Rupal Kesaria

Tragedy Inspirational

3  

Rupal Kesaria

Tragedy Inspirational

પહેલી - ૮

પહેલી - ૮

6 mins
183


અભય કનિકાને એના ઘરે લઈ જવાની વાત કરી હતી.

તર્જનીને થોડું અજુગતું લાગ્યું હતું પણ તે વાતની ગંભીરતા સમજી. ત્યાં જવા તૈયાર થઈ ગઈ. એને એક આછો ભય પસાર થઈ ગયો. શું થશે મારી દીકરીનું ? ગુંડા ઉપાડી તો નહિ જાય ને.! 

નક્કી થયું સીધા જ અભયના ઘરે લઈ જવામાં આવે. કેમકે જો ધરા લોકોના ઘર પર જોઈ જાય તો એ લોકો તકલીફમાં આવે. 

રાતના અંધારામાં ઘરા, ઘેર્ય પહેલા અભય, તર્જની, કનિકા પોતાની જરૂરિયાતની વસ્તુ લઈ નીકળ્યા. એમની કાર ગઈ પછી ધરા લોકો નીકળ્યા. નસીબ જોકે એ દિવસે પેલા ગુંડા તત્વો આવ્યા નહોતા.

અભયનું ઘર વિશાળ બંગલામાં ફેલાયેલું હતું. એની વાઈફ અને બે બાળકો જાગતા હતા. તેમણે ગેસ્ટ હાઉસમાં તર્જની અને કનિકાને રૂમ ખોલી આપ્યો. જે ઘરની મધ્યમાં આવેલ હતો. કોઈ ડર જેવું નહોતું. એ જ રાતથી મિશન ચાલુ થઈ ગયું હતું. અભય એના રૂમમાં જઈ એની ટીમને કોડવર્ડ ભાષામાં કહી દીધું. કનિકા ક્યાંય હેરાન ન થાય તે જોવાનું એનું કામ હતું. બહુ ખતરનાક લોકો હતા. મિસ્ટર વિલ્સન એ કંબોડિયાનો બહુ મોસ્ટ વોન્ટેડ ડોન હતો. એની ઉપર પણ લોકો હતા. અને એ જો મોન્ટી જેવા લોકોને મળવા આવ્યો હતો એટલે મોન્ટીના પપ્પા બહુ મોટું રેકેટ ચલાવતા હોય શકે. ઉદય મજમુદાર પણ ડ્રગ્સમાં ફસાયો છે.એના સાગરીતો કોણ હશે તે પણ તપાસ કરવી પડશે.

વેહલી સવારે અભય સર બહાર નીકળી ગયા. કનિકાની સ્કૂલ આસપાસ ચક્કર લગાવ્યા. સ્કૂલના બાળકોને ફસાવવામાં કોણ કોણ હોય શકે ? શું બધું પ્રિસિપલની રહેમ હેઠળ ચાલતું હશે ? દૂરથી ચાની લારી પાસે ઊભા રહી. બાળકો, ટીચરની અવર જવર ચાલુ થઈ ત્યાં સુધી બધું ઓબસર્વ કર્યું. કોણ કાર લઈને આવતું હતું તે નંબર નોટ કર્યા.

 ત્યાંથી તેની ઓફિસ જઈ. કાર કોના કોના નામે હતી તે ચેક કરાવ્યું. ઉદય મજમુદારની કારનો નંબર મળ્યો. 

એના માણસોને કહી તે કારનો સતત પીછો કરવાનું કહ્યું.

 મોન્ટીનો ફોન નંબર કનિકાએ આપ્યો હતો એટલે તેનું એડ્રેસ મળી ગયું સરળતાથી. મોન્ટીના ઘરની ફરતે ત્રણ જણાને સમજાવી સતત જોતા રહેવું.. ક્યારે, ક્યાં, કોણ બહાર નીકળી, ક્યાં જાય છે. તે બધું સમજાવી દીધું.

 બે દિવસમાં બંનેના રિપોર્ટ આવી જશે. અભય એના વર્કમાં લાગ્યા. અને વેઈટ એન્ડ વોચની થીયરી પર અટક્યા.

 ધરા, ધેર્ય તર્જનીને ત્યાંથી આવ્યા પછી ઊંઘ્યા નહોતા. આજે બંનેએ રજા લીધી અને બાળકોને પણ રજા રખાવી.

ઝલક અને નીરજ તો ખુશ ખુશ થઈ ગયા. બંને જણા મમ્મી પપ્પાના ખોળામાં લપાય ગયા. બંને ક્યાંય સુધી વહાલ કરતા રહ્યા.

ચા કોફી, નાસ્તો કરી વાતોએ વળગ્યાં. ઝલકએ કીધું. આપણે બધા ટુર પર જઈએ. ઘણો સમય થયો, ક્યાંય ગયા નથી.

" સારું સારું. આપણે વેકેશન પડતા જ પંદર દિવસ માટે ટુર પર જઈશું." બસ ધેર્યએ કહ્યું.

ક્યાં જવું છે ? ધરા બોલી.

મમ્મી મારે હમ્પી જવું છે. ત્યાં આવેલા મંદિરોના પિલરમાંથી સંગીત વાગે છે.. ઝલક બોલી 

નીરજએ કીધું. શું ? સંગીત વાગે. એની જાતે જ..એવું કેવી રીતે બને ?

 એ તો જોવા જેવું છે. આપણા દેશમાં આવી અજાયબી ઈમારતો આવેલી છે. પહેલાના આર્કિટેક ખુબ સરસ ગહન અભ્યાસ કરી. ઈમારતો બનાવતા.

ત્યાં દરેક પિલરમાંથી સંગીતના સૂરો રેલાય છે. 

મારે તો આવી ઘણી બધી જગ્યાએ જવું છે.

લદાખમાં મુન નગરી આવેલી છે, ત્યાં જે રીતની ટેકરીઓ આવેલી છે એની માટીનો કલર પણ મુન પર મળ્યો તેવો જ છે.

 ઓહો મારી દીકરી તો અમે નથી જાણતા તેવી માહિતી આપણા દેશમાં શું આવેલું છે તે જાણે છે..

 અરે. પપ્પા ઉનાકોટીના જંગલોમાં તો નવાણું લાખ, નવાણું હજાર, નવાણું મૂર્તિ પત્થરમાંથી કોતરવામાં આવી છે. કોને. કેવી રીતે બનાવી તે રહસ્યમય છે. કેહવાય છે કે ભગવાન શિવ એમની ટોળકીને લઈને ઉનાકોટીના જંગલમાં આવ્યા હતાં. ત્યાં એમની ટોળકી મોજ મજામાં આરામથી ચાલી રહી હતી. શંકર ભગવાનને ગુસ્સો અવ્યોને બધાને મૂર્તિ બનાવી દીધા. આવી લોકવાયકા છે.

બહુ સરસ બેટા.. આપણે જરૂર જઈશું. પપ્પા મારે તો ટ્રાવેલનો કોર્સ કરવો છે જેથી કરીને હું દેશ વિદેશમાં ફરી શકું. 

ભલે બેટા તને જેમાં રુચિ હોય તે કોર્સ કરજે.

મમ્મી તમને ખબર છે. કાશ્મીરની વાતો.

શું બેટા ? ધરા બોલી.

અરે મમ્મી ત્યાં ગુચી નામનું મશરૂમ થાય છે જે ચાલીશ હજાર રૂપિયાનું એક કિલો મળે છે.

શું વાત કરે છે ? એવું તો કેવું હશે ? 

તેનો ઉપયોગ પુલાવ, ખીર, શાક, ખાવાની વાનગીમાં નાખવામાં આવે છે. તે જંગલ, ઝાડીમાં એમ જ ઉગી નીકળે છે. પણ બહુ ઓછા લોકો ત્યાં પોહચી શકે છે. કેમકે ખુબ શોધો ત્યારે તે મળે છે.

 બીજું શું શું છે. કાશ્મીરમાં. ધેર્યને એની દીકરીની વાતોમાં રસ પડ્યો. એનું મન પર જે ભાર હતો. તે ઓછો થઈ રહ્યો હતો.

 પપ્પા ત્યાં લાકડાની ઈમારતો બનાવેલી છે. દરેક બારીની વચ્ચે ઝાડનું લાકડું ગોઠવવામાં આવે છે. જેથી ભૂકંપ આવે તો ઘર હલે ખરા પણ પડે નહિ. બસ્સો વર્ષ પહેલાના ઘરો ત્યાં હજુ પણ મોજૂદ છે.

 ત્યાં પશ્મિના સાલ. જે ઓરીજીનલ હાથ વણાટથી બનાવમાં આવે છે. તેની કિંમત સીતેર હજાર રૂપિયાથી ચાલુ થાય છે.

ઓહો શું વાત છે,,! કાશ્મીર એની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતું બન્યું છે. ત્યાં ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. સાથે સાથે આટલી રસપ્રદ વસ્તુ મળે છે. વાહ ભાઈ વાહ. આપણું ઈન્ડિયા એટલે આપણું ઈન્ડિયા.

 તો નીરજે કહ્યું કે મારે તો જેસલમેર જવું છે. ત્યાં લોંગેવલા પોસ્ટ પર બહાદુર બીએસએફના જવાનો આપણી બોર્ડર પર ફરજ બજાવે છે. મારે તો મોટા થઈને સોલ્જર બનવું છે.

 ઓહો બેટા તું તો બહુ સયાનો નીકળ્યો. વાહ બેટા વાહ. જરૂર બનજે. આપણે જેસલમેર પણ જઈશું.

 પણ પપ્પા આજે આપણે મુવી જોવા જઈએ.

ઓકે બેટા સાંજે બધા મૂવી જોવા જઈશું. ઝલક ઓનલાઈન બુકિંગ કરાવી દે.

 સારું બેટા તમે થોડીવાર ભણી લો. જમીને સુઈ. ઉઠી મુવી જોવા જઈશું. બાળકો એમના રૂમમાં ગયા. ધરા, ધેર્ય એકલા પડ્યા એટલે એમને કનિકાનો વિચાર આવ્યો.

એ લોકો સેટ થઈ ગયા હશે !

અભયની મદદથી મોટા લોકો સંડોવાયા હશે તે પણ પકડાશે.

સાચી વાત છે ધેર્ય..બસ કનિકાને કોઈ તકલીફ ન પડે.

 સારું થયું આજે રજા લીધી. બાળકોના મનની વાત તો જાણવા મળી. 

 જમી આરામ કરી સાંજે ચારેય જણા મુવી જોવા ગયા. હજુ અડધું પિકચર થયું હશે ત્યાં કઈક બળવાની વાસ આવી.

અચાનક ધુમાડા નીકળતા હતા. હોલમાં અફરાતફરી મચી ગઈ. જ્યાંથી એકઝિટ હતી તે દરવાજા બંધ હતા. બધાં ઉપરની બાજુએ ભાગવા લાગ્યા. ધરાએ ઝલકનો અને ધેર્યએ નીરજની હાથ પકડી રાખ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. કેટલા લોકો ત્યાં જ બેભાન થઈ ગયા હતા. કોઈ બાથરૂમમાં સંતાઈ ગયા હતા.

 ધેર્યએ ઉપર અગાસી ઉપર જવાનું નક્કી કર્યું. ઝલકની હાલત ખુબ ખરાબ હતી. જેમતેમ કરીને અગાસી પર આવ્યા પણ છેક નીચે પાર્કિગમાં આગ લાગી હતી. એટલે ત્યાં પાર્ક થયેલી કાર ભડ ભડ સળગી રહી હતી. કાળા કાળા ધુમાડા નીકળતા હતા કોઈ દેખાતું નહોતું. નીચે અગ્નિશામક દળના જવાનો આવી ગયા હતા. લોકોની ભીડ એકઠી થઈ હતી.

એવામાં એક જવાન ખુબ હિંમતથી બધાને બચાવી રહ્યો હતો. નાના બાળકોને પોતાના ખભા પર બેસાડી પાઈપ વડે નીચે ઉતરતો હતો. તેને નીરજ અને ઝલકને પણ ઘડીનો વિચાર કર્યા વગર નીચે લઈ ગયો. ત્યાં બે પાઈપ લાઈન હતી. એ જવાને કીધું કે તમે પાઈપ પકડી ઉતરવા લાગો. નીચે ગાદલા પાથરેલા છે. અગર પડ્યા તો.

 કંઈ જ નહિ થાય.પણ આવી હિંમત તો ક્યાંથી હોય. છતાં ધેર્ય હિંમતથી ધરાને સમજાવે છે.એ બિતા બીતા નીચે ઉતરે છે. કેમકે બાળકો પણ નીચે હતા.. ધેર્ય જવાનને પૂછે છે કે આટલી હિંમત ક્યાંથી આવી ?

 ત્યારે જવાન કહે છે હું આર્મીમાં છું. દોસ્તારો સાથે મુવી જોવા આવ્યો હતો. અમારી છૂટી ચાલે છે. વધુ તો વાત નહિ કરી શકું કેમકે મારે બીજા લોકોને બચાવવા છે.

 ધેર્ય અવઢવમાં હતો કે મારે શું કરવું ? પણ ત્યાં સુધીમાં બચાવ ટુકડી ઉપર આવી ગઈ અને સ્ટેચેરમાં બધાને બચાવી રહ્યા હતા. ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. પાછળથી ટીવી પર ઈન્ટરવ્યુ આવ્યા ત્યારે ખબર પડી હતી.

પણ એ એક ઘટનાથી એક ડર પેસી ગયો. ક્યાંય સુધી બાળકોને ભેટી પડ્યા હતા. લગભગ અઠવાડિયું પસાર થઈ ગયું ત્યાં સુધી તેની અસર રહી હતી. 

તો બીજી બાજુ અભયને સ્ફોટક માહિતી મળી હતી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy