Vivek Chudasma

Action

3  

Vivek Chudasma

Action

સૂમસામ રસ્તો....!

સૂમસામ રસ્તો....!

2 mins
7.6K


લગભગ રાતના બાર વાગ્યા હતા. સૂમસામ રસ્તો, રાત્રે ત્યાં કોઈ ફરકે જ નહીં. એ રોડ પર ભૂત થાય છે એવી લોકવાયકાઓ ફેલાયેલી હતી. કોઈ પણ વ્યકિત રાત્રે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી એ રસ્તેથી પસાર પણ ન થાય. બધા એ રસ્તે જતા બીક લાગે. વળી એ રોડની સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી ન હતી. આખા એ બે કિલોમીટર જેટલા પટ્ટામાં કોઈ જ નહીં.

એક દિવસ ધૈર્યને નોકરી પરથી આવતા મોડું થઈ ગયું હતું. રાતના દોઢની આસપાસનો ટાઈમ હતો. ધૈર્ય ભણેલો ગણેલો એજ્યુકેટેડ પર્સન એટલે એ આવી ભૂત-પ્રેતની વાતો પર વિશ્વાસ ન કરે. તે તો કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવીને મસ્ત ગીતો સાંભળતો અને બાઈક ચલાવતા ચલાવતા ગણગણાવતો જતો હતો. એકલો જ એ રોડ પર હતો,  ત્યાં અડધો કિલોમીટર જેટલું જાય છે ત્યાં એની બાઈક બગડી જાય છે. તે નીચે ઉતરી બાઈકને રિપેર કરવાનો પ્રયત્ન કરે છે.

જરા આગળ એક લાલ સાડી પહેરેલી સ્ત્રી ઊભી હોય છે. તે ધૈર્યને બૂમ પાડે છે. ધૈર્ય એની પાસે જાય છે. પેલી સ્ત્રી ધૈર્યને કહે છે, "મારે થોડે દૂર જવાનું છે 'ને અત્યારે અહિયાં કોઈ વાહન પણ નથી." એ સ્ત્રી આંગળીનો ઈશારો કરીને ધૈર્યને એ સ્થળ સુધી જણાવે છે. ધૈર્ય એ સ્ત્રીને 'હા' પાડે છે અને પાછો બાઈક ચાલું કરવા પ્રયત્ન કરે છે.

અચાનક જ એનું બાઈક ચાલું થઈ જાય છે અને પેલી સ્ત્રીને બેસાડીને જાય છે. ધૈર્ય ત્યાંથી એકાદ કિલોમીટર દૂર નીકળી ગયો હોય છે. ત્યાં ધૈર્યની નજર બાઈકના સાઈડ ગ્લાસ પર જાય છે. એ જે જુએ છે એનાથી એના ધબકારા વધી જાય છે... તે પરસેવે રેબઝેબ થઈ જાય છે. પેલી જે સ્ત્રી બેઠી હોય છે એનું મ્હોં અડધું એસિડથી બળેલું... બીજું અડધું મ્હોં જેમાંથી પરુ નીકળતું હોય છે. રીતસર ડાકણ જેવી લાગતી એ સ્ત્રીને જોઈને ધૈર્યને ગભરાટ થવા માંડે છે. ફરી ધૈર્યનું બાઈક અચાનક બગડે છે અને ત્યાં જ ધૈર્ય ફટાફટ નીચે ઉતરી ભાગવાની કોશિશ કરે છે પણ પેલી ડાકણ એને ભાગવા નથી દેતી. ધૈર્ય એના પગ જુએ છે તો આખા ઊંધા... એણે ક્યારેય ન જોયેલા આ ભયાનક રૂપને જોઈને બેભાન થઈ જાય છે.

ધૈર્યને થોડી વાર પછી હોશ આવે છે. આંખ ખુલતાની સામે જ પેલી સ્ત્રી જેવી બીજી પંદર સ્ત્રીઓ સાથે સાથે બીજા ઘણા પુરુષો પણ હતા. બધા જ ધૈર્યને...

આ રસ્તા પર આવા ઘણા કિસ્સા આજ સુધી બની ગયા છે. બીજે દિવસે ધૈર્યની લાશ અને બાઈક એ જ રસ્તા પરથી મળે છે. ધૈર્યનું મોત થયે ચાર કલાક વીતી ગયા હતા જેથી એ બચી પણ ન શકે. હવે, રાત્રે ભટકતા ભૂતોમાં કદાચ ધૈર્ય પણ એક હશે..!


Rate this content
Log in

Similar gujarati story from Action