Rupal Kesaria

Romance Thriller Others

4.0  

Rupal Kesaria

Romance Thriller Others

સચી

સચી

6 mins
173


સચી અને શેખર કંઈ સમજે એ પહેલાં જ પેલાં ઓળાએ બંનેને પકડવા લાગે છે. સચીએ ચાલાકીથી શેખરને ધકકો મારે છે જે બાજુથી એ લોકો આવ્યા હોય છે... શેખર ગબડીને નીચે સરકે છે.આ બાજુ સચીમાં હિંમત આવી જાય છે ને એ લોકો પર બરફ નાખે છે..પેલાં લોકોને ખબર જ ના પડી કે આ છોકરી આટલી હિંમત બતાવશે. હવે એ લોકો ઈશારાથી વાત કરીને સચીને બેભાન કરવાનું નક્કી કરી લે છે અને એમ જ કર્યુ.

આ બાજુ શેખર ગબડતો ગબડતો નીચે આવે છે. એ સચીના મનને સમજી જાય છે કે એણે મને કેમ અહી ધકકો માર્યો.. જેથી એ કેમ્પસના બધાંની મદદ લઈ શકે. 

સચીને લઈને એ ગુંડાઓ એમની ગુફામાં સંતાડી દે છે. 

એ ગુંડાઓને સૂચના હતી કે આપણી ગુફાની રડારમાં જે લોકો આવે એને ઠાર કરવાં કોઈપણ જાતના અવાજ વગર. પણ સચી જોડે ઝપાઝપીમાં એ લોકોને થયું આ છોકરી છે એને મારવી નથી. 

સચી અત્યારે બેહોશ પડી હતી એમની કોટડીમાં ને શેખર હવે કેમ્પ સુધી પહોચવા આવ્યો હતો.

આ બાજુ સચીની મમ્મીની બેચેની વધી જાય છે ને એ મનાલીની ટિકિટ કરાવી લે છે સાથે સચીના પપ્પાને પણ. દિલ્લી સુધી ફલાઈટમાં અને ત્યાથી પર્સનલ કાર કરી મનાલી જવું એવું નકકી થઈ જાય છે. 

સચી ઘરેથી ટ્રેકીંગમાં નિકળીને ચોથો દિવસ હોય છે કાલે પાંચ દિવસ થશે. આટલું એકલાં કદી સચી વગર રહ્યા નહતા તો એમને ચિંતા થાય એ વ્યાજબી હતું. સચીની મમ્મીને કોઈ અમંગળ થવાનાં સંકેત મળતાં હતાં. બીજી સવારે એ લોકો મનાલી જવા નિકળે છે.

આ બાજુ શેખર ગબડતો ગબડતો નીચે આવે છે. એ ફટાફટ દોડીને હાફળો ફાફળો કેમ્પ સુધી આવે છે. બધાં ચિંતાથી બન્નેની રાહ જોતાં હોય છે. વિહાન ખૂબ જ પસ્તાવો કરતો હોય છે કે મે કેમ કીધું ? ને શું થયું હશે ? શેખર કેમ હજુ સુધી સચીને લઈને આવ્યો નહીં ? નિનિયાને તો આ બધી કંઈ જ ખબર હોતી નથી કેમકે એને દવા આપી હોય છે તો એ ઊંઘતી હોય છે. 

શેખરને જોઈને દરેકના મનમાં કંઈક અમંગળ થયું છે એવી ખબર એના ચહેરા પરથી ખ્યાલ આવી જાય છે. શ્રીકાંત સર આવી પરિસ્થિતિમાં પણ ર-વસથ રહી શકયા અને શેખરને પાસે બેસાડીને પાણી પિવડાવે છે. માથે હાથ મુકે છે. 

થોડીવાર પછી શેખરને પૂછ્યું કે શું થયું ? સચી કયાં છે ? 

શેખરે આખી ઘટના નજર સામે જ હોય એવી રીતે કહી દીધી. હવે બધાંના મનમાં ફફડાટ શરું થયો લવ એ કહ્યું સચીનું કિડનેપ થયું છે.. પણ શું કામ ? સચી શું નુકશાન પહોચાડવાની હતી ? 

તો રુહી બોલી કે આવા બરફના પર્વત પર કોણ રહેતું હશે ? કદાચ કોઈ હવસખોર હોય શકે ? ને એમ કરીને રડવા લાગે છે..સચી હેમખેમ સહીસલામત પાછી આવી જાય. બધાંના મનમાં જે આવ્યુ એ બોલતાં ગયાં ને હવે બધાંની નજર શ્રીકાંત સર પર મીટ માંડી રહી..

સરે બોલવાનું શરું કર્યુ.. જે ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ છે આપણે સાથે ઈશ્વરની પ્રાથઁના કરીએ ને આનો રસ્તો શોધવામાં આપણને મદદ કરે. 

બધાંએ ભેગા મળીને સચી માટે પ્રાથઁના કરી, નમાઝ પઢીને હવે આગળ શું કરવું એનું પ્લાનિંગ કર્યુ. શ્રીકાંત સરની માનસિકતા જોઈને સૌને એમનાં માટે માન થઈ આવ્યુ ને એક આશા જન્મી કે સચી જરુર પાછી ફરશે. 

હવે સરે પ્લાનિંગમાં.. કહ્યું આપણામાંથી અડધાં લોકો કાલે સવારે બધી છોકરીઓને લઈને નીચે ઉતરી જશે. નીચે ઉતરી હોટલ પર મૂકીને છોકરાંની ટીમ મનાલી પોલીસસ્ટેશન જશે અને ત્યાં સચી કેવી રીતે કિડનેપ થઈ એ લખાવશે. 

અત્યારે જ સચીની પાછળ જવું જોઈએ પણ અંહી પણ છોકરીઓને એકલી મુકી રિસ્ક લઈ શકાય નહીં. મારું અહીં રહેવું જરુરી છે પણ સચીની શોધખોળમાં હાલ જ જવું પડે..સવાર સુધીમાં તો શું નું શું થઈ જાય ? 

બોલો શું કરવું છે ? કોણ અત્યારે સચીની શોધખોળમાં જશે ? અને તમારા બધાની સહમતિથી હું અહીં રવ કે સચીને શોધવા જવ ? ફટાફટ નિર્ણય લો. 

શેખરે કીધું સર હું સચીની શોધમાં જઈશ એવું નકકી કરે છે એને કોણ સાથ આપે છે.

રાત આગળ વધી રહી હોય છે..શેખર, વિહાન, લવ અને પંડ્યા સર આ ચાર જણા જરુરી સામાન સાથે આગળ વધે છે. બાકીના બધાં હિંમત ભેગી કરીને સવારે નીચે ઉતરીશું એવું પ્લાનિંગ કરે છે. 

પંડયા સરના દિમાગમાં પાવરફૂલ આઈડિયા આવે છે. એ લોકો ચાર જણા વિચાર વિમઁશ કરે છે. સર બધી વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે કોણે કયો રોલ ભજવવો એ કહે છે. બસ એક વિશ્વાસ સાથે ઉપર ચઢવાનું શરું કરે છે. 

શેખરના મનની હાલત ખૂબ ખરાબ હતી.હવે જો સચી એને નહીં મળે તો એકપળ પણ રહી નહીં શકે..સતત સચી મળી જાય એની યાચના ઈશ્વર પાસે કરતો રહયો. 

આ બાજુ સચીને ભાન આવે છે ને સામે જોવે છે તો દૂર બે જણા એની ચોકી કરવા ઊભા હોય છે..એમાંનો એક ચહેરો સચી ઓળખી જાય છે. સચીને ટ્રેનમાં અથડાયો હોય છે એ જ આ તો. 

સચી આંખો બંધ કરીને જાણે ભાનમાં ના આવી હોય એમ જ રહે છે જેથી એ લોકોની હિલચાલ ખબર પડે.એને સૌથી પહેલો વિચાર એના મમ્મી પપ્પાનો આવે છે કે એ લોકો મારી ચિંતા કરશે.. શેખર પહોંચી ગયો હશે કેમ્પ સુધી કે એ પણ પકડાઈ ગયો હશે ? નિનિયાને કેવું હશે ? આ લોકો કોણ હશે ? પર્વત નીચે ગુફા જેવાંમાં મને શું કામ લાવ્યા હશે ? હું કેવી રીતે અહીંથી બહાર નિકળીશ ? નિકળી શકીશ કે કેમ ? 

સચી આંખો બંધ કરી ને રડી રહી.

આ બાજુ માફિયા લોકોની મિટિંગ શરું થઈ ગઈ હોય છે એમની મિટિંગનો પણ કાલે પાંચમો દિવસ થશે. આ દિવસોમાં એના બધાં જ લોકો ને કામ સોંપાય ગયાં હતાં અહીથી બધાં છૂટા પડશે ને કોણ કેવી રીતે ડૃગસ વિદેશમાં પહોચાડશે એના તબક્કાવાર માણસો નકકી કરયા. મેઈન બોસ તો હજી સામે નહોતો આવ્યો. કાલે રાત્રે બધાંને કનટેન નિકળીને માણસો સાથે પહોંચતા થશે. એ પછી એમની મિટિંગ બે દિવસ ચાલશે એવું એનાઉન્સમેન્ટ થાય છે. અને બધાં રાતના થોડા, બીજી રાતના થોડાં એમ નિકળશે એવું નકકી થઈ જાય છે. કરોડો રૂપિયાનું ડૃગસને દેશની યુવા પેઠીને ખતમ કરવાનું કારસ્તાન. બીજી પણ ઘણી બધી વસ્તુઓની મોટાપાયે દાણચોરી કરતાં હતાં આ બધાં. મુરતિયો, વેપન, હિરા, સોનું...પણ સૌથી ખતરનાક અને સમાજ માટે દૂષણ ડ્રગસ હતું. 

બધાં ગુંડાઓ એક એકથી માથાભારે હતાં. આમાં સચીનું બચવું ખૂબ મુશ્કેલ હતું. શેખર લોકો કેવી રીતે મદદ કરી શકે ?

સચી પડી પડી રડી રહી હતી ત્યા જ એના કાને પેલાં બે જણાની વાતચીત સંભળાય છે. 

પહેલો માણસ પૂછી રહયો હોય છે કે આ લોકોની મિટિંગ કયારે પતશે ? આ છોકરીનું એ લોકો શું કરશે ? આપણે પછી કયાં જવાનું છે ? 

બીજો માણસ જવાબ આપે છે કે ધીરેથી બોલ.... અહીં બધે કેમેરા લગાવ્યા છે. આપણને કોઈને એકબીજા જોડે વાતચીત નહીં કરવાની એ પહેલો નિયમ છે. 

ઓકે હું તો ભૂલી ગયો એકદમ ધીમા અવાજે કહે છે. એ બધી માહિતી આપે છે કે એ પોતે મનાલીનો જ રહેવાસી છે. નાનો મોટો પાકીટમાર ને ચોરી કરી લેતો.. એક માણસે મને મોટું કામ સોંપ્યું ને મારી વફાદારી જોઈને મિટિંગમાં આમંત્રણ મળ્યું. એકદમ ધીમેથી થતી વાતચીત સચીના કાને અથડાઈ. 

ઓહ સચીને ખબર પડી કે અહીં ગુનાહિત કામને લગતું કામ ચાલી રહ્યું છે. 

પેલાં લોકોએ એમની વાતચિત ચાલું રાખી કે આ છોકરીએ લોકોના રડારમાં આવી ગઈ છે અને આ છોકરીને કાલે સવારે જ શું કરવું એ નકકી કરી. લગભગ તો કાલે રાત્રે આ છોકરીને વિદેશ લઈ જશે ને ત્યા એમની સાથે જોડી દેશે એવું મે સાંભળ્યું છે.

આ છોકરી જે ટ્રેનમાં આવી એમાં એક માણસ પણ હતો એ ઓળખી ગયો છે એ કોઈની સાથે વાત કરતો હતો કે આ એ જ છોકરી છે જેના પર્સમાં મે ડ્રગ્સ મૂકી દીધું છે.. અને હવે પકડાઈ છે તો હું એને મારી સાથે જર્મની લઈ જઈશ એ પણ સ્ટીમર વાટેને એમા પણ બોસની જ સ્ટીમર. 

સચીને તો ચક્કર આવવા લાગયા કે એ અજગરે જેમ ભરડો લીધો એમ હું અહીં ફસાઈ ગઈ છું...આ ચક્રવ્યુમાંથી બહાર નિકળવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું. 

છતાં સચીનું મન કંઈક નકકી કરે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance