Jitendra Padh

Fantasy Inspirational

3  

Jitendra Padh

Fantasy Inspirational

વ્હાલપની વાંસળી : ભાગ -૨

વ્હાલપની વાંસળી : ભાગ -૨

4 mins
97


મારી અંગડાઈ અક્ષરદેહે અવતરે છે, મને લખવું અને તને વાંચવું ગમે. તારી નિતનવી કમનીય અદા, મારકણી ઘાયલ કરતી નખરાળી નજાકત, મેચિંગ ડ્રેસ, પ્રસંગ અનુરૂપ કેશ કલાપ ડોલતી તારી કાયા અને રૂપ સાથે અડપલાં કરતી તારી સ્પેશ્યલ અલક લટ શોભામાં જાણે અભિવૃદ્ધિ ! આવેગોની ઉછળતી ઊર્મિઓને મારા આગોશમાં બંધાઈ જવાની કેવી અધીરપ થતી ! વાત વાતમાં મારી પસંદગી જાણી લઈને તે મુજબ સજી ધજીને આવતી. રોજનો એક જ સવાલ "હું કેવી લાગુ છું ?"હું નવા નવા વિશેષણોથી તને નવાજતો, તું કહેતી " જીત તને ખબર છે ? સુંદર રહેવું, સુંદરતાને સાચવવી એ તો ઈશ્વરે સ્ત્રીઓને આપેલું વરદાન છે, રૂપ અને તેજ બ્રહ્માજીની કૃપા દૃષ્ટિનો પ્રસાદ છે. "ઘણી વાર તારી વાણીમાંથી કવિતા સરી પડતી, તું કહેતી એ તો સંગ જેવો રંગ. મારાં રોજ તારી કલ્પના સ્મરણમાંથી સર્જાતા પત્રો.એમ લાગતું પત્રો એટલે હૃદયની ધડકન, એકેક અક્ષર જાણે ધબકતા શ્વાસ ! આ બધું કેમ ભૂલાય ?

આ સમય વહી ગયો આપણું અક્સ્માતી મિલન માવજત અને સમજદારી સથવારો, ,મિલન, સંસાર, સંતાનોનો જન્મ બધાજ સમયમાં અરસપરસ સમજવામાં, સાચવવામાં સંતાનોની પરવરિશમાં, સંબધી, જ્ઞાતિજનો, સમાજની પળોજણમાં ગાળ્યાં, જીવનને સાચી રીતે માણવું, જાણવું અને પામવું હોય તો એક બીજામાં ખ્યાલ, સમજ અને ત્યાગ સાથેનું વ્યવહારુ જ્ઞાન જોઈએ એમ શાસ્ત્રો કહે છે જે આપણે અપનાવ્યાં, સાથ, સંગાથ અને સહકાર ભરેલી હૂંફે કપરા સમયે સહારો આપેલો અંગત મિત્રો, આપ્તજનો, માયાળુ પરિવાર, મદદમાં આવતો પડોશ, આપણને બધું મળ્યું હા, સાથોસાથ અપેક્ષાભંગ, અનાદર અને અંજપો કર્તવ્ય, ફરજ બજાવ્યા બાદ અપયશ અને વણ નોતરેલાં દુઃખો પણ આવ્યાં આપણે તો બધાને સત્કાર્યા. આ બધુ સ્વભાવમેળથી શક્ય બન્યું ને ?

આજે તારી ઉદારતાને દાદ આપું છું, પ્રિયે ! તું હમેશા મને કહેતી કે "મને પ્રેમ મળ્યો એટલે બધું જ ભૂલાઈ ગયું, કારણ તે આનંદના ઘૂઘવતા સાગર જેવો વહાલનો દરિયો મને આપ્યો છ મને તારો સાચૂકલો પ્રેમ મળ્યો એ જ મારી મારી સાધનાનો પ્રસાદ ! ભૂલવું અને ત્યજવું જીવનની મોટી કળા છે (સંસાર તરવાની જીવન નાવના બે હલેસાં છે ) અને તે ઉમેરેલું આ કળા જીવનમાં ઊતરતી નથી એટલે દુઃખ જન્મે છે, પ્રેમ પામવા કરતા પ્રેમ આપવામાં વધુ મીઠાશ છે, લિજ્જત છે, મારે પ્રત્યુતરમાં કહેવાનું કે તારી વાત સાવ સાચી છે, હૃદયની સચ્ચાઈ આંખોમાંથી મસ્તી કે ચંચળતા બની છલકાઈ જાય ત્યારે સ્મિત તેને આવકારે છે અને બાહુ તેને બાથ ભીડવા તલસે તેનું નામ પ્રેમ છે. જ્યાં સ્મિત છે ત્યાં ઈશ્વરનો વાસ છે એક શાયરે ખરું કહ્યું છે કે --પૂછા મૈંને રબ કો અપના પતા બતા દે તો, બોલા કી મૈ લોંગો કિ મુસ્કરાહટ મેં રહેતા હું

આજે પણ એક બીજાનો ટુંકો કે લાંબો વિયોગ સતત કહે છે " તારા વિના -બાત ઈતની બઢ ગઈ કિ તુમ બિન કુછ અચ્છા નહીં લગતા " તારા વિના કંઈ જ ગમતું નથી, ખાલીપાનો ઝૂરાપો આજે પત્ર બનીને વર્ષો બાદ પણ સંસ્મરણના ઉપવનમાં આપણને લઈ જાય છે, આ તાજગી આપે તેવી ક્ષણો જિંદગીની મોંઘેરી મિરાત છે, આ જ અપની વિરાસત છે ! શાયર ઈકબાલનો શેર યાદ આવે છે --ઈક લબ્ઝ યે મહોબત્ત કા અદના સા ફસાના

હય, સિમટે તો દિલ -યે આશિક ફૈલે તો ઝમાના હૈ !

હે, પ્રાણ પ્રિયે ! જીવનની મંઝિલનો આપણો આ આખરી મુકામ છે, ગમે ત્યારે ગમે તેને, ઈશ્વરના ધામનો ઘંટારવ વાગે અને આમંત્રણ આવી પડે, આખરી સલામ કરવાની વેળ પણ ના મળે પલ ના વિલંબ વિના જવું પડે ! બે માંથી એકની આગોતરી વિદાય થશે તો પણ આપણી સ્મૃતિ યાદો જીવિત હૈયે સહારો બની ગૂંજતી રહેવાની, ઘણાનું તો એવું બને છે કે --"જીન્દગી તેણે જીવી, મર્યા પછી સ્મૃતિ બની ઘણાં ચાલ્યા ગયા -ન-યાદ, ના કહાની બની "જિંદગીનો પડઘો એટલે સ્મૃતિનો સથવારાનો સાદ ! હા, અંતે જીવન શું ?છે ? ફક્ત ચૈતન્ય બે ચાર દિવસનું મરણ શું ? છે ?કે આદમી તસ્વીર થઈ જાયે, ,(મરીઝ )મરણ બાદ બધાએ તસ્વીર થઇ ને લટકવાનું છે, છતાં -બહુત મુશ્કિલ હો જાતા હયે, મિટાના ઉનકી યાદો કા જો હર મોડ પર અપના નિશાના છોડ જાતા હૈ

હે, જીવન સહચરી ! હૃદયનો પટારો ખૂલે ત્યારે. એકાંત અને એકલતાના અવકાશમાં યાદ, સાદ અને પ્રતિ સાદ પડઘાયા કરે છે, વાતોનો કદી અંત ના હોય ! વાતો તો અનંત યાત્રાનું ભાથું છે, વાતો કડી ના ખૂટે અનંત એનો અંત નહીં પણ વિરામ હોય --ગમે તેટલુ લખો ધરવ ના થાય "લખી લખી થાકવાનો, કિન્તુ શરૂથી જેની મેં ઈચ્છા કીધી હજી જરાયે નથી લખાતું (રસિક મેઘાણી ) કેટલું ?સત્ય છે ! અંતે પ્રેમ લિપિ સંદેશ બની વાયુ થઈ વિહરીયે, શ્વાસે શ્વાસે હૂંફ થઈ ધબકાર બનીને જીવીએ ...... વધુ શું લખું, બસ ..!

હવાઓં કે સાથ અરમાન ભેજા હયે નેટવર્ક કે જરિયે પયગામ ભેજા હયે ફુર્સત નિકાલે -કબુલ કર લેના ઇન્હેં હમેં રૂહે જવાની કા જજ્બાત ભેજા હયે.

લિ, તારા વિરહમાં તડપતું --તારા પ્રતિબિંબ સમાવતું જીગરે આલમ., જીવન સહચરનો ધબકાર.., જિત.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy