ભક્તની આરાધના- દિલખોલ પત્ર
ભક્તની આરાધના- દિલખોલ પત્ર


હે, ગણપતિ બાપ્પા ! હે, કષ્ટભંજન, આરંભના દેવતા, સમ્રગ સમાજને તમે ગણેશ ઉત્સવમાં સોળે કળાએ ખીલીને બધાને ભક્તિ કરતાં કરી દો છો કારણ બધાને દુઃખ મુક્ત બનવું છે. તમને દાન,દક્ષિણા, પ્રસાદની લાલચ આપીને બદલામાં આશીર્વાદમાં નફા સાથેની વસૂલી ઈચ્છે છે. હા,તું બધું જાણે છે અને જેવી ભક્તિ એવો આશિર્વાદ તારો ન્યાય છે, હેં ! વિઘ્નેસ્વરાય ગુજરાતના અનામત વિરોધી આંદોલન માટે સદબુદ્ધિ આપો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શક્તિવાન બનાવી સર્વત્ર વિજય વંત બનાવો. .અમારા પરિવારો ને વધુ શ્રદ્ધાવાન બનાવો, તમે ઘણું આપ્યું છે અને અમને સંતોષી બનાવજો તમને અનેક ભક્તોના કામ કરવાના હોવાથી અમે તમને વધુ ડિસ્ટર્બ કરવા માંગતા નથી વોટ્સએપના માધ્યમથી ઘરે ઘર તું પહોંચી ગયો છે તો નવરાશ મળે કયાંથી ? હશે હું મન મનાવી લઈશ પણ મારી સાચી ભક્તિની નોધ તો લેજે, માગ્યા વગર તું બધું જ આપે છે, મારે યાચક ભિખારી બનવું નથી માત્ર ભક્ત બનવું છે 'તો અમને બુદ્ધિ, શક્તિ જાગરુત કરવા કાર્યરત રહેવા દેજે તારા તમામ સંતાનોને હું વ્હાલ, પ્રેમ કરી ભાઈચારો વધારું તે માટે પ્રયત્નવાન બનાવજે.
મારા પ્રણામ. .
તારો જ કલમ પ્રિય ભક્તના વંદન સ્વીકારવા સમય કાઢજે.