Anand Gajjar

Drama Romance

3  

Anand Gajjar

Drama Romance

હું તારી યાદમાં (ભાગ-૨)

હું તારી યાદમાં (ભાગ-૨)

7 mins
381ગૂડમોર્નિંગ એવરીબડીના નાદ સાથે સવારનો સૂરજ ઉગી નીકળ્યો હતો. તેના સોનેરી કિરણો હોટેલને ચારે બાજુથી એક અલગજ રૂપ આપી રહ્યા હતા જેના ટેરેસ પરથી ગોવાનો સંપૂર્ણ બીચનો નજારો દેખાઈ રહ્યો હતો. આમ જોવા જઇએ તો અત્યારે એને હોટેલ તો નાજ કહી શકાય કારણકે એને કરેલા શણગારના કારણે તે એક વિશિષ્ટ સ્થળ બની ગયું હતું જ્યાં ૨ દિવસ પછી ૨ શરીરો લગ્નગ્રંથિથી જોડાઈને હમેશા માટે એકબીજાના થઈ રહ્યા હતા. કોલેજકાળમાં ૨ સાથીઓ વચ્ચે પરિણમેલો પ્રેમ જીવનસાથીના રૂપમાં એક નવો સંબંધ રચવા જઇ રહ્યો હતો. શાહી હોટેલમાં બનેલું ગાર્ડન જેની વચ્ચે વરવધૂ માટે નવો લગ્નમંડપ બંધાઈ રહ્યો હતો. મંડપની ચારેબાજુ અને ગાર્ડનના ખૂણાઓ પર એલ.ઇ.ડી. લાઈટો નખાઇ રહી હતી જે રાત્રે ગાર્ડનની સુંદરતા કેટલી બધી વધારી દેશે એની વ્યાખ્યા આપી રહી હતી. સૌ કોઈ પોતપોતાની તૈયારીઓમાં લાગેલું હતું. મિતના કોલેજકાળના યુવામિત્રો જેઓ લગ્નની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા. સાચેજ કોઈએ સાચુજ કહ્યું છે કે વરરજો એટલે એક દિવસનો બાદશાહ જે એકદીવસની બાદશાહી ભોગવ્યા પછી જીવનભર એક પ્રકારના બંધનમાં બંધાઈ જાય છે જેમાંથી છૂટવું અશક્ય છે અને એનું નામ છે જવાબદારી. લગ્નનો એકદિવસ એને ખુશીનો લહેકો બતાવીને હંમેશા માટે જવાબદારી નામના નવા વર્ગમાં લઈ જાય છે જ્યાં ઘણા બધા રાહદારીઓ એની રાહ જોઇને બેઠા હોય છે. આવીજ રીતે લગ્નની રાહ જોઇને બેઠા હતા કોલેજકાળના મિત્રો જેમને વિશ્વાસ હતો કે કોલેજમાં બનેલી આ પ્યોર રિલેશનશિપ લગ્નમંડપ સુધી જરૂર પહોંચશે અને એજ વિશ્વાસ આજે હકીકત બનવા જઇ રહ્યો હતો. વાતાવરણમાં એકદમ શાંતિ છવાયેલી હતી અને રાતે મોડે સુધી જાગીને ગપ્પા મારી રહેલા કોલેજ યુવાઓ પોતપોતાના રૂમમાં ભર ઊંઘમાં સુતા હતા. આવીજ કાંઈક પરિસ્થિતિ છવાયેલી હતી મિતના ત્રણ પાક્કા મિત્રો અંશ,રવિ અને નીલના રૂમમાં જેઓ એકજ રૂમમાં સાથે રોકાયેલા હતા. અંશ સવારનો જાગી રહ્યો હતો જ્યારે નીલ અને રવિ હજી કુંભકર્ણની જેમ સુતા હતા. અંશ સવારનો હોટેલની બહાર એક લટાર મારી આવ્યો હતો અને સવારના સુંદર વાતાવરણની મજા માણી આવ્યો હતો અને અંતે પરિસ્થતિથી કંટાળો અનુભવતા એને આ બંનેને જગાડવાનો નિર્ણય કર્યો અને હાથ લગાવીને જગાડવા લાગ્યો.

