ચટણી
ચટણી
🌶️ ચટણી — કટાક્ષ વાર્તા
મરચી પોળના આદુભાઈના લગ્નનું પ્રથમ વીકએન્ડ. સવા–સાત દિવસમાં જ જીવનનો “યથાર્થ” સમજાઈ ગયો.
લગ્ન પહેલા તો આદુભાઈ કહેતા,
“યાર, પત્ની એટલે જીવનસાથી… બે તન એક જાન!”
હવે અઠવાડિયાથી પત્ની કોથમીર દરરોજ સવારે મેથી મારે છે —
“ઉઠો આદુ, એક જાન બે તન એકસાથે રસોડામાં પણ જોઈએ!”
આદુભાઈને માર્કેટમાં પણ સૌ પૂછે —
“અલ્યા આદુ, લાગ્યું કેમ લગ્ન પછી?”
આદુભાઈ હળવો ઉસમો લઈને કહે —
“મોજ છે… જોતા નથી, આ મારી શકલ,ઘરથી ફ્રેશ થ્રિડી લેબલ લાગ્યું છે કહ્યાગ્રા કંથ નું !”
આજે લગ્ન પછીના પહેલા શનિવારે રાત્રે લાસ્ટ શો મા ફુદીના થિયેટરમાં પહેલો મૂવી પ્લાન બનાવ્યો.
કોથમીર બોલી —
“ડિયર આદુ, ચાલ Romantic Movie જોઈએ.”
આદુએ મનમાં કહ્યું — “આજ તો આપણો Action Day હતો…”
પણ વધારે કાંઈ બોલ્યા નહીં, કારણ કે અઠવાડિયામાં હવે જીવનમાં ‘ના’ કરતાં ‘હા’ વધારે “સેફ” છે.
અને ફુદીના થિયેટરમાં chalu થયેલી romance મૂવી જોવું પડતું મૂકી
મોબાઇલમાં માથું ઢાળેલા આદુને જોઈ કોથમીરે પૂછ્યું —
અલ્યા આદુ આ તે “WhatsApp પર ‘GOOD NIGHT’ કોને મોકલ્યું?”
આદુભાઈ બોલ્યા — “મમ્મીને.”
કોથમીર આદુના મોબાઇલ પર ત્રાસી મારી કહે,
પણ “ઈમોજી આટલા વધારે કેમ મૂક્યા?”
આદુ — “😳😳😳… અરે ફ્રી છે, અને મમ્મી ખુશ થાય નફામાં!”
લગ્નના આઠમા દિવસે આદુએ મરચી પોળની રવિવારની માર્કેટના ચકલે ઉભરો કાઢ્યો
—
“યાર લીમડા, લસણ, લીંબુ,પહેલા મને લાગતું હતું, આ હળવી અને લીલી ચટક મારું તૉ જીવન બદલી નાંખશે…
પણ ભાઈઓ જાણીલો આ કોથમીર આમ હળવી દેખાય, પણ, તે ભારે ખમ છે!
આટલી ઝડપથી મારા જીવનમાં software update આવશે, એ નહોતું ધાર્યું !”
આ કોથમીર અઘરી છે ભાઈલાઓ…
આખો દિવસ પૂછતી રહે — “હવે આપણે બંને એક છીએ.”
“તો જરા કહો મારા આદુલાલા…મારી સાથે ના લગ્નનો અનુભવ કેવો છે?”
ચાલુ વાતે અધ વચ્ચે આદુભાઈ ને એડકી આવી એટલે, એક મફતમાં મળેલ ઓડકાર લઈ નીચી નજરે કહ્યું —
“ભાઈઓ… હું તો કૂટાઈ ચુક્યો છું…
પણ છું એકદમ મજામાં! ફ્રીમાં લગ્ન થકી લાઈફ ટાઈમ બેટરી વાળી "જાદુઇ દૈનિક ચેકિંગ" સિસ્ટમ મળી ગઈ!”
હા.. 😁😁😁હા.. હા આ હા 😁😆
આદુને આભાસી હસતા જોઈ સાથીઓ બોલ્યા —
“તું એકલો કૂટાયો છે એવું થોડી છે?,
કોઈ કૂટાય, કોઈ નીચોવાય!”
અને અંતે મરચી પોળની માર્કેટમાં ચટણી બની ચૂકેલા લીમડા, લસણ અને લીંબુએ આદુ ભેળો ઉછાસ લીધો.
ચકલા મા સૌ બોલ્યા “હા ભાઈ… અંતે તો બધાની ચટણી જ બનવાની!”
“લગ્ન પછી તો મરચાં પણ મીઠાં લાગે… પણ કોથમીર? એ તો default firewall છે!” પણ “આદુભાઈ તૉ કહેતા ફરે, ભાઈઓ, લગ્ન પછી પ્રેમ તો છે, પણ હવે ‘’ હસવું પણ Permission લઈને પડે છે ! અને રડવાની તૉ સદંતર મનાઈ છે ”
---
કેમનું રહ્યું સાહેબ ???
