Mrugtrushna Tarang

Abstract Drama

4  

Mrugtrushna Tarang

Abstract Drama

આત્મકથા

આત્મકથા

3 mins
314


મોબાઈલનાં ત્રાસથી આત્મહત્યા કરવા પ્રેરાયેલાં અમારાં જેવાં કેટલાંકને જીવનદાન મળ્યું, એ બદલ મોદી સરકારને કદાચ કોઈ થેંક્યું કહે કે ન કહે, પણ, આજે અનલોક પિરિયડમાં અને લૉક ડાઉનની લાંબા ગાળાની મસમોટી રજાઓમાં ટીવી, વિડીયોગેમ કે પછી સોશ્યલ મીડિયાથી જે તે લોકો કંટાળ્યા હતાં એ સહુએ વડીલોની સાક્ષીમાં અમને અપનાવ્યાં. અને અમે જીવી ગયાં.

અમે, એક કાળમાં, એટલે કે આજથી ચાલીસેક વર્ષ પહેલાં નાનાં મોટાં અને મોટેરાઓનાં ય હાથની શોભા વધારનારાં એક માત્ર હતાં. નિર્જીવ છતાંય સજીવોની ય હાજરી ભૂલાવી દઈએ એવાં પ્રિય.

અને, લોકો અમને અમારાં રંગ-રૂપથી તો પસંદ કરતાં જ. પણ, વિશેષ, અમારામાં અંકિત થયેલાં અક્ષરો અને શબ્દોની સંતાકૂકડી જેવી રમતોને ય ખૂબ વખાણતાં અને પોતપોતાનાં ઇન્ટ્રેસ્ટ મુજબ બીજાઓને ય સૂચન કરતાં અમને હાથમાં લેવા બદલ. તથા, અમારો સ્પર્શ મેળવી અમને ચાહવા બદલ.

અમે એટલે પુસ્તકો. કોરાં કાગળો પર અંકાયેલી રેખાઓ વચ્ચે લખાયેલ શબ્દોની રસગાથા.

અને, એ બે શબ્દો વચ્ચેનું મૌન પણ. મુગ્ધ કરી દે એવું મૌન. વાચાળ પણ એટલું જ. ને તોય, ખાસ જ કોઈ એ મૌન વાણીને વાંચી શકતું. એનું રસપાન કરી શકતું. એમાં ડૂબકી પણ લગાવતું અને ક્યારેક ધીમું ધીમું હસી ને એકાંતમાં રડી પણ લેતું.

અમે, પુસ્તકો, એ પ્રત્યેક લોકોનું અદકેરું રહસ્ય અમારામાં છુપાવી રાખતાં. ક્યારેય કોઈ પાસે જાહેર ન થવા દેતાં. 

ના, કદાપિ નહીં.

એની નિકટતમ વ્યક્તિ ભલે ને હોય, તો પણ, અમારી પાસે ખોલેલી જે તે વ્યક્તિની પોતાની નિજી ભાવનાઓ અમે અમારાં સુધી સીમિત રાખવા શિખાયેલાં છીએ. અને એટલે જ અમે સહુનાં પ્રિય રહેતાં.

પછી ધીરે ધીરે ટીવીએ અને એ પછી વિડિયો કેસેટ્સ, પછી ટેપરેકોર્ડર, ડિસ્ક એવું ઘણું ઘણું માસ મીડિયા તરીકે માણસની દુનિયામાં આવ્યું. અને, માણસ એમાં ગૂંથાતો ય ગયો. 

તેમ છતાં, અમારું સ્થાન કોઈ લઈ શક્યું નહોતું. અને એટલે જ અમે નિશ્ચિન્ત હતાં. અમને મીડિયાથી કોઈ ખતરો મહેસૂસ નહોતો થયો.

પણ, હા, ધીરે ધીરે ડબ્બા જેવું કમ્પ્યુટર આવ્યું. એમાં લોકો પોતાનાં સેલ્ફને કલાકો સુધી એમાં ઘુસાડી રાખતાં.

ત્યારે ય અમારું સ્થાન મુઠ્ઠી ઊંચેરું જ હતું. માહિતી મેળવવા, નોટ્સ બનાવવા માટે અમને ઉલેચવા સિવાય બીજો કોઈ પર્યાય જ નહોતો.

અને,

અમારું એ અભિમાન જ અમારાં વિનાશનું કારણ બન્યું હોવું જોઈએ. પેલા ડબ્બા જેવું સંગણક લોકોને માહિતી પૂરવતું થયું. દેશ વિદેશની જાણકારીઓ ચપટી વગાડતામાં એમનાં હાથમાં આવવા લાગી. અને, ધીરે ધીરે અમારી તરફનું લોકોનું વલણ બદલાવા લાગ્યું.

ગણ્યા ગાંઠ્યા કેટલાંક લોકો હજુ પણ અમારી સાધના કરી રહ્યા હતાં. પણ, સાંખ્યિક અંતર પડવા લાગ્યું અને હવે લોકો એજ પુસ્તકોનું વાંચન મોટા ડબ્બામાંથી નાનકડી પેટી જેવાં લેપ્ટોપ પર કરવા લાગ્યાં. અને હવે જેટલાં માણસો એટલાં કે પછી એથી ય વધારે એમનાં મોબાઈલ થઈ ગયાં. અને, મોબાઈલમાં પીડીએફ ફાઇલ સ્વરૂપે મસમોટા થોથાઓ પણ ચપટી વગાડતામાં એમનાં સ્ક્રીન પર વાંચવા યોગ્ય બની ગયાં.

અમારો જમાનો પૂરો થવા આવ્યો હોય એવું લાગ્યું.

અને એટલે જ, કાચના કબાટમાં સજાવી રાખેલા અમને હવે કોઈ જોવા ય તૈયાર નહોતું. એથી એક નિર્ણય પાકો કરી આજે અમે આત્મહત્યા કરવા પ્રેરાયા.

ત્યાં તો લૉક ડાઉન જાહેર થયું. પહેલાં 21 દિવસનું. અને, લોકો અમારી તરફ ફરી આકર્ષાયા.

અમને જોઈ હર્ષાયા. અમને ચૂમવા લાગ્યાં. અને, દૌર શરૂ થયો અમને હાથમાં ને બાથમાં ને છાતીએ ચાંપી વાંચવાથી લઈને ઊંઘવા સુધીનો કાર્યક્રમ ફરી આરંભાયો.

અમને તો સંજીવની મળી ગઈ. અમવા જીવી ગયાં.

થેંક્સ ટૂ કૉરોના. કોરોન્ટાઇન પિરિયડ અને લૉક ડાઉન પણ.

થાકી હારીને લોકો અમારી પાસે આવ્યાં ખરા.

સૉરી કૉરોનાને કારણે લોકો મરી રહ્યાં છે તે. પણ, લૉક ડાઉન મળ્યાં બાદ ઘરમાં રહેવા લાગ્યાં અને મીડિયાથી કંટાળી આખરે પુસ્તકોની દુનિયામાં વિચરવા લાગ્યાં.

લૉક ડાઉન લાંબું ચાલ્યું. 21 દિવસ બાદ 19 દિવસનું, એ પછી 17 દિવસનું, પછી 14 દિવસનું અને અંતે 9 કે 7 દિવસનું. આ બધાં જ દિવસોમાં લોકો અમારી મુલાકાતે નથી આવ્યાં. 

પણ, 'દેર આયે દુરુસ્ત આયે' જેવી ગત થઈ ખરી.

એટલે જ, મોદી સરકારને થેંક્યું.

2020નું વર્ષ માર્ચ મહિનાથી લગભગ સપ્ટેમ્બર - ઓક્ટોબર સુધી અમારી છત્રછાયામાં રહેવા પામેલાં સર્વ સજીવોને અમારાં તરફથી આભાર વંદન.

અને, એ પછી પણ, અમારી પ્રીત ઓછી નથી થઈ એ અમારું અહોભાગ્ય.

ચાલો, હવે નવાં વર્ષમાં ફરી ફરી મળીએ. એક નવા રેઝોલ્યુશન સાથે.

સાયોનારા..


Rate this content
Log in

Similar gujarati story from Abstract