Anand Gajjar

Romance Inspirational

3  

Anand Gajjar

Romance Inspirational

હું તારી યાદમાં ભાગ-૫

હું તારી યાદમાં ભાગ-૫

8 mins
714


(ગયા ભાગમાં આપણે જોયું કે અંશનો સિનિયર સાથે ઝગડો થાય છે અને તેને મારીને રેગીંગ બંધ કરાવે છે. અંશના ગ્રુપમાં મિતની એન્ટ્રી થાય છે અને પ્રિયા-અદિતિની ફ્રેન્ડશીપ થાય છે. ક્લાસરૂમમાંથી સર ચારેય મિત્રોને બહાર કાઢે છે અને બહારનીકળતી વખતે અંશની નજર અદિતિ પર પડે છે.)


હવે આગળ.....

અદિતિ : કેટલો એટીટ્યુડ છે પેલા બ્લેક શર્ટવાળા છોકરાને. ખબર નહી પોતાને શું માને છે. જ્યાં હોય ત્યાં છોકરી જોઈ નથી કે લાઈનો મારવાનું શરૂ કરી દીધું. સવારે મારા પર ટ્રાય મારતો હતો અને અત્યારે પેલી બે છોકરી સામે સ્માઈલ કરે છે. (અંશ તરફ ઈશારો કરીને પ્રિયાને કહે છે)

પ્રિયા : પણ યાર બિચારો કેટલો ક્યુટ અને સ્માર્ટ છે. 

અદિતિ : શુ યાર તું, એક નંબરનો હરામી અને નાલાયક છે. આજે સવારેજ મેં જોયું એક છોકરાને ગેટ પાસે એણે માર્યો.

પ્રિયા : હશે હવે, જે કાંઈ હોય એ જવા દે અને સર પર ધ્યાન આપ.


પહેલો દિવસ હોવાથી સર કાંઈ ભણાવતા નથી ફક્ત પોતાનો પરિચય આપે છે અને વિધાર્થીઓનો પરિચય લે છે અને વિષય પરિચય આપે છે ત્યાં લેક્ચર પૂરું થાય છે. બધા ક્લાસની બહાર નીકળે છે. પણ ચારેય મિત્રોતો ક્લાસની બહાર હોતા જ નથી. એ લોકોતો ગાર્ડનમાં પહોંચી ગયા હોય છે અને ત્યાં વાતો કરી રહ્યા હતા.


અંશ : શું મજા આવી હો આજે તો. 

નીલ : હા મજા તો આવી પણ પહેલા દિવસે જ સજા મળી એનું શું ? 

રવિ : અરે યાર એ બધું તો ચાલતું રે હવે. એમાં ટેન્શન નઈ લેવાનું.

મિત : સજાની પણ એક અદ્ભૂત મજા છે અને એમાં પણ આપણા મિત્રને કોઈક મળી ગયું. (અંશ તરફ જોતા)

અંશ : બસ હવે, તમારા પણ દિવસો આવશે. તમને પણ કોઈક ગમવા લાગશે ત્યારે અમે પણ કહીશું.

મિત : અમને પણ અમારું કોઈક મળી જાય તો સારું જ છે.

રવિ : હા તમે ચિંતા ના કરશો. બધાને પોતપોતાનું કોઈ સ્પેશિયલ મળી જશે.

નિલ : એ બધું તો ઠીક પણ મને લાગે છે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. 

રવિ : હા તો ચાલો જઈએ ત્યારે.

અંશ : ઓકે તો ચાલો કાલે મળીએ પાછા.

આમ બધા એકબીજાને બાય કરીને છુટા પડે છે. આ રીતે પહેલો દિવસ પસાર થાય છે.


બીજા દિવસે બધા ક્લાસમાં બેઠા હોય છે. મૅડમ આવે છે. બધા વાતો કરતા બંધ થઇ જાય છે અને ક્લાસમાં શાંતિ છવાઈ જાય છે.

મેડમ : ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. માય નેમ ઇસ કૃપાલી એન્ડ આઈ એમ યોર ઇંગ્લિશ પ્રોફેસર.

ગુડ મોર્નિંગ મેમ બધા એક સાથે બોલે છે. 

મૅડમ : તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. (આટલુ બોલે છે ત્યાં બધાના ચહેરા પર ખુશી દેખાય છે અને બધા એકબીજાને પૂછે છે શું હશે ગુડ ન્યૂઝ) સાઇલેન્ટ પ્લીઝ. તમે બધા ચૂપ રહેશો તો કંઈક કહીશને.


ફરી બધા એકદમ શાંત થઇ જાય છે. બધા એક્સાઈટેડ હોય છે ગુડ ન્યૂઝ શું છે એ જાણવા માટે.

મૅડમ : આપણી કૉલેજમાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વેલકમ પાર્ટી અને સન્માન સમારોહ પણ છે. જેમાં કેટલાક પર્ફોર્મન્સ પણ હશે. જો તમારે પર્ફોર્મ કરવું હોય કાંઈપણ તો તમે કરી શકો છો. (બધા એકદમ ખુશ થઇ જાય છે.)

મેડમ : યુ હેવ એની કવેશચન એન્ડ એની પ્રોબ્લેમ. સો યુ કેન આસ્ક મી.


અંશ ઊભો થઈને મેમ પાસે આવે છે. મેમ સાથે કંઈક ડિસ્કસ કરે છે. એટલામાં અદિતિ પ્રિયાને બોલે છે.

અદિતિ : આને તો બઉ બધા પ્રોબ્લેમ હશે. પોતે જ એક પ્રોબ્લેમ છે. (અંશ સામે ગુસ્સાભરી નજરે જોઈને)

પ્રિયા : યાર તું એનાથી કેમ ચીડાય છે ? મને તો એ નથી સમજાતું. 

અદિતિ : તું હજુ એને ઓળખતી નથી. બઉ લોફર છોકરો છે એ.

પ્રિયા : તને એનો બઉ અનુભવ લાગે છે ? (મજાક કરતા)

અદિતિ : ઓહ પ્લીઝ આવા તો અનેક જોયા છે. આતો કંઈક અજીબ જ છે. પોતાને બહુ મહાન માને છે. 

પ્રિયા : ઓકે ઓકે સોરી. 

મૅડમ : ઓલ ધ બેસ્ટ ટૂ યુ ઓલ ફોર યોર પર્ફોર્મન્સ.


મેડમ ક્લાસની બહાર જાય છે. અંશ, રવિ, નીલ અને મિત અને બીજા છોકરાઓ અને છોકરીઓ ઊભા ઊભા કંઈક વાત કરતા હોય છે. પર્ફોર્મન્સનું ડિસ્કસ કરતી વખતે અંશ અને બધા હસતા હોય છે. 

પ્રિયા : ચાલને અદિતિ આપણે પણ જઈએ. આપણને પણ ખબર પડેને કે શું ડિસ્કસ કરે છે એ. 

અદિતિ : ના મારે નથી આવું. (ગુસ્સે થઈને )

પ્રિયા : પણ યાર કેમ ? બીજી છોકરીઓ પણ છેને. 


અદિતિ : એ કાંઈ ડિસ્કસ નથી કરતો છોકરીઓને ફસાવે જ છે. ખબર નઈ એને કેટલી છોકરીઓના દિલ તોડ્યા હશે. (અંશ સામે ઈર્ષાથી જુએ છે) ત્યાં અચાનક અંશ એમની પાસે આવે છે. 

અંશ : તમે લોકો પર્ફોર્મન્સ આપશો અમારી સાથે? (અદિતિ અને પ્રિયાને પૂછે છે)

પ્રિયા : હા હા શ્યોર. 

અદિતિ : ના હું નહી આપું. હું બઉ સારી રીતે જાણું છું તને કઈ રીતે છોકરીઓ પટાવવી એવી જ તક તું શોધે છે. 

અંશ : તને એવુ કેમ લાગે છે હું છોકરીઓને ફસાવું છું ?

અદિતિ : બસ હવે ભોળા બનવાનું નાટક ના કરીશ. 

અંશ : ઓ હેલ્લો મેડમ તમારી પ્રોબ્લેમ શું છે ?  

પ્રિયા : સોરી સોરી એની વાતનું ખોટું ના લગાડશો.

અંશ : ઓકે. 

અંશ ત્યાંથી જાય છે અને અદિતિ એને ગુસ્સાથી જુએ છે. 


નીલ : ભાઈ પેલી છોકરીને પ્રોબ્લેમ શું છે ? તારી જોડે આટલુ રૂડલી બીહેવ કરે છે. જ્યારે જોઈએ તારા વિશે ખરાબ જ બોલતી હોય. 

અંશ : અરે ભાઈ જવા દેને. શું ફરક પડે એનાથી. 

નીલ : હા પણ એ તારી સામે ગુસ્સાથી અને ઈર્ષાથી જુએ છે. 

અંશ : અરે એ ગુસ્સાથી બોલે કે જુએ. પણ જુએ તો છે અને બોલે પણ છે. 

નીલ : વાહ, એવું તો શું છે એનામાં ?

અંશ : હા યાર કંઈક તો છે એનામા જેનાથી એ અલગ પડે છે બધાથી. 

નીલ : શું યાર તું પણ એની પાછળ પાગલ છો. એને ઈગો કેટલો છે ? 

અંશ : એ મારી સાથે ગુસ્સાથી વાત કરે છે તો પણ મને ગમે છે. 

નીલ : અરે બીજી કોઈ સારી મળી જશે એનાથી. આતો તને ભાવ નથીજ આપવાની.

અંશ : જે એનામાં છે એ બીજી કોઈ છોકરીમાં નથી અને એ સામેથી આવશે તું જોજે.

રવિ : એવુ કઈ રીતે થશે ? 

મિત : અરે તમે છોકરીની માથાકૂટ છોડો. કૉલેજમાં ૧૦ દિવસ પછી જે પ્રોગ્રામ છે એમાં ધ્યાન આપો.

અંશ : એવુ થશે બહુ જલ્દી અને આપણે કાંઈ કરવાની જરૂર પણ નહી પડે. એ સામેથી આવશે અને પ્રોગ્રામની બધીજ તૈયારી થઈ ગઈ છે. બધુ જ રેડી છે આપડે બસ હવે પ્રોગ્રામના દિવસની રાહ જોવાની છે.

બધા કૉલેજમાં થનાર પ્રોગ્રામની તૈયારી કરે છે અને આગળના ૧૦ દિવસ પણ એમજ પસાર થઈ જાય છે. છેવટે એ દિવસ આવી જાય છે જેની અંશ અને તેના મિત્રો રાહ જોઈ રહ્યા હોય છે.

(૧૦ દિવસ પછી)


આજે કૉલેજમાં પ્રોગ્રામ છે. બધા સ્ટુડન્ટસ બહું એક્સાઈટેડ છે અને એકદમ ખુશ છે. બધા પર્ફોર્મન્સ આપવા તૈયાર છે. આજે કૉલેજનું વાતાવરણજ કંઈક અલગ છે. કૉલેજના હોલને ડેકોરેટ કર્યો છે. બધા આજે તૈયાર થઇને આવ્યા હોય છે. 

અંશ, નીલ, રવિ અને મિત પણ તૈયાર થઈને આવે છે. અંશ આજે કંઈક અલગ જ લાગી રહ્યો હતો. અંશ આમેય દેખાવમાં હેન્ડસમ હતો પણ આજેય એ કંઈક વધારે જ હેન્ડસમ લાગતો હતો. 

મિત : અરે વાહ અંશ આજે તો તું હીરો લાગે છે હો. આજે તો અપ્સરાઓ સામેથી પ્રપોઝ કરશે.

નીલ : આજે તો મારો ભાઈ જોરદાર લાગે છે. 

અંશ : બસ ભાઈઓ બસ હવે એવું કાઈ ખાસ નથી.

રવિ : અરે શુ કાંઈ ખાસ નથી. આજે તો મારાં ભાઈ તારોજ દિવસ છે. 

નીલ : હા, અને એમાં પણ આજે કોલેજના બધા સ્ટુડન્ટ માટે કેવી સરપ્રાઈઝ છે. ખાલી અમનેજ ખબર છે કે આજે શુ ખાસ છે.

મિત : સાચી વાત છે ભાઇ.

અદિતિ અને પ્રિયા ત્યાથી પસાર થાય છે એ લોકોને જોઈ નથી શકતી પણ વાતો સંભળાય છે. 


અદિતિ : અરે આ લોકો પોતાને સમજે છે શું હે? પોતાના મોઢે પોતાના જ વખાણ. ખાસ તો પેલો તારો ક્યુટ અને સ્માર્ટ છોકરો.

પ્રિયા : અરે એને ક્યુટ અને સ્માર્ટ હું જ નથી કેતી, આખી કૉલેજ કહે છે. 

અદિતિ : હશે એ આખી કૉલેજ માટે સ્માર્ટ પણ હું તો એને લોફર જ કહીશ. 

પ્રિયા : ઓકે બાબા શાંત થા. આજનો દિવસ ફક્ત આનંદ જ માણવાનો. એન્જોય યોર ડે ડીઅર. 

અદિતિ : ઓકે બેબી. 

નીલ આ બંનેની વાત સાંભળે છે અને અંશ, રવિ અને મિત પાસે જાય છે.

નીલ : અંશ યાર પેલી છોકરી પર મને ખરેખર ગુસ્સો આવે છે.

અંશ : અરે મેં કીધું ને બધું બરાબર થઇ જશે. 

રવિ : અંશ યાર નીલ સાચું કે છે એ તારી બઉ બેઇજ્જતી કરે છે બધા સામે.

અંશ : ભાઈઓ શાંત થાઓ. બધું જ બરાબર થઇ જશે. અને પ્લીઝ તમે એના વિશે ગમે તેમ ન બોલો આખરે એ તમારી ભાભી છે. (હસતા હસતા)

મિત : હા ભાઈ હવે કાંઈ નઈ કહીએ અમારા ભાભીને (હસીને)

અંશ : હવે આપણે હોલ તરફ જવુ જોઈએ, પ્રોગામ શરુ થવાને હવે બસ થોડીજ વાર છે. 


ચારેય હોલ તરફ જાય છે. હોલ એકદમ સુંદર રીતે સજાવેલો છે. પ્રોગ્રામ શરુ થવાનો હતો. બધા સ્ટુડન્ટસ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. મહેમાન પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. અદિતિ અને પ્રિયા પણ પોતાની જગ્યા પર જઈને બેસે છે અને અદિતિ આખા હોલમાં એક નજર ફેરવે છે જ્યાં તે બધાજ સ્ટુડન્ટને જુએ છે તથા રવિ, નીલ અને મિતને જુએ છે પણ એને અંશ ક્યાંય દેખાતો નથી. થોડીવાર થતાંજ અંશ સ્ટેજ પર આવે છે અને પોતાની સ્પીચની શરૂઆત કરે છે. અંશને અચાનક સ્ટેજ પર જોઈને અદિતિને આંચકો લાગે છે અને એની નજર અંશ તરફ રહી જાય છે તથા કોલેજના અન્ય સ્ટુડન્ટસ પણ નવાઈ પામી જાય છે.

અંશ : હૅલો એવરીવન. ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેકટેડ પ્રિન્સિપાલ, પ્રોફેસર્સ એન્ડ માય ડીઅર ફ્રેન્ડ્સ. એસ વી ઓલ ગેધરેડ હીઅર ટૂ સેલિબ્રેટ ધિસ ગ્રેટ ઇવેન્ટ. માય સેલ્ફ અંશ ગજ્જર. આઈ એમ સ્ટુડન્ટ ઓફ ધિસ કૉલેજ એન્ડ નાઉ એસ હોસ્ટ એન્ડ ગેસ્ટ ઓફ ધિસ પ્રોગ્રામ.


આટલું વાક્ય પૂર્ણ થતાંજ તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. અંશને આ રીતે હોસ્ટ કરતા જોઈને બધા નવાઈ પામે છે એમાં પણ ખાસ અદિતિ આ બધું જોઈને આશ્ચર્ય પામે છે. બધી છોકરીઓ અંશને જુએ છે. અદિતિની નજર તો અંશ પરથી હટવાનું નામ જ નથી લેતી.

અદિતિ : આ લોફરને એન્કર કોણે બનાવ્યો ? 

એક છોકરી : આય હાય શું લાગે છે ? 

પ્રિયા : સાચે જ મસ્ત લાગે છે હો અને એમાં પણ સાથે એન્કરિંગ કરે છે.

અદિતિ : અરે આ લોફરમાં એવું શું છે કે તમને આટલો બધો ગમે છે.

પ્રિયા : મેં ક્યાં કીધું કે મને એ ગમે છે. હું તો એમ કહું છું કે એ સારો લાગે છે પણ તારી નજર કેમ દર વખતે એને જ શોધે છે ?

અદિતિ : મેં ક્યાં કીધું કે હું દર વખતે એનેજ શોધું છું. તું એનું નામ ના લે મને ગુસ્સો આવે છે.

પ્રિયા : સારું, હવે પ્રોગ્રામ એન્જોય કર.


અંશ અને અદિતિની આંખો અચાનક મળી જાય છે. બંને એકબીજા સામે જોયા કરે છે. આજે અદિતિ પણ બહુ સુંદર લાગી રહી હતી. પિન્ક ગાઉન, લાંબા, કાળા અને સિલ્કી વાળની હેર સ્ટાઈલ, આંખો પર કરેલા કાજલથી એની મોટી આંખો વધુ મોટી લાગી રહી હતી. કોઈ પણ છોકરાને પહેલી નઝરમાં ગમી જાય એટલી સુંદર લાગતી હતી. 

 સ્ટેજ પર અલગ – અલગ પર્ફોર્મન્સ ચાલતા હતા. જે સ્ટુડન્ટસ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને કૉલેજનું નામ રોશન કર્યું હોય એવા સ્ટુડન્ટસનું સન્માન થાય છે. કૉલેજમાં આ પ્રોગ્રામ દર વર્ષે યોજાતો પણ આ વર્ષે આ પ્રોગ્રામ વધુ સારો હતો કારણ કે આ વખતે અંશની એન્કરિંગે આ પ્રોગ્રામને સફળ બનાવવામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. અંતે કોઈક સ્પર્ધાઓમાં વિજેતા બની ચૂકેલા સ્ટુડન્ટનું સન્માન કરવામાં આવે છે.


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance