The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jitendra Padh

Inspirational

3  

Jitendra Padh

Inspirational

સ્નેહી પંડયા પરિવારને પત્ર

સ્નેહી પંડયા પરિવારને પત્ર

2 mins
84


સ્નેહી પંડયા પરિવાર. વડોદરા. જય દ્વારકાધીશ

         જીવનમાં કેટલીક ક્ષણો અનાયાસે શુભ સંકેત લઈને સામે ચાલીને આવે છે. જે ને હું ઈશ્વરીય સંકેત ગણું છું. તમારી છુપી પ્રતિભાનો ઉજાસ, તક, સમય અને શક્તિ માંગી લે છે એ તેના ખાતર. પાણી અને માવજત ગણાય ! એમાં ઢીલાશ કે આળસ ન ચાલે. લેખન એ નૈસર્ગીક ભેટ ગણાય - જે દરેક ને મળતી નથી. જો આપણે કશુંક વિચારેને લખવાની ઉત્સાહયુત તમન્ન રાખતા હોઈએ અને લખતી વખતે તેનું નિરુપણ સહજ રીતે થઇ જતું હોય તો તેને મા સરસ્વતીના આશીર્વાદ ગણી ખુશ થવું જોઈએ. અસરકારક બોલવું. વિચારપૂર્વક લખવું અને નિખાલસતાપૂર્વક વિચારવું તે બ્રાહ્મણોને અને તેના પરિવારને મળેલો પ્રાચીન વૈદિક વારસો છે. સૂઝપૂર્વકનું વર્તન એના સંસ્કાર છે. તો પુજનિયતા એ એનું સન્માન છે. મને ખુશી છે " નૂતન નગરી " સાપ્તાહિક માં ઉત્સાહી લેખનકારોને જાગૃત કરવાની મને જે તક મળી તેમાં દબાણ પૂર્વ માંગણીઓ દ્વારા મેં જેને લેખો માટે પ્રોત્સાહિક કર્યા છે. મારી ચકાસણી અને પરખ મુજબ તમારામાં વાચકને અપીલ કરે તે રીતે વ્યક્તવ્ય નિરૂપણની છટા હોય તો સહજ રીતે અપનાવી શકાય તેવી પ્રવાહી શૈલી સાથે પત્રોનો લેખ તમારી પાસે ઉતાવળે લખાવવા મારુ. લખાવ્યા કરવાનું ગમે છે. જે વાંચી ગમેલા તેનું આ તારણ તમારી છુંપાયેલી તેજસ્વી પ્રતિભાને પ્રગટ થવા સમય આંગણ અને સહજતા આપશે આ સ્વીકારો. સાધના પૂર્વક જાત ને અભિવ્યક્ત થવા દો. યાદ રાખજો શોખ મનગમતા કામ અને કૈક કરવાની તાલાવેલી, ઝનૂન હશે તો તે માટે સમય આપમેળે ગોઠવાઈ જાય છે.

      પ્રથમ સંકલ્પ જરૂરી છે ;એક વખત કરેલો સંકલ્પ આત્મબળ અને શ્રદ્ધા જગાડે છે એવો જગત ના ચિંતકોનો મત છે ;વિક્ટરહ્યુગો એ એક સ્થળે લખ્યું છે કે -" લોકોમાં બળની ન્યૂનતા હોતી નથી. પણ તેઓમાં સંકલ્પ શક્તિ ની ન્યૂનતા હોય છે " જયારે વ્હીપલ ચિંતકે કહ્યું કે -"તમારા સંકલ્પને વિજય અપાવવા શક્તિ નહિ પ્રગટ કરો તો જીવનની મહાન ક્ષણ નિષ્ફળતામાં અટવાઈ જશે "-એક વાત મને યાદ આવી -વિદેશી માસિક ઇકલેકિટ (ઉદ્ધારક ) મેગેઝીનમાં અંગ્રેજી લેખક નોંધે છે કે માણસો ત્રણ જાતનાં હોય છે -એક "કરીશું જ  'કહેનારા જે બધું જ કામ પરિશ્રમ સાથે પાર પાડે છે ' બીજાં " નહિ કરીએ " જેઓ સંવાદ કરતાં વિવાદ કરી વિરુદ્ધ બાબતોમાં રચ્યા હોય છે અને ત્રીજા પ્રકારના લોકો " અમે કરી શકીશું નહીં " -દરેક બાબતમાં નિરાશા જોતા ફરે છે. .અર્થાત સાચું અને ખરું ડહાપણ દૃઢ સંકલ્પ છે. તમારામાં વિચાર શક્તિનો પ્રવાહ સતત હોય છે. વિચાર બહુ મૂલ્યવાન સંપત્તિ છે એમ વેદ કહે છે. વિવેકાનંદ તો મક્કમતા પૂર્વક કહેતા આપણા વ્યક્તિત્વની છાપ આપણા વિચારોમાં છે. જેની અસર દૂર સુધી ફેલાય છે. ..અને તેથી જ રિદ્ધિ પંડયા ના વિચારો લેખન રૂપે મારે અમેરિકામાં વહેતા કરવાની ઝંખના છે.

     હું સમજુ છું અને માનું પણ છું કે સમય ઓછો હોય છે. છતાં એ પણ સત્ય છે કે કરકસર કરી બધામાં બચત દ્વારા સદ્ ઉપયોગ કરવામાં પુરુષો માહેર હોય છે. મને શ્રદ્ધા છે. તમારો સંકલ્પ. ઝનૂન જાગ્રત થશે અને મનની મક્કમતા બાકીના વિષાદો કે પરિસ્થિતિને હટાવી આત્મવિશ્વાસ જગાડી કાર્યરત બનાવશે અને એક દિવસ સફળતા જીવનમાં નવું આશાવંત પ્રભાત ખીલવશે --શૂન્ય પાલનપુરી ના શેર સાથે હું અટકીશ " કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો ;. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. ". ..નવો સંકલ્પ .નવું પ્રયાણ વિદ્યા નગરી વડોદરાથી. પ્રારંભ કરો.


Rate this content
Log in

More gujarati story from Jitendra Padh

Similar gujarati story from Inspirational