Moun-tain ~ મૌની
Moun-tain ~ મૌની
Moun-tain ~ મૌની
મોહન આખરે નોકરી પર લાગ્યો. એના પરિવારમાં તેની માં ને વધુ ખુશી—
“બેટા, આજે તો ટાઈ બાંધીને જ જજે!”
મોહન બોલ્યો, “મમ્મી, હું IT company માં છું , અને ત્યાં ટાઈ કરતાં WiFi સાથે જોડાવું એ મોટી વાત હોય!”
પહેલો દિવસ એટલે ટેન્શન!
સવારેનું ઉલટપલટ
મોહન એલાર્મ 6 વાગ્યે મૂકે અને ઊઠે…
6:45!એ દોડતો-દોડતો બાથરૂમમાં ગયો, પણ toothpasteના બદલે shaving cream બ્રશ પર મૂકી દીધું. મોઢું ધોતાં સમજાયું—આજે બધું ખાસ થવાનું!
છેલ્લે somehow તૈયાર થઈને ઓફિસ ટાઈમ સર પહોંચ્યો.પણ gate ઉપર લખેલું“Welcome to TechVista Solutions.”
મોહન વિચારે “TechVista? અરે હું તો TechVestaમાં જોડાયો છું!”પછી security બોલી—“પાછળની બિલ્ડિંગ છે સાહેબ!"
મોહન: “ભાઈ, એક કંપનીનું નામ VISTA, બીજી VESTA… HR લોકો કોઈ પાકું કામ કેમ નથી કરતાં?”
લિફ્ટ પકડી દસમા માળે જવાનુ હતું .લિફ્ટમાં મોહન એકલો ઊભો હતો.
ત્યારે એક સુંદર યુવતી આવી.
મોહને impress કરવા હળવી વાત કરી:
“Hi, today is my first day.”
યુવતી: “Oh! Good. And I am the CEO.”

મોહનનાં સ્મિતનું instant bluetooth disconnect! થયું.લિફ્ટના mirror માં પોતાનો face જોતા કહ્યું—
“મારા નસીબે, હું CEO ભટકાયા, ‘Hi…’ Wah re life!”
ઓફિસ માં HRએ બધાને કહ્યું—
“Stand up and introduce yourself.”
બીજા બધા normal introduction આપે.
મોહન નો વારો આવ્યો—તણાવમાં બોલી ગયો:
“Hi, I am Mohan. I am HR… I mean I am new here… I mean I am software… I mean I am human also…”
બધા અટકી ગયાં.HR બોલી: “Relax! You are not launching ISRO’s rocket.”
રીસેસ માં ઓફિસમાં fancy coffee machine હતું .મોહન Cappuccino લેવા ગયો.બટન દબાવતાં machineથી “Error!”મોહન ફરી દબાવે —“Error!”
ત્રીજી વખત—machine એ બદલો લીધો,કોફીનો મોહનના શર્ટ પર ફુવારો ઉડ્યો!
મોહન બોલ્યો—“Cappuccino નહીં, Chhapa-chhapiuccino મળ્યું!” કોફી થી બગડેલા શર્ટ સાથે મોહન મૌન બની કામે વળગ્યો.
અંતે…
સાંજે CEO ફરી મળ્યા.એમણે સ્મિત સાથે કહ્યું:
“Don’t worry Mohan, first day is always messy. But I like your confidence.”

તોય મોહન નું મૌન નાં છૂટ્યું,મોહને મનમાં કહ્યુ,“Confidence? એ તો morning માં ટૂથ પેસ્ટ ની જગ્યાએ shaving-cream વપરાયું એ પછી નો confidence છે!”
હવે ઓફિસના બધા લોકો મોહનને મૌની nicknameથી બોલાવે છે—
“First-Day લેંગેન્ડ ની યાદ હંમેશા યાદ રહે માટે કોફી વાળું શર્ટ સાચવી રાખ્યું છે !”
“એ દિવસથી Mohan officeમાં Mohan નામ થી નહીં, ‘Moun-tain of મૌન અર્થાત "મૌની " થી ઓળખાય છે.”
