Anand Gajjar

Romance Others

3  

Anand Gajjar

Romance Others

હું તારી યાદમાં -૪

હું તારી યાદમાં -૪

8 mins
706


(ગયા ભાગમાં આપણે જોયું કે અંશ, નીલ અને રવિ પોતાના આગળના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લે છે અને નવી શરૂઆત કરે છે. કોલેજના પહેલાજ દિવસે તે લોકોની રેગીંગ કરતા સિનિયર પર નજર પડે છે અને એની સાથે અંશનો ઝગડો થાય છે અને અંશ એને મારે છે.)


હવે આગળ.......

રવિ : ચાલ હવે સોરી બોલ અને અહીંથી નીકળ, નહીતો હજી અમે બાકીજ છીએ અને હવે ધ્યાન રાખજે ક્યારેય પણ કોઈને હેરાન કરતો દેખાયો તો... એ તો આજે કોલેજનો પહેલો દિવસ છે અને અમારી ઇમ્પ્રેશન ખરાબ નથી કરવી એટલે તને જવા દઈએ છીએ.

સિનિયર : સોરી દોસ્ત અમારી ભૂલ થઇ ગઈ, ફરી અમે આવું ક્યારેય નહી કરીએ. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે.

રવિ : સારું જા હવે.

અંશ : (ટોળામાં ઉભેલા સ્ટુડન્ટસને) અને તમે બધા આ તમાશો જોઈને હસો છો કેમ ? બોલતા કેમ નથી કાંઈ ? આવું કંઈ થતું હોય ત્યારે ત્યાં બધાએ સાથે મળીને આવા લોકોને મારવા જોઈએ. જેથી કરીને બીજીવાર આવું ક્યારેય ન કરે. આમ નમાલાની જેમ ઉભા રહેવાથી કાંઈ નહિ થાય. 


(બધા અંશ માટે તાળીઓ પાડે છે. આજે પહેલાજ દિવસમાં અંશ બધાની નજરમાં હીરો બની ગયો હતો. કારણકે પહેલીવાર કોઈના કારણે કોલેજમાં રેગીંગ થતું બંધ થયું હતું અને આ વાતને કારણે બધા સ્ટુડન્ટ ઉત્સાહમાં આવી ગયા હતા. અને આમ પણ અંશની પર્સનાલિટી પણ એવી હતી કે એના કારણે ઘણી બધી છોકરીઓના દિલમાં એણે સ્થાન મેળવી લીધું હતું, એ પણ પહેલાજ દિવસમાં. અંતે ઘણા બધા બોયસ અને ગર્લ્સ અંશનો આભાર માને છે તથા પોતાના ગ્રુપમાં જોડાવા માટેનું આમંત્રણ આપે છે અને પછી બધા છુટા પડે છે. છેલ્લે જે છોકરાને અંશે રેગીંગથી બચાવ્યો હતો એ એમની પાસે આવે છે અને વાતની શરૂઆત કરે છે.)


મિત : થૅન્ક્યુ સો મચ યાર, મને હેલ્પ કરવા માટે. આજે તમે ના આવ્યા હોત તો ખબર નહી શું થાત મારું ? 

અંશ : અરે યાર ઇટ્સ ઓકે. બાય ધ વે તારી ઓળખાણ તો આપ મિત્ર.

મિત : હેલ્લો માય સેલ્ફ મિત. (અંશ સાથે શેકહેન્ડ કરતા કહ્યું. )

અંશ : હાય આઈ એમ અંશ એન્ડ મીટ માય ફ્રેંડ્સ રવિ એન્ડ નીલ. (રવિ અને નીલ તરફ ઈશારો કરીને કહે છે)

મિત : ઓહહ ! હેલ્લો ! નાઇસ ટૂ મીટ યુ ઓલ. 

નીલ : હાય દોસ્ત 

રવિ : હેલ્લો મિત, વિલ યુ જોઈન અસ ? 

મિત : ઓહ યસ, વહાય નોટ ? 

નીલ : શું વાત છે અંશ તું તો હીરો બની ગયો હો બધાની નજરમાં. 

અંશ : અરે એવુ કાઈ નથી.

મિત : યસ યુ આર રીયલ હીરો ઈન માય લાઈફ’સ મૂવી. 

અંશ : અરે યાર હવે તું રડાવીશ હો મને. તું થૅન્ક્યુ રવિને કે મને નહિ કારણ કે એને જ મને તારી મદદ કરવા કહ્યું હતું. 

મિત : થૅન્ક્યુ સોં મચ રવિ. 

રવિ : અરે યાર થેન્કયુ ના હોય ફ્રેંડ્સમાં.

નીલ : ચાલો ક્લાસ તરફ જઈએ. 

અંશ : હા પણ પેલા ક્લાસ તો શોધો, ક્યાં છે ? 

રવિ : નોટિસ બોર્ડ તરફ જઈએ ત્યાં હશે કયો ક્લાસ છે અને ક્યાં છે એ. 

મિત, નીલ, અંશ : હા ચાલો. 


(ચારેય જણા નોટિસબોર્ડ તરફ જાય છે. નોટિસ બોર્ડ આગળ બહુ ભીડ હોય છે. બધા લોકો નોટિસબોર્ડમાં જોવા માટે પડાપડી કરતા હોય છે. અંશ પણ ત્યાં આગળ જઈને જોવા માટે જાય છે અંશ જાણ બહાર હોય છે અને એટલામાં તે એક છોકરી સાથે ભટકાય છે. ખુલ્લા વાળ, આંખો મોટી, બ્લ્યૂ જીન્સ પર બ્લેક ટોપ, ચહેરા પર થોડું ટેન્શન સાથે એવું લાગતું હતું કે તે વધુ પડતી ઉતાવળમા હતી. બંન્ને જણા અથડાતા નજર એકબીજા પર પડે છે અને અંશ એ છોકરીને જોતો રહી જાય છે જાણે જીવનમાં પહેલીવાર કોઇ આવી છોકરી જોઈ હોય. અચાનક ધીમેથી એના મોઢેથી ગીતના શબ્દો નીકળવાનું ચાલુ થઈ જાય છે.


 “ગુલાબી આંખે જો તેરી દેખી,

શરાબી યે દિલ હો ગયા,

સંભાલો મુજકો ઓ મેરે યારો,

સંભલના મુશ્કિલ હો ગયા !”


આટલું બોલતાજ પેલી છોકરી પોતાની આંખો ઉંચી – નીચી કરવાનું શરૂ કરી દે છે. એના ચહેરા પર થોડો ગુસ્સો દેખાઈ આવે છે અને અંશ હજી પણ ફક્ત એને જોતો રહે છે એટલામાં છોકરી બોલે છે.


અદિતિ : છોકરી નથી જોઈ કે શુ ક્યારેય ? આવી રીતે જોયા કરે છે તે. હું બઉ સારી રીતે ઓળખું છું તારા જેવા છોકરાને છોકરીઓ જોઈ નથી, ને લાઈન મારવાનું ચાલુ કરી દીધું. (અંશ હજી પણ તેની સામે જોઈ રહ્યો હોય છે.)

અંશ : મૅડમ, તમે મને ક્યાં ઓળખો છો ? 

અદિતિ : ઓળખતી નથી પણ બઉ સારી રીતે ઓળખું છું. બેશરમ, હરામી, નાલાયક અને લોફર છું તું.

નીલ : ઓય મેડમ સંભાળીને બોલો. નહી તો…(અંશ ઈશારો કરીને ચૂપ રહેવાનું કહે છે એટલે નીલ ચૂપ થઇ જાય છે. )

અદિતિ : નહી તો શુ ? 

રવિ : સોરી એ બંને વતી હું માફી માંગુ છું.

અદિતિ : ઠીક છે, હવે ધ્યાન રાખજો.

(અદિતિ ત્યાંથી ગુસ્સે થઈને ચાલી જાય છે અને અંશ એને જ જોતો રહે છે)


નીલ : ઓઈ મિસ્ટર, એ જતી રહી હવે તું પણ તારા વિચારોમાંથી બહાર આવ.

અંશ : શુ કરું ભાઈ, પહેલી નજરમાં ખોવાઈ જવાનું મન થયુ.

રવિ : પણ એ તને પણ ટક્કર આપે એવી છે.

અંશ : તો શું થયું. હું એની ટક્કર ઝીલવા પણ તૈયાર છું જો એ મળતી હોય તો.

મિત : લાગે છે આપણા મિત્ર પ્રેમમાં પડી ગયા છે એ પણ પહેલાજ દિવસમાં.

નીલ : ટોપા, આવી તો બીજી કેટલીય હશે અહીંયા.

અંશ : ભલે હોય, પણ દિલતો આના પરજ આવી ગયું છે મારું. હવે મને નથી લાગતું કે આના સિવાય બીજા કોઈને જોવાનું મન પણ થાય.

રવિ : ઠીક છે ભાઈ, જોઈએ હવે તમારી લવ સ્ટોરી આગળ ક્યાં સુધી પહોંચે છે. (અને બધા કલાસ તરફ આગળ વધે છે.)


કૉલેજનો પહેલો દિવસ હતો. અદિતિ એકલી ક્લાસની બેન્ચ પર ઉદાસ થઈને બેઠી હતી અને અંદર આવતા દરેક સ્ટુડન્ટને જોયા કરતી હતી. એની નજર સામે આજે ઘણા બધા અજાણ્યા ચહેરાઓ આવી રહ્યા હતા જેમાંથી નીકળતા અમુક છોકરાઓ અદિતિ સામે જોઇને જતા હતા. થોડીવાર થતા અચાનક ક્લાસમાં નીલ, રવિ, અંશ અને મિતની એન્ટ્રી થાય છે. અદિતિની નજર અંશ પર પડે છે અને મનમાં બોલે છે કે આ લોફરને પણ મારોજ કલાસ મળ્યો હતો ભણવા માટે ?


ચારેય મિત્રો પોતાની ધૂનમાં ચાલ્યા જાય છે અને છેલ્લી બેન્ચ પર જઈને બેસી જાય છે. એમને પણ જાણ નથી હોતી કે અદિતિ પણ તેમનાજ ક્લાસમાં છે. ક્લાસમાં ફરી એક છોકરીની એન્ટ્રી થાય છે જેની હાલત અદિતિ જેવીજ હોય છે. કદાચ એ પણ મારી જેમ એકલી હશે એવું વિચારીને એ છોકરી અદિતિ પાસે આવે છે. 


પ્રિયા : હાય, (અદિતિની બાજુમાં બેસીને કહે છે.)

અદિતિ : હેલ્લો (થોડી ગંભીર થઈને)

પ્રિયા : મારી જેમ તારા પણ કોઈ ફ્રેંડ્સ નથી કે શું ? 

અદિતિ : ના, બધા બીજા શહેરમાં ભણવા જતા રહ્યા. હું એકલી જ અહીંયા છું. (ઉદાસ થઈને)

પ્રિયા : ઓહહ, મારે પણ આવું જ છે. 

અદિતિ : કેમ તારા ફ્રેન્ડ્સ પણ બીજા શહેરમાં ભણવા ગયાં છે કે શું ? 

પ્રિયા : ના એ લોકો તો ત્યાંજ છે પણ હું ત્યાંથી અમદાવાદ આવી છું અને મારા અંકલને ત્યાં રહુ છું. 

અદિતિ : અચ્છા એટલે તું અમદાવાદમાં નવી છો એમ ? 

પ્રિયા : હા, આપણા ફ્રેન્ડ્સ નથી તો શું થયું આપણે બંને તો ફ્રેંડ્સ બની શકીયે ને. સો નાઉ વી આર ફ્રેન્ડ્સ ?

અદિતિ : ઓહહ યા યા ફ્રેંડ્સ. આમેય આપણે સમદુઃખીયા છીએ. (અદિતિ થોડી હળવું થઈને કહે છે.)

પ્રિયા : યસ યે હુઈ ના બાત. બાય ધ વે માય સેલ્ફ પ્રિયા.

અદિતિ : હમ્મ,આઈ એમ અદિતિ.. 

પ્રિયા : વાઉ યાર નાઇસ નેમ. 

અદિતિ : વેસે મૅડમ નામ તો આપકા ભી બહોત અચ્છા હૈ. પ્રેમકથા લખનારા લેખકોનું લોકપ્રિય પાત્ર. (હસતા હસતા કહે છે )

પ્રિયા : ઓહો શું વાત છે આટલુ મોટુ ઓબઝર્વેશન. તને પણ મારી જેમ લવ સ્ટોરી વાંચવાનો બઉ શોખ લાગે છે. 

અદિતિ : ના એટલે સ્ટોરી વાંચવાનો શોખ છે પણ લવ સ્ટોરી હું બહું જ ઓછી વાંચું છું.

પ્રિયા : કેમ તને ના ગમે લવ સ્ટોરી ? મને તો બહું ગમે હો.

અદિતિ : અચ્છા, પણ હું પ્રેમમા વિશ્વાસ નથી કરતી.

પ્રિયા : કેમ ? બ્રેક અપ થયું છે કે શુ ?  

અદિતિ : અરે ના ના આવું કાંઈ નથી. 

પ્રિયા : ઓકે, જેસી જિસકી સોચ. (મજાકમાં આંખ મારીને કહે છે.)


પ્રિયા અને અદિતિ વાતો કરતા હોય ત્યાં અચાનક ક્લાસમાં સર આવે છે. બધા ઉભા થાય છે પણ અંશ, રવિ, નીલ અને મિત પોતાની વાતોમાં એટલા ખોવાયેલા હોય છે કે એમને ખ્યાલજ નથી હોતો. પ્રોફેસરનું ધ્યાન એમની તરફ જાય છે


સર : તમને ત્રણેયને કોઈએ સ્કૂલમાં કાંઈ શીખવાડ્યું નથી કે કોઈ સર કે મેમ આવે એટલે ઉભા થવાનું. (અંશ, રવિ, નીલ અને મિતને જોઈને કહે છે અને બધાનું ધ્યાન એમની તરફ જાય છે.)

રવિ : એતો સ્કૂલ હતી સર આતો કૉલેજ છે અને અમારા સર એવુ કહેતા કે કૉલેજમાં ઉભા થાઓ ના થાઓ એનાથી કોઈ ફર્ક ના પડે. (બધા સ્ટુડન્ટસ હસે છે)

નીલ : સાલાએ પહેલાજ દિવસે આપણી ઈજ્જતની વાટ લગાડી દીધી. (નીલ અંશની નજીક જઈને એના કાનમાં કહે છે.)

અંશ : હવે ફસાયજ છીયે તો ચૂપચાપ સાંભળી લો અને હવે બીજીવાર આવું ન થાય એનું ધ્યાન રાખવું પડશે.

સર ગુસ્સે થઈને જુએ છે. બધા અચાનક હસતા બંધ થઇ જાય છે અને આખા ક્લાસમાં શાંતિ છવાઈ જાય છે. 


સર : વ્હોટ ઇસ યોર નેમ ? બ્લ્યુ શર્ટ (રવિ સામે જોઈને પૂછે છે )

રવિ : રવિ (જોરથી બોલે છે)

સર : ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ. (ચપટી વગાડીને કહે છે)

રવિ : સોરી સર, હવે આવી ભૂલ નહિ થાય. (નિર્દોષ હોય એ રીતે કહે છે)

સર : કોઈ પણ પ્રકારની દલીલ ના જોઈએ. આઈ સેઇડ ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ. 

રવિ : ઓકે સર. (બેગ લઈને નીકળે છે ત્યાં સાથે અંશ અને નીલ પણ ઊભા થાય છે )

સર : આઈ સેડ ઓન્લી રવિ નોટ ટુ યુ ઓલ. ટેક યોર સીટ પ્લીઝ (અંશ અને નીલને કહે છે)

અંશ : સોરી સર પણ ભૂલતો અમે ત્રણેય સરખી કરી છે તો સજા પણ ત્રણેયને એક સરખી થવી જોઈએ. (ત્યાં મિત પણ બેગ લઈને ઉભો થાય છે.)

રવિ : દોસ્ત તારે આવવાની જરૂર નથી.

મિત : ના, દોસ્ત કીધું એટલે હવે સાથેજ રહીશ. 

સર : આજ કોઈ ફ્રેન્ડશિપ ડે નથી કે તમે તમારી મિત્રગાથા રજુ કરો છો.

અંશ : સોરી સર આજે કોઈ ફ્રેન્ડશિપ ડે નથી પણ અમારા માટે એવરી ડે ફ્રેન્ડશિપ ડે જ છે. મિત્રો માટે કોઈ દિવસ અલગ નથી હોતો. મિત્રો તો આધાર કાર્ડ છે જેને જોડે જ રાખવાના હોય. 


આટલુ કહીને ચારેય અંશ, નીલ,રવિ અને મિત ક્લાસની બહાર જાય છે. ત્યારે બે છોકરીઓ વાત કરતી હોય છે અરે યાર શું લાગે છે ? (અંશ ને જોઈને કહે છે) શું એટ્ટીટ્યૂડ છે એનો. અરે આતો એજ છે ને જેણે સવારમાં આપડા કોલેજનો લોફર રોહિતને માર્યો હતો અને રેગીંગ બંધ કરાવીને એનો ત્રાસ દૂર કર્યો હતો. કેટલો ક્યૂટ લાગે છે. અંશ એમની વાત સાંભળીને એની સામે જોઈને સ્માઈલ આપે છે. અદિતિની નજર અંશની સામે જ હોય છે અને તે અંશને પેલી બે છોકરી સામે સ્માઈલ કરતો જુએ છે. એટલામાં અંશની પણ નજર અદિતિ પર પડે છે અને એક ક્ષણે અંશને વિચાર આવે છે કે આ છોકરી જેના પર દિલ આવ્યું છે એ પણ મારી ક્લાસમાં જ છે અને એની નજર સામે આજે પહેલાજ દિવસે મારી ખરાબ ઇમ્પ્રેશન પડી ગઈ અને અંશ ક્લાસની બહાર ચાલ્યો જાય છે.

શુ અંશ અદિતિની નજરમાં સારો બની શકશે ?

અદિતિ હવે પછી અંશ વિશે શું વિચાર ધરાવશે ?

અદિતિની નજરમાં પોતાની ઇમ્પ્રેશન ચેન્જ કરવા અંશ શુ કરશે ?

ક્રમશ:


Rate this content
Log in