Kalpesh Patel

Tragedy Action Crime

4.9  

Kalpesh Patel

Tragedy Action Crime

કોઢ

કોઢ

10 mins
4.1K


આખા મોઢે વ્યાપેલા કોઢને લીધે કદરૂપો દેખાતો છોકરો મધ્ય રાત્રિએ સોસાયટીની સુમસાન શેરીના ફાયર હાઈદ્રેંટના પોઈન્ટ પાસે આવી ઊભો રહ્યો અને મનોમન હરખાતો આકાશ તરફ પૂનમના ચંદ્ર જોઈ." જો બાપુ તારા કહેલ શબ્દો સાચા ઠર્યા ! હું ફેમસ થઈ ગયો. બાપુ મને ખબર હતી કે તમે મારા હમેશાં ખોટા વખાણ કરતાં અને કહેતા હતા કે, " મારો લાડલો ખુબજ સુંદર છે, ઈશ્વરે તેને ઘણી શક્તિઓ બક્ષિસ સ્વરૂપે આપી છે, તે બધાથી અલગ છે અને મોટો થઈ ખૂબ ફેમસ થવાનો છે. બાપુ તમે એ ખોટું કીધેલું આજે સાચું થયું, હું બહુ જ ફેમસ થઈ ગયો.." આંખો પર એક ફ્લેશ લાઈટ પડે છે.

~~~~

 "અરે સુધાકર... બેટા ચાલ ઊઠ જોઈએ જો સૂરજ માથે આવી ગયો." નાનકડાં સુધાકરને લાડ લડાવતો તેનો બાપ હરજી ઊઠાડી રહ્યો હતો. સુધાકર એ હરજીની ઐયાશી અને બજારુ પ્રીતનું પરિણામ હતું. બેસુમાર કાળી કમાણીને ઉડાવતા હરજી માટે અસંખ્ય બજારુ સ્ત્રી સાથે રાચવું અને પરાણે ગણો કે ભાડે લીધેલી, પરંતુ ખરીદેલી પ્રીત કરવી એ રોજનું હતું. પણ હરજી આ બધામાં એક રૂપજીવીનાના મોહમાં પડી ગયો,બજારુ પડખાં સેવવાના ધંધામાં પ્રેમ – પ્રીત શબ્દને કોઈ જ સ્થાન નથી હોતી તે બખૂબી જાણતો હોવા છતાં,શહેરનો નામી ગુંડો હરજી, હેમાંગીના દેહનો ચાહક બની ગયો તેમજ હેમાંગી પણ હરજી ડોનને મનોમન ચાહવા લાગી. રોજ રાત્રે હરજી ડોન કોઠે આવે અને હેમાંગી તેની તમામ સરભરા કરે અને બદલામાં હરજી ડોન પોતે દિવસ લૂટેલી રકમ ઉડાવે અને દરમિયાન કરેલા વિવિધ કારનામાની વાતો કરે.

