Rahul Makwana

Action Inspirational

4  

Rahul Makwana

Action Inspirational

આભાસ

આભાસ

10 mins
511


(એન ઈમોશનલ એન્ડ હાર્ટટાચિંગ લવ સ્ટોરી ઓફ એન ઇન્ડિયન સોલ્જર) 

મિત્રો, પ્રેમ એ કુદરતે કે ઈશ્વરે કરેલ એક અણમોલ સર્જન છે, જેનું આપણે માનવી ક્યારેય મૂલ્ય આંકી શકતાં નથી. આમ જોવાં જોઈએ તો મનુષ્યએ એક જ પાત્ર એવું છે કે જેને આ દુનિયામાં પ્રેમ મળે છે. પ્રેમ એ કોઈપણ બે પાત્રો વચ્ચે જેમ કે પિતા અને પુત્રનો પ્રેમ, પિતા અને પુત્રી, માતા અને પુત્ર વચ્ચે, માતા અને પુત્રી વચ્ચે, દાદા અને પૌત્ર વચ્ચે, દાદા અને પૌત્રી વચ્ચે, દાદી અને પૌત્ર વચ્ચે, દાદી અને પૌત્રી વચ્ચે, બે મિત્રો વચ્ચે, બે કર્મચારીઓ વચ્ચે, પતિ પત્ની વચ્ચે કે પછી મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે પાંગરતો હોય છે.

નિત્યા પણ આવા નસીબદાર લોકોમાંથી એક હતી, કે જે સાવો સાચો પ્રેમ મેળવવામાં સફળતા પ્રાપ્ત સફળ રહી હતી, પરંતુ મિત્રો કોઈપણ વ્યક્તિને સાચો પ્રેમ એમ જ નહીં મળતો, તેનાં માટે તેણે ધણીવાર કપરામાં કપરી કસોટીઓમાંથી પસાર થવાની પણ નોબત આવતી હોય છે. 

સમય : સાંજનાં છ કલાક.

સ્થળ : નિત્યાનું ઘર.

નિત્યા પોતાનાં રૂમમાં કબાટ સરખો કરી રહી હતી, એવામાં કબાટમાંથી એક કાગળ ઉડીને નીચે પડે છે. આથી નિત્યા એ કાગળ લઈને આતુરતાવશ એ કાગળ વાંચવાનું શરૂ કરી દે છે. આ કાગળ વાંચતાની સાથે જ નિત્યાની આંખોમાંથી આંસુઓ વહેવાનું શરૂ થઈ જાય છે, દુઃખને લીધે તેનાં ચહેરા પર દુઃખ કે ઉદાસી છવાય જાય છે. એવામાં નિત્યા આ કાગળને પોતાની છાતી સાથે વળગાવીને "વિક્રમ" એવી બુમ પાડીને દુઃખને લીધે જોર જોરથી રડવા માંડે છે.

બે વર્ષ પહેલાં 

સ્થળ : શહેરની મેઈન બજાર.

સમય : સવારનાં અગિયાર કલાક.

નિત્યા પોતાની સહેલીઓ સાથે બજારમાં ખરીદી કરી રહી હતી, નિત્યા જ્યારે ખરીદી કરીને બજારમાંથી પરત ફરી રહી હતી. બરાબર એ જ સમયે બજારની બહાર લુખ્ખા અસામાજિક કહી શકાય એવાં ચાર પાંચ યુવાનો બજારની બહાર બાઈક પાર્ક કરીને બેસેલાં હતાં.  આ જ સમયે તે બધાંની નજર નિત્યા પર પડે છે, નિત્યા આજે ખૂબ જ મનમોહક અને આકર્ષક લાગી રહી હતી, તેનું ભરાવદાર શરીર જોઈને એવું લાગતું હતું કે હાલ તેની યુવાનીમાં જાણે વસંત પૂરબહારમાં ખીલી ઉઠેલી હોય. તેની અણિયારી આંખો, ભરાવદાર ગાલ, અને ગુલાબની પાંખડી જેવાં લાલ હોઠો સૌ કોઈને પોતાની તરફ સંમોહિત કરી રહ્યાં હતાં.નિત્યાને જોઈને બહારની બહાર બાઈક પર બેસેલાં યુવાનોમાંથી એક યુવાન બોલે છે કે…

"એ જાનેમન અમને પણ થોડો તારો દીદાર કરવાનો મોકો આપ, તો અમે અમારી જાતને નસીબદાર  ગણીશું." 

આ સાંભળી નિત્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. ગુસ્સાને લીધે તેની આંખો લાલચોળ થઈ જાય છે. તેના નસકોરા ફૂલી જાય છે. આંખની ભમરો ઊંચી ચડી જાય છે. કપાળમાં કરચલીઓ પડી જાય છે. આથી નિત્યા પોતાનાં હાથમાં રહેલ બેગ તેની સહેલીનાં હાથમાં આપીને પેલાં યુવાન તરફ ગુસ્સા સાથે આગળ વધે છે, અને ગુસ્સામાંને ગુસ્સામાં નિત્યા પોતાને જોઈને આવી કોમેન્ટ કરનાર યુવકનાં ગાલ પર એક જોરદાર એક થપ્પડ મારી દે છે, નિત્યાની આ થપ્પડને લીધે પેલો યુવક પોતાનાં શરીર પરનો કાબૂ ગુમાવી દે છે, આથી તે બાઈક પરથી નીચે પડી જાય છે. 

આ જોઈ તે યુવકને ખૂબ જ ગુસ્સો આવે છે, અને તે યુવક ઉભો થતાં થતાં નિત્યાની સામે જોઇને બોલે છે કે, 

"તારી આટલી હિંમત ? તને ખબર છે હું કોણ છું ? તે કોનાં પર હાથ ઉઠાવ્યો છે ? હું એમ.પી. દિગ્વિજય જાડેજાનો પુત્ર સૂર્યદીપ જાડેજા છું. તારે આનું પરિણામ અત્યારે જ ભોગવવું પડશે. 

એટલીવારમાં એ બધાં જ યુવકોમાંથી બે યુવકો નિત્યાનાં બંને હાથ પકડી લે છે. એવામાં સૂર્યદીપ જાડેજા નિત્યાની તરફ ગુસ્સા સાથે આગળ વધે છે અને નિત્યાની સામે જોઇને ગુસ્સા સાથે બોલે છે કે…

"હવે તું જો હું તને આજે જાહેરમાં બજારની વચ્ચોવચ જ ચુંબન કરીશજેથી તને ખ્યાલ આવે કે એમ.પી નાં છોકરા પર હાથ ઉઠવવાનું શું અને કેવું પરિણામ આવી શકે છે." આટલું બોલી દિગ્વિજય પોતાનો હોઠ કોઈપણ પ્રકારનાં ડર કે બીક વગર નિત્યાનાં હોઠની નજીક લઈ જાય છે.

આ જોઈ નિત્યા "બચાવો….બચાવો...કોઈ મારી મદદ કરો…!" એવી બુમો પાડે છે. પરંતુ સૂર્યદીપ એમ.પીનો પુત્ર હોવાને લીધે એકપણ વ્યક્તિ નિત્યાની મદદ કરવા માટે આગળ આવતી નથી, બસ માત્રને માત્ર કોઈ મૂંગા ઢોરની માફક સમગ્ર ઘટનાં મૂંગા મોઢે જોઈ રહ્યાં હતાં.

બરાબર એ જ સમયે સૂર્યદીપનાં ચહેરા પર કોઈ જોરથી મુક્કો મારે છે, અને સૂર્યદીપ દૂર જમીન પર જઈને પછડાય છે. સૂર્યદીપને આ મુક્કો એટલી જોરથી લાગેલ હતો, કે થોડા સમય માટે તો તેને આંખે અંધારા આવી જાય છે, અને તમરી ચડી જાય છે.

આથી પોતાના કોણ હિંમતવાન બચાવવા માટે આગળ આવ્યો છે, એ જાણવાં માટે નિત્યા ઉંચા નીચી થાય છે, તે જોવે છે કે એક યુવક કે જેનું નામ વિક્રમ હતું તે નિત્યાને બચાવવા માટે આગળ આવેલ હતો, વિક્રમ પહાડી અને કદાવર, મજબૂત બાંધો ધરાવતો હતો, આજકાલ જિમમાં જતાં યુવાનોને પણ શરમાવે તેટલું સ્નાયુબદ્ધ શરીર હતું. અણીદાર મૂછો જાણે વિક્રમનાં પડછંદ વ્યક્તિત્વની જાણે ચાડી ખાય રહી હોય તેવું લાગી રહ્યું હતું. એમાં પણ વિક્રમે પહેરેલાં રેબનનાં બ્લેક ગોગલ્સ તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં.

ત્યારબાદ વિક્રમ જેવી રીતે કોઈ મહાન યોદ્ધા દુશમનોની ફોજ પર તૂટી પડે તેમ પેલાં બધાં યુવકો પર તૂટી પડે છે. આ જોઈ બીજા યુવકો મોકો જોઈ ઘટનાસ્થળેથી પોતાનો જીવ બચાવવા માટે નાસી છૂટે છે. આ જોઈ સૂર્યદીપ પણ ત્યાંથી નાસી છૂટે છે.

"થેન્ક યુ સો મચ...આખરે કોઈ તો મારી મદદ કરવા માટે આગળ આવ્યું, બાકી મને એવું જ લાગી રહ્યું હતું કે અહીં બધાં નામર્દો કે બાયલા જ હશે." નિત્યા વિક્રમનો આભાર માનતાં માનતાં બોલે છે.

"એમાં શું છે ! આમ હું દુશ્મનો સાથે લડતો હોવ છું આજે આપણાં સમાજનાં લોકો સાથે લડ્યો." વિક્રમ પોતાની જાત પર ગર્વ અનુભવતા બોલે છે.

"એટલે ? મને કંઈ સમજાયું નહીં…?" નિત્યા હેરાની સાથે વિક્રમની સામે જોઇને પૂછે છે.

"છોડો ને...બાય ધ વે માય નેમ ઇસ વિક્રમ." વિક્રમ પોતાનો હાથ નિત્યા તરફ લંબાવતા બોલે છે.

"માય સેલ્ફ નિત્યા…!" નિત્યા પોતનું નામ જણાવતાં અને વિક્રમ સાથે હાથ મેળવતાં બોલે છે.

"ઓકે, ટેક કેર..!" વિક્રમ નિત્યાની સામે જોઇને બોલે છે.

"નાઈસ ટુ મીટ યુ..!" વિક્રમથી પ્રભાવિત થતાં થતાં નિત્યા બોલે છે.

"સેમ હિયર…!" વિક્રમ નિત્યાની મોહક અને મારકણી હરણ જેવી આંખો સામે જોઇને બોલે છે.

"ઈફ યુ ડોન્ટ માઈન્ડ...મને તમારો નંબર મળી શકશે…?" નિત્યા થોડી ખચકાતાં વિક્રમની સામે જોઇને પૂછે છે.

"યા ! સ્યોર વ્હાઈ નોટ…પ્લીઝ નોટ ડાઉન." વિક્રમ પોતાનો મોબાઈલ નંબર નિત્યાને જણાવતાં બોલે છે.

ત્યારબાદ વિક્રમ પોતાનું રોયલ એનફીલ્ડ બાઈક લઈને બજારને ચીરતાં ચીરતાં આગળ ધપવાં માંડે છે, અને આ બાજુ નિત્યા વિક્રમ દેખાતો બંધ ના થયો ત્યાં સુધી બસ માત્રને માત્ર વિક્રમ તરફ જ પોતાની નજર ટકાવી રાખી હતી. વિક્રમ હાલ એ બાબતથી એકદમ અજાણ જ હતો કે હાલ તે માત્ર બજારની ગલીઓને જ નહીં પરંતુ નિત્યાનાં દિલને ચીરીને પોતાનું એક અલગ જ સ્થાન જમાવી રહ્યો હતો.

ધીમે ધીમે દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ વિતાવા માંડે છે, જ્યારે આ બાજુ નિત્યા અને વિક્રમ વચ્ચે ધીમે ધીમે નિકટતા પણ વધી રહી હતી. તેઓને એ બાબતનો ખ્યાલ પણ નહોતો કે આ નિકટતા ખૂબ જ થોડા સમયમાં પ્રેમમાં કે લગ્નમાં પરિણમશે. ત્યારબાદ એક વર્ષ બાદ નિત્યા અને વિક્રમનાં પરિવારજનો રાજીખુશીથી નિત્યા અને વિક્રમનાં લગ્ન કરાવી આપે છે. હાલ નિત્યાને એ બાબતનો ખૂબ જ સારી રીતે ખ્યાલ આવી ગયેલ હતો કે પોતાનો પતિ વિક્રમ એ ભારતની આર્મીમાં કમાન્ડીંગ ચીફ હતો. આ બાબત જ્યારે નિત્યાએ જાણી તો તેની છાતી ગર્વને લીધે ગદ ગદ ફૂલી ગઈ હતી.

એક વર્ષ પહેલાં.

સ્થળ : વિક્રમનું ઘર.

સમય : સવારનાં 10 કલાક.

વિક્રમનાં પરિવાર પર જાણે ઈશ્વરે આજે મન મુકીને મહેરબાની વરસાવી દીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે આજે સવારથી જ નિત્યાને ખૂબ જ ઉલટી ઉબકા થતાં હતાં. આથી વિક્રમનો સમગ્ર પરિવાર પર જાણે દુઃખ આવી પડ્યું હોય તેવું અનુભવી રહ્યાં હતાં. આથી તે બધાં નિત્યાને નજીકની હોસ્પિટલમાં બતાવવા માટે લઈ જાય છે. હાલ વિક્રમ, તેનાં પિતા જ્યેન્દ્ર અને માતા રસીલાબેન ડૉ. રાણાની ચેમ્બરમાં ચિંતાતુર હાલતમાં બેસેલાં હતાં, નિત્યાની એકાએક તબિયત બગડવાને લીધે તેઓને મનમાં અંદરથી ચિંતાઓ કોરી ખાય રહી હતી. 

"કોંગ્રેચ્યુલેશન….તમારા ઘરમાં એક નાના ફોજી આવવાનાં છે." ડૉ. રાણા વિક્રમ અને તેનાં માતાપિતાને આ ખુશખબર આપતાં આપાતાં જણાવે છે.

"થેક્યું યુ સો મચ સર…!" વિક્રમ ડૉ. રાણાના બે હાથ પોતાનાં હાથમાં પકડતાં એકદમ રાજી થતાં થતાં બોલી ઉઠે છે.

આ ખુશીનાં સમાચાર સાંભળીને વિક્રમ ખુશીને લીધે ઝૂમી ઉઠે છે, જે ચેમ્બરમાં થોડીવાર પહેલાં ચિંતાઓનાં કાળા ડિબાંગ વાદળો છવાયેલાં હતાં, તે જ ચેમ્બરમાં હાલ ચારે બાજુએ આનંદ અને ખુશી વ્યાપી ગયેલાં હતાં. ત્યારબાદ તે બધાં ખુશ થતાં થતાં નિત્યાને ઘરે લઈને આવે છે.

એ જ દિવસે રાતે.

સમય : રાતનાનાં 10 કલાક.

સ્થળ : વિક્રમનો બેડરૂમ.

હાલ નિત્યા એકદમ ઉદાસ થઈને પોતાનાં બેડ પર બેસેલ હતી. તે મનોમન જાણે કોઈ ઊંડું મનોમંથન કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું. એવામાં વિક્રમ ત્યાં આવી પહોંચે છે, અને નિત્યાનાં આ ઉદાસી ભરેલાં ચેહરા તરફ નજર કરતાં હેરાની સાથે પૂછે છે.

"શું થયું નિત્યા ? શાં માટે તું આટલી અપસેટ છો ? આજે તો તારે ખુશ થવાની જરૂર છે ?" 

"વિક્રમ એવું કંઈ નથી હું ખૂબ જ ખુશ છું, અત્યાર સુધી જ્યારે પણ હું વિચારતી હતી કે "મારો પતિ વિક્રમ ઈન્ડિયન આર્મીમાં કમાન્ડીંગ ચીફ છે." તો આ માત્ર વિચાર આવવાથી જ ગર્વને લીધે મારી છાતી પહોળી થઇ જતી હતી, પરંતુ આજે ખબર નહીં કેમ મારો જીવ અંદરથી મુંજાય રહ્યો છે...તમે સરહદ પર યુદ્ધ લડતાં હોય ને…!" આટલું બોલતાં નિત્યા રડી પડે છે.

"શું નિત્યા તું પણ નાના છોકરાની માફક ખોટે ખોટી ચિંતાઓ કરીને રડી રહી છો…મને કંઈ જ નહીં થશે...અને જો હું કદાચ દુશમનો સામેની યુદ્ધમાં વીરગતિ પામું તો તે તારા અને આપણાં પુત્ર માટે ગર્વ લેવાં જેવી બાબત કહી શકાય...આપણો દીકરો કે દીકરી પોતાનાં મિત્રોને ગર્વ સાથે કહી શકશે કે, "મારા પિતા દુશ્મન દેશનાં સૈનિકોને ધૂળ ચટાડતાં ચટાડતાં અને તેનાં માનું ધાવણ યાદ કરાવતાં કરાવતાં દેશ માટે શહીદ થઈને વીરગતિ પામ્યાં છે. બાકી રહી વાત મારી તો હું હરહંમેશ તારી સાથે જ રહીશ, મારા યુનિફોર્મ, મારા નાશવંત દેહમાં, મારા ખભા પર રહેલ સ્ટારમાં હંમેશા તારી યાદો જોડાયેલ રહેશે." વિક્રમ નિત્યાને સમજાવતાં બોલે છે.

"હા...સાચી વાત છે બાકી તમે ઇન્ડિયન આર્મીમાં હતાં એ તો મને લગ્ન પહેલા જ ખ્યાલ હતો." નિત્યા વિક્રમની વાતમાં સહમત થતાં બોલે છે.

"છતાંય જ્યારે પણ આપનો દીકરો કે દીકરી જ્યારે તને મારા વિશે પૂછે તો તેને મારો આ ફોટો બતાવજે...એ પણ મારા ફોટાને ગર્વ સાથે સલામી ભરશે...અને આ ફોટો તારા બેડની એકદમ સામે જ રાખજે જેથી હું તારી એકદમ નજીક જ છું એવો તને સતત અહેસાસ થતો રહેશે…!" બેગમાંથી પોતાનો "ઇન્ડિયન આર્મી યુનિફોર્મમાં" વિક્રમે જે ફોટો બનાવડાવ્યો હતો એ ફોટો નિત્યાને ગિફ્ટમાં આપતાં વિક્રમ બોલે છે.

"ઓહ...સો ગુડ આઈડિયા..!" નિત્યા ખુશ થતાં થતાં વિક્રમનાં ગળે વળગતા બોલે છે.

બીજે જ દિવસે સવારે વિક્રમને તેનાં ચીફનો કોલ આવેલ હોવાથી તાત્કાલિક ઇન્ડિયન આર્મી હેડ કવાર્ટર પર જવાનું હોવાથી તે પોતાનાં માતા પિતા અને નિત્યાને મળીને પોતાનાં ઘરેથી ઇન્ડિયન આર્મીનાં હેડ કવાર્ટરે જવાં રવાનાં થાય છે.

એક અઠવાડિયા બાદ 

નિત્યા અને વિક્રમનાં માતા પિતાને દુઃખદ સમાચાર મળે છે કે તેઓનું પુત્ર વિક્રમને દુશમનો સામે લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત થયેલ છે. એ જ દિવસે વિક્રમનો પાર્થિવ દેહ પુરેપુરા સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને ભારતનાં વીર જવાનો મારફતે વિક્રમનાં ઘર સુધી લાવવામાં આવે છે. આ જોઈ વિક્રમનાં પરિવારમાં જાણે દુઃખ રૂપી આભ ફાટી પડ્યું હોય તેટલું દુઃખ અનુભવી રહ્યાં હતાં. તેમ છતાંય તે લોકો એટલાં હિંમતવાન હતાં કે પોત પોતાની આંખોમાંથી એક આંસુ પણ ટપકવા દીધેલ હતું નહીં. 

"વેલ ડન…ચીફ કમાન્ડીંગ ઓફિસર વિક્રમ." નિત્યા પુરેપુરા ગર્વ સાથે વિક્રમનાં પાર્થિવ દેહને સલામી ભરતાં ભરતાં બોલે છે.

"જો આપણે ત્યાં બાબો જન્મશે તો એ તારી જેમ જ "ભારતમાતાની સેવા" કરવા માટે સરહદ પર જ જશે.!" આંખોમાં આંસુ હોવા છતાંય નિત્યા ખુમારી સાથે બોલી ઉઠે છે. આ તાકાત છે મારા ભારત દેશની જનેતાની કે આંખો સામે પોતાનાં પતિનો પાર્થિવ દેહ પડયો છે, અને પોતાની કુખે હજુ જેનો જન્મ જ નથી થયો, તેને પણ એક ભારતીય જનેતા હસતાં હસતાં સરહદ પર ભારતમાતાની રક્ષા માટે મોકલાવ તૈયાર થઈ જાય છે.

"નિત્યા મેમ..! આ લેટર વિક્રમ સર જ્યારે સરહદ પર છેલ્લો શ્વાસ લઈ રહ્યાં હતાં, ત્યારે મને આપેલ હતો કે આ લેટર મારી પત્ની નિત્યા સુધી પહોંચાડી આપજે એવું જણાવેલ હતું." સોલ્જર નવનીત નિત્યાના હાથમાં લેટર આપાતાં આપતાં જણાવે છે.

આ લેટરમાં વિક્રમે લખેલ હતું કે…

 "ના શોધ તું મને આસપાસ ક્યાંય,

 હું ભીતર જ છું તારામાં જ ક્યાંક."


 "તારા એક એક હૃદયનાં ધબકારા

 સાથે કાયમિક જોડાયેલો છું હું.

 ના શોધ તું મને આસપાસ ક્યાંય."


 "તારા હરેક શ્વાસ અને ઉચ્છવાસમાં,

 કાયમિક માટે વસેલો છું હું,

 ના શોધ તું મને આસપાસ ક્યાંય."


 "ના રડીશ તું મારા જતાં રહેવાનાં દુઃખમાં,

 મારા ખભે રહેલ સિતારા વધારશે હિંમત

 તારી,

 ના શોધ તું મને આસપાસ ક્યાંય."


 "ના દુઃખી થઈશ મારા પાર્થિવ દેહને 

 જોઈ તું,

 જોજે યુનિફોર્મવાળો ફોટો તું,

 જે વધારશે હિંમત તારી હાઈ હંમેશ,

 ના શોધ તું મને આસપાસ ક્યાંય."


 "અંતે ભલે હું નાશ્વત બની ગયો હોવ,

 પણ મારી અણિયારી મૂછો હંમેશા,

 યાદ અપાવશે મારી ખુમારીને તેને,

 ના શોધ તું મને આસપાસ ક્યાંય."


 "અંતે ભલે હું જતો રહું દુર તારાથી

 કાયમી માટે,

 પણ એ સમયે મારા હોવાનો અહેસાસ,

 કરાવેશ તારા ગર્ભમાં ઉછરતું બાળક આપણું,

 ના શોધ તું મને આસપાસ ક્યાંય."

 લિ. તારો વિક્રમ.

 આ વાંચતાની સાથે જ નિત્યાએ અત્યાર સુધી પોતાનાં જે આંસુઓ રોકીને રાખ્યાં હતાં, તે આંસુઓ કોઈ ઘોડાપૂરની માફક નિત્યાની આંખોમાંથી દડ દડ કરતાં વહેવા લાગ્યાં, અને નિત્યા જોર જોરથી હૈયાફાટ રુદન કરવાં લાગી, જ્યારે તેનાં સાસુ સસરા હાલ પણ એકદમ અડીખમ બનીને નિત્યાને એકાએક આવી પડેલ આઘાતને સહન કરવાં માટે હિંમત આપી રહ્યાં હતાં.

હાલનાં સમયે…

  નિત્યાના કબાટમાંથી જે કાગળ ઉડીને પડેલ હતો, તે એ જ કાગળ હતો, કે જે વિક્રમે પોતાનાં છેલ્લાં શ્વાસે પોતાનાં જીવથી પણ વધુ વ્હાલી એવી નિત્યાને સંબોધીને લખ્યો હતો. હાલ વિક્રમ નિત્યાને છોડીને જતો રહ્યો તેનું એક વર્ષ થયું હોવા છતાંય વિક્રમ નિત્યાને આ કાગળનાં રૂપમાં એવી યાદ આપીને ગયેલો હતો કે જેનાંથી નિત્યાને થોડું વધુ જીવવાની ઈચ્છા થઈ આવતી હતી. આજે પણ આ કાગળ વાંચતા નિત્યાને એવો જ ભાસ થતો હતો કે આજે પણ વિક્રમ પોતાની આસપાસ જ ક્યાંક છે.

મિત્રો આપણે પણ આપણાં સ્વજનોને ગુમાવતા હોઈએ છીએ, પરંતુ એ સ્વજન પણ પોતાનાં ઘર કે પરિવારનાં સભ્યો વચ્ચે વિક્રમની માફક પોતાની અમુક અમુક એવી યાદો છોડીને જાય છે કે જે યાદો જોઈને આપણું સ્વજન કાયમિક માટે આપણી આસપાસ કે નજીક હોય એવો આભાસ થતો જ રહેતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Action