અંશ :- અરે ટોપાઓ ઉઠો. તમારા બાપનું ઘર નથી કે હજી સુધી સુતા છો.

નીલ :- શું કરે છે ટોપા. શાંતથી સુવા દેને, શું આટલા વહેલા ઉઠાડે છે.

અંશ :- ૧૦ વાગવા આવ્યા અને હજી તમારે સૂવું છે ? અહીંયા આપણાં બાપાના લગ્ન નથી અને ચાલો આપણે મિત સાથે રહીને તૈયારીઓ પણ કરવાની છે. (અંશ નીલ અને રવિ પર તૂટી પડે છે અને ત્રણેય જણા મસ્તી કરવા લાગે છે જે મસ્તી તેઓ કોલેજકાળમાં કરતા હતા એકબીજા પર ચડીને મારવાનું શરૂ કરી દેવાનું આદત હતી આ ચારેય મિત્રોની)

મસ્તી પુરી થતા ત્રણેય ઉભા થયા. રવિ અને નીલ ફ્રેશ થવા માટે જવા લાગ્યા. બાથરૂમમાં જતાજ રવીને મગજમાં કાંઈક લાઈટ ઝબકી અને રવિ બાથરૂમની બહાર ડોકિયું કરીને બોલ્યો.

રવિ :- અલ્યા, નિલીયા આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે ?

નીલ :- સૂરજ હમેશા પૂર્વ દિશામાંજ ઉગે પણ તારા મનમાં શુ ચાલે છે એ તો બોલ.

રવિ :- (અંશ તરફ ઈશારો કરતા) આ સવારમાં આપણી પહેલા જાગીને ફ્રેશ થઈ ગયો અને પછી એણે આપણને ઉઠાડ્યા.

નીલ :- તારી વાત સાચી છે હો. પહેલીવાર જોયું કે આ ટોપો આપણી પહેલા જાગી ગયો બાકી કોલેજમાં તો આપણે એને ફોન કરીને જગાડવો પડતો હતો કુંભકર્ણની ઓલાદને.

રવિ :- નિલીયા, કાઈકતો લોચો લાગે છે હો મને. કાંઈક કાંડ કરવાનો લાગે છે આ. (આટલામાં અંશના ચહેરાનો રંગ બદલાય છે અને તેની આંખો આગ પકડવાનું શરૂ કરે છે)

અંશ :- અરે ટોપાઓ, કાંઈ કાંડ નથી કરવાના અહીંયા. આતો વહેલા આંખ ખુલી ગઈ એટલે જાગી ગયો અને પછી ઊંઘજ ના આવી એટલે ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો.

રવિ :- સાચું બોલજે હો. અહીંયા કોઈ શોધી તો નથી લીધીને તે અને સવારમાં જાગીને કોઈની પાછળ જંખવા કે ફિલ્ડિંગ ભરવા તો નહોતો ગયો ને.

અંશ :- અરે તું નહાવા જાને હવે. એવું કોઈ નથી અને જો હોત તો એના માટે ફિલ્ડિંગ ભરવાનું કામ મેં તમને લોકોને સોંપ્યું હોત.

રવિ :- અચ્છા, તું કહે છે તો તારા પર ભરોસો કરી લઈએ છીએ બાકી તો……..

અંશ :- એ બાકી તો વાળા હવે તું નાહવા જાય છે કે પછી હું અંદર આવીને તારી ઈજ્જત લૂંટુ. (આટલું બોલતા અંશ રવિ તરફ આગળ વધવાનો પ્રયાસ કરે છે અને એટલામાં રવિ દરવાજો બંધ કરીને નહાવા માટે ચાલ્યો જાય છે અંશ અને નીલ ખડખડાટ હસી પડે છે અને નીલ પણ બ્રશ કરવા માટે ચાલ્યો જાય છે. અંશ બેડ પર બેસે છે અને વિચાર કરવા લાગે છે કે હા, આજે મારી આંખ વહેલા જ ખુલી ગઈ અને એનું કારણ પણ અદિતી હતી. રાતનાં એના વિચારો કરતાજ સૂઈ ગયો હતો અને સવારે અચાનક જ વહેલા મારી આંખ ખુલી ગઈ. તમને લોકોને આ કારણ જણાવ્યું હોત તો તમે લોકોએ ફરી મને લેક્ચર આપીને સમજાવવાનું ચાલુ કરી દીધું હોત. આજે ખરું કારણ હતુંકે આટલા વર્ષો સુધી દબાયેલી લાગણીઓ ફરીવાર ઉછળવા લાગી હતી. આટલા વર્ષો પછી પણ અદિતી નામ એના દિલમાં સ્થાન બનાવીને બેઠું હતું. પોતાના મનમાં કેટલી બધી યાદો હતી જે અદિતિ સાથે સંકળાયેલી હતી. કેટલી બધી પળો હતી જે અદિતી સાથે વિતાવેલી હતી.


સામેના ખૂણે આદિતીની પણ કાંઈક એવીજ હાલત હતી. રાતથી લઇને સવાર સુધી એનું મન વ્યાકુળ હતું. રાત્રે સરખી ઊંઘ નહોતી આવી અને સવારે ૫ વાગ્યામાં અચાનક ખરાબ સપનું આવ્યું હતું જેમાં અંશે તેને પોતાનાથી અળગી કરી દીધી હતી જેના ડરને કારણે એની ઊંઘ ઊડી ગઈ હતી. આજ સુધી પોતાના મનમાં કેટલીય લાગણીઓનો ભાર ખેંચી રહી હતી જે આજે અંશ નજર સમક્ષ આવતા તાજી થઈ રહી હતી. અંશનો ચહેરો જોતાજ એને ગિલ્ટી ફિલ થઈ રહ્યું હતું. કોઈ વ્યક્તિને દુઃખ આપીને એના ફેસ પરથી સ્માઈલ, એનો હક છીનવાનું દુઃખ ભોગવી રહી હતી. “ આઈ એમ સોરી અંશ..આઈ લવ યુ સો મચ..” “આઈ એમ સોરી અંશ…આઈ લવ યુ સો મચ…” “આઈ એમ સોરી અંશ..આઈ લવ યુ સો મચ..” આજ શબ્દો એના મનમાં ટકરાઈને અંશ પ્રત્યેનો પ્રેમ જાહેર કરી રહ્યા હતા. ઘણું બધું મોડું થઈ ગયું હતું જ્યારે અદિતિને સત્ય હકીકતની ખબર પડી હતી અને જ્યારે હકીકતની ખબર પડી ત્યાસુધીમાં તો નસીબે પોતાનો રસ્તો બદલીને નવો વળાંક લઇ લીધો હતો કે જ્યાં સુધી પહોંચવા માટેના રસ્તા પર એક બંધન બંધાઈ ગયું હતું. કદાચ સાચો પ્રેમ ક્યારેય હારતો નથી અને ક્યારેક ભગવાને પોતે પણ પ્રેમના વિરહનું દુઃખ ભોગવ્યું હશે. એમની આંખમાંથી પણ ક્યારેક વિરહના આંસુ આવ્યા હશે જ્યારે કૃષ્ણ – રાધા અલગ થયા હશે.

પ્રિયા :- “અદિતી….અદિતી….”

અદિતી :- હમમમમમમ

પ્રિયા :- ક્યાં ખોવાયેલી છે તું. સવારની એકધારી આવીરીતે સુનમુન થઈને બેઠી છું.

અદિતી :- ક્યાંય નહીં યાર અહીંયાંજ તો છું.

પ્રિયા :- તું ફક્ત શરીરથી અહીંયા છે પણ તારું મન કયાંક બીજે ભટકી રહ્યું છે. અદિતી શુ આટલું બધું વિચારી રહી છે તું ?

અદિતિ :- કાંઈ નહિ તબિયત સારી નથી.

પ્રિયા :- ના જ હોય ને સારી તું આખી રાત જાગ્યા કરે તો. મને ખબર છે તું આખીરાત જાગતી હતી અને પડખા ફેરવ્યા કરતી હતી.

અદિતી :- હા યાર, મને કાલે રાતે ઊંઘ નહોતી આવતી.

પ્રિયા :- ક્યાંથી આવે યાર તું વિચારો કર્યા કરે તો. કેમ આટલા બધા વિચારો કર્યા કરે છે અંશ વિશે. હું કાલની જોઉં છું તું અહીંયા આવી ત્યારથી તારું વર્તન કેવું છે. તારી આંખો થોડી-થોડીવારે અંશને જ તાકતી ફરતી હોય છે. તું એને કાંઈક કહેવા માગે છે પણ બોલી શકતી નથી કે નથી તું અમારી સાથે સરખી ભળી શક્તી. નથી કોઈ બોલતી કે નથી કોઈ મસ્તી કરતી. તું એ અદિતી નથી જે પહેલા હતી. કેટલી બધી બદલાઈ ગઈ છે તું યાર.

અદિતી :- હમ્મ….

પ્રિયા :- ખાલી હમ્મ નહિ ચાલે. હવે છોડી દે બીજા બધા વિચારો અને ભુલીજા બધું જે ભૂતકાળમાં થયું એ. અત્યારે તું વર્તમાનમાં છે તો ત્યાંજ રહે. કોને ખબર કે આ ચાર વર્ષોમાં કેટલું બધું બદલાઈ ગયું હશે. જો અંશ તને પ્રેમ કરતો હોત તો એને તને સામેથીજ બોલાવી હોત આમ તારાથી નજર ફેરવીને ભાગતો ના ફરતો હોત. આ ૪ વર્ષોમાં નથી તું અંશને મળી કે નથી કોઈ વાત થઈ. તું અમારી સાથે પણ ઓછા કોન્ટેક્ટમાં હતી પણ હવે તારે પણ બધું મૂવ ઓન કરી લેવું જોઈએ. હવે ચાલ બહાર અને નાસ્તો કરી લે. બધા બહાર રાહ જોઇને બેઠા છે. તને તો એ પણ નહોતી ખબર કે હું રૂમમાં ક્યારે આવી.

અદિતી :- હા. સાચી વાત છે.

પ્રિયા :- તો પછી તું કેમ હજી મૂવ ઓન કરવા માટે તૈયાર નથી.જો અંશ તને ભૂલવા માંગતો હોય તો તું પણ એને ભૂલી જા. કેમ હજી પણ એની રાહ જોવે છે ? એને કોઈ ફરક પડ્યો ખરો આ વાતથી ? અને એક તું છે જે હજી પણ એને ભૂલવા તૈયાર નથી અને એની રાહ જોતી ફરે છે.

(એટલામાં આદિતિની આંખમાંથી આંસુ નીકળી પડે છે અને એ બોલે છે કે પ્રિયા મને બધીજ ખબર છે અંશ……અને એટલામાં દરવાજા પર ટક-ટક અવાજ આવે છે. અદિતી ફટાફટ આંસુ લૂછે છે અને પ્રિયા દરવાજો ખોલે છે અને જુએ છે તો બહાર કાવ્યા ઉભી હોય છે અને અંદર આવતા બોલે છે.)

કાવ્યા :- કેટલીવાર થઈ ગઈ યાર ક્યારનું આપણું ગ્રુપ બહાર રાહ જોઇને બેઠું છે અને તમે લોકો હજી અહીંયા જ છો.

પ્રિયા,કાવ્યા અને અદિતી ત્રણેય રૂમની બહાર નીકળે છે અને નાસ્તો કરવા માટે જાય છે.


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama