Rupal Kesaria

Action Crime Thriller

4  

Rupal Kesaria

Action Crime Thriller

સચી ૧૬,૧૭,૧૮

સચી ૧૬,૧૭,૧૮

7 mins
320


પ્રકરણ ૧૬

આગળ આપણે જોયું કે સચીને એરપોર્ટ ઉપર લઈ જવામાં આવે છે અને એક બાજુ એના મમ્મી પપ્પા મનાલીમાં એન્ટર થાય છે. હવે આગળ વિહાન ગાડીની પાછળ દોડતો હોય છે. પણ બરફની અંદર એની કોઈ તાકાત નહોતી તે એ પહોંચી શકે એને ફટાફટ ગાડીનો નંબર નોટ કરી દીધો અને એ બાર જ ઉભો રહે છે. એ વિચારે છે કે મનાલી પોલીસને ફોન કરી દઉં.

આ બાજુ અંદર જાણે ધિંગાણું મચ્યું હોય છે. એકદમથી બધા ફટાફટ ભાગવાના મૂડમાં હોય છે કેમ તો અંદર લવ, પંડ્યા સર અને શેખર એમની રીતે મોરચો સંભાળ્યો હોય છે.જેવો લવને શૂટ માટેનો ઓર્ડર હોય છે અને એની ઉપર ગન તાકીને કેટલી જ હોય છે, ત્યારેજ શેખર પેલા સિક્યુરિટીવાળાને પાછળથી ફટકારે છે કોઇ ડંડાથી. આ લવ બે ત્રણ જણને પાડી દે છે અને પંડ્યા સર બહાર આવી જાય છે.

શેખરને કોઈપણ હિસાબે પંડ્યા સર અને લવને હેમખેમ બહાર મોકલવા હોય છે. ત્યા તો એટલી બધી જબરજસ્ત સિક્યુરિટી હોય છે કે ત્રણે જણનું બચવું ખૂબ મુશ્કેલ હોય છે. પણ એ લોકો કોઈ સમજી નથી શકતા અંદર ઓલરેડી એવા સિક્યુરિટી ગાર્ડ હોય છે કે જે આ અંધારી આલમના ગુંડાઓને મારતા હોય છે, અને એમને પકડી લઈ જતા હોય છે. આ રહસ્યની ખરેખર નકઈ જ સમજ પડતી નથી. આ બાજુ મેઇન બોસ પાછલા બારણેથી એમના ખાસ માણસો જોડે ભાગી જાય છે અને કોઈને જાણ પણ થતી નથી. હવે અંદર આવેલા સિક્યુરિટીના માણસ હોય છે અને એકમાત્ર દિલ્હી પોલીસના માણસો હોય છે અને એમનો મેઈન આઇપીએસ ઓફિસર પણ અંદર હાજર હોયછે. એની ટીમ સાથે હાજર હોય છે.

શેખર, લવ અને પંડયાસરને ઓળખે છે, કે આ લોકો ગુંડા નથી. પેલી છોકરીને બચાવવા આવ્યા હોય છે એટલે ફટાફટ એમના એક ઈશારે એ લોકોને બહાર જવાનો આદેશ આપે છે. ખાસ્સા બધા ગુંડા પકડાઈ જાય છે. બહુ જ મોટું ડ્રગ્સનું કૌભાંડ પકડાયું છે. કેટલી બધી દાણચોરીની વસ્તુઓ પણ પકડાઈ. બહુ બધા પોલીસો પણ મરણ પામ્યા. સવાર પડે એ પહેલા જ આ બધું બની જાય છે.

આ બાજુ સચીની મમ્મી જે હોટેલમાં સચી લોકો રોકાયા હોય છે ત્યાં પહોંચે છે. ત્યાંથી એને સમાચાર મળે છે કે હજીએ લોકો ઉપર જ છે નીચે નથી આવ્યા ઉપર એ લોકોને રાત્રે રોકાણ કરવું પડ્યું. સચીની મમ્મીને ગભરામણ વધી જાય છે. હવે તો સચીના પપ્પાને પણ ચિંતા થવા લાગી હતી તે ઉપર શું હશે બરફનું તોફાન આવ્યું હશે આ લોકો નીચે ક્યારે આવશે ?

સચીના મમ્મી લોકો ફ્રેશ થાય છે. એ લોકો આવે એની રાહ જોવાની હોય છે. હવે આ બાજુ છોકરીઓ અને છોકરાઓ શ્રીકાંત સર સાથે નીચે ઉતરતા હોય છે તે લોકો પહોંચવા આવ્યા હોય છે. ખૂબ જ થાકેલા હોય છે એ લોકો તળેટીએ પહોંચી વાહનમાં બેસીને હોટલ ઉપર પહોંચે છે. લગભગ ચાર-પાંચ કલાક થઈ ગયા હોય છે. બધાના મોઢા ખૂબ થાકેલા અને ભયભીત પણ હોય છે શ્રીકાંત સર તો સચીના મમ્મી પપ્પાને જોઈને બે પળ માટે ડરી જાય છે. 

સચીની મમ્મી આ બધાને જોઈને ખુશ થઇ જાય છે. મારી સચી આવી ગઇ પણ એ સચીને જોતા નથી  એટલે સરને પૂછે છે કે સાચી ક્યાં છે ? આ સવાલ તો બધી છોકરીઓ અને જે નીચે ઉતર્યા હોય એના મનમાં પણ રમતો હોય છે. નથી સચી, વિહાન, શેખર ,લવ અને પંડ્યા સર બધાના મનમાં બહુ બધા સવાલો હોય છે. કોઈને મનમાં થતું હશે કે ઉપર બરફનાં તોફાનમાં આ લોકો ફસાયા હશે અથવા તો એ લોકો ઘયલ થયા હશે ?

સચીની મમ્મી કહે છે કે "શું બન્યું મને કહો મારી સચી ક્યાં છે ?" હવે એનાા પપ્પા પણ મગજ ગુમાવી રહ્યા હોય છે. કહે છે કે "સાચું કહેજો મારી સચી ક્યાં છે ?" હવે શ્રીંકાતસર બધાને શાંતિથી બેસવાનું કહે છે. મેન હોલમાં બોલાવે છે. ત્યાં ઈશ્વરનું નામ લઈને બધાને પ્રાર્થના કરવાનું કહે છે. કહે છે કે "સચીનું કિડનેપ થઈ ગયું છે એને બચાવવા પાછળ શેખર, પંડ્યા સર, વિહાન અને લવ ગયા હોય છે. એ લોકો જરૂરથી સચીને પાછી લઈ આવશે. આપણે હમણાં પોલીસ કમ્પ્લેઇન કરીશું."

સચીની મમ્મી આક્રંદ કરી મૂકે છે ધ્રુસકેને ધ્રુસકે રડે છે. "મારી સચિને પાછી લાવો, મારી સચીને પાછી લાવો." એવું લવારી કરે છે. છોકરીઓ બધી એની આસપાસ આવી જાય છે.એ લોકો પણ રડવા લાઞે છે. સચીના પપ્પા બેભાન થઈ જાય છે એમને હૃદયનું હુમલો આવી જાય છે તાત્કાલિક તેમને દવાખાનામાં દાખલ કરવા પડે છે


પ્રકરણ ૧૭

આગળ આપણે જોયું કે સચીને અલગ અલગ રીતે દિલ્હી પહોંચાડવામાં આવે છે. આ બાજુ સવાર પડતા જ દિલ્હી પોલીસ પણ હરકતમાં આવી જાય છે. ગુફાની અંદર રહેલા શેખર, લવ, પંડ્યા સર પણ ધીંગાણુંમાં પોતાનો કરતબ દેખાડતા હોય છે. બસ બધા જ પકડાઈ જાય છે .પણ એ લોકોને રહસ્ય ખબર નથી પડતી કે અહીંયા સિક્યુરિટી ગાર્ડના માણસો આપણને કેમ બચાવે છે ? ત્રણે જણા બહાર આવી.. વિહાનની રાહ જોતા હોય છે. વિહાન ક્યાં ગયો હશે ?એની એ લોકોને ચિંતા થાય છે. આ બાજુ વિહાન કાર પાછળ દોડ્યો હોય છે.પણ એ પહોંચી નહીં વળે. એટલે પાછો આવી જાય છે શેખરને મળે છે. નોટ કરેલો કારનો નંબર બતાવે છે. એ લોકો ખરેખર ખૂબ થાકી ગયા હોય છે. જાણે કંઇ શું કરવું એની ખબર નથી પડતી હતી. ચારે જણા નીચે ઉતરવાનું નક્કી કરે છે. ચડીને નીચે ઉતરશે અને હોટલ ઉપર પહોંચશે

તો બીજી બાજુ સચીના પપ્પાને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે. એમને માઇનોર એટેક આવ્યો હોય છે અને સચીની મમ્મીની હાલત તો ખૂબ ખરાબ હોય છે. એક તો સચી મળતી નથી. બીજી બાજુ એના પપ્પાને આવું ! તો શ્રીકાંત સર સચીના પપ્પાને દાખલ કરીને હોસ્પિટલમાંથી પોલીસ સ્ટેશન રિપોર્ટ કરાવવા આવે છે. એફ આઈ આર નોંધવૅ છે. બધા ચિંતા કરે છે કે શું કરીશું ? આ ટ્રેકિંગને હવે કેવી રીતે શું કરવું ? ઘરે કેવી રીતે કોને કોને પહોંચાડવા ? એવું મનમાં નક્કી કરે છે. તો નિનીયા જ્યારે બધું જાણે છે ત્યારે એને ખૂબ દુઃખ થાય છે. સચીના પપ્પાની સેવામાં ખડે પગે હાજર હોય છે. સચી મળી જાય એવી પ્રાર્થના કરે છે. મનોમન એ પોતાની જાતને દોષ આપતી હોય છે કે મારા કહેવાથી જ સચી આવી નેઆવું થયું.સચી મળી જાય તો સારું ! વળી એને એને કંઈ થાય નહિ તો સારું !             

આ બાજુ શેખર પણ એવું જ વિચારતો હોય છે. એ પણ સચીની ખૂબ ચિંતા કરતો હોય છે. એ લોકો બીજા દિવસે નીચે પહોંચે છે. શ્રીકાતસર ને પંડયા સરની સાથે બેસીને વાત કરે છે, કે શું કરીશું ? આમને આમ બે દિવસો નીકળી ગયા હોય છે. પણ સચીનો કોઈ અતોપતો નથી આ બાજુ દિલ્હી પોલીસ કેવી રીતે આવી ? એવૉ વિચાર શેખરને આવ્યા કરતો હોય છે તો...

દિલ્હી પોલીસને આ બધી વાતની બાતમી પહેલેથી જ મળી હોય છે અને સચીને જે ટ્રેનમાંથી ઉતરીને અથડાઈ હોય છે જે વ્યક્તિ એ જ ઓફિસર  હોય છે, જે આ દાણચોરીના. કેસને હેન્ડલ કરતા હોય છે. એ પણ એકદમ યંગ ઓફિસર હોય છે સતત તેની ટીમ બધા ગુનાહિત પ્રવૃત્તિમાં હોય કે એના જેવા લાગે કે જે આ રીતના ગુનાઇત પ્રવૃત્તિ કરે છે એની પર વોચ રાખતી હોય છે. જ્યારે ટ્રેનમાં સચી લોકો જતા હતા ત્યારે એક ગુંડો હતો એની પર જ નજર રાખવા માટે ખુદ ઓફિસર પોતે આવ્યા હોય છે. એટલે જ એ ગુંડો ભાગી ના જાય઼. ત્યારે સચી જોડે અથડાઈ જાય છ. પણ એને ખબર નથી કે લોકો સચીને પણ કિડનેપ કરશે. એ જ ઓફિસર સચીને બચાવવા માટે પાછળ નીકળી જાય છે. અને ખાસ તો બધું જે ડૃગસનો માલ મળ્યો હોય છે એ બધું એમની ટીમને આપીને આવ્યા હોય છે. હજી સુધી એમને મેઈન બોસ મળ્યો હતો નથી. ઘણા ખરા લોકો ભાગી ગયા હોય છે પણ એ લોકોને પકડી પકડીને બે-ત્રણ દિવસમાં લાવશે એવા શપથ લે છે અને એ કરશે કેમકે બાહોશ હોય છે.

પ્રકરણ ૧૮

આપણે આગળ જોઈ ગયા કે સચીને લંડન લઈ જવાંમાં આવી. લંડનમાં હાઈ ફાઈ હોટેલમાં રાખવામાં આવી. એને મેન્ટલ ટર્ચેર કરવામાં આવ્યું. એનો પીછો કરતી હોય છે એ લેડી ઓફિસર પણ ત્યાં જ રુમ રાખી હતી. પેહલા તો એણે ઇન્ડિયામાં દિલ્હી પોલીસને સતત સંપર્કમાં રહી બધી જાણ કરી. દિલ્લી પોલીસ સરકારની પરમિશન લઈને મિશનને આખરી તબક્કામાં લઈ જવાં માટે અંજામ આપવાની શરૂવાત કરી.

દિલ્હી પોલીસ ઓફિસર સચીના પરિવારને મળવા માટે સાદા વેશમાં પોહચી અને થોડી પૂછપરછ કરીને શેખરનો ફોન નંબર લીધો. ને એની સાથે મુલાકાત ગોઠવી. શેખર તો ગાંડા જેવો થઈ ગયો હતો. વાળના નહિ ઠેકાણાં. એક વાર તો એ ગભરાઈ ગયો, કે સચીના શું સમાચાર હશે ?

એ મળવા જાય છે ત્યાં ઓફિસર પાસે તો એ બધું જણાવે છે. અને સચીના પરિવારને પણ કીધું છે કે સચી જીવે છે. ટુંક સમયમાં મળી જશે. શેખરના ખુશીનો પાર નહોતો. એના ચેહરા પર ખુશીનો મલકાટ આવી ગયો. ઓફિસર શેખરની હેલ્પ માંગે છે કે મને તારા જેવા બાહોશ છોકરાઓની મદદની જરૂર પડશે. તું તારો મિત્ર વિહાન, લવ, એમને તું વાત કરી લે ને દિલ્હી આવી જાવ. ત્યાં તમારે શું કરવાનું છે એ સમજી લો. ઓહ ! શેખર માટે તો જાણે એક યુધ્ધમાં જતો લડવૈયો.એવી લાગણી વ્યાપી ગઇ..

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Action