અજનબી
અજનબી
અજનબી.
બપોરે ખાલી ટેબલ સાથે,બ્લુ રૂમ કાફેનું વાતાવરણ આજે થોડું વધારે ગરમ લાગતું.
ટેબલ નંબર ત્રણે બેઠેલો અજનબી — હાથમાં પુસ્તુક, સામે અડઘી પીધેલી કોફી, પરંતુ તેની આંખોમાં અજાણી શાંતિ.
સાતમાં ટેબલ ઉપરથી મારી નજર એક પળ માટે એને સ્પર્શી ગઈ… અને અટકી ગઈ.
એણે પણ પાનાં વચ્ચેથી નજર ઉચકીને સ્મિત આપ્યું. ઓહ.. તેની નજરનો કરંટ નાનો હતો, પણ તેનો ઝાટકો દિલ પર મોટો લાગ્યો.
કાઉન્ટર પર બારિસ્ટાનું મશીન ગુંજયું, બ્લુરૂમ કાફે નાં ફૂલ એસીમાં પ્રશ્વેદ હળેવાટ્યો. કેફેની દીવાલો જાણે કહેતી હતી.
“આ કાફે તો અજનબીઓનું વડ છે.”
અમે વાત શરૂ ન કરી.બસ સ્મિતની નાની આપ-લે… અને પ્રેમનો પહેલો પડઘો, શબ્દો વગર વાગી ગયો.
પણ અચાનક,
કેફેની ડીમ લાઈટ લાઈટો બ્રાઇટ થઈ.
છાયાઓ ખસી ગઈ…ડાન્સ ફ્લોરની ફ્લેશ લાઈટ ચમકી,અને હું સ્થબ્ધ થઈ ગઈ.
પુસ્તક વાળો હવે અજનબી નહતો.
એ તો વર્ષો પહેલા ગુમ થયેલો મારો પહેલો પત્ર-મિત્ર અનંત,જેનો કોઈ પત્ર મેં સતત ત્રણ વર્ષથી જોયો નહતો.
બસ જુના પત્રનાં શબ્દોની દુનિયામાં જ જીવતો હતો.
એણે પુસ્તક બંધ કર્યું. મારા ટેબલે આવી કવર મૂક્યું, તેની પર મારું જ નામ.
“આનંદી માટે. વાપસી, એક અધૂરું વચન.”
બ્લુ રૂમના ચમકતા પ્રકાશમાં સમજાયું.
આજની બાપેરે હેન્ડ ડિલિવર્ડ એ કોઈનો ટહુકો નહતો …
આ તો જૂનાં અધૂરાં પાનાંનું અચાનક અનુંસંધાન હતું.


