Rupal Kesaria

Tragedy Inspirational Others

3  

Rupal Kesaria

Tragedy Inspirational Others

પહેલી - ૭

પહેલી - ૭

5 mins
195


કનિકા મોન્ટી સાથે લગભગ રોજ બહાર ફરવા જતી હતી.એક દિવસ આવી જ એક પાર્ટીમાં લઈ ગયો હતો. હું અકસ્માતે જ ફ્રેશ થવા વોશરૂમ ગઈ હતી.. જ્યારે પાછી આવી ત્યારે મોન્ટી એના સગિર્તો જોડે વાત કરતો હતો કે કનિકા ખુબ કમાલની છોકરી છે. એ મારી દરેક વાત માને છે. આજે એને ફસાવી એનું શું કરવાનું છે તે મિસ્ટર વિલ્સનને ખબર. એને ડ્રગ્સ આપી એના શરીરમાં ડ્રગ્સ મૂકી દેવાનું છે.. આજે રાત્રે આપણું કંસાઈન્મેંટ આવશે. કનિકા બેહોશીમા હશે એને સ્ટીમર દ્વારા કંબોડિયા મોકલવામાં આવશે. ત્યાં મિસ્ટર વિલ્સનને જેવી રીતે ધંધો કરાવો હોય તે રીતે કરાવે.

  કનિકા આ વાત સાંભળતા જ માથે દુપટ્ટો ઓઢી ભાગી હતી.. ક્યાંય સુધી અંધારામાં ભાગતી રહી..એની પાછળ ગુંડા પણ પડયા.પણ તે એક ઝાડીમાં શ્વાસ રોકી બેસી રહી જ્યાં સુધી તે લોકો ગયા નહિ. જેમતેમ કરીને ઘરે આવી તો દૂરથી તેના ઘર આગળ ગુંડા ઊભા હતા. એટલે બિલ્લી પગે તે પાછળથી આવી દાદરા ચડી અગાસી ઉપરથી તેના ઘરમાં ઘૂસી હતી. મમ્મી મારી રાહ જોઈ જાગતી જ હતી. હું આવી એટલે એમને હાશ થઈ હતી.પણ હું ખુબ ડરી ગઈ હતી.. અને પેલા ગુંડા તત્વો સવારે ઘરે આવી જાય તે પહેલાં મે મરવા માટે મજબુર બની હતી.. પછી મને શું થયું તે કંઈ જ ખબર નથી.. સવારે હું હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

  હજુ મારા માથે ખતરો ટળ્યો નથી. મારે શું કરવું તે મને ખબર નથી પડતી.

 એટલામાં એની વિચારધારા તૂટે છે.

કોઈ દરવાજા પર હતું.. કોણ હશે એટલી રાત્રે ? 

  જોયું તો નીચેવાળા આન્ટી આવ્યા હતા ડરતા ડરતા કહેતા હતા કે બે દિવસથી આપણા ફ્લેટ પાસે ગુંડા તત્વો આવે છે અને જાય છે. મને ડર લાગે છે. આપણે પોલીસને જાણ કરવી છે ? તારી દીકરી કેમ છે ? શું એ ક્યાંય ફસાઈ છે ?

કનિકા અને તર્જનીના હોશ ઊડી ગયા. કનિકાના ધબકારા વધી ગયા.

તર્જનીએ હિંમત રાખી કહ્યું.. નહિ તો એવી કોઈ વાત નથી.. ખબર નહિ એ લોકો કોણ હશે ? તમે નિરાંતે જાવ. ડબલ લોક કરી સૂઈ જઈશું..જો સવારે દેખાશે તો પોલીસને જાણ કરીશું. તર્જની પોલીસના લફડામાં પડવા નહોતી માંગતી. રખે ને કનિકા ક્યાંય ફસાય જાય. એને આવું પગલું ભર્યું એટલે સજા તો એને પણ થાય. એ વિચારી રહી કે કનિકા ડ્રગ્સ માફિયા વચ્ચે ફસાઈ તો નથી ગઈ ને ? ક્યાંક એને ઉપાડી જવા તો માણસો નથી આવ્યા ને !

 પાડોશી જતા રહ્યા પછી પોતે બધે ડબલ લોક કરી.. બારી બારણા બંધ કરી ફરી ચેક કરી સૂઈ ગઈ. રાતના અગિયાર વાગ્યા હતા.

 બીજા દિવસે સવારે ધરા.. ઓફિસ જવા તૈયારી કરી રહી હતી. આજે ધેર્ય સુરતથી આવી જશે. પછી અમે બંને તર્જની પાસે જઈ આવીશું.

 ધેર્યએ સુરતથી પાછા આવતા એના મિત્ર અભયને ફોન કરી દીધો એને ઘરે બોલાવ્યો. ફોનમાં વાત નહિ થાય એટલે રૂબરૂ જ વાત કરું..જો ડ્રગ્સ માફિયા પકડાય જાય અને આવા માસુમ લોકો ફસાય ન જાય તે માટે અભય હમેશા સપોર્ટ કરશે.

 ઘરે આવીને ફ્રેશ થઈ જમી લીધું. બાળકોને બાજુ વાળા પાડોશીને ત્યાં મૂકી આવ્યા.. બહુ સારા સંબંધો હતા. જો મોડું થાય તો ત્યાં જ સુવાડી દેજો.. ઘરની ચાવી આપી.. બંને જણા તર્જનીને ઘરે જવા નીકળ્યા. અભય સીધો ત્યાં જ આવશે.

  તર્જની સાથે ધરાને વાત થઈ ગઈ હતી કે અમે આવીએ તે પહેલા કનિકાને માનસિક રીતે તૈયાર કરી રાખ. એટલે એ દીકરી સાથે વાતો કરવા બેસી. વાત વાતમાં એને કહ્યું... બેટા આજે ધરા આન્ટી અને અંકલ આવાંના છે. સાથે એમના મિત્ર અભય અંકલ આવવાના છે.

  કનિકા પણ ફ્રેશ થવા માંગતી હતી.. કોઈ ખબર જોવા આવે તો સારું લાગે. 

  બેટા... તને કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય.. કોઈ પ્રશ્ન મૂઝવતો હોય તો અભય અંકલને બતાવજે... તે રો ટીમમાં ઓફિસર છે. દેશ માટે કામ કરે છે. ઘેર્ય અંકલના ખાસ મિત્ર છે એટલે આપણી મદદ કરી રહ્યા છે.

કનિકા હજુ નક્કી નથી કરી શકતી..કહું કે ના કહું એવા અવઢવ વચ્ચે ફસાઈ ગઈ હતી. પણ જ્યારે કાલે પાડોશી કાકી એ નીચે કોઈ ગુંડા તત્વોએ અડ્ડો જમાવી બેઠા છે... એટલા તે ગભરાઈ ગઈ હતી.. અને માનસિક રીતે તૈયાર થઈ બધું ક્હેવા માટે.

 સમયસર ધરા લોકો આવી ગયા હતા. ધીરે ધીરે બીજી બધી વાતો કરી ધેર્ય મુદ્દા પર ચર્ચા કરવા માટે બોલ્યો.. કનિકા બેટા.. તારા મનમાં કોઈ વાત હોય તો તું બેધડક કહી દે.. બીજી છોકરીઓ સાથે આવું ન થાય... કોઈની દીકરીને બચાવી શકાય તો એનાથી વધારે કંઈ જ નથી. બોલ બેટા શું વાત છે કે તારે પોતાનો જીવ આપવો પડ્યો... આ પગલું ભર્યું ? કોઈ બોયફ્રેન્ડ હેરાન કરે છે ? શું વાત છે. તારી મમ્મી કારણ વિચારી વિચારી રડી રહી છે.. તારું ચૂપ રહેવું યોગ્ય નથી.

 કનિકા ઊંડો શ્વાસ લે છે. ધેર્ય અંકલ એના ફેવરિટ હતા. એમની વાત માની તે કહેવાનું શરૂ કરે છે.

કનિકા: હું માથેરાન ગઈ હતી ત્યાં મને મોન્ટી મળ્યો હતો.. ઉદય સર એને બ્લેકમેઈલ કરતા.. પાર્ટીની વાત કરી.. બધું જ કહ્યું.

અભય: બેટા તું કેટલી વાર આવી પાર્ટીમાં ગઈ ? શું દરેક વખતે એક જ એડ્રેસ હતું કે જુદી જુદી જગ્યાએ પાર્ટી થતી ?

કનિકા: નહિ અંકલ દરેક વખતે જગ્યા અલગ હતી.

અભય: પાર્ટીમાં કોઈ શંકાસ્પદ વાત બની હતી ?

કનિકા: હા અંકલ એક પાર્ટીમાં મોન્ટીનાં મમ્મી પપ્પા અને કોઈ પોલિટિશિયન્સ જેવા લાગતા લોકો હતા. કોઈ મિસ્ટર વિલ્સન પણ હતા. તે લોકો છોકરીઓને ફસાવી માલની હેરફેર કરે છે.

કોઈ અનાથ આશ્રમના વોર્ડન પણ હતા.. જેમની વાતો મે થોડી થોડી સાંભળી હતી.. તેઓ વાતો કરતા હતા કે બહુ મોટી ડીલ થવાની છે એટલે આશ્રમને બહુ બધા રૂપિયા ડોનેશન આવશે.. પછી મોટો આશ્રમ કરીશું.

અભય: મન્ટીનું ઘર જોયું છે ? એના મમ્મી પપ્પા શું કામ કરે છે ? બીજા કોઈ મિત્રો.. જેને ઓળખતી હોય ?

કનિકા: હા અંકલ એકવાર મોન્ટી એના ઘરે લઈ ગયો હતો. મુંબઈ જેવા શહેરમાં આલીશાન બંગલો બનાવ્યો હતો. ઘરમાં ચાર જણા રહેતા હતા અને બાકીના નોકરચાકર..

ત્યારે બહુ અજીબ વાતાવરણ હતું એના ઘરનું.. મમ્મી હાય હેલો કરી કંઈ પણ પૂછયા વગર મળીને જતી રહી હતી.

  એ જયા લઈ ગયો હતો તે બધી જ જગ્યાએ હું તમને લોકોને લઈ જઈ શકું.

મમ્મી મને માફ કરી દો. હું આવી રીતે ફસાય જઈશ એવી ખબર ન્હોતી. તમને ખોટું બોલી જતી હતી.. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. 

તર્જની: બેટા બસ તને સાચી સમજ આવી.. પસ્તાવો થાય છે.. એટલે મારી પહેલાની કનિકા દીકરી પાછી મળી ગઈ. પણ તારી સાથે થયેલો અત્યાચાર એ લોકોને છોડીશું નહિ આપણે. ધરા, ધેર્ય, અભય સર આપનો ખુબ ખુબ આભાર માનું એટલો ઓછો છે. થેંક યું.

કનિકા: મમ્મી સ્કુલમાં ઉદય સર મારી જેવી કેટલી છોકરીઓ સાથે આવું કાર્ય કર્યું છે. મારે કોઈ સાથે બોલવું નહિ એવું પણ કહ્યું હતું. ઘણી છોકરીઓ બીજી સ્કૂલમાં જતી રહી હતી.

અભય: હવે ધ્યાનથી સાંભળજો.. આજે રાત્રે જ કનિકા,, તર્જનીને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખવા પડશે. કનિકાના જીવને ખતરો છે. સારું થયું સમયસર ધેર્ય એ મને વાત કરી.. નહિતર હું કાલે કેરલા જવાનો હતો હવે ટિકિટ કેન્સલ કરી.. પહેલા મોટા માફીયાઓને પકડવા માટે ટીમ નક્કી કરવામાં આવશે. કનિકા નસીબદાર છે કે તે બચી ગઈ. 

હમણાં એણે ક્યાંય નીકળવું નહિ.

ધરા: મારા ઘરે આવી જાવ.. ત્યાં કોઈ પહોંચી નહિ શકે. 

અભય: નહિ .. ત્યાં નહિ..એ લોકો પાસે બધી માહિતી મળતી હોય..કોણ કોણ નજીકનું છે.. ક્યાં જાય છે. એક કામ કરીએ મારા ઘરે રાખીએ. પહેલા ઘરાના ઘરે ત્યાંથી વહેલી સવારે મારા ઘરે લઈ જઈશું.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy