૩ના ટકોરે
૩ના ટકોરે


“૩ના ટકોરે સન્નાટો છવાય,
૩ના ટકોરે દરવાજો ઠોકાય,
૩ના ટકોરે અવાજો સંભળાય,
૩ના ટકોરે વળી વાસણ ખખડાય,
૩ના ટકોરે બની બુજાય,
૩ના ટકોરે રોજ આમ કેમ કરી થાય?"
આ ૩ના ટકોરે – ૩ને ટકોરે તો ચકરાવો ચડાવ્યા. ૩ના ટકોરે છે શું? ૩ના ટકોરા નો અવાજ ભય નીચે સાયરા કેમ બની જાય છે?
એક પરિવારના જીવનની અતિ ભયંકર ધનના ધટવાનો સમય એટલે આ ૩નો ટકોરો. ઘડિયાળના ૩ના ટકોરા જાણે કોઈ અભિશાપનો અનુભવ કરાવે છે. ૩ વાગતા સાથે સુંદર અને વિશાળ ઘર કાચીંડા માફક રંગ-રૂપ બદલી બિહામણું અને કદરૂપું રૂપ ધારણ કરે છે. પરિવારની આનંદની કીલકારી જાણે કાળી ચીસ પાડતી હોય અને એનાકોન્ડા જેમ ભય આ પરિવારને ભરડામાં લઈ લીધા છે.
આ હશે શું? કોઈ સુપર નેચરલ પાવર કે પછી મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર? જે આ પરિવારનું જીવવું મુશ્કેલ કરી દે છે, દરરોજ રાતે શાંતિપૂર્વક ઉંઘતો પરિવારના ૩ વાગે જાગી ડરની શક્યતામાં આવી સમય પસાર થવાની રાહમાં ફફડ તો રહે છે.
ઘટનાની શરૂઆત...
એ… એ… એ… જોવો તો ત્યાંથી કોઈ દોરડીને પસાર થયું તમે જોયું? ત્યાં ઉપરના એક ઓરડામાં પંખો અકલ્પનીય ગતિએ ફરતો હતો અને અચાનક બંધ થઈ ઊભો રહી ગયો જાણે એ ચાલુ જ ન થયો હોય. બારીનાં ઉડતા પડદા ટેબલ પર પડેલી અસ્તવ્યસ્ત વસ્તુઓને જોઈ સૂરજ, કિરણ અને તેની પુત્રી ચાંદની વિચારમાં પડી ગયા ત્યાં દરવાજો જોરથી બંધ થયો. આ બધું તેઓની સમજની પરે હતું કે ત્યાં દાદર ઉતરવાનો અવાજ સંભળાયો. આ કોઈ 'પ્રાણી' હતું કે કોઈના 'પ્રાણ'?
નવા ઘરમાં રહેવા આવેલા સૂરજ, કિરણ અને તેના બે બાળકો શશી અને ચાંદની એકાએક ભય વાદળો વચ્ચે ઘેરાઈ ગયો. શહેરી થોડે દૂર એવા રમણીય વિસ્તારમાં આવેલું આ ઘર સૌ કોઈને પસંદ પડી જાય એવું હતું. પણ તેની સુંદરતા જાણે ભયનો નકાબ બની રહી હતી.
રહેવા આવ્યા પછી આ પ્રથમ અનુભવ પરિવારને ચોંકાવનારો હતો. આ તો જાણે ફિલ્મના ઓફિશિયલ ટ્રેઈલર સમાન હતું. દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ બગડશે તેનો ખ્યાલ સુદ્ધાં પણ આ પરિવારને નથી.
ઉપરના ઓરડાની પરિસ્થિતિ હજુ સમજની પરે છે ત્યાં તો રસોડામાં વાસણ પડવાનો અવાજ આવે છે અને ટી.વી. ચાલુ થઈ રિમોટ હવામાં અદ્ધર પોતાની જાતે ચેનલો બદલી રહ્યું છે. જણે કોઈ અદ્રશ્ય થવાય એવી ચાદર ઓઢી બેઠું હોય એવો ભાસ સોફા પર દેખાતી સળો કરાવે છે. પરંતુ આવું કઈ રીતે શક્ય છે? ઘરનાં સભ્યો તો બેઠા નહોતા કે કોઈ મજાક કરવાવાળું!
કોણ હશે તો આ? રહસ્ય અને ભય જાણે જુગલ બંધી કરી ઘટનાઓને કોરિયોગ્રાફી કરવામાં સાથ આપી રહ્યાં છે. એક તરફ ડર સાથે આ બધું થવા પાછળનું કારણ રહસ્ય હતું એટલામાં તેઓના પુત્ર શશી પરસેવાથી રેબઝેબ હાલતમાં દોડતો દોડતો ઘરમાં પ્રવેશે છે. સૂરજ તથા કિરણ શશીને કારણ પૂછે છે. શશી જવાબ આપતા કહે છે કે હું કામ પૂર્ણ કરી ઘર તરફ આવી રહ્યો હતો. ઘર તરફ વળવાના રસ્તે ખાડો ખોદેલો અને એક ઊંચી દિવાલ જોઈ જે હું ગયો ત્યારે કંઈ જ ન હતુ. હું ગભરાઈ ગયો અને કાચા રસ્તે ચાલતો થયો. પાછળ કોઈ મારો પીછો કરી રહ્યું હોય એવો ભાસ થયો અને હું ઝડપથી ચાલવા લાગ્યો કે રસ્તો ખૂટવાને બદલે વધતો જતો હતો.
ડરને કારણે આખરે મેં દોટ મૂકી અને દોડવાનું શરૂ કરું ત્યાં ઘરનો દરવાજો ખૂલી ગયો અને હું આ દોડતો જ અંદર આવી પહોંચ્યો.
આજની આ ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા હતા. શરૂઆતના દિવસોમાં આવા નાના-નાના અનુભવો થતા રહેતા. પરંતુ આ પરિવાર ઘર છોડીને ગયો નહીં. હવે તે ઘર પર અધિકાર ધરાવતો આત્મા આ પરિવારને શાંતિથી રહેવા દે એવો કોઈ અણસાર દેખાતો ન હતો.
સંધ્યા સમય પછી ઘરનું વાતાવરણ પલટાઈ જતું હતું. પહેલા દિવસે પછી સાંજે હવે રાત્રિનો અંધકાર ભેંકાર સન્નાટો એ ભયાનક અનુભવો શરૂ કરવામાં હવે એક દિવસ પણ મોડું થવું અશક્ય હતું.
આજે રાત્રે અકલ્પનીય અનુભવ આ પરિવારને થવા જઈ રહ્યો હતો. નિરાંતની પળોમાં પરિવાર સાથે બેસીને ટી.વી. જોઈ રહ્યો હતો અને દરવાજાની ઘંટડી વાગી.
ચાંદનીએ દરવાજો ખોલ્યો જોયું તો કોઈ નહીં પરંતુ એક પત્ર પડ્યો હતો. ચાંદની એ પત્ર લઈ અંદર આવી ને જોયું તો લખ્યું હતું, "તું મારી છે." પરંતુ આ પત્ર મૂક્યો કોણે હશે?
આ ઘટના પછી સૌ પોતાના શયનખંડમાં સૂઈ ગયાં. ૩નો ટકોરો થયો અને એક અવાજ સંભળાયો અને શબ્દો એ જ હતા જે પત્રમાં હતા... "તું મારી છે." આ શબ્દોના પડઘા આખા ઘરમાં પડી રહ્યા હતા. સૂરજ અને કિરણને ઘરમાં કંઈ બરાબર ન લાગ્યું. બીજા દિવસની સવાર પડી દરેકે પોતાના કાર્યો શરૂ કર્યા. આજે શશીને જોવા એક છોકરો આવવાનો હતો અને સૌ એની તૈયારીમાં વ્યસ્ત હતાં. ચાંદનીનો મિત્ર સાગર પણ આજે હાજર હતો. મહેમાનોનો આવવાનો સમય થયો.
ઘંટડી વાગી સૂરજે દરવાજો ખોલ્યો દરવાજા પર કોઈ ન હતું એટલે તે અંદર આવી બેસી ગયા. ફરી ઘંટડી વાગી ફરી કોઈ નહીં. ચાંદનીનો મિત્ર સાગર આજે કંઈક અલગ જ લાગી રહ્યો હતો. અત્યાર સુધી હસીને વાત કરતો સાગર શાંતિથી બેઠો નિરીક્ષણ કરતો હોય એવું લાગતું હતું. પરંતુ કેવું નિરીક્ષણ? ખરેખર શું એ કોઈને કે કશાકને શોધી રહ્યો હશે? આગલી પરિસ્થિતિ જ આ સવાલોના જવાબ આપી શકશે.
શાંતિમાં ભંગ કરતી દરવાજાની ઘંટડી ફરી એકવાર વાગી અને આ વખતે મહેમાન આવ્યા. વાતાવરણમાં ખુશી છવાઈ. હસી મજાક સાથે આનંદની વાતો થઈ રહી હતી પણ આ આનંદ કેટલો સમય? ભય કેટલો સમય આ પરિવારને બાથ ભીડ્યા વિના રહી શકશે? છોકરો જોવા આવે એટલે છોકરા-છોકરીને એકાંત આપવામાં આવે
આ બંનેને પણ એકબીજાનાં વિચારો જાણવા એકાંત આપવામાં આવ્યો. એકાંતે મળેલા નક્ષત્રોને ફેરવી નાંખ્યાં. છોકરો હજી કશી વાત શરૂ કરે ત્યાં ચાંદનીએ વિચિત્ર ગુસ્સાના વાળી નજરે જુદા જ અવાજમાં કહ્યું, "તું ફરી પાછો અહીં આવ્યો?" ચાંદનીનું આવું બિહામણું રૂપ જોઈ છોકરો બધા બેઠા હતા ત્યાં દોડી આવ્યો. ચાંદની પણ પાછળ આવી ને છોકરાને હજી તો કોઈ કશું પૂછે ત્યાં બેભાન થઈ પડી ગયો.
સાગરને ચાંદની એ એકબીજા સામે કંઈક અજુગતું લાગે એવું સ્મિત કર્યું. આજનો આ દિવસ પણ વીતી ગયો અને રાત પડી અને ઘડિયાળના કાંટા ફરતા ગયા. સવાર થઈ. ચાંદની ઊઠીને બહાર આવી પરંતુ આજે તેનું વર્તન શંકાસ્પદ હતું. સવારે ઊઠીને તરત ચાની હાકલ નાખતી ચાંદની આજે નાહી, તૈયાર થઈને આવી હતી. મા હજી ચા આપે ત્યાં તેણે કહ્યું કે હું કેસર બદામ નાખેલ દૂધ પીશ. આ વાત કિરણ માટે આશ્ચર્ય જનક હતી વળી ચાંદનીનો અવાજ, વર્તન, ભાષા કંઈક જુદાં જ હતાં. બપોર થઈ કે ચાંદનીનો મિત્ર સાગર આવ્યો અને એ પણ બદલાયેલો લાગતો હતો. કિરણને માટે આ બધું સમજણની પરે હતું.
અનિચ્છનીય અને અકલ્પનીય ઘટનાઓ વધુને વધુ ભયંકર રુપ ધારણ કરતી જતી હતી. છતાં આ પરિવાર ઘર છોડીને ગયો નહીં. એક એવો આત્મા જે આ પરિવાર માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યો હતો અને નુક્શાન પહોંચાડવા મળતો હતો તે આજે આવી પહોંચ્યો. શશીનાં શરીરમાં.
રાતનાં ૨ વાગ્યા હતા. બધા સૂતા હતા. હસવાનો અવાજ આવ્યો અને કિરણની અચાનક આંખ ખુલી. જોવે તો ઓરડામાં પલંગને બદલે બન્ને ઘરની બહાર સૂતા હતા અને શશી અગાશીની પાળી પર બેસી બન્ને સામે જોઈ હસી રહ્યો હતો.
શરીર પર કાળા પટ્ટા, લાલચોળ આંખો, કાળો ચાંદલો જાણે કોઈ તાંત્રિક. શશીનું આ રૂપ જોઈ માતા પિતાની આંખો જાણે ફાટીને ખુલ્લી જ રહી ગઈ. શશી ઊભો થયો. અને લાંબો ને લાંબો થતો ગયો. ભયભીત થઈ બન્ને અંદર જવા ગયા ત્યાં શશી સામે ઊભો હતો અને રડવાના, હસવાના અવાજો સાથે કાળી ચીસો સંભળાવા લાગી. બતીઓ ચાલુ બંધ થવા લાગી, ટી.વી.ની ચેનલો બદલાવા લાગી. સમય પૂરો થયો કે શશી બહાર નીકળી મોઢામાં કાગડો લઈ ચાર પગે દોડતો ભાગી ગયો.
સવાર થઈ અને શશી પોતાના શયનખંડની બહાર આવ્યો. આ શું? આ કેવી રીતે શક્ય છે? માતા પિતા તો એટલા ડરી ગયા કે શશી સામે કંઈ બોલી જતા ન શક્યા. સૌ પોતાના કામે વળગ્યા બપોર થઈ કિરણ આરામ કરી રહી હતી અને દિવાસ્વપ્ન આવ્યું. ચાંદની અને તેનો મિત્ર સાગર શશીને ઘેરીને ઊભા છે અને ચાંદની ઉપરના ઓરડા તરફ ઈશારો કરી રહી હતી. જે કોઈ કાળ અને આવનારી મુસીબતનો ભાસ કરાવતું હતું. કિરણની આંખો ખુલી ગઈ. જોયું તો બધું શાંત હતું. સાંજ થવા આવી હતી. બાકીના સભ્યો કામથી ઘેર પરત ફર્યા.
પરિવાર સાથે નિરાંતે બેસી સમય પસાર કરી રહ્યો હતો. દરવાજાની ઘંટડી વાગી અને સાગર પણ આજની ભયાનક રાતનો શિકાર થવા આવી પહોંચ્યો. પણ શું એ શિકાર બનશે ખરો? ભેંકાર વાતાવરણ અને સન્નાટો છવાયેલો હતો. સૌ પોતાના શયનખંડમાં સૂવા ગયા. નિર્ણયની રાત હોય એમ ખતરાની ઘંટડી વાગી. બરાબર ૨ વાગ્યા અને સૂરજ અને કિરણનો પલંગ જોરથી હલવા માંડ્યો. ચાદર ખેંચાઈ, સૂરજ દિવાલ તરફ ફેંકાણો ને જમીન પર પકડાયો. કિરણ જમીન પર પડી અને ખોપરી, હાડકાંનો મારો થયો. બીજી તરફ શશી દોડતો દિવાસળી શોધવા રસોડામાં બધું ફેંકવા લાગ્યો. હજી એ દિવાસળી લઈ આવે ત્યાં ચાંદની અને સાગરને આવતા જોઈ શશી સંતાઈ ગયો.
થોડીવાર શોધ્યો ને ચાંદનીનું ધ્યાન ગયું તો તે ઉપર છતમાં ચોંટીને લટક્યો હતો. હુમલો કરવા નીચે આવ્યો કે ચાંદની અને સાગરે શશીને વચ્ચે ઘેરી લીધો. આ એ જ દ્રશ્ય હતું જે કારણે દિવાસ્વપ્નમાં જોયું.
હજુ પણ તે સમજી શકતી ન હતી. હવે શશી કશું કરી શકે તેમ ન હતો. ચાંદનીએ માતા પિતાને ઉપર તરફ એક ઓરડા વિશે જણાવતા ત્યાં જવા કહ્યું અને ત્યાં એક અતરની શીશી તથા કાળા કપડામાં લપેટેલા લીંબુ મરચાં અને ખિલ્લી હશે એ લાવી તેનો નાશ કરવા કહ્યું.
અતરની શીશી ફોડી કે શશી ને બળતરા થવાથી ચીસો પાડવા લાગ્યો અને કાળું કપડું સળગાવ્યું કે શશીના શરીરમાંથી રાખના ફુવારા છૂટ્યા અને આત્મા શરીર છોડી ચાલી ગયો. વાતાવરણ શાંત થયું. સૂરજ અને કિરણ માટે નવાઈ એ હતી કે શશી ચાંદની અને સાગરને કશું કરી ન શક્યો.
ચાંદની પેલા દિવસ જેવા અવાજે માતાપિતા ને બધી વાત કરતા કહે છે, "મા! હું રાગિણી અને આ મારો અંગરક્ષક. વર્ષો પહેલા અહીં એક હવેલી હતી. તમે જ મારા માતા પિતા હતા. એ એક રાજવી પરિવાર હતો. હું રાજ કુંવરી હતી અને મારા સ્વયંવર નીચે તૈયારી ચાલી રહી હતી જેમાં બીજા રાજ્યોના રાજ કુંવરો ઉપસ્થિત થવાના હતા. રાજ્યના એક નગર જન નીચે નજર મારા પર બગડી અને મને મેળવવા તેણે તંત્ર વિદ્યાનો સહારો લીધો. તેણે મને ભેટ મોકલી તેમાં લોખંડની કડી અને અતરની શીશી મોકલી અને મારી જાણ બહાર ઓરડામાં કાળા કપડામાં લીંબુ મરચા અને ખિલ્લી લપેટીને મૂકાયા હતા. જેની જાણ મારા અંગત રક્ષકને થતાં મને વિગતવાર વાત કરી. જેવી મેં લોખંડની કડી ફેંકી કે ધડાકો થયો અને બધું તેમાં સળગી ભસ્મીભૂત થઈ ગયું. ત્યારથી આ ઘરમાં નગર જન અને તાંત્રિક નીચે આત્મા કુંવારી છોકરીના પરિવારને હેરાન કરતી હતી. તમારી પુત્રીને જે કુંવર જોવા આવ્યો તેની સાથે નગર જનનો આત્મા પણ આવ્યો હતો. પુત્રીને બચાવવા મેં તેના શરીરમાં પ્રવેશ કર્યો ને પૂછ્યું કે તું ફરી આવ્યો? શંકા પડતા મારો અંગરક્ષક પુત્રીના મિત્રના શરીરમાં સાથે આવ્યો. અહીં ઘણા પરિવારો આવ્યા પણ રહી ન શકતા. આજના ૩ વાગે અમને બધાને મુક્તિ પ્રાપ્ત થશે. ૩નો ટકોરો થયો બન્ને એ સૂરજ અને કિરણને પ્રણામ કર્યા અને પ્રકાશ રૂપે બારીની બહાર નીકળી ગયાં.