અમર પ્રેમ
અમર પ્રેમ
અમર પ્રેમ.
અરબ સાગરના નીલાંજર ગહન પાણીમાં ભારતીય નૌકાદળની પનડૂબી INS વ્રજ -7, તેનો નિયમિત અભ્યાસ કરી રહી હતી. આજની મુસાફરીમાં બે જુદા સમાજના, પરંતુ એક સરખી દેશદાઝનાં ધબકારાવાળા સાથે હતાં — શીલા ત્રિવેદી, ગુજરાતની અંતરમુખી , સંતુલિત અને સિદ્ધાંતોમાં જીવતી નેવલ સાર્જન્ટ , અને સોહીલ મિર્ઝા, હૈદરાબાદનો હસમુખ, બુદ્ધિશાળી એટોમિક એન્જિનિયર.
બંનેની વચ્ચે ધર્મ, સંસ્કાર, રહે-રહેણીની અભેદ ભીંતો હતી… પણ એક આ આરબ સાગરની લહેરો અને ફરજ બંનેને એક જ છત નીચે રાખતા હતા.
⚓ પ્રથમ સ્પર્શ : ઇમરજન્સી ડ્રિલ.
એક બપોરે રેસ્ક્યુ ડ્રિલ દરમિયાન પનડૂબીના આગળના ચેમ્બરનો પ્રેશર રિલીઝ વાલ્વ ઓપરેટ ન થયો. ખારા પાણીનો ધોધ ઘૂસી રહ્યો હતો. હાડમારી ગભરાટ વચ્ચે સોહીલ વાલ્વ પર ચડીને બોલ્યો,
“શીલા મેમ, તમે બેકઅપ પમ્પ ચાલુ કરો! હું વાલ્વ સીલ કરું છું!”
શીલાએ પહેલી વાર એની પાણીદાર આંખોમાં જોયું, તેમાં ડર કોઈજ નહોતો, માત્ર જવાબદારી.
તે બોલી,
“સોહીલ, નાં તારો જીવ જોખમમાં છે— નીચે ઉતર!”
પણ તે હસ્યો, “ ઓર્ડર આપ્યો હોત તો, આ જ પળે ઉતરી આવત, આ તો માત્ર તમારી માનવીય લાગણી છે સારજન્ટ!”
એક ક્ષણ… બંને વચ્ચે એ ક્ષણે અજાણ્યો ધબકારો વેગ પામ્યો.
ગહન પણ સફળ ડ્રિલ દરમ્યાન ઉચાટમાં બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટ્યા.
રેસ્ટ રૂમમાં હળવા થતાં શીલાએ ફર્સ્ટ એઈડ બોક્સમાંથી બીટાડીન લઇ સોહીલના હાથનો ઘા સાફ કર્યો. સોહીલ મજાકથી બોલ્યો,
“ અરે મેમ તમારો હાથ આ બાવડા નાં ઘા ને હિલ કરતા કરતા , મારા હૃદય પર પણ કાનસ ફેરવે છે, thodu tya pan ધ્યાન આપશો ને ?”
શીલા પહેલીવાર હસી પડી.
છોટી પનડૂબી, 40 લોકોની સંગત , સાથે સમંદરનો વિશાળ એકાંત.
આ પછી બંને રોજ રાત્રે ડ્યુટી બદલતી વખતે, ચેન્જ વખતે ડ્રેસીંગ રૂમમાં બે મિનિટનો મૌન સંવાદ કરતા.
કોઈ “પ્રેમ” નાં શબ્દ બોલતા નહોતા, પણ તેમની નજરો આખું ગીત ગાતા હતા.
ડ્રિલ નો આખરી દિવસ હતો . લેન્ડ બેસ પરથી કમાન્ડ આવ્યો કે પનડૂબી ને 4000થી વધારે બીજા 200 ફૂટ નીચેના ટ્રેન્ચમાં લઈને રિસર્ચ ટીમમાટે લોડ કેરિંગ ડેટા એકઠા કરો.
જોખમ ઘણું હતું.
તે અગાઉની રાત્રેજ સોહીલ બોલ્યો હતો ,ડ્રિલ પતે થી હું તારી માં પાસે તારો હાથ માંગવા આવીશ “*શીલા, પણ એક વાત કહું?
જો કાલે કંઈ થાય તો… યાદ રાખજે કે હું તારા નામના જ શ્વાસ....
” શીલા એને વધારે બોલતા અટકાવી ગઈ,...“ફરજ વખતે લાગણીઓનો અવાજ ન આપવો જોઈએ.**”
સોહીલ, હસીને બોલ્યો, “પણ, મેમ લાગણીઓ અને ફરજ માં કોઈ ફરક નથી. જેમ ફરજ, તેવું જ લાગણીનું છે, તે તો શ્વાસની જેમ આવી જ જાય છે…”
બન્નેની આંખો ભીની થઈ ગઈ. પરંતુ પ્રેમને નામ આપવાનો સમય ક્યાં હતો? ત્યાં એકાએક 4199 ફૂટની ઊંડાઈએ પહોંચતા જ પનડૂબીના એટોમિક પાવર-સિસ્ટમમાં નાનો વિસ્ફોટ થયો. ઝપ કરતી લાઈટો બુઝાઈ,અને ઓક્સિજન કટોકટી શરૂ. પનડૂબી ધીમે ધીમે નીચે સરકી રહી હતી.
બધા વિભાગને સંકલિત કરવાનું કામ શીલાએ હાથ લીધું .
સોહીલ તૂટેલા પાવર પેનલ પાસે દોડ્યો.
શીલા, બેકઅપ ઑક્સિજન ટરબાઇન ચાલુ કર! હું એટોમિક સિસ્ટમ રી-બુટ કરું છું!”
પણ ટરબાઇન ની પેનલ પાસે સ્પાર્કસ ઉડી રહ્યા હતા.
“સોહીલ, તું ટરબાઇનથી દૂર રહેજે, હિટિંગ વધ્યું છે વિસ્ફોટ થશે!
ના શીલા હું સોહીલ, ચાંદ જેવો ઠંડો, મને ગરમી નો ડર શું? તું સરફેસ ટીમને બચાવ હું ટર બાઇન શટ કરુંછું!”
લાઈટો છેલ્લીવાર ઝળહળી. વિસ્ફોટ થયો.
પનડૂબી સ્થિર થઈ ગઈ. ઇમરજન્સી સિસ્ટમ શરૂ થઈ. શીલા દોડી આવી તો સોહીલ ટર બાઇન ની ફર્સ પર પડ્યો હતો, આખરી સ્મિત સાથે.
“શીલા… આજે લાગણીઓને ફરજની સામે કાંઈ બોલવા દે…તેની અધખુલી આંખ બોલી રહી હતી ”
શીલાનાં હૃદયના વધેલા ધબકારાઓ આંખોમાં મોતી બની ઉભરાઈ ગયા. આખરે સોહીલનો હાથ થામી એ રડી પડી.
“સોહીલ… હું પણ” તે બોલ્યો, “ મારું મન કહે છે … તું જીવતી રહે એ આપણા માટે પૂરતું છે…”
અને તેનો હાથ ધીમે ધીમે ઠંડો પડી ગયો.
અફાટ સમુદ્રમાં અચળ વચન પાળી પનડૂબી બચી ગઈ. બધાના જીવ બચી ગયા. પણ શીલાના હૃદયનો ધબકાર આંશુ બની વિચલિત થયો.
બેઝ પર વાપસીના દિવસે શીલાએ સમુદ્ર તરફ જોયું અને મનમાં બોલી—
“તુજથી જ જન્મેલી પ્રીત — તુજમાં જ સમાવી લઉં છું, સોહીલ…”
તે દર વર્ષે એ જ તારીખે સાગર કિનારે એક મોટી સફેદ કાગળની હોડી પાણીમાં મૂકે છે, જેની પર દિલની આરઝૂ લખેલી હોય છે— “પ્રીત નાં જાણે રીત ”.
સમુદ્રની શાંતિમાં હિલોળા લેતો એક પ્રેમ.
શીલા અને સોહીલનો પ્રેમ— ધર્મ જાતિનાં સીમાડા ની પાર, જાતિનાં સીમાઓની પાર, ફરજ વચ્ચે જન્મેલો, અને સમુદ્રની ઊંડાઈમાં અમર બનેલો પ્રેમ શીલા નાં આસું માં આજે પણ જીવંત છે.
~~~~~~~
સોહીલ” નામનો અર્થ સામાન્ય રીતે ચાંદની, ચાંદનો પ્રકાશ, અથવા તારો થાય છે.
---
વિગતવાર સમજણ 🌙
- અર્થ: “સોહીલ” (સોહૈલ) નામનો અર્થ Moon glow (ચાંદની), Moon light (ચાંદનો પ્રકાશ), Star (તારો) થાય છે.
- મૂળ: આ નામ ભારતીય છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજમાં પ્રચલિત છે.
- રાશિ: આ નામ કુંભ (Aquarius) રાશિ સાથે જોડાયેલું છે.
- નક્ષત્ર: શ્રવણ, પૂર્વ ભાદ્રપદ અને શતભિષા નક્ષત્ર સાથે સંબંધિત છે.

