Rupal Kesaria

Tragedy

4  

Rupal Kesaria

Tragedy

પહેલી ભાગ ૪

પહેલી ભાગ ૪

5 mins
290


લિસા જેટલું જાણતી હતી એટલું એને બતાવ્યું હતું. ઘણું જાણવા મળ્યું હતું. એનો આભાર વ્યક્ત કરી બંને જણા નીકળ્યા. લગભગ ૨ કલાક જેવું થયું હતું. જમવાનો સમય થઈ ગયો હતો. ધરાને આગ્રહ કરી તર્જની એને ઘરે આવવા કહ્યું હતું. બંને રસ્તામાં સુધબુધ ખોઈ ચુપચાપ રસ્તો પસાર કરતા હતા. બંનેના મનની મનોદશા એક જ હતી. અને તે હતી તેમની છોકરીઓ માટેની ચિંતા.

શું છોકરી હોવું ગુનો છે ? એનો પુરુષો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે ? એમને બ્લેમેઇલ કરી આ હદ સુધી જઈ શકે ? એ પણ સમાજના પ્રતિષ્ઠીત લોકો ? એક સ્કુલ ટીચર જે બાળકોને એમના કોરા મન પર એક સારા કાર્ય કરવા, સારા હોદા પર પોહચી શકે એમાં મદદ કરે તે આવી હરકત કરે ? શર્મ આવે છે આવા સમાજના ડબલ ચેહરાવાળા લોકો પર. અને બીજો અમીર બાપનો બગડેલો છોકરો. એક કુમળી વયની છોકરીને ફસાવા આ હદ સુધી જઈ શકે ? શું રૂપિયાનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે ? ડ્રગ્સ લાવવામાં લેવામાં. તમે તમારું જીવન બરબાદ કરી રહ્યા છો. શું માતા પિતા કંઈ જાણતા નહિ હોય ? આક્રોશ સાથે વિચારો આવી રહ્યા હતા તર્જનીને.

તો સાથે બેસેલી ધરા ધ્રુજી ઉઠી હતી કે. મારે પણ મારી દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. એના જીવનમાં કોઈ બોયફ્રેન્ડ તો નહિ હોય ને ? આમ તો એનું વર્તન એવું નથી લાગતું પણ ! કનિકા સાથે આવું થતું હશે એની જાણ ક્યાં તર્જનીને ખબર પડી ? એને તો થયું બસ કનિકા ભણવા જઈ રહી છે.

કઈક અંશે જવાબદાર માતા પિતા પણ હોય છે. પેલો નરાધમ શિક્ષક આવા વિચાર કરતા પણ શરમ આવી રહી છે અને એ બીજાની ફૂલ જેવી છોકરીઓ સાથે આવું કાર્ય કરી રહ્યો છે, હજુ સુધી આઝાદ ઘુમી રહ્યો છે. સૌથી પહેલા તો એને સજા થવી જોઈએ. તર્જનીએ પોલીસ કેસ કરવો જોઈએ.

પણ. પોલીસ વાળા મળેલા હશે તો ? એની પોહચ ઉપર સુધી હશે તો ? તર્જની કેવી રીતે બધું કરી શકશે ? એને જોબ પર જવું જરૂરી છે, જો ના જાય રજા રાખે તો ઘર કોણ ચલાવે ? હજુ દીકરી કનિકા સાથે રહી તેને આ બધામાંથી બહાર કાઢી નાખવા કોશિશ કરવી પડશે. કનિકાની માનસિક પરિસ્થિતિ ખુબ ખરાબ હશે.

 હે ભગવાન, તર્જની પર આવી પડેલી મુશ્કેલી સહન કરવાની શક્તિ આપજે. ધરા વિચારી રહી.

ઘર આવી ગયું હતું. બંને ટેક્સીમાંથી ઉતર્યા અને વાત કરવા ઊભા રહ્યા.

તર્જનીએ ધરાનો હાથ પકડી કહ્યું, "તારો ખૂબ ખૂબ આભાર માનુ એટલો ઓછો છે. આવી પરિ્થિતિમાં તું મારી સાથે રહી હિંમત આપી રહી છું. તેને રડવું આવી ગયું."

"અરે તર્જની એમાં આભાર વ્યક્ત ન કરવાનો હોય. હું ક્યાં પરાઈ છું. હું હમેશા તારી સાથે જ છું. તું હિંમત નહીં હારતી. બંને આંખોથી વાત કરી ઘરમાં પ્રવેશ્યા.

સીતાબાઈ કામ કરી રહી હતી. કનિકા હજુ સુતી હતી.  બંનેને મન નહોતું પણ જમવા બેઠા. જમતાં જમતાં તર્જની પોતાનો ભૂતકાળ નજર સામે આવતા ધરાને કહી રહી છે.

હું અને નવીન બરોડામાં રેહતા હતા. તે મારી કોલેજમાં જ ભણતો હતો. ખુબ હોશિયાર અને મેહનતુ છોકરો હતો. મને નાટકમાં ભાગ લેવાનો બહુ શોખ. કોલેજમાં એક નાટકમાં નવીન પણ હીરોનો રોલ કરી રહ્યો હતો. ઉંમર એવી હતી કે સપનાઓ જોવાની સાચા ખોટા કંઈ સમજ ન પડી.

ત્રણ વર્ષ નવીન સાથે ફરતી રહી. સમય પસાર કરતા એકમેકના સાનિધ્યમાં. નવીન સારા ઘર પરિવારમાંથી આવતો હતો. હું મારા મમ્મી પપ્પાની એકની એક સંતાન હતી. ઘરનું ઘર હતું. નવીન સાથે ફરતી હતી એટલે ધીરે ધીરે એના સ્વભાવથી પરિચિત થતી. એ થોડો પઝેસિવ હતો મારા પ્રત્યે. પણ તે વખતે સારો લાગતો કે મારા માટે કેટલી હદે સંભાળ રાખે છે.

કોલેજમાં કોઈ છોકરો મારી સામે જોતો તો એનો પીછો કરી એને મારતો. મળવા જવામાં મોડું થયું હોય અને એને રાહ જોવી પડી હોય તો ખરાબ લાગી વાત કર્યા વગર જતો રહેતો. કેટલો મનાવતા આવે. પણ તે વખતે એના જ વિચારોમાં પાગલ હતી.

કોલેજ પુરી થતા પરિણામ જાહેર થયું. મારા માર્કસ એના કરતાં વધુ આવ્યા હતા. મને સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી. એને પણ નોકરી મળી પણ એના સંતોષ વગરની. હવે મળવાનો સમય ઓછો થઈ ગયો હતો. હું લગ્ન માટે વારેવારે કેહતી.

એક દિવસ અમારા ઘરમાં વાત કરી. મારા પપ્પા મને ખુબ ચાહતા એટલે એમને આ સંબંધ પસંદ નહોતો. એમના મિત્રનો દીકરો અમેરિકા સેટલ થયો હતો ત્યાં મારો સંબધ કરવો હતો. પણ મારી મરજી આગળ ઝૂકી ગયા. નવીનના ઘરના કોઈ રાજી નહોતા પણ નવીનની જીદ આગળ માની ગયા. 

અમારી સગાઈ થઈ અને ત્રણ મહિનામાં લગ્ન લેવાયા. આ ત્રણ મહિનામાં હું નવીનના ઘરે જતી. એને નાની બે બહેનો હતી. માતા પિતા બંને નોકરી કરતા હતા. પણ એમના ઘરનું વાતાવરણ અજીબ લાગતું હતું. એના મમ્મી ઓર્ડર કરવામાં,,એકદમ કડક વલણ, બે બહેનો પણ મમ્મી કહે એમ જ કરવાનું. પિકચર જોવાની પરમિશન મમ્મી આપે તો જ જઈ શકાય. ના પાડે તો નહિ. નવી નવી હું લગ્ન કરી આવી. નોકરી કરતી હતી એટલે ઘરના બધા કામ કરીને જવાનું. આવીને પણ રસોઈ બનાવવા માટે મારી રાહ જોવાય. હું ગમતી નહોતી એટલે નવીન નોકરી પરથી આવે એટલે મારા વાંક બતાવા ચાલુ કરી દે. અમારી વચ્ચે ઝગડા ચાલુ થઈ ગયા હતા કારણ વગર હું માનસિક રીતે પડી ભાંગી હતી. પિયરમાં તો જાતે જ કર્યું હતું એટલે કેહવાય નહિ કે આવું હેરાન કરે છે. આટલું બધું કામ, સારા બે શબ્દો નહિ. સસરા બિચારા બધું જોઈ રહે. હિંમત આપે.

કેટલી વાર ઘર છોડવા મજબૂર થઈ પણ વિધાત્રીએ. શું લેખ લખ્યા હશે.હું પ્રેગનેન્ટ થઈ. થોડો સમય સારો આવ્યો. નવ મહિના બાદ દીકરી કનિકાનો જન્મ થયો. દીકરી આવી એટલે ઘરના બધાનું મ્હોં ચડી ગયું. એમને દીકરો જોઈતો હતો. ફરી વર્તન એવું થઈ ગયું.હું પિયરમાં રોકાવા આવી. એ લોકોએ નવીનને એ હદે ચડાવી દેવામાં આવ્યો કે એ મને લેવા જ ના આવ્યો. કોઈ આવે જ નહિ સાસરીમાંથી. 

એવામાં મમ્મી પપ્પા જાત્રા કરવા ગયા તો ત્યાં એમની બસનો એક્સિડન્ટ થતાં બંનેનું મૃત્યુ થયું. ઘા ઉપર ઘા જીરવી રહી હતી. નવીનના ઘરેથી કોઈ આવ્યું નહિ. પછી હું મક્કમ થઈ ગઈ. દુનિયા સામે લડવાની તાકાત આવી રહી. દીકરી સામે જોઈ આંસુ છુપાવતી ગઈ. ખરાબ પરિ્થિતિએ મને સમજ આવી ગઈ કે મેં ખોટી જગ્યાએ, ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

મેં નવીનને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું. વકીલ બોલાવ્યો. નોટિસ આપી. જાણવા મળ્યું હતું કે નવીન માટે એ લોકો છોકરી શોધી હતી. ડિવોર્સ થતાં એના લગ્ન લેવાયા હતા. એ જ નવીન જેણે મે પ્રેમ કર્યો હતો. અને લગ્ન પછી સાવ બદલાય ગયો હતો. મેં ઓફિસમાંથી મુંબઈ શહેરમાં બદલી કરાવી. અહીંનું ઘર વેચી મુંબઈમાં પોતાનું ઘર લીધું હતું. કનિકા હજુ નાની હતી એને ડે કેર સેન્ટરમાં મૂકી નોકરી કરતી. એને શાળામાં મુકી.એના માટે જીવી. પણ દીકરીએ મને પોતાની ગણી નહિ. કશું કહ્યું નહિ એની સાથે આટલું બધું બની ગયું તો પણ. અને આ પગલું ભરી લીધું. ખુબ દુઃખ થાય છે. તું મળી. અને પોતાનું મળ્યું હોય એવું લાગ્યું. 

વાતો ચાલતી હતી ત્યાં કનિકા ઉઠી હતી. એને અશક્તિ ખુબ હતી. એ કઈક કહેવા માંગતી હતી. બંને એના રૂમમાં ગયા..

કનિકા શું કહેવા માંગે છે. તે જાણવા માટે વાચતા રહો "પહેલી "

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy