Rupal Kesaria

Abstract

3  

Rupal Kesaria

Abstract

સચી

સચી

5 mins
194


જે જગ્યા બતાવી હતી તે જગ્યા કોઈ જેવી તેવી જગ્યા નહોતી.. ત્યાંથી નીકળવું ખૂબ મુશ્કેલ હતું. અંદર પ્રવેશી શકે તેમ હતું નહિ એવું ન્હોતું પણ એ લોકો એ ખૂબ જ નવી ટેકનોલોજી સાથે અંદર હોય છે. મુખ્ય પ્રવેશદ્વાર પર તો અસાનીથી કોઈ પ્રવેશી શકે તેમ ન હતું.

સચીને પણ કામ સોંપાય ગયું હતું એણે શું કરવાનું છે.. ક્યાં કંઈ વસ્તુ પહોંચવાની છે... સચી વિચારી રહી હતી કે.. અહીંથી બચવું મુશ્કેલ છે..,ને જગ્યાનું નિરીક્ષણ કરી રહી હતી.. કોઈ ઉમીદ દેખાતી નહોતી. બધા ગન તાકીને સામે જ ઊભા હોય છે.

શેખર લોકોને કામ જે આપ્યું હોય છે તે કરવામાં એ લોકો લાગી ગયા હોય છે. લેડી ઓફિસર .. લંડન પોલીસ અને દિલ્હી પોલીસ ઓફિસરને શેખર લોકો.. એટલા બધા ભેગા મળીને મિશનને આખરી તબક્કામાં લઈ જાય છે..

 રાતના બાર વાગે એ લોકો જે જગ્યા હોય છે ત્યાં છુપાઈને પોત્ત પોતાની જગ્યા એ .. લંડન પોલીસ જગ્યાને આખી ચારે તરફથી ઘેર લીધી હતી. સચીને હેમખેમ જીવતી લાવવી હતી.... અને મેઈન બોસને પકડવાનો હતો. જો એમના મિશનમાં અસફતા મળે તો એમની બધી મેહનત એડે જાય.. અને દુનિયાના યુવાન લોકોની ડ્રગ્સથી કેટલી બરબાદી થાય..

 વિહાનને અંદર મોકલવાનો હતો.. લવને કાર એવી જગ્યાએ લઈને બેસાડ્યો હોય છે કે ત્યાંથી અંધારામાં સચીને હેમખેમ લઈને દૂર સુધી લઈ શકે..

શેખર એ હથિયાર સાથે પ્રવેશ લેવાનો હોય છે.. પાઈપ ઉપર ચઢીને ટેરેસથી અંદર જવાનું હોય છે. અંદર જઈ સચીને શોધવાની હોય છે. જો કોઈ ગુંડાં સાથે ઝપાજપી થાય તો તરત જ એને રૂમાલ સુંઘાંડી બેહોશ કરવાનો હતો. શેખર પહોંચી જાય છે...

તો વિહાન મુખ્ય પ્રવેશદ્વારથી પોતાના પાસે રહેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ લોકોને ભટકાવે છે.

હવે લેડી ઓફિસર પણ અંદર પ્રવેશી ગઈ.. એન્ડ દિલ્હી ઓફિસર.. જે કરવાનું હતું એ એક કલાકમાં જ .. આ બાજુ વિહાનએ અંદર અંધારું કરી દીધું હતું.. એનો લાભ લઈ લંડન પોલીસનો ટીમના દસ લોકો અંદર પ્રવેશી ગયા. એ લોકો કંઈ ખબર પડે એ પેહલા તો ગુંડા લોકોને બેહોશ કરતા થાય છે. એમનો ડ્રેસ પહેરીને આગળ વધે છે. શેખર આ અંધારાનો લાભ લઈ રુમ તરફ આગળ વધ્યો.. ત્યાં જ એના કાને એક અવાજ આવ્યો.... કોઈ ગુંડો સચીને કહી રહ્યો હોય છે ને સચી કઈક બોલી.. બસ શેખર અટકી ગયો. એ હવે ઝડપથી હથિયાર સાથે સાબદો થયો. પેલો જેવો બહાર નીકળ્યો કે બેહોશ કરી દીધો.. ને સચી પાસે પહોંચી જાય છે. સચી તો ગુસ્સામાં હોય છે એ શેખર ને જોઈને પણ વિશ્વાસ નથી કરી શકતી કે અહી શેખર ક્યાંથી હોય.. આ મારા મનનો ભ્રમ છે.

શેખર એ કહ્યું હું જ છું.. ફટાફટ બહાર નીકળ જેમ કહું એમ કરતી જા. વાત કરવાનો બિલકુલ સમય નથી. શેખરની કડક સૂચના હતી કે જો કઈ ગરબડ થાય તો ઓફિસરને એક બટનથી એલર્ટ કરવા.. અને કંઈ ના થાય તો સમય બગડિય વગર સચીને કારમાં લઈ લવ સાથે બહાર નીકળી જવું...

શેખર એ સચીને ઈશારાથી સમજાવીને બહાર લઈ જ જતો હોય છે. ત્યાં જ એ લોકો સામે ગન લઈને તાકીને ગુંડા લોકો આવી ગયાં. સચી પળ માટે તો ધબકારો ચૂકી ગયું હર્દય એનું. શું થશે.. ગયા કામથી.

પણ શેખરને જબરજસ્ત ટ્રેનિંગ આપી હોય છે.. તરત જ શેખરના હાથમાં રહેલી વોચમાંથી આંખોમાં પ્રકાશ પાડવા લાગ્યો.. પેલો કંઈ વિચારે તે પહેલાં તો ઈ બંને ભાગ્યા. પેલા લોકોએ તરત ફાયરિંગ કર્યું તો એમના જ લોકો ઘાયલ થયાં અંધારામાં.

એનો લાભ શેખરે લઈ લીધો.. એણે તરત જ ઓફિસરને એલર્ટ કરી દીધાં. અહીંયા મેઈન ગેટ એક જ હતો ને લંડન પોલીસના ઓફિસરને ....ટીમ પણ પકડી પકડીને મારવા લાગી એ લોકોને. લેડી ઓફિસર સીધી મેઈન બોસ સાથે જ ટકરાઈ ને.. એ સામનો કરી રહી હતી પણ એકલી કેટલી ટકે.. મેઈન બોસના જ હાથે એ શૂટ કરવામાં આવી રહી હોય છે ત્યાં જ ટીમમાંથી વિહાન ત્યાં પહોંચી જાય છે ને ગન ચલાવી મેઈન બોસને ઘાયલ કરી લેડી ઓફિસરને બચાવી લે છે. બધાં ગિરફ્તાર થઈ જાય છે.. ટીમ સાથે પણ લોકો ઘાયલ થયા હોય છે. ફટાફટ બહાર થી ટીમ આવી એ લોકોને લઈ જતાં હોય છે.. પણ યાદ આવ્યું કે સચીને શેખર હજુ દેખાયા નથી.

 એ લોકો જ્યાં હતા ત્યાંથી બીજા ગુંડા લોકો આવી જાય છે. ને જે રૂમમાં એ લોકો સંતાયા હોય છે ત્યાં નાના બાળકો પણ હોય છે.. જેમનો ઉપયોગ ડ્રગ્સ મોકલવા માટે કરાતો હોય છે. સચીનું મન વિચલિત થઈ જાય છે.. આ લોકો એટલી હદે ખરાબ છે.. માસુમ બાળકોની સાથે આવો વ્યવહાર?? 

ત્યાં જ પેલાં ગુંડા લોકો આવી જાય છે ને.. કંઈ પણ વિચાર્યા વગર સચી પર ગોળી મારી દે છે.. ઓહ શેખર હવે એની પાસે રહેલા હથિયારનો ઉપયોગ કરીને એ લોકોનો ખાત્મો બોલાવે છે.. ત્યાં જ દિલ્હી પોલીસ ઓફિસર ને ટીમ પણ આવી પહોંચી હોય છે.. સચીને હેમખેમ બહાર નિકળીને હોસપિટલ લઈ જવા કેહવામાં આવ્યું.. શેખર એક પળ માટે પણ સચીથી અલગ નથી થતો..

દિલ્હી પોલીસ ઓફિસર બાળકોને બચાવી લે છે ને.. બધાં પોલીસ સ્ટેશન પર પોહચે છે.

લવની કારમાં બધા સચીને લઈ હોસ્પિટલ જાય છે.

લેડી ઓફિસરને પણ ઈજા થઈ હોય છે..

સચીને ડોક્ટર કહી દે છે કે સચીનું બચવું મુશ્કેલ છે.. ખૂબ બ્લડની જરૂર પડશે. શેખર એના મગજને કન્ટ્રોલ કરી નથી શકતો.. એ જોર જોરથી ચિલાઈ રહ્યો હતો.. સચીને બચાવી લો ઈશ્વર. એનું રુદન સાથે જે લોકો હોય છે એમને પણ હચમચાવી જાય છે. બધાંની આંખો ભીની બને છે.

ઈશ્વરને પ્રાર્થના કરે છે.

આ બાજુ દિલ્હી પોલીસ ઓફિસર પેલા મેઈન બોસને ઈન્ડિયા લઈ જવા માટેની વિધિ શરૂ કરે છે. ને સવારે હોસ્પિટલ આવે છે. સચીના મમ્મી પપ્પાને ખબર કરવામાં આવે છે. એ લોકો ટીકીટ કરાવીને બીજા દિવસે નીકળવાના હોય છે.

સચીનું ઓપરેશન આજે જ કરવાનું હોય છે. બસ સચી બચી જાય... સચીના સાહસને લીધે જ આજે દુનિયાના કરોડો યુવાનની જિંદગી બચી હતી.. જો સચીના પકડાઈ હોત તો.. આટલું બધા ગુંડા તત્વોને પકડવા મુશ્કેલ હતા. લેડી ઓફિસર પણ બાહોશ હતી એની હિંમત પણ કંઈ કમ નહોતી.

બધા પોતાનો રોલ સરસ નિભાવ્યો.

બસ બધાના દિલમાં એ જ હતુ કે સચી બચી જાય ઓપરેશન સક્સેસ જાય.. સફળ થાય.

 સચીના ઓપરેશનમાં ખૂબ બધી મુશ્કેલી આવી રહી હતી. તે પછી પણ સચી ને 72 કલાક આપવામાં આવ્યા.

સચીના મમ્મી પપ્પા આવી ગયાં હતાં.. હૈયાફાટ રૂદનથી જાણે સચી જાગી હોય એવું થયું..એ એમની જ રાહ જોતી હોય એવું લાગ્યું.. થોડી ભાનમાં આવીને એને મમ્મી પપ્પાની માફી માંગી.. શેખર ને બોલાવ્યો.. બધા ની સામે જોઈ લીધું. શેખરનો હાથ પકડી ને આઇ લવ યુ કીધું.

અને અંતિમ શ્વાસ લીધા. સચી આ દુનિયાને છોડી હંમેશા માટે ઈશ્વર ના દરબારમાં.

જિંદગી તો બેવફા એ એક દિન ઠુકરાયેગી..

મોત મહેબૂબા હે અપની સાથ લે કે જાયેગી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract