વિરાજ અને વેતાળ
વિરાજ અને વેતાળ
આફ્રિકાની સફર — વેતાળનું રહસ્ય
ભારતની લોકકથાઓ પર સંશોધન કરતાં યુવાન વિધાર્થી વિરાજને પ્રાચીન પુસ્તકાલયમાં એક પીળો પડતો નકશો મળે છે. તે પર લાલ શાઈથી માત્ર એક જ વાક્ય લખેલું—
વેતાળનો વંશ આફ્રિકાના માવીંજા જંગલોમાં આજે પણ ધબકે છે.
વિરાજને આશ્ચર્ય થયું.વેતાળ તો ભારતીય પૌરાણિક છાયાપ્રાણી છે, અને આફ્રિકાનું જંગલ,બંધ બેસતું નહોતું, પણ અજાણી સીમાઓને પાર કરવાની જિજ્ઞાસા તેને આફ્રિકા લઈ ગઈ.
માવીંજા જંગલમાં પહેલો શ્વાસઆફ્રિકા પહોંચતાં જ વિરાજને જંગલની પ્રથમ હવા કંઈક અલગ લાગી. ભીની માટીની મહેક, લાકડાના ધુમાડાની ગંધ અને દૂરથી સાંભળાતા ઢોલ.
સ્થાનિક ગાઈડ સોમાનીએ ચેતવ્યો “આ જંગલ રાત્રે હંમેશા જીવંત રહે છે… પણ જે ચાલે છે તેને દેખાતું નથી.
આ વાક્ય વિરાજના મનમાં ચમકતો તીર બની રહી ગયું.
અદૃશ્ય અવાજજંગલની વચ્ચે પહોંચતાં હવામાં અચાનક ઠંડક ફેલાઈ.પાંદડાં કોઈનાં અસ્વાભાવિક ઉછ શ્વાસમાં હલતા રહી તાલી પડતા હોઉં તેવો અવાજ કરતા હતા.
અને પછી—એક અવાજ! એવો અવાજ કે જેમાં ભારતની પરિચિત ભાષામાં પણ ઝળકતો.....હં,...વિરાજ… આખરે તું દૂરથી આવ્યો ખરો .
સોમાનીને કશું સંભળાયું નહીં,પણ વિરાજને સમજાયું,કોઈ તેને જોઈ રહ્યું છે.
ચંદ્રછાયામાં વેતાળરાત્રે કેમ્પમાં અડધી ઊંઘમાં વિરાજને આભાસ થયો—દીવટાની જ્યોત ધ્રુજતી હતી. કેમ્પની બહાર એક આકાર ઊભો હતો.ચાંદની જેવી શ્વેત પાતળી રેખાઓથી બનેલું શરીર,ચહેરો અર્ધો માનવ, અર્ધો છાયો.
હું તને ડરાવવા આવ્યો નથી, વિરાજ,
તે બોલ્યો.;હું ભારતનો નથી… પણ મારા વંશની જડ ત્યાં તમારા ગિરનાર ની ખીણ માં છે.
વિરાજ નિર્વિકાર સાંભળતો રહ્યો.
પ્રાચીન વંશની વારસાગાથાવેતાળ ધીમે અવાજે કહ્યું:
હજારો વર્ષ પહેલા અમે છાયો અને ચેતના વચ્ચે જીવતી પ્રજા હતા. અમારા પૂર્વજો ભારત અને આફ્રિકા વચ્ચે યાત્રા કરતા—જ્ઞાન, ધ્યાન અને તંત્રવિદ્યાનો અભ્યાસ કરવા.
પણ માનવના લોભે અમને પકડવાની કોશિશ કરી.અમારી જાતિ વિખરાઈ ગઈ…અમે છાયા બનીને ગિરનાર છોડી આ જંગલના રક્ષક બની રહ્યા.
જ્ઞાનની પરીક્ષાવેતાળે વિરાજને પ્રશ્ન પૂછ્યો:
નવું જાણવા ની ઈચ્છા અને નવી ભેગું કરવાનો લોભ—બંને એકસરખા લાગે છે.પણ સચો તફાવત શું?”
વિરાજે જવાબ આપ્યો:
જ્ઞાન પ્રકાશ તરફ ધકેલે છે,
લોભ અંધારામાં ફેંકે છે.
વેતાળે, વિરાજ પાસે ઝૂંકી માથું નમાવ્યું
જાણે સદીનો ભાર થોડો હળવો થયો.
---
છાયા શિલાનો આશીર્વાદ
સવારે વિરાજ જાગ્યો,
વેતાળ ગાયબ.પણ તેની બેગમાં એક કાળો-સુંવાળો પથ્થર—ઉષ્ણ, સ્પંદિત, જાણે જીવંત.
સોમાનીએ કહ્યું:

;આ અમૂલ્ય છાયા શિલા છે.જંગલ તેઓને જ આપે,જેઓની મંજિલ શુદ્ધ હોય.
હવે વિરાજને સમજાયું—તે માત્ર સંશોધક નહીં રહ્યો,પરંતુ એક રહસ્યનો વાહક બની ગયો છે.
ઉપસંહાર
ભારત પાછા જતા વિરાજે પોતાના પ્રોજેક્ટની શરૂઆત આ વાક્યથી કરી—
;વેતાળ ડરનું રૂપ નથી—
તે મનના ગહન ખૂણા માં રહેલી છાયા છે,
જે જાગૃત થાય ત્યારે જ જ્ઞાન મળે.”
તે રાત્રે, દુરથી એક હળવી હૂંફવાળી ફૂંકાર ફરી કાને પડી, “કથા ચાલુ છે, વિરાજ…
તું લખતો રહેજે.;
આપણે મળતા રહીશું