 હરજી રોજબરોજના મેળાપથી વિચારવા લાગ્યો, " આ હેમાંગી જો મારી જીવનસંગીની બને તો આ એકાકી જિંદગીમાં કોઈ બહાર આવે અને રોજના બજારના ચક્કરથી હું છૂટું અને મારી ગ્રહસ્થી બસાવું - બનાવું." હેમાંગી રોજ હરજીની અવનવી સરભરા કરે અને પ્રેમ રૂપી લાગણીઓના તાંતણાઓથી હરજીની એકલતા દૂર કરવા ભરપૂર પ્રયાસ કરે પણ આ હેમાંગીતો રૂસુલભાઈની કમાણી કરતી દુકાન હતી તેથી તે થોડી સહેલાઈથી હેમાંગીને મોહમાં અટવાયેલ હરજીને હવાલે કરે ? હેમાંગીએ એક વખત બધી જ હિંમત એકઠી કરી રૂસુલભાઈ પાસે પોતાના પ્રેમનો એકરાર કર્યો. વાત સાંભળી રૂસુલભાઈ મોટેથી હસવા લાગ્યો. હેમાંગી કંઈ જ સમજી શકી નહીં. પણ રૂસુલભાઈનું હાસ્ય પૂરું થતા જ પલંગ પર પગ પાસે બેઠેલી હેમાંગીને જોરથી લાત પડે છે. " હેમાંગી, કાન ખોલી સાંભળ,.. "ભાઈ પાસે વનવે એન્ટ્રી છે", "જો આયા વો બસ ગયા " "સમજો જીવનભર ઉસકો યંહા રહેના હોતા હૈ". તું એક કોઠે વાલી ઓરત હૈ, ઓર તું કિસીકી બીવી બનેગી ! ! તું ક્યાં ભૂલ ગઈ મેરા નામ રૂસુલભાઈ હૈ ! મારા માણસો ચારે બાજુ છે અને તું આઘી પછી થસે તો તને મારી નાખશે. મારી પાસે રહેલી પિસ્તોલની ગોળી ઉપર ગમે ત્યારે તારું નામ લખાઈ શકે. ક્યારે કઈ ગોળી પર ! કઈ ગલીમાં ! ક્યાં સમયે તારુ મોત લખ્યું છે એ મને ખબર નથી પણ, તું મને છોડીશ તો મારી પિસ્તોલની બધી ગોળી ઉપર તારું નામ લખાઈ શકે છે, અને તું કમોતે જ મરવાની એ નક્કી છે. જા જતી રહે, અહીંથી. અને સપનાઓ પર લગામ રાખતાં શીખી જા. તારે થોડો આરામ કરી તારે ગામ જઈ મોજ મજા કરવી હોય તો, મને કહેજે તો, એ વ્યવસ્થા થઈ જશે પણ આવી પ્રેમ-પ્યાર જેવી બેતુકી વાતો ન કર."

 હેમાંગીએ સેવેલાં સ્વપ્નો એક ઝાટકે પત્તાના મહેલ માફક પડી ભાંગ્યા. હેમાંગી પોતાના ભાંગેલાં સ્વપ્નો પર હાસ્યનું મુખોટું પહેરી, "અરે..ભાઈ તમે તો મારા માઈ-બાપ. હું તમને નહીં છોડું. પરંતુ થોડા દિવસ મારે ગામ જવું છે, મારી માને મળવા, તો પછી ક્યારે રજા આપશો ? હું હમેશાં મારી જાતને નસીબદાર સમજીશ.".....

 હરજી ડોન પણ મનોમન હેમાંગીને પસંદ કરતો પણ દેહના વેપલાની અંધારી આલમના ધંધામાં, કોઈ પણ ભાગેડુ ‘દુકાન’ને મળતા અંજામથી તે વાકેફ હોવાથી, હેમાંગીની માસુમ જિંદગી બગાડવા નહોતો ઈચ્છતો. હેમાંગીની કોઠેથી છટકવાની વાતો સાંભળી ક્ષણીક વિચારમાં અટવાયો અને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી, " રૂસુલભાઈને ફોન ઉપર કહ્યું કે આજથી હેમાંગીની પૂરી હાજરીના પૈસા તે ચૂકવશે. ફોન પર આપવામાં આવેલી સૂચના સાંભળી હેમાંગી ખુશીથી ઉછળી પડે છે. હરજી ડોન હેમાંગીને ગંભીર સૂચના આપતા, " બસ ખુશ હો ? અબ તું સિર્ફ મેરી બનકર હી રહેગી, ઔર હા મ્હારે એક છોકરો જોઈએ, હેમાંગી, તારું રૂપ અને મારી શેતાની બુદ્ધિયુક્ત બસ એક ફરજંદ,."

આંધળા પ્રેમમાં પાગલ બનેલા હરજી અને હેમાંગીને કાળા ભવિષ્યથી બેખબર દલદલમાં ફસાતા જતાં હતા પણ બંનેને મન તેઓની પ્રીતનું ભવિષ્ય ઉજળું દેખાતું હતું. હરજીના પૈસે રૂસુલભાઈને અડ્ડે તે નોકર-ચાકર વચ્ચે રાણીની જેમ રહેવા લાગી હતી. જાહોજલાલીમાં બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો.

 લાંબો સમય પસાર થઈ જતાં હરજી મનોમન હેમંગીના પતિની માફક જ વર્તવા લાગ્યો. હેમાંગીના ઉદરમાં હરજીનું બાળક ઉછરવા લાગ્યું. હરજીએ, રૂસુલભાઈ સારા મૂડ હોય તેવા સમયે મોકો જોઈ ખુશ ખબર આપવાનું વિચાર્યું. પણ, વિચાર્યું હોય તેવું હમેશા બને ખરું ?. એક સવારે હરજી તેની મસ્તીમાં બંગલાની અગાસી પર ટહેલતો હતો ત્યારે દૂરથી રૂસુલભાઈના ખાસ એવા ઈકબાલની ક્વોલિસ પુરપાટ દોડતી બંગલા તરફ આવતી જોઈ. હરજી કંઈક અઘટિત થયાના અંદેશો કળી તે નીચે પહોંચી.ત્યારે બ્રેકના ચી...ઈ..ઈ..અવાજ સાથે ઘરના દરવાજા પાસે ક્વોલિસ ઊભી રહી.

 ઈકબાલ ક્વોલિસમાંથી ઉતરી હરજીને કહે છે, " ચાલો ગાડીમાં, સુવાવડના છેલ્લા વખતે હેમાંગીની તબિયત બગડી ગઈ છે, તમને એની પાસે છોડી દઉં ..". હરજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના મનમાં હેમાંગી સાથે ગાળેલી ભવ્ય ક્ષણો યાદ આવવા લાગી અને અંતે તેના ઉદરમાં ઉછરતું પોતાનું બાળક યાદ આવ્યું અને મનોમન, "ગર્ભમાં રહેલ બાળકને ભગવાન હેમખેમ અવતરવા દે તેવી પ્રાર્થના કરવા લાગ્યો. હેમાંગીના બાળકનો જન્મ ઉછેર કઈ રીતે કરીશ ? હવે તે હેમાંગી વગર શું કરશે ? હરજી સામે અચાનક ઊભા થયેલા પ્રશ્નોથી તેનું શરીર ઠંડુ પડી ગયું. આંખો વાટે અશ્રુધારા વહેવા લાગી. ત્યાં અચાનક ગાડીને બ્રેક વાગી અને ઈકબાલનો અવાજ કાને પડ્યો, " ભાઈ હોસ્પિટલ આવી ગઈ તમે ઉતરી જાઓ. શૂન્યમનસ્ક બનેલો હરજી ક્વોલિસમાંથી ઉતરે છે અને ઈકબાલ તાબડતોબ પરત નીકળી જાય છે.

 શાંત હોસ્પિટલના કોરિડોરમાં રૂસુલભાઈને જોઈ હરજી ભાંગી પડે છે, અને અંતે ચક્કર આવતાં પડે છે. જ્યારે તેની આંખો ખૂલે છે ત્યારે તે બે નર્સથી ઘેરાયેલો હોસ્પિટલના બેડ ઉપર પોતાને સૂતેલો પામે છે.

રૂસુલભાઈ કહ્યું, હરજી હેમાંગી આપણો સાથ છોડી પ્રભુને ધામ પહોચી ગઈ છે " સાંભળી હરજી પોક મૂકી રડી પડે છે અને માત્ર એટલું જ બોલે છે. "હું લૂંટાઈ ગયો મારે હેમંગીનો આશરો જોઈએ છે." રડતાં હરજીને નર્સ અને રૂસુલભાઈ શાંત પાડવા લાગે છે અને કહે છે, તારી હેમાંગીના બાળકને બચાવી શકયું છે અને તે જીવે છે અને તેને શહેરના બાળ- મહિલા કેન્દ્ર રાખેલું છે. આ વાત જાણી હરજી ને થોડી શાંતિ થઈ અને તે પ્રઘાઢ નિદ્રામાં સરી પડે છે.

 હરજીને જીવનમાં ક્યારેય ન મળેલ આનંદ આ હેમંગીના બાળક પાસેથી મળે છે. હેમંગીનું બાળક તેના ચહેરા ઉપર કોઢ ધરાવતું કદરૂપુ જ્ન્મ્યુ હતું. ધારણાથી વિપરીત !, પરંતુ હરજી માટે હેમાંગી સાથેની પ્રીતની નિશાની રૂપ આ બાળક હરજીને દુનિયાનું સૌથી રૂપાળું બાળક હોય તેમ લાગતું.જેમ ચંદ્ર – શશીમાં પણ ડાઘ હોવા છતાં, તેના સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્યતામાં કોઈ ઓટ નથી હોતી, તેમ હરજી એ બાળકનું નામ સુધાકર રાખ્યું અને પ્રેમથી લોકો “સુધો” કહી બોલાવવા લાગ્યા. તે હરજીના ઘેર રાખેલી આયા અને નોકરોમાં સુધાકર સૌનો લાડકવાયો બની ગયો હતો. સૌએ પ્રેમથી ઉછેરવા લાગ્યો.

રોજ સવારે લાડ લડાવતા હરજી તેને ઊઠાડતો. રોજ તેને નિશાનબાજીના ખેલ શીખવતો. આમ સમય વિતતા સુધાકર પાંચ વર્ષનો થતાં બહાર રમવા જતો પણ આ અણસમજુ બાળકને આજુબાજુના બાળકો ચીડવવા લાગ્યા. નાનકડા બાળકને ત્યારે કંઈજ સમજ ન પડતી અને તે રમતો રહેતો. તે જેમ મોટો થવા લાગ્યો તેમ તેના ચહેરા ઉપરનો કોઢ વકરવા લાગ્યો અને ચહેરો વધુ ભયાનક બનવા લાગ્યો. અરીસામાં પોતાને જોઈ તે નિર્દોષ સવાલ પૂછતો, "બાપુ હું કેમ બધા જેવો નથી !" ત્યારે હરજી કહેતો, " બેટા તું સૌથી અનોખો છો ! ભગવાને તને સ્પેશિયલ બનાવ્યો છે. તું કોઈ વાતો ન સાંભળ."

 સુધાકર હજુ સમજણની પા પા પગલી માંડી રહ્યો હતો અને હરજી તેને પોતાના કાળા ધંધાથી દૂર રાખી, સુધાકરને સારા વિચારોનું સિંચન કરતો રહેતો હતો. એક દિવસ હરજીના ઘર પાસે, સુધાકર છોકરાઓ સાથે રમતા ઝગડી પડ્યો અને ગુસ્સે થયેલા સુધાકરે પથ્થરના ટુકડાનો છુટ્ટો ઘા કરતાં એક છોકરાના કપાળમાં વાગતાં લોહી નીકળવા લાગ્યું. હરજીએ દિવસ સુધાકરને ખૂબ જ શાંતિથી સમજાવ્યો, "બેટા.. તારે તો મોટા માણસ બનવાનું છે તું આવા તોફાન કરીશ તો બેટા, તું ખૂબ ભણી હોશિયાર કેવી રીતે થઈશ ?." નાનકડો બાળક, "પણ બાપુ બધા મને બહુજ ચીડવે છે "કાબર ચીતરો સુધલો " કહે છે.

 હરજીનું દિલ દુભાય છે પણ લાચાર.. કુદરતે સુધાકરને આવો ચહેરો આપ્યો હોય તેમાં કોઈ શું કરી શકે?, "કોણ કહે છે? તું કાબર ચીતરો અને કદરૂપો છે, એ બધા જુઠ્ઠા છે. દીકરા સુધાકર, તું જોતો ખરો તારી છરી ફેંકના નિશાન કેવા સચોટ છે ! તને કહ્યું હતુંને કે તું એકદમ અલગ, અનોખો ઈશ્વરે જ મોકલ્યો છે. એ બધાની વાતો કાને ન ધરીશ, તું મોટો થઈ નામ કમાઈશ અને પ્રખ્યાત થઈશ." હરજી સુધાકરને વારંવાર આવી વાતો કરી સમજાવે પણ આ દુનિયાનો ક્રમ છે જે ચીડાય તેને લોકો વધુને વધુ ચીડવે.

 સુધાકર લગભગ સાત વર્ષનો થયો,આટલોસમય વિત્યો પણ રૂસુલભાઈ હજુ પણ તેમની ધીખતી કમાણી કરતી દુકાન અકાળે બંધ થવા પાછળ હરજીને કારણ માનતા હતા. હરજી ડોનના તાપને લઈ તેઓ સમસમી ચૂપ રહેલા, પરંતુ રૂસુલભાઈ તેનો બદલો લેવા ફિરાકમાં રહેતા હતા, અને એક દિવસ શહેરમાં થયેલા તોફાનનો લાભ લઈ, પોલીસને હાથો બનાવી હરજીનો છેદ ઉડાડી, રૂસુલભાઈ પોતાનો જૂનો હિસાબ ચૂકતે કરે છે. આમ હરજીના મૃત્યુ પછી, સુધાકર તેના કદરૂપા ચહેરા સાથે એકલો પડી જાય છે. 'બાપુ ' ના ગયા બાદ હરજીનું મકાન તેના સાથીદારોએ તફડાવી, સુધાકરને બેસહારો બનાવી ઘરની બહાર તગેડી મૂકે છે. સુધાકરનું બાળ માનસ બળવે ચડ્યું હોય છે. અત્યાર સુધી હરજીની છાયામાં અને તેની આસપાસની દુનિયા-વાતાવરણમાં તે સુરક્ષીત હતો પણ બહાર તેના કદરૂપા શરીર અને ગુસ્સાના લીધે લોકો તેને વધુને વધુ ચીડવવા લાગ્યા કેટલીક જગ્યાએ તો બીજા તોફાની બાળકો ગાંડો કહી પથ્થર પણ મારતા. ક્યારેક તેની પાછળ ફટાકડા બાંધી દોડાવતાં. હરજીની વધુ સુખી જીવનની અપેક્ષાનું પરિણામ બાળક ભોગવી રહ્યો હતો.

 ભાગતો, છુપાતો તે શહેરમાં આવેલી નાટક કંપનીમાં જઈ પહોંચ્યો. કંપનીના માલિકે તેના ભરાવદાર શરીરને લીધે તેને ફ્લોર ઉપરના સહ કલાકાર તરીકે રાખવા નક્કી કર્યું અને ફ્લોર ઉપર અવનવા ખેલ કરવા પ્રેરિત કર્યો. ત્યાં તે આંખો બંધ કરી છરી વડે નિશાન બાજી, ખીલા ઉપર ચાલવું, ટ્યૂબ લઈ ખાવી વિગેરે જોખમી અવનવા કરતબો શીખ્યો. તેના અચંબીત કરી મુકતા કરતબોથી સુધાકર હવે મોતના ખેલના કલાકાર તરીકે ફેમસ થવા લાગ્યો. કાચી ઉંમર અને ચહેરાના અજુગતા દેખાવ અને મેકઅપના લપેડાના લીધે લોકોની સહાનુભૂતિ પણ મળતી.

તરુણાવસ્થાએ મગજ તેજ ગતિએ દોડવા લાગ્યું હતું. માન-અપમાનની ખબર પડવા લાગી હતી. સ્ટેજ ઉપર તે કરતબોના લીધે ઓછો અને દેખાવના લીધે વધુ ફેમસ હતો તેની સમજણ પડવા લાગી હતી. વારંવાર થતા અપમાનની આગથી અંદરથી બળવા લાગ્યો હતો.

 એક દિવસ નાની એવી વાતમાં એક કલાકારને નાટક કંપનીના માલિક સાથે ચડભળ થઈ અને નાટક દરમ્યાન ખોટી પિસ્તોલને બદલે, તે કલાકારે સાચી પિસ્તોલ વડે નાટક દરમ્યાન માલિકની હત્યા કરી નાખી. આવેશમાં આવી કરેલા કૃત્યથી તે કલાકાર દુઃખી થયો પણ તે ચાલાક કલાકારે પિસ્તોલને સુધાકરના હાથમાં થમાવી દઈ તેને એક ગુનેગાર બનાવી દીધો હોવાથી,તે રાતોરાત નાટક કંપની છોડી ભાગી જાય છે પોલીસ સુધાકરને ભાગેડુ જાહેર કરી તલાશ શરૂ કરી દે છે.

સુધાકર ગલીઓ, શેરીઓ, મહોલ્લાઓમાં ભાગતો છૂપાતો ફરે છે અને એક દિવસ તેની સામે એક ક્વોલિસ આવી ઊભી રહે છે. તેમાં રહેલા વ્યક્તિ તેને અંદર બેસવા કહે છે. પોલીસથી બચવા સુધાકર ક્વોલિસમાં બેસી જાય છે. પણ તેને કયા ખબર હતી, તે ગાડીમાં નહીં પણ ગુનાઓની દુનિયામા પ્રવેશ કરી રહ્યો છે !

 ક્વોલિસમા તેની સામે બેઠેલો વ્યક્તિ બીજો કોઈ નહીં પણ છળકપટથી પોલીસ સામે હરજીને ધરી દેનાર રૂસૂલભાઈ અને તેનો જ સાગરીત ઈકબાલ હતો. નાટકમાં સુધાકર દ્વારા છરીઓના કરતબ જોઈ પોતાની ગેંગમાં સમાવવા માટે નિર્ણય બહુ સમય પહેલા જ લઈ લીધો હતો પણ યોગ્ય મોકાની રાહમાં હતો. નાગેશ નાટક કંપનીના માલિકની હત્યામાં ખોટો સપડાતા જાણી, રૂસૂલભાઈને  જોઈતો મોકો આખરે મળી ગયો.

તરુણાવસ્થામાં રસ્તો ભટકેલા છોકરાઓ અંધારી આલમમાં પ્રવેશતા હોય છે અને રૂસૂલભાઈ જેવા અંધારી આલમના શહેનશાહો આવા છોકરાઓને પાવર અને પૈસાની ચમકવાળી દુનિયા બતાવી ગુનાહિત પ્રવૃત્તિ કરવા પ્રેરતા હોય છે. સુધાકરને પણ તેની છરીઓ ફેંકવાની કળા વડે અંધારી આલમનો બાદશાહ બનાવવાના સપનાઓ દેખાડી એક પછી એક હત્યાઓ કરવા પ્રેરવામાં આવે છે. જેના લીધે આગળ જતાં તે ‘સુધો' કિલરથી પ્રખ્યાત થાય છે.

 આમ સુધાકર ઉર્ફે સુધો તેના કદરૂપા ચહેરા અને અસંખ્ય હત્યાઓ કરવાના લીધે હિટ લિસ્ટમાં ચડી જાય છે. અંધારી આલમના બાદશાહ બનવાનું સપનું બતાવનાર રૂસુલભાઈ સુધાકરની મહત્વકાંક્ષાને વહેલી તકે સમજી જાય છે અને એક દિવસ છળકપટથી પોલીસ સમક્ષ ધરી દે છે. સુધાકર ઉર્ફે સુધો કિલર પોલીસના સકંજામાંથી છટકી જાય છે અને રૂસુલભાઈ પણ હત્યા કરી નાંખે છે.

 શહેરમાં રૂસુલભાઈની જુદીજુદી જગ્યાએ ધમધોકાર ચાલતી રૂપની હાટડીઓ પાછળ બીજા અનેક મોટા માથાઓના પીઠબળો હતા, તેઓના નામ ખુલ્લા ન પડી જાય તે માટે આવા પરિબળો સુધાકરને જીવતો કે મરેલો પકડી લાવવા પાછળ ઈનામો જાહેર કરાવે છે. અને શેરીઓ, મહોલ્લાઓ, ગામ, શહેર, દેશમાં ચારે બાજુ ટીવી ઉપર તેના કદરૂપા કબરચીતરા ચહેરાની ક્લિપ ટેલિકાસ્ટ કરી જાહેર સ્થળે તેના ચહેરાના પોસ્ટર ચોંટાડવામાં આવે છે.

 મધ્યરાત્રિએ સુમસાન શેરીમાં પૂનમના અજવાળે, સુધાકર આખરે દોડતો આવી શ્વાસ લેવા અટકે છે અને દીવાલ પરના ચોંટાડેલા એક તેના પોસ્ટર જોઈ મોટા આક્રંદ સાથે ગરજે છે, "બાપુ...તમે મને જિંદગીનાં મધદરિયે મૂકી અકાળે જતાં રહ્યા. એ એક નજર આભમાં સોળે કળાએ ખીલેલા ચંદ્ર સામે અને બીજી નજરે તેના દીવાલ ઉપર લાગેલા રંગીન પોસ્ટર સામે જોઈને આક્રંદ સાથે અરે... બાપુ તમે મને ખોટે ખોટો આ ચાં ને રવાડે કેમ ચડાવી દીધો મને ?...તમને તો દુનિયાની ખબર હતી, શું કામ મને જીવતો રહેવા દીધો હતો !

 શેરીએ નાકા બંધી કરી ઊભેલી પોલીસ વાનના માઈકથી વારંવાર સરંડર થવા આપતા આદેશથી કંટાળી, સુધાકર ઉર્ફે સોમો તેના કાન ઉપર હાથ દાબી મોટે મોટેથી રડવા લાગ્યો, " બાપુ તું જો... મને મોટો બનાવના તારા “કોઢ” કરતાં ઉપરવારના “કોઢ” કેટલા સચોટ છે ! " જો બાપુ કાન દઈ સાંભળ ! આજે શહેરની ગલીઓમાં પર મારા નામ પોકારાય છે અને દરેકની જીભ પર એક જ નામ છે કાબરચીતરો ગુંડો." માફ કરજે.. તારા સુધાએ તારા ‘કોઢ’ ખોટી રીતે પૂરા કર્યા.

 બાપુ મે મારી માનો ચહેરો તો જોયોજ નથી, અને અરીસો તો મારો જનમથી વેરી હતો. મારે તારો એકજ આશરો હતો. તું મારો સાથ છોડી ગયો અને તું પણ હવે મારી પાસે નથી, મારા આ વહેતા આંસુના પ્રતિબિંબ પડે તે દર્પણ ક્યાંથી ખોળું ?,મારા દિલના દર્દને બોલ્યા વિના સમજે એવા સગપણ ક્યાં મળશે મને ? તે મને કહે..

 ~~~

આંખો સામે ફ્લેશ લાઈટ પડે છે. સુધાકરની આંખો તેજ લાઈટ સામે ખૂલી શકતી નથી અને સામેથી બંદૂકમાંથી ગોળીઓ છૂટે તે પહેલા, સુધાકરે ન છૂટકે પોતાની પિસ્તોલને, લમણે તાંકી તેનો ઘોડો દબાવી દીધો. પોઈન્ટ બ્લેકથી વછૂટેલી ગોળીએ તેનું કામ કરી દીધું. સોળે કળાએ પ્રાંગરેલી પૂનમને અજવાળે સુધાકરનો કાબરચીતરો ચહેરો હંમેશ માટે મટી ચૂક્યો હતો.. બચેલો લોચો હવે “એકજ” રંગ ધારણ કરી ચૂક્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy