પહેલી ભાગ ૬
પહેલી ભાગ ૬
મમ્મી રસોઈ કરવા ગઈ એટલે કનિકા એકલી પડી. એ ગિલટી ફીલ કરતી હતી. હું કેટલી ખરાબ છોકરી છું. જે મા એ મને મોટી કરી, આ દુનિયા દેખાડી, હર ક્ષણે મને સાથ આપ્યો અને હું ? સાવ સ્વાર્થી બની ગઈ એને નફરત કરતી રહી. હું ક્યાં મોઢે એને કહું કે મારી પર શું વીત્યું છે. મે જાતે જ મારા પગ પર કુહાડો માર્યો છે. નફરતની આગ મને કેવા રસ્તા પર લઈ આવી. હું પ્રેમ શોધવા અજાણ્યા લોકો પાસે ગઈ. એ લોકો મને કયાયની ન રેહવા દીધી. હું કેટલી હોશિયાર, હમેશા પેહલો નંબર લાવતી, આજે ?
આજે સ્કૂલની સાવ છેલ્લી બેંચની વિદ્યાર્થી બની ગઈ. જેને કોઈ બોલાવે નહિ. મારી સારામાં સારી સહેલી મારાથી દૂર થઈ ગઈ. હું કેમ બચી ગઈ ! મારે તો જીવવાનો અધિકાર નથી. એની આંખમાં આંસુ દડ દડ પડવા લાગ્યા. એને એની લાઈફ માટે ખુબ પસ્તાવો થતો હતો. પોતે અંદર અંદર મૂંઝાતી હતી.પણ મમ્મીને બધું કેહવાની હિંમત નહોતી થતી. ખબર નહિ એ જાણશે ત્યારે એના પર શું વિતશે ?
કનિકા ડરી ગઈ. આજે એને મમ્મીને સમજવા માટેનો એહસાસ થતો હતો. મારી મમ્મી દુનિયાની સૌથી શ્રેષ્ઠ માતા છે. હર કદમ મારી સાથે ઊભી રહી. કેટલો વિશ્વાસ મારા ઉપર.હું જુઠું બોલી બહાર જતી પણ જરાય અવિશ્વાસ નહિ. મે એના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. મને સજા મળવી જોઈએ. એને એનો ભુતકાળ યાદ આવવા લાગ્યો. જે ખુબ ખરાબ હતો. એને મોન્ટી યાદ આવી ગયો.એના આવવાથી જ મારી જિંદગી બગડી હતી.જો એ ના આવ્યો હોત તો. ઉદય સર મારો ફાયદો ન ઉઠાવી શકત. એ ધ્રુજી ઉઠી. ઉદય સર. નહિ નહિ હું હવે સ્કૂલે જ નહિ જવ.
એને એ ઘટના યાદ આવી રહી હતી. ઉદય સર ઇંગલિશનો પીરીયડ લઈ રહ્યા હતા. જેવો બેલ વાગ્યો કે મારી બાજુમાં એવી રીતે ઉભા રહ્યા કે હું જઈ ના શકું. બધા જતા રહ્યા એટલે. . તેને રડવું આવી ગયું.
ઉદય સરે કહ્યું હતું કે. "તારી ફરિયાદ આવી છે. તારા ફોટા પેલા છોકરા સાથે. અમારી પાસે છે. તારી મમ્મીને જાણ કરવી પડશે."
"નહિ સર. એવું નહિ કરતા. મોન્ટી મને પ્રેમ કરે છે."
"પ્રેમ..." હા હા હા. કરીને હસ્યા હતા.
"ચલ જા. આજે તારો એક્સ્ટ્રા ક્લાસ લેવાનો છે. બારણું બંધ કરી દે."
"નહિ સર. નહિ સર. મને જવા દો. મને જવા દો "કરી રડતી રહી અને. ઉદય સરે એમનો લાભ લઈ લીધો હતો. એને પીંખી નાખી હતી. એ ખુબ રડતી રહી. પણ કોઈ સાંભળે એવું નહોતું.
