અધૂરા પ્રેમની વાર્તા...
અધૂરા પ્રેમની વાર્તા...


અમર અને આરોહી બંને મિત્રો છે. અમર ,ઝૂંપડપટ્ટી વિસ્તારમાં NGO ચલાવે છે. અમર હર મહિને અહીંયા તબીબી શિબિર લગાવે છે જેથી કરીને અહીંના લોકોને તબીબી સારવાર મળી રહે. આરોહી આજે પ્રથમ વખત તબીબી શિબિરમાં આવી હતી.
અમર :- કેવું લાગે છે આરોહી ?
આરોહી :- અ... અ... હું તો પહેલીવાર શિબિરમાં આવી છું સાંજે તને સમીક્ષાઓ (Review) આપીશ...
અમર :- સારું ત્યારે સાંજે મને જણાવજે... પરંતુ તમે આવ્યા છે તો તમારે કામ કરવું પડશે...
આરોહી :- હા હા ચોક્કસ કામ કરીશ... તો જણાવો મારે શું કામ કરવાનું છે...
અમર :-સારુ ,તો તમે સ્ત્રી વિભાગમાં જતા રહો... અને ત્યાં આવનાર દરેક સ્ત્રીઓ સાથે વાત કરી તેમની જે મૂંઝવણ હોય તેનું નિરાકરણ કરવામાં મારી ટુકડીના સભ્યોને મદદ કરો . અહીંની સ્ત્રીઓ થોડી શરમાળ હોય છે. માટે તબીબી સભ્યોને પોતાની સમસ્યા વિશે ખુલીને જણાવી શકતી નથી. તમે તેમની સમસ્યાઓ જાણી તેમને મદદ કરવાની કોશિશ કરો...
આરોહી :-સારું સાહેબ...
અમર :-સારું સાહેબ...?
આરોહી :- હા...
અમર :- કેમ?
આરોહી :- તમે મને સૂચનો આપયા માટે...
અમર :- અરે આરોહી, મેં તને સૂચનો એટલા માટે આપ્યા છે કે તું નવી છે અહીં શું કરવાનું તને ખબર ન પડે (આરોહી અમીરને બોલતા અટકાવે છે)
આરોહી :- અરે અમર બાબા... ગુસ્સે ન થઈ જાઓ... હું તો ફક્ત રમુજ કરી રહી હતી...
અમર :-ચાલો હવે રમુજ કરવાનું બંધ કરો અને સ્ત્રીઓને મદદ કરવા સ્ત્રી વિભાગમાં જાઓ...
(તબીબી શિબિર પોતાના નિયત સમય પર ચાલુ થઈ ગઈ હતી અને શિબિરના નજીકના વિસ્તારના લોકો આરોગ્ય સેવાઓ લેવા આવી રહ્યા હતા .)
(શિબિરમાં કામ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું . તેવામાં આરોહીની નજર અમર પર પડી. અમર એક સ્ત્રી સાથે ગંભીર મુદ્રામાં વાત કરી રહ્યો હતો. તે સ્ત્રી સાથે બે બાળકો પણ હતા. અમર તે સ્ત્રીને પોતાના શિબિરના મુખ્ય તબીબ પાસે લઈ જાય છે. તબીબ તે સ્ત્રીને થોડી દવા આપે છે. અને તે સ્ત્રી ત્યાંથી રવાના થાય છે. પરંતુ અમરના ચહેરા પર ચિંતાઓ દેખાઈ રહી હતી.)
(આરોહી તમારી પાસે આવે છે અને તેની સાથે વાતો કરે છે)
આરોહી:- શું થયું અમર? આટલો ચિંતિત કેમ લાગે છે? સ્ત્રી કોણ હતી?
અમર :- અરે એવું કશું જ નથી...
આરોહી :- તમે કંઈક તો છુપાવો છો... મારે જાણવું છે શું થયું?... શું તમારા ખાસ મિત્રને પણ નહીં કહેશો?
અમર :- સારું ત્યારે ચોક્કસ જણાવીશ... એ સ્ત્રીનું નામ રેહાના છે....(નામ સાંભળતાની સાથે જ આરોહી અમરને બોલતા અટકાવે છે)
આરોહી :-રેહાના.... એટલે લોકો વાત કરે છે તે તો નહીં...?
અમર :- લોકો શું વાત કરે છે ?
આરોહી :- લોકો વાત કરે છે કે રેહાના નામની તમારી પ્રેમિકા હતી....
અમર :-હા એ જ છે....
આરોહી :-(આશ્ચર્યચકિત થઈને) રેહાના આવી છે...
અમર :- આવી છે એટલે?
આરોહી :- તેનો રંગ ઘવર્ણો હતો , કપડાં પણ વ્યવસ્થિત ન હતા , કાયા એ પણ તે એકદમ કમજોર હતી... કે તમે એમાં તો શું જોયું હતું કે તેને પ્રેમ કરી દીધો હતો...
અમર :- તમે હજુ એને મારી નજરથી જોઈ નથી.પ્રેમ કોઈ શરીરનો રંગ જોઈને નથી થતો. અને હા પહેલા એ શરીરે કમજોર ના હતી...
આરોહી :-અરે તમે ખોટું ના લગાડતા.. મને તો ફક્ત જે દેખાય તે તમને કહ્યું... શું થયું હતું કે તમારો પ્રેમ સંબંધ તૂટ્યો...
અમર :- પ્રેમ સંબંધ તૂટવાનું મુખ્ય કારણ મારી જાતિ અને પૈસા હતા...
આરોહી :- જાતિ અને પૈસા ?
અમર :- હા જાતી અને પૈસા...
આરોહી :- તે કેવી રીતે ?
અમર :- એ એવા સમયની વાત છે કે જ્યારે હું અને રેહાના કોલેજમાં સાથે અભ્યાસ કરી રહ્યા હતા અને તે સમયે રેહાના ઘરે અમારા પ્રેમ સંબંધો વિશે જાણ થઈ ગઈ હતી. હું રેહાનાની જાતીથી ઉતરતી જાતિનો હતો અને તેમાં પણ મારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી...
આ બનાવ બાદ રેહાનાને કોલેજમ
ાં મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. રેહાના પર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. અને રેહાનાની મંજૂરી વિના તેમની જાતિના એક ખાનગી સંસ્થામાં નોકરી કરતા એક યુવક સાથે કરી દેવામાં આવ્યા હતા.
સમય જતા રેહાનાના પતિની નોકરી છૂટી જાય છે. અને તેને દારૂની લત લાગી જાય છે. તે નવી નોકરી પણ શોધતો ન હતો અને દારૂ પીઈ ને પડી રહેતો હતો. રેહાના નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાત ચલાવવા મજબૂત થઈ ગઈ અને પૈસાની તંગીના કારણે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવીને રહેવા લાગી હતી.
મારી ઘણા વર્ષો બાદ, ત્રણ મહિના પહેલા તબીબી કેમ્પમાં તેના સાથે મુલાકાત થઈ હતી ... ત્યારે જ મને જાણવા મળ્યું હતું કે... રેહાના ને ગર્ભાશયનું કેન્સર છે....
આરોહી :- (તેના ચહેરા પર દુઃખના ભાવ ઉભરી આવે છે) ગર્ભાશયનું કેન્સર....?
અમર :- હા ગર્ભાશયનું કેન્સર....
આરોહી :- તેના માટે તમે અહીંયા દર મહિને તબીબી શિબિર લગાવો છો...
અમર :- હા ચોક્કસ એ જ વાત છે.... રેહાનાની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેની પાસે તબીબી સારવાર માટેના પૈસા નથી. તેની યોગ્ય સારવાર થાય તે માટે અહીં દર મહિને શિબિર લગાવું છું ...
આરોહી :- ઘણું જ દુઃખદ કહેવાય... તમારા તબીબે શું કીધું... ?હવે રેહાનાની તબિયત કેવી છે...?
અમર :- તેની તબિયત નાજુક છે... તબીબે કહ્યું કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે... તેના બચવાના અવસર ઓછા છે. તેઓ પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરી રહ્યા છે...(અમરની આંખોમાં આંસુ હતા)
આરોહી :-(અમરનો હાથ પકડી લે છે ) ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે...
અમર :-(થોડો સ્વસ્થ થઈ જાય છે) રેહાના સાથે પ્રેમમાં અમે ઘણા સપનાઓ જોયા હતા . પરંતુ તેણે તેના ઘરના દબાણને વશ થઈ બીજી પાત્ર જોડે લગ્ન કરી લીધા...
હમણાં મને અફસોસ એ વાતનો નથી કે ,એ મને નહીં મળી... પરંતુ એ વાતનો છે કે ,એ મને એવી અવસ્થામાં મળી... કે જેની મેં કદી કલ્પના પણ ના કરી હતી... રેહાનાને મેં મહેલોમાં રાખવાના સપનાઓ જોયા હતા અને ક્યાં તે ઝૂંપડપટ્ટીમાં રહે છે... સાથે ભેગા મળીને હસી ખુશી જીવન જીવવાના સપના જોયા હતા અને હવે તેના જીવંત રહેવાની સંભાવનાઓ પણ ઘણી જ ઓછી છે....(અમરની આખો ફરીથી આંસુઓથી ભરાઈ જાય છે. આરોહી અમરને સાંતાવના આપે છે અને તેને શાંત કરે છે.)
તબીબી શિબિર સમય પૂરો થતાં આવેલા તમામ લોકો પોતાનું કામ આટોપી છૂટા પડે છે. અમર આરોહીને તેના ઘરે મૂકી પોતાના ઘર તરફ જવા માટે રવાના થઈ જાય છે.
આરોહીના મનમાં હજુ પણ અમર અને રેહાનાની વાતો જ ચાલ્યા કરતી હતી . હવે તેને ખ્યાલ આવે છે કે અમર ત્રણ મહિનાથી કેમ ચિંતિત લાગી રહ્યો હતો...
આરોહી વિચારે છે કે"આ દુનિયાના લોકો સાચા પ્રેમ ને કેમ ઓળખી શકતા નથી ? કેમ બે પ્રેમી યુગલોને જુદા કરી દે છે? જુદા થયેલા એ પ્રેમી યુગલ એકબીજા વગર કેવી રીતે રહેતા હશે? કેવી રીતે પોતાના હૃદય અને મનને સમજાવતા હશે ? શું મળતું હશે આવા પ્રેમી યુગલ અને છુટા કરીને તેમના પરિવારોને ? અને ભગવાન પણ કેવી પરીક્ષા લે છે પ્રેમી યુગલોની? "
આરોહીના મગજમાં અમારે કહેલી વાત કે "તે એને હજુ મારે નજરથી જોઈ નથી" વારેવારે ઘૂમી રહી હતી. હવે તેને ખ્યાલ આવે છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિને ... તેની પ્રેમિકા દેખાવે સામાન્ય હોવા છતાં પણ , સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે... કારણ કે તેની સાથે લાગણીઓ જોડાયેલી હોય છે. તેની સાથે જીવન જીવવાના ઘણા બધા સપનાઓ જોયેલા હોય છે. તેના સિવાયની બીજી કોઈપણ સુંદર સ્ત્રી તે વ્યક્તિને સુંદર લાગતી નથી... અને જો તે વ્યક્તિને બીજી સ્ત્રી સુંદર લાગતી હોય ને તો તે સાચો પ્રેમ ના હશે....
હવે આરોહીને ખ્યાલ આવે છે કે ,દર મહિને ઝૂંપડપટ્ટીમાં કેમ્પ લગાવવાથી આરોહીને તબીબી સારવાર મળી રહે તે માટે અમર પ્રયત્ન કરતો હતો."
આમ વિચારોમાંને વિચારોમાં આરોહી સુઈ જાય છે.
સમય પાણીની જેમ વહી જાય છે .જો જોતામાં ચાર મહિના વીતી જાય છે... અને રેહાના પણ પોતાની બીમારી સામેની જંગ હારી જાય છે. રેહાનાના મૃત્યુ બાદ તેના પતિ પણ વધારે પ્રમાણમાં નશો કરવાથી મૃત્યુ પામે છે. અને અનાથ બનેલા રેહાનાના બાળકોને અમર દત્તક લઈ લે છે...