કર્યું છે.

નીલ : હા, પાડ ભાઈ.

પ્રિયા : હા, બોલ અંશ. મિસ ખડુસે તને સિલેક્ટ કરી દીધો છે.

અંશ : યસ, આઈ એમ રેડી ટુ બી યોર ફોરેવર. આઈ અલસો લવ યુ. જ્યારથી તને પહેલી વાર જોઈ હતી ત્યારથી જ પણ તને કહેવાનો ડર લાગતો હતો.

એટલામાં એકી સાથે બધા લોકો ચીસો પાડવા લાગે છે. નીલ અને રવિ સીટી વગાડવા લાગે છે. અને એ સાથેજ અંશ અદિતિ પાસે જાય છે અને તેને હગ કરવા માટે પોતાના હાથ ખોલે છે. આ બધું જોઈને અદિતિ થોડી શરમાઈ જાય છે અને તરતજ અંશને હગ કરી લે છે. આ સાથે ફરીવાર બધા બુમો પાડવા લાગે છે એટલામાં નીલ બોલ છે.

નીલ : આપણે આ લવ બર્ડ્સને ડિસ્ટર્બ ના કરવું જોઈએ. આઈ થિન્ક આપણે અહીંથી જઉં જોઈએ દોસ્તો.

બધાં ત્યાંથી જાય છે. અદિતિ અંશ સામે જ જોયા કરે છે. બંને એકબીજા સામે જુએ છે. એટલામાં અંશ અદિતિની નજીક આવે છે અને અદિતિના હોઠ પર હોઠ મૂકી દે છે. આજુબાજુની પરવા કર્યા વગર લાંબા સમય સુધી બંને એકબીજામાં ખોવાઈ જાય છે. થોડીવાર પછી બંને અલગ થાય છે અને રેસ્ટોરેન્ટની બહાર નીકળે છે અને જુએ છે તો બહાર કોઈ નથી હોતું. અંશ રવિને ફોન કરીને પૂછે છે તો રવિ જવાબ આપે છે કે ભાઈ આજે તમારા બંનેનો દિવસ છે તો તમે તમારી રીતે એન્જોય કરો આજના દિવસે અને ફોન કટ કરી નાખે છે. અંશ આ વાત અદિતિને જણાવે છે અને પૂછે છે કે હવે શુ પ્લાન છે તો અદિતિ જણાવે છે કે જ્યાં તું લઈ જાય ત્યાં. અંશ અને અદિતિ રિવરફ્રન્ટ પર જવાનું નક્કી કરે છે. અંશ પોતાની બાઇક સ્ટાર્ટ કરે છે અને મોબાઈલ સાથે હેન્ડસ્ફ્રી કનેક્ટ કરીને રોમેન્ટિક સોંગ પ્લે કરે છે અને એક પ્લગ અદિતિને આપે છે.


“દિલકો દિલસે કુછ હે કહેના, દિલસે અબના દૂર રહેના, દિલકી બસ યહી ગુજરીસ હે….

ધડકનો કી સુન લે બાતે, જો લબો સે કેહના પાયે, દિલકી બસ યહી ગુજરીસ હે…..

જબસે મેરા દિલ તેરા હુઆ, પુછોના મુજકો મુજે ક્યાં હુઆ,                                     અબ તેરી બહોમે જીના મુજે, વરના હે મર જાના…”


અદિતિ તેને હગ કરીને બેસી જાય છે. બંને જણા રિવરફ્રન્ટ પર પહોંચે છે અને એક સરસ જગ્યા શોધી લે છે જ્યાં તે બંને સિવાય બીજું કોઇ નથી હોતું. અંશ આદિતિની આંખોમાં આંખો પરોવીને જોઈ રહે છે અને બોલે છે.


અંશ :  લખતો હતો હું વાર્તા, પણ મારીજ વાર્તા બની ગઈ....                                    નથી હું કવિ છતાંય મને મારી કવિતા મળી ગઈ....

મારાં આ શબ્દોને સોનેરી બનાવીને,સજાવનાર કલમ મળી ગઈ....                                   મને મારી જીવન જીવવાની વજહ મળી ગઈ....

(અંશ બોલે છે અદિતિ એની સામે જોઈને સાંભળે છે.)


અદિતિ : વાહ મિસ્ટર ઓથોર માન ગયે આપકો. મન થાય છે કે તમને જ સાંભળ્યા કરું. 

અંશ : થેન્કયુ યુ સો મચ અદિતિ મારી લાઈફમાં આવવા માટે અને મારી લાઈફને બ્યુટીફૂલ અને પ્રિસિયસ બનાવવા માટે.

અદિતિ : બસ હવે વખાણ કરવાનું બંધ કરો. 

અંશ : હેપી બર્થડે મેડમ. આજે તમારો દિવસ છે સો તારીફ તો બનતી હૈ. 

અદિતિ : ઓહ તો આટલું બધું કર્યાં પછી તમને હવે વિશ કરવાનું યાદ આવ્યું.

અંશ : સાચું કહું અદિતિ હું બધાની જેમ રાતે ૧૨ વાગે વિશ કરીને નહીં પણ કંઈક અલગ કરીને તારો બર્થડે સ્પેશલ અને યાદગાર બનાવવા ઇચ્છતો હતો.

અદિતિ : ઓહો એવું છે એમ. 

અંશ : હા, અચ્છા તને બીજું શું જોઈએ છે ગીફ્ટમાં?

અદિતિ : કાંઈ જ નહી. કારણ કે તું જ મારાં માટે સૌથી સારું અને મોટું ગીફ્ટ છો.

અંશ : ઓહો એવું છે એમ પણ હું તો લોફર છું ને. 

અદિતિ : હા, બાય ધ વે થેન્કયુ થેન્કયુ થેન્કયુ થેન્કયુ સો મચ ફોર ધીસ ગ્રેટ એન્ડ અમેઝિંગ સરપ્રાઈઝ એન્ડ મેક માય બર્થડે સો સ્પેશ્યલ એન્ડ મેમરેબલ. 

અંશ : બસ બસ હવે આટલું થેન્કયુ ના હોય. 

આમ બંને વાતો કરે છે અને પછી અદિતિ ને અંશ ઘરે ડ્રોપ કરે છે. થોડા દિવસો પછી કૉલેજમાં ડે ચાલુ થવાના હતા. બધા એની તૈયારી કરતા હતા. ચોકલેટ ડે, રોઝ ડે, સિગ્નેચર ડે, ટ્રેડિશનલ ડે, સાડી એન્ડ શૂટ ડે જેવા ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. બધા મિત્રો બધાં ડે સાથે સેલિબ્રેટ કરતાં હતાં. આજે સાડી એન્ડ શૂટ ડે હતો તથા રેમ્પવોલ્ક કોમ્પિટિશન હતું. બેસ્ટ મેલ એન્ડ બેસ્ટ ફીમેલને પ્રાઈઝ મળવાનું હતું. અંશ અને અદિતિ તથા તેના મિત્રો પણ આ કોમ્પિટિશનમાં ભાગ લે છે. અદિતિ આજે બ્લેક કલરની સાડીમાં બઉ જ સુંદર લાગી રહી હતી અંશ પણ બ્લેક શૂટમાં હેન્ડસમ લાગતો હતો. અંતે કોમ્પિટિશન પૂરું થાય છે વિનરના નામ એનાઉન્સ થાય છે. બેસ્ટ મેલનું પ્રાઈઝ અંશ અને બેસ્ટ ફીમેલનું પ્રાઈઝ અદિતિને મળે છે. 

નીલ : શું વાત છે અંશ તમે બંને સાબિત કરી બતાવ્યું તમે પરફેક્ટ કપલ છો. 

પ્રિયા : યસ. રીયલી યુ આર મેડ ફોર ઈચ અધર. 

અંશ અને અદિતિ બન્ને આ સાંભળીને ખૂબ ખુશ થાય છે. રાતે બંને ફોન પર વાતો કરી રહ્યા હોય છે.

અંશ : બોલો મેડમ. 

અદિતિ : મિસ્ટર ઓથર તમે બોલો. 

અંશ : મારે તો તને સાંભળવી છે. 

અદિતિ : ના પણ મારે તને સાંભળવો છે. 

અંશ : લેડીસ ફર્સ્ટ એટલે તું બોલ પેલા.

અદિતિ : હું લેડીસ નથી હું ગર્લ છું એટલે તું પેલા. 

અંશ : મેં કીધુંને તું બોલ. 

અદિતિ : તું બોલ, તું બોલની આ ગાથા, ક્યારે લાંબી વાર્તા બની ગઈ.


બન્ને સાથે બોલ્યા અને એક નવલકથા બની ગઈ. 


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama