Rupal Kesaria

Romance Action Crime

4.5  

Rupal Kesaria

Romance Action Crime

પહેલી ભાગ ૧૦

પહેલી ભાગ ૧૦

9 mins
311


આગળ આપણે જોયું કે, પેલા નેતાની ધરપકડ થાય છે. એની પત્ની બોલતી બંધ થઈ ગઈ હોય છે.

અહીંથી અભયનું કામ શરૂ થાય છે. તેને ઉલટ તપાસમાં જાણવા મળે છે કે કેટલા લોકો જે લાલચુ હોય છે તે બધા ભેગા મળીને દેશને બરબાદ કરવા બેઠા છે.  મોન્ટીની મમ્મી જેનું નામ રૂહી હતું. તે એક અનાથ આશ્રમ ચલાવતા હતા. ત્યાં ટ્રસ્ટી તરીકે રુહી હતી પણ તેની દેખરેખ એક કપલ જોતું હતું. તે હતા મીનલ અને જનક નાયક. તેઓ સીધા સાદા હતા પણ ઉપરથી ઓર્ડર હોય એટલે તેઓ કઈ બોલી નહિ શકતા. હું એમને મળી હતી. ત્યાં દીકરી અનાથ હોય તે રહતી હતી. તેમની મોટી થતી છોકરીઓને અડધી રાત્રે મારા ઘરે લાવતા અને ક્યરેક રુહીના ઘરે. અમારા બંનેના ઘરે મોટા મેહમાન આવતા જેનું સમાજમાં નામ હોય તેવા લોકો માટે છોકરીઓ મોકલાવતા.

મારા પતિને ઘણી વાર આ ધંધો છોડી દેવા સમજાયું પણએ માન્યા નહીં. મારી એકની એક દીકરી એમના પાપકર્મનું ફળ ભોગવી આ દુનિયામાંથી ચાલી ગઈ મોટા માથા ડ્રગ્સના ધંધામાં સંડોવ્યા હતા. મારી દીકરી બધું જાણી ગઈ હતી અને તેને પોલીસને જાણ કરવી હતી. તે ગુસ્સામાં પોલીસ સ્ટેશનમાં જતી હતી અને.તેના જ પિતાએ કોઈને ફોન કર્યો તેનો રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો હતો. રડતાં રડતાં ધ્રુસકે ચડી ગયા એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

અભયએ તાત્કાલિક એમુલેન્સ બોલાવી દાખલ કરવા હોસ્પિલ લઈ ગયા. ત્યાં સિક્યોરિટી માટે ઇન્સ્પેક્ટર શ્રેયસને તેમની ટીમ સાથે મોકલ્યા.

અભય ઉદય મજમુદાર જે સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યાં ગયા ત્યાંના પ્રિન્સિપાલને મળી સારી હકીકત જણાવી. તેઓ સ્તબ્ધ બની ગયા હતા. "ઓહ ભોળી છોકરીઓ સાથે આવું કાર્ય !" બોલો ઓફિસર હું તમને કંઈ રીતે મદદ કરું.

અભય: "બસ એટલું જ કે સતત ઉદય મજમુદાર પર વોચ ગોઠવીને જે છોકરી શિકાર બને તે પેહલા વિડિયો ક્લિપ બનાવી રંગે હાથે ઝડપી પાડી છોકરીઓની જિંદગી બચાવી શકાય છે."

પ્રિન્સિપાલ: "હું પૂરી નિષ્ઠાથી કાર્ય કરવા વચન આપુ છું. આજે જ સ્કૂલ છૂટયા પછી દરેક ક્લાસમાં સીસીટીવી કેમેરા ગોઠવવા કહી દવ છું."

અભય : "આભાર મેડમ."

આજે રાત્રે ધરા, ધેર્ય લોકો ઘરે આવવાના છે.  સાંજે ઓફિસમાં બધાને પોતાનું કામ શોપવામાં આવ્યું. મિશન ચાલુ થઈ ગયું હતું.

રાત્રે ધેર્ય લોકો આવ્યા હતાં. તર્જની અને કનિકા એ લોકોને જોઈ આનંદ થયો. અભયએ વાત શરૂ કરી, "કનિકા તારા હિસાબે કેટલી છોકરીઓની જીંદગી બરબાદ થતી બચશે. હજુ ઉદય મજમુદારને પકડવો છે. આ ડ્રગ્સનું રેકેટ ક્યાંથી શરૂ થયું છે. હજુ આ બધા તો પ્યાદા લાગે છે મુખ્ય સૂત્રધાર કોણ છે, ક્યાં છે કેટલું ફેલાયું છે તે બધું પકડતા સમય લાગશે. જોખમ પણ એટલું જ છે. તારા ઘરે પેલા ગુંડા તત્વો અટાફેરા મારે છે. હજુ એમને ખુલ્લા રાખવા છે પછી પકડિશું.

"બેટા મને ઈપસિતાનો ફોન નંબર મળશે."

"હા અંકલ"

ફોન નંબર આપે છે. રાત બહુ હતી એટલે કાલે ફોન કરવાનું નક્કી કર્યું. કનિકા તારે ઈપસિતાને ફોન કરી અધુરી માહિતી આપવાની છેજો એ મોન્ટી સાથે મળેલી હશે તો બાતમી આપશે અને જો તારી સાથે થયેલી વાતમાં સચાઇ હશે તો તે ખુબ કામની વ્યક્તિ બનશે.

"ઓકે અંકલ" કનિકાએ કહ્યું.

તર્જની રડી પડી કે "મારી દીકરીને કંઈ થશે નહિને ! કોઈ ખતરો નથીને !"  ધરા એને સાંત્વના આપે છે, "હવે આપણી સાથે અભય તેમની ટીમનો સાથ છેતું બિલકુલ ચિંતા ન કર."

તેવામાં જ નીરજનો મોબાઈલ ફોન આવે છે.એ ડરતા ડરતા બોલી રહ્યો હતો કે "હું બાથરૂમમાં હતો ત્યારે ઝલક દીદીને કોઈ ગુંડા જેવા લાગતા લોકો ઉઠાવી ગયા છે."


"શું બધાના મોં પર ચિંતા સાથે ચીસ નીકળી ગઈ."

ધરા બેહોશ થઈ ગઈ. એને ભાનમાં આવે અડધો કલાક થઈ ગયો તે પેહલા ધેર્ય અને અભય નીકળી ગયા હતા. તર્જની ચિંતા સાથે ધરાને સાંત્વના આપી રહી હતી. આ બાજુ અભય તેની ટીમને કહીબધા જ રસ્તાઓ બ્લોક કરવાનુંકહી દે છે. ઝલકનો ફોટો બધાં પોલીસ સ્ટેશનમાં સર્ક્યુલેટ કરી દે છે. ધેર્યનું હૃદય જોરજોરથી ધડકતું હતું. ઘરે આવી નીરજને તેડી લે છે તેને લઈને અભયના ઘરે જવા નીકળ્યા ત્યાં જ અભયને વિચાર આવે છે કે કદાચ આ કામ મોન્ટનું હોય તો

કનિકાને પુછે છે "તે મોન્ટના કેટલા ફાર્મ હાઉસ જોયા છે ? જગ્યા બતાવીશ ?"

"હા અંકલ હું તમને બતાવી શકું છું."

ધેર્ય, કનિકા અભય. ત્રણે અડધી રાત્રે મન્ટીના ફાર્મ હાઉસ જવા નીકળ્યા. તર્જની અને ધરા ફફડતા હૃદયે એકબીજાની હુફમાં બેસી રહ્યા નીરજ પણ ડરેલો હતો. તેને માથે હાથ ફેરવી હિંમત આપી રહી હતી ધરા. ઝલક ખુબ બહાદુર છોકરી હતી બાહોશ હતી. જે વખતે ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ તેને સહેલાઈથી પોતાના ફોનમાં જીપીએસ સિસ્ટમ ચાલુ કરી દીધી હતી અને ફોન છુપાવી દીધો હતો ગુંડા તત્વો આવ્યા ત્યારે બેહોશ બનવાનું નાટક કરી રહી હતી.

આ બાજુ ધેર્યએ અભયને કહ્યું. "ઝલકના ફોનનું લોકેશન ચેક કરીએ ચેક કર્યું તો ખબર પડી કે એરપોર્ટ રોડ પર જઈ રહ્યા છે.

ઓહ માય ગો .! આપણે પોલીસને જલ્દી મોકલવી પડશે કનિકા નહિ તો ઝલકને દેશ બહાર મોકલી શકે છે. ધેર્યની આંખમાં આંસુ આવી ગયા હે ભગવાન મારી દીકરીની રક્ષા કરજે. અમને જલ્દી મળી જાય. સિસ્ટમ આખી કામે લગાડી દીધી હતી. ઝલક જે કારમાં હતી તેનો પીછો થઈ રહ્યો હતો. ઝલકને બેહોશ કરવામાં આવી હતી તેને કોઈ વાતની જાણ નહોતી કે ક્યાં જઈ રહ્યા છે.પણ એના ફોનનું લોકેશન ચાલતું હતું.

પોલીસ ટીમ એ કારની પાછળ જ હતી. જેવા ઝલકને લઈ એરપોર્ટ પર ઉતર્યા કે તરત આખી પોલીસ ફોર્સ તૈનાત થઈ. લડવા માટે સામે આવી ગઈ સામ સામે ગોળીબાર થઈ રહ્યો હતોએક બાહોશ ઓફિસર ઝલકને ઉંચકી પાર્કિંગ લોટમાં લઈ આવ્યો હતો ત્યાં બીજા ઓફિસરને ઝલકને પોલીસ સ્ટેશનમાં લઈ જવા કહ્યું આગળ પાછળ બે કાર અને વચ્ચે ઝલક જેમાં હતી તે કાર.

પેલા ગુંડા તત્વોને પકડી લીધાં હતાં. અભય લોકોને પોલીસ મથકે બોલાવે છે.  સારું થયું કે ઝલકના ફોનનું લોકેશન ચાલુ હતું નહિતર આપણે પોહચી શક્યા ન હોતએક અનહોની થતાં રહી ગઈ. ભગવાનનો આભાર. ધેર્ય મનોમન વિચારી રહ્યો. લગભગ પરોઢિયે ઝલકને ઘરે લઈ આવ્યા. સીધા અભયના ઘરે જ આવ્યા. ઘરા ખુબ ચિંતા કરી રહી હતી. તર્જની પણ ઇશ્વરને પ્રાર્થના કરી રહી હતી. બંને ઝલકને જોતા હાશકારો અને ખુશી અનુભવે છે. સવારે તર્જની પર પાડોશીનો ફોન આવે છે કે તમારા ઘરે ચોરી થઈ હોય તેવું લાગે છે કોઈ લોક તોડી જતું રહ્યું છે.

ઓહ ! તર્જની આછી ધ્રુજારી અનુભવીઅભ ય બોલ્યો મતલબ. કાલે કનિકા અને તર્જનીની જાન ખતરામાં હતી.  આટલી હદે કોણ કરી શકે ?

બધાને રાતનો ઉજાગરો હોય છે એટલે ચા કોફી નાસ્તો કરી સુઈ જાય છે. આજે બધા ઓફિસ રજા રાખે છે. એક અભયને ઊંઘ નથી આવતી તે ઘરની બહાર નીકળી પોલીસ મથકે જાય છે. પેલા ગુંડા તત્વો દ્વારા કશુંક જાણવા મળ્યું કે નહિ.એ લોકો ભાડાના ગુંડા હતા એટલે એમને કોણ મેઈન છે તે ખબર ન હતી. પણ કોઈ ટપોરી મુન્ના ભરવાડનું નામ બોલે છે. 

આજે શુક્રવાર હતો આજે રાત્રે બે જગ્યાએ ટીમ મોકલવી પડશેએક આશ્રમમાં.તો બીજી મોન્ટીના દરેક ફાર્મ હાઉસ પર.એના ઘરે પણ. કલલું ઠાકોરની ગતિવિધિ તેજ બની હતી તે કેરળની ટ્રેનમા બેસી ત્રિવેન્દરમ જઈ રહ્યો હતો. છુપા વેશમાં પોલીસ પણ કેરળ જવા નીકળી ત્યાંના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી હતી કે સૌ એલર્ટ રેહજો.

ઉદય મજમુદાર એ જ દિવસે સ્કુલમાં નવા શિકારને પકડે છે કોઈ છોકરીને ઓછા માર્કસ આવ્યા હતા તેને ડરાવી ધમકાવી એક્સ્ટ્રા ક્લાસ લેવાનો છે તેમ કહે છે તેની બધી વાત પ્રિન્સિપાલ પોતાની કેબિનમાં જોતા હોય છે. કલાસ છૂટયા પછી જેવો દરવાજો બંધ કર્યો ત્યાં તો ખુદ પ્રિન્સિપાલ અભયને ફોન કરી દે છે. બીજા બધાં સ્ટાફ મેમ્બરને બોલાવી લે છે. બધાને આઠમા ધોરણના ક્લાસમાં પોહચવાનું કહે છે. જેવો પેલો નરાધમ ઉદય મજમુદાર છોકરી પર દુષ્કર્મ કરવા જાય છે ત્યાં જ. દરવાજો જોર જોરથી ખખડાવે છે. એની જોડે પ્યુંન ભળેલો હોય છે તેને પકડી બાંધી દે છે.

ઉદય મજમુદાર કંઈ સમજે તે પહેલા શું બની ગયું કઈ ખબર ન પડી. અચાનક બારણું ખખડાવવાના અવાજો આવવા લાગ્યા. ગભરાયો. ક્યાંયથી બીજો રસ્તો નહોતો. તેટલામાં અભય તેની ટીમ સાથે આવી ગયો દરવાજો અંદરથી ખોલતો ન્હોતો. તોડી દેવામાં આવ્યો પેલી છોકરી ફફડતી ડુસકા ભરી રહી હતી ઉદય મજમુદારને પકડી બધા સ્ટાફ દ્વારા મારવામાં આવ્યોખુબ માર માર્યો પછી પોલીસ સ્ટેશન લઈ જવા દીધો.

ઉદય મજમુદાર પોલીસ સ્ટેશનમાં મારની બીકે બધું બોલવા લાગ્યો. પોતે મુંબઈ શહેરમાં જ રહેતો હતો ભણવામાં હોંશિયાર હતો પણ ખરાબ સંગતમાં ફસાયો હતો નાની છોકરીઓ એની કમજોરી હતી. તેને પરિવારમાં કોઈ નહોતું એકવાર કેરળ રાજ્યના ત્રિવેન્દ્રમ ગયો હતો ફરવા ત્યાં એને મિસ્ટર પેટ્રિકની દોસ્તી થઈ હતી તે લોકો ડ્રગ્સ માફિયા હતા. ધીરે ધીરે હું એના ધંધામાં ફસાયો રૂપિયા ખુબ મળતા હતા એને એક ટીમ બનાવી છે અને તે સક્રિય થઈ છે તેનો મકસદ દેશમાં આંતક ફેલાવાનો છે. તે દરેક રાજ્યોમાં મોટી હોટેલમાં આંતકવાદી હુમલો કરવાનો છેએ આ રવિવારે જ એક સાથે સ્લીપર સેલ દ્વારા હુમલા કરવાનો છે. ક્યાં તે ખબર નથી પણ દેશની જાણીતી હસ્તી પણ ફસાઈ છે.

ઓહ. આ બધું ક્યાં કેવી રીતે પાર પડવાનું છે ? ઉદય મજમુદાર જે માહિતી આપી તે સ્ફોટક હતી કેટલા લોકોની જાન ખતરામાં હતી. અભયએ આર્મીનો સહારો લેવા માટે દરેક રાજ્યોની હોટેલ. એલર્ટ જાહેર કરવામાં આવી. એક ટીમ આર્મી જવાનો સાથે કેરળ મોકલવામાં આવી. ત્યાંના એરપોર્ટ, રોડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન એલર્ટ કરવામાં આવ્યો. 

ક્લલું ઠાકોર જ્યાં ઉતર્યો ત્યાંથી તે જે જગ્યાએ ગયો ત્યાં જ આજે રાત્રે બધાને બોમ્બ ધડાકા માટેની સામગ્રી,, બંધૂક આપવામાં આવી રહી હતી ત્યાં જ બધી બાજુથી ઘેરી એક ઘમસાણ ગોળીબાર કરવામાં આવ્યો સામસામે મિસ્ટર પેટ્રિક ભાગવા જતો હતો તે પકડાયો હતો ખુબ શસ્ત્ર સરજામ મળ્યો.

એ બધાને જેલમાં પુરી કોણ મોટા માથા સંડોવાયા છે તેની તપાસ આદરી. અભય શુક્રવારની રાત્રે. મોન્ટીના દરેક ફાર્મ હાઉસમાં રેડ પાડી ત્યાં મોટા પાયે ડ્રગ્સ અને બેભાન હાલતમાં છોકરીઓ મળી. તો અનાથ આશ્રમમાં છોકરીઓને લઈ જવા કાર આવી તેને પકડી બધાને જેલમાં મોકલી દીધા છોકરીઓને સેફ પ્લેસ પર લેડી કોન્સ્ટેબલ, ઇન્સ્પેકટરની સાથે મોકલવામાં આવી.

એક સાથે બધા અલગ અલગ જગ્યાએ પકડાયા હતાપણ હજુ મિસ્ટર વિલ્સનને પકડવો બાકી હતો. મોન્ટીના મતા પિતા તેની ધરપકડ કરવામાં આવી હતી. મોન્ટીને માર મારતાં તે બધું પોપટની જેમ બોલી રહ્યો હતો તે અને ઉદય મજમુદાર એક જ હતા છોકરીઓને ફસાવવામાં તે માહિતી આપતા કે આ છોકરીને પ્રપોઝ કરી ફસવજે. અને સાંજ પડે અમે સાથે મળતા.

ડ્રગ્સ લાવવામાં આવે કે મોકલવામાં આવે તો અમને છોકરીઓ સાથે મોકલીએ તો પકડાતું નહોતું. કનિકાને ફસાવી હતી. તેના ઘરે હુમલો કરાવ્યો હતો ત્યાં સુધી એમના મમ્મીની ફ્રેન્ડની દીકરીનું કીડનેપ કરવામાં અમારો જ હાથ હતો.

પોલીસ, આર્મી અને અભયની ટીમ એક ઉમદા કામગીરી કરી હતી.પણ હજુ અભયને સંતોષ થતો નહોતો.કોણ મોટા માથા હોય શકે?? એ લોકોના નામ બોલવા કોઈ તૈયાર નહોતું મતલબ હજુ મુંબઈ પરથી ખતરો ટળ્યો નથી તેવું અભય માની રહ્યો હતો. આજે ખુબ થાકેલો હતો. ઘરે આવી તે કોઈ જોડે વાત કરવાના હોશમાં જ નહોતો સુઈ જ ગયો. કનિકાએ ઈપસિતાને ફોન કર્યો હતો અને તે સાચી પુરવાર થઈ હતી એટલે એને બધી માહિતી આપવામાં આવે છે જે કાલના મીડિયામાં હેડલાઇન બનશે.

સવારે ઉઠીને અભય બધા સાથે વાત કરી રહ્યા હતા. બધી હકીકત જણાવીપણ તેના દિમાગમાં સવાલો આવી રહ્યા હતા કે ઉદય મજમુદાર અને મોન્ટીએ કનિકાને કેમ પસંદ કરી ? તેને બધાને કહ્યું કે કનિકા જ કેમ?? તે તો ખુબ હોશિયાર હતી ? 

તર્જની કઈક યાદ આવતા બોલી કે. મને હવે યાદ આવે છે કે એકવાર પેરેન્ટ મીટ હતીહું ઉદય મજમુદારના ક્લાસ રૂમમાં ગઈ હતી ત્યારે બીજા બધા પણ હતા. જે રીતે એ લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો તો હું ઝગડી પડી હતી કદાચ એ દાઝ રાખી હોય શકે ?

 નહિ નહિ. આટલી નાની વાતમાં એટલો મોટો મોટિવ ન જ રાખે તો પછી શું કારણ હશે?? શું પહેલી હોય શકે ? કનિકાને ફસાવા પાછળ ? 

કનિકા તને કંઈ યાદ આવે છે તારે કોઈ જોડે મગજમારી થઈ હતી ? હા અંકલ મને યાદ આવે છે એકવાર હું અમારા નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે હું પેહલા નંબર પર આવી હતી ને ત્યારે એક છોકરી હતી જેને મારી જોડે મગજમારી કરી હતી કે મારો પેહલા નંબર પર આવ્યો હોત મારા ખોટા માર્કસ કાપવામાં આવ્યા છે અને એને આખી સ્કુલ માથે લીધી હતી. અમારું ગ્રુપ બન્યું હતું. મોટા ભાગના લોકો મારી સાથે હતા.એ વાતનો ઇસ્યુ થયો હતો.

શું નામ હતું એનું. કનિકા નામ યાદ કરે છે. એનું નામ હતું મોહિની. હા બરોબર યાદ છે. અભયએ ફટાફટ લીસ્ટ જોયું. જેમાં મોન્ટીની નાની બહેનનું નામ મોહિની હતું. ઓહ તો. કનિકાને ફસાવા પાછળ મોહિની હતી. ડ્રગ્સના કેસમાં બધા જેલમાં મોકલી દીધા હતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તર્જનીએ ધરા, ધેર્ય અને અભયનો આભાર માન્યો. સૌ લોકો પોત પોતાના માળામાં પાછા ફર્યા.

સવારનો સૂરજ કૂણો કૂણો તડકો લઈને આવ્યો હતો. હવે કોઈ વાતનો ડર નહોતો. છતાં અભયએ સાવચેતી પૂર્વક રહેવું. કનિકા જીવન ખુબ અમૂલ્ય છે એને ફેડફવું નહિ. ધરા લોકો હમ્પી જવા ટીકીટ બુક કરાવી હતી. પંદર દિવસ ટુર પર જવાની ઉત્સાહથી તૈયારી કરી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Romance