STORYMIRROR

Kalpesh Patel

Children Stories Inspirational

4  

Kalpesh Patel

Children Stories Inspirational

જાલીમ દુનિયા

જાલીમ દુનિયા

3 mins
3

જાલીમ દુનિયા.~ બાળ કથા

૨૦૪૫નું વર્ષ હતું. ગુજરાતના કચ્છમાં આવેલ ખાવડા રિસર્ચ સેન્ટરમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે નવો ચમત્કાર બન્યો . અહીં, રેતના ખડકો માં મળેલ અસ્મિઓ દ્વારા પ્રથમ વખત, દેશના વૈજ્ઞાનિકોએ જુરાસિક યુગની એક પૂર્ણ DNA સિક્વન્સ નાં કોડ વાંચવામાં સફળતા મેળવી હતી.

પરંતુ યુવાન ભારતીય જિનેટિસિસ્ટ ડૉ. આશિત પારેખનું મન શંકાથી ભરેલું હતું.
“પ્રકૃતિએ જે નામશેષ કરી દીધું છે, તેને પાછું લાવવાનું માણસ માટે યોગ્ય છે?” — એ પ્રશ્ન એની આંખોમાં હંમેશા તરતો રહેતો.

એક સવારે રિસર્ચ સેન્ટરમાં હલચલ મચી ગઈ. ટીમે સફળતાપૂર્વક એકમાઈક્રો–એમ્બ્રિયો બનાવ્યો હતો, જેમાંથી થિયરી મુજબ, કોમ્સોગ્નેથસ નામનો નાનો પણ તીવ્ર ડાયનોસોર જન્મી પૃથ્વી પર પરત આવી શકે તેમ હતો.
ભલે ten એક મરઘી જેટલો નાનો હોઈ શકે , પણ ઝડપ અદલ ડાયોસોર ની વીજળી જેવી.

“આ માત્ર શરૂઆત છે,” મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એલિન સ્મિથએ કહ્યું,
“જો આપણે નાનો ડાયનોસોર બનાવી શકીએ, પછી તેને તો મોટા પણ બનાવી શકીએ.”
આશિલને આ શબ્દો સાંભળતાં જ  ભાવિ નાં ભયથી કંપારી આવી ગઈ.

આમ તારીખ: ૨૮ એપ્રિલ.વહેલી દવારે ૩:૪૫ વાગે ઇન્ક્યૂબેટરમાંથી એક પાતળું તિરાડવાળું ખોળું તૂટ્યું. અંદરથી કોઈ જીવંત હરકત પછી બે નાની આંખો, અજવાળે અડપલા ખાતાં.ડાયનોસોર જન્મી ગયો!

તેને નામ આપ્યું “છોટુ ” — ગુજરાતી ‘નાનો ટકચુકડો ’ શબ્દ પરથી.

છોટુ આશિલ પાસે જ જઈને ઊભો રહ્યો. જાણે કોઈ જૂની ઓળખાણ હોય તેમ.

આશીલનું હૃદય દયા ભાવ પલટાઇ ગયું .

છોટુના જન્મ પછી બે જ મહિના મા સરકાર અને ખાનગી કંપનીઓનું ધ્યાન પ્રોજેક્ટ પર ચોંટ્યું.

“ટૂરિઝમ, સૈન્ય, દવા, હવે બધું બદલાઈ જશે,”નવી બનેલી ગ્લોમોર કંપનીના CEO બેન જેમ્સ જાહેરમાં કહેતાં.તેમનો ઈરાદો સ્પષ્ટ હતો: પૈસાની ફીકર નહિ મોટા ડાયનોસોર બનાવો. ટાયરાનોસોરસ સુધી જાવ.

આશિલ ભાવિના ભય યહી અવાક.
“આ છોટુ તો હેતાળ -harmless હતો, પરંતુ ટાયરાનોસોરસ? તે તો પ્રકૃતિનો રાજા, વિનાશનું જીવતું યંત્ર!”

પરંતુ કંપની નો મત હતો—હવે “સંશોધન રોકી દેવાની પાછળ કોઈ કારણ નથી.”

એક રાતે લેબમાં પાવર ફેલ્યોર્સ થયો. સિક્યોરિટી ડોરના લોક ખુલ્લા થઈ ગયા.
છોટુ , જેને આશિલ પાંજરા માં પૂરી પ્રેમથી ઉછેરતો હતો, ડરી ગયો અને બહાર નીકળી ગયો.

વાત પહોચી ગઈ નેશનલ મીડિયાસુધી.

“ડાયનોસોર escaped in Kutch!”

દેશમાં હાહાકાર.પણ આશિલને ખબર હતી, છોટુ કોઈને નુકસાન કરશે જ નહિ. તે જરૂર તેની પાસે પાછો આવશે જ.

અને એ થયું પણ તેવું .

છોટુ તેને  સૂંઘતો,શોધતો પાછો સેન્ટટ માં આવ્યો, ખાવડા નાં રણના રેતાળ પવનમાં વીજ પગલાં સાથે.

“અરે છોટુ આ દુનિયાને તું જાણતો , છોટુ  તેને પાંજરે પૂરી રમકડું બનાવી તારા નામે વેપલો કરશે … એવી આ જાલીમ દુનિયા છે આ ”આશિલ ફૂંકાતી રેતીની ડમરીમાં નીચે બેસીને બોલ્યો.

વાત વધી ચુકી હોઈ,તે રાત્રે પ્રોજેક્ટ ટીમ અને સૈન્ય છોટુ ને પકડવા આવી ગયું.
બેન જેમ્સ ચીખ્યો,આ હવે છ ટ કવો નાં જોઈએ...
“ડાયનોસોરને ઘેન નું ઇન્જેક્શન આપી જલ્દી tranquilize કરો!”

આશિલ આગળ આવી ઢાલ બની ગયો.
“છોટુને  કોઈ કશું નહિ કરે !”

પણ આવેલા સૈનિકો એ આશિલ ને પકડી લીધો...

ત્યાં અચાનક—છોટુ આશિલને બચાવવા માટે ડોક્ટરની વેક્સીન ગન તરફ ઝૂક્યો અને પોતે જ વેક્સીન લઇ દુઃખમાં આંખ મીંચી tranquilizer થઈ ગયો.

એક ઝટકામાં એની નાની આંખો બંધ.
ખાવડાનો બાળ-ડાયનોસોર શાંત પડી નિષચેતન થઈ ગયો.

આ ઘટનાના બીજા દિવસે ભારત સરકારે પ્રોજેક્ટ પુરાતન બંધ કરવાનો આદેશ આપ્યો.

“માણસમાં જેટલી બુદ્ધિ છે, એટલું જ ધૈર્ય, દયા અને મર્યાદા હોવી જોઈએ.”

આ શબ્દો આશિલે તેના રિસર્ચ પેપર પબ્લિશ કરતા આંતરરાષ્ટ્રીય મંચ પર કહ્યું.

છોટુ આજે પણ જીવે  છે, પરંતુ એક ગુપ્ત નેચરલ રિઝર્વ સેન્ટરમાં, જ્યાં સામાન્ય માણસનો કોઈ  પણ હસ્તક્ષેપ નહિ.

આશિલ છેલ્લે ભીની આંખે ઘેનમાં સુતેલા છોટુને જોઈ બોલ્યો..

“ડાયનોસોર પાછા લાવી શકાય, પરંતુ છોટુ તેમને પાછા બોલાવી, જાળવવા માણસે પોતાની હદ સમજવી પડશે.”

છોટુ આશિલના હાથનાં સ્પર્શને ઓળખી ગયો.અને આંખ પટપટાવી પ્રતિભાવ આપ્યો ...

કોઈ વેક્સીન મને નહિ સુવાડી શકે, હું મરજીથી સૂતેલો છું .તું સાચો હતો..

..ભાઈ તારી દુનિયા જાલીમ છે, હું પણ તેને હવે ઓળખી ગયો..

માનવ અને પૂર્વજગતની એ ગંભીર, નિશબ્દ મિત્રતા… રણના પવનમાં આજે પણ જીવંત છે.



Rate this content
Log in