જતા જતા સરે ધમકી આપી કે જો તું કોઈને કહીશ તો સ્કુલમાંથી એલસી આપી દઈશ. તને ક્યાંય એડમિશન નહિ મળે. અને હા . સાંભળ. "તારે કાલે મારું કામ કરવું પડશે"
"ઓકે સર." રડતી આંખે ઘરે આવી. મમ્મી ઓફિસ ગઈ હતી. તે દિવસે રડતી રહી બસ રડતી રહી. મમ્મીને કેહવાની હિંમત જ નહોતી. ક્યાંય સુધી ચૂપચાપ પડી રહી. બીજા દિવસે બહાનું કાઢી સ્કૂલે ન ગઈ. પણ ક્યાં સુધી રજા રાખું ? જેવી ગઈ એવું જ સરે એક બોક્સ હાથમાં પકડાવી. કહ્યું. છૂટયા પછી આ એડ્રેસ પર આપી દેજે.
એ સાંજે જ મોન્ટી મળવા આવ્યો હતો. એની સાથે જ હું સરે આપેલા એડ્રેસ પર ગઈ અને પેકેટ આપી આવી. કદાચ મોન્ટી સમજી ગયો હતો કે તેને ક્યું કામ આપ્યું હતું. મોન્ટી સાથે બહાર જતી.એની પાર્ટીમાં જ મને જાસ્મીન અને ઈપસિતા મળ્યા હતા. બંને ખુબ સરસ રીતે મારી સાથે વાતો કરી હતી. ફોન નંબર લેવાયા હતા.
મોન્ટીને હું મારો જ માનતી હતી પણ. ત્યારે મને ખબર નહોતી કે હું કેટલા મોટા વમળમાં ફસાઈ ગઈ હતી. મારા જેવી જ હાલત જાસ્મીન અને ઈપસિતા લોકોની હતી. એક સાંજે અમે ત્રણ જણાએ મોલમાં મળવાનું નક્કી કર્યું. એ દિવસ શનિવાર હતો. મોન્ટી એના મમ્મી પપ્પા સાથે કોઈ કામથી બહાર જતા હતા. એટલે નક્કી કર્યું હતું. એની હાજરીમાં વાત ન થાય.
બધા ફુડ કોટ વિસ્તારમાં ગયા. ત્યાં હજુ બહુ અવરજવર નહોતી. ઈપસિતાએ વાત શરૂ કરી. "હું મારી સહેલી દ્વારા મોન્ટીની પાર્ટીમાં મળી હતી. હું કોલેજમાં અભ્યાસ કરું છુ. પણ મારે પત્રકાર બનવું છે. સમાજની સચાઈ બહાર લાવવી છે. એટલે હું મોન્ટીની પાર્ટીમાં આવું છું. જાસ્મીન પણ મને ત્યાં જ મળી હતી. હું મુંબઈની જ છું. એ પણ મારી જેમ મસ્તી કરવા નથી આવતી પણ. આવા મોટા માથાઓની જાસૂસી કરવા આવે છે. તું સારા ઘરની છોકરી લાગી એટલે તને ચેતવવા જ આવ્યા છે. તું એમાંથી નીકળી જા. મોન્ટીને ભુલી જા."
તને ખબર છે તે પાર્ટી રાખે એનો મકસદ શું હોય છે ? નશીલાં દ્રવ્યોનું સેવન, અને માલની હેરફેર કરવા માટે નવા નવા ચેહરા શોધે છે. અમે અમારી તપાસ કરી એમાંથી છટકી જઈએ છીએ. હવે અમે જોવા પણ નહિ મળીયે. સમય આવે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.
એ વાત આજે પણ એના કાનમાં ગુંજે છે. બંને જણાએ સમજાવી હતી પણ.હું મોન્ટીના પ્રેમમાં પાગલ હતી. સત્ય મારી આંખો પર પડદો લગાવી. અટ્ટહાસ્ય કરી રહ્યું હતુ. શરૂવાત તો કંઈ જ જજ નહોતી કરી શકતી. પાર્ટીમાં કંઈ જ વાંધાજનક નહોતું લાગતું. પણ એકવાર એવી ઘટના બની કે હું ચક્કર ખાઈ પડી હતી.
કનિકા સાથે શું ઘટના બની હતી. તે જાણવા માટે વાચતા રહો "પહેલી "
ક્રમશ:
