Rupal Kesaria

Romance Inspirational Thriller

3  

Rupal Kesaria

Romance Inspirational Thriller

સચી

સચી

7 mins
163


બીજી બાજુ પંડ્યા સર અને લવ ટેકરીની નીચે આવી ગયા હોય છે. શેખર અને વિહાન પણ બીજી બાજુથી બે ધઙી બેસે છે. અને શેખર બાઈનોક્યુલર થીછેક નીચે સુધી જોવે છે. તો એને દેખાય કઈક પ્રકાશ દેખાય છે.આટલી અંધારી રાતમાં પર્વત ઉપરની તળેટીમાં લાઈટનું અજવાળું શેખરના મનમાં એક ચમક કરી જાય છે કઈક વિહાનને કહે છે કે સચી ત્યાં જ હોવી જોઈએ મારી સચી ત્યાં જ છે. વિહાનને શેખરની વાત થોડીવાર અજીબ લાગી પણ અત્યારે એ પેલા વિચારવાના મુડમા ન હતો. કંઈ લાંબુ વિચારવાના હોશમાંમાં નહોતો શેખર. વિહાનને કહે છે હું જાઉં છું તું પાછળ પાછળ આવ. એમ કરીને શેખર રીતસર ગબડતો ગબડતો પેલી જઞયા એ જયા લાઈટ હોય છે ત્યાં પહોંચે છે. આ બાજુ પંડયા સર અને લવ બીજી બાજુના દરવાજે પહોંચ્યા છે. એ લોકોને કંઈ હિલચાલ લાગતી હોય છે એ લોકોને ખ્યાલ આવે છે કે બરફની નીચે કંઈક ગુફા જેવું બનાવ્યું લાગે છે અને સચી ત્યાં હોવી જોઈએ. લવ કહે છે સરને કે હું પહેલો જઈશ પછી તમે આવજો. પંડ્યા સર માની જાય છે. અને એક વાત કહે છે. હવે લવ દરવાજો હોય છે ત્યાં ચૂપચાપ ઉભો રહે છે એવી જ વખતે પેલા બે જણા વાતચીત કરતાં હોય છે અને એમનું ધ્યાન હોતું નથી એટલે લવ અંદર પ્રવેશે છે ગુફામાં આ બાજુ સચી કંઈક નિર્ણય કરે છે અને લવ સચીને જુએ છે સચીને પૂરી રાખી હોય છે. પણ સચીનું ધ્યાન નથી હોતું લવ તરફ અને થોડીવાર પછી પંડ્યા સર પણ આવી જાય છે બંને જણા છુપાઈ જાય છે. આ બાજુ સચી કરેલો નિર્ણય અચાનક જ અમલમાં મુકી દે છે સચી અચાનક બૂમાબૂમ ચીસાચીસ કરવા માંડે છે ગુફાની અંદર શાયરનો વાગવા લાગે છે.બધા ઊંઘતા હોય છે પરંતુ સાઈરાનનોના અવાજથી બધા ઊઠી જાય છે. અને શું થયું શું થયું ? એકદમથી બધા બોલવા લાગે છે આ બાજુ સિક્યુરિટી પણ ગન સાથે સાબદી થઈ જાય છે. અને સચીની ચીસાચીસ સંભળાય છે.. તો અચાનક જ સચીને મારવા લાગે છે સિકયુરિટી. હવે એ જ વખતે લવ સચીને જુએ છે. સચીને મારતી જોઈને લવ સંતાઈને જોતો હોય છે તરત પાસે પહોંચી જાય છે. અને એ પણ પકડાઈ જાય છે સચીમાં તો હિંમત આવી ગઈ એને લવને જોયો એટલે ખબર પડી ગઈ કે આખી ટીમ મને બચાવવા આવી ગઈ છે. શેખર પણ આવ્યો જ હશે. લવ અને સચી આંખોથી વાતો કરી લે છે અને સચી આભાર પણ માની લે છ. આ બાજુ વધુ કેમેરામાં કેદ થતું હોય છે પણ કોઈ કારણસર આગળના જે લોકો અંદર પ્રવેશ્યા એ કેપ્ચર થયું હતું નથી ફટાફટ મેઈન બોસનો સંદેશ આવી જાય છે. કે સચીને અત્યારે જ બહાર લઈ જાઓ. અને એરપોર્ટ ઉપર મોકલી દો મેઈનબોસ કોઈ બખેડો કરવા માગતા નહોતા અને એકની પાછળ આજે એક આવે તો બીજો પણ આવી શકે છે. અને એમની મિટિંગમાં ભાંડો ફૂટે એ પહેલાં સચીને એ વિદેશમાં મોકલી દેવા માગતા હોય છે. અને લવ માટે એવું કહેવામાં આવે છે કે લવને શૂટ કરી દો સચી અને લવ ચિલલતા રહયા.સચીનો અવાજ પંડ્યા સરના કાનમાં પણ અથડાય છે..તો આ બાજુ શેખર પણ જે રીતે દોડ્યો હોય છે અને દરવાજા પાસે પહોંચ્યો હશે... કારણકે એને ખબર હોય છે કે જે કરવાનું છે રાતના અંધારામાં જ કરવાનું છે શેખર વિચારતો હોય છે કે દરવાજાની અંદર કેમ જવું કેવી રીતે જવું ? અંદર કોણ હશે ? શું હશે ? શેખર લગભગ દોડતો પહોંચી જાય છે અંદર એ હાંફતો હોય છે. પણ અંદરથી ગડબડ થયેલી હોય છે..એટલે કોઈનું ધ્યાન શેખર ઉપર પડતું નથી દિવસે તો કંઈ દેખાય નહીં બહારથી એવી જબરજસ્ત ગુફા બનાવી હોય છે.શેખરની પાછળ પાછળ જ વિહાન પણ આવી ગયો હોય છે...પણ વિહાન થોડે દૂર હોય છે વિહાન ને થયું કે હું બહાર જ બરોબર છુ. એમ કરીને વિચારી રહ્યા છે કે શેખર અંદર ગયો છે અમારી જરૂર કદાચ બહાર પડી શકે એટલે એ બાયનોક્યુલર લઈને વોચ માટે ઊભો રહી ગયો હોય છે. આ બાજુ એક સંદેશો મેઈન બોસના આવી જાય છે વોઈસમાં કે જે છોકરો છે તેને શૂટ કરી દે લવને શૂટ કરી દે તેને છોકરી જોઈએ છે એને એરપોર્ટ ઉપર લઈ જાય છે શેખર સંદેશો સાંભળી જાય છે. એને સમજ પડી જાય છે કે લવ અને પંડ્યા સર પણ અંદર પ્રવેશી ગયા છે જે બાજુ સચીને લવનો અવાજ આવતો હતો એ બાજુ શેખર ગયો છે. શેખરે ગુંડાને મારીને એના કપડા પહેરી લીધા હોય છ..ે એટલે એને કોઈ ઓળખતું નથી કે આપણાનો છે કે આપણે બહારની વ્યક્તિ છે હવે એ જ વખતે સચીને બહાર લઈ જવાતી હોય છે.. ગન સાથેના ગુંડાઓ સાથે હવે શેખર નિરણય કરે છે કે મારે લવની સાથે અંદર લવને બચાવવા રહેવું ? કે સચીની જોડે બહાર જવું એક પળ માટે તો શિખર પણ ગભરાયો એ નિર્ણય ગુફાની અંદર રહેવાનું કરે છે આ બાજુ સચીને સંતોષ હતો કે ટીમ અંદર પ્રવેશી ગઈ છે અને મને કોઈ પણ હિસાબે કઈ થવા નહીં દે.

અને લવને શૂટ કરવાનું હોય છે આ બાજુ શેખર અંદર જ રહેવાનો નિર્ણય કરે છે. અને પંડ્યા સરની શોધખોળ કરવાની હોય છે. આ બાજુ સચી એ બહાર લઈ જાય છે એની સાથે કમાન્ડો હોય છે રાતનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હોય છે. સચીની ગાડી બહાર નીકળે છે અને ત્યાં બહાર બેઠો વિહાન બાયનોક્યુલરથી સચીને બરોબર દેખી જાય છે.. એ ફટાફટ ગાડીનો નંબર નોટ કરી લે છે. એ દોડીને નીચે જાય છે એને જે વાહન મળે એમાં બેસવાનું નક્કી કરે છે આ બાજુ અંદર શેખર જુએ છે કે એક સિક્યુરિટી ગાર્ડ ફોન પર વાત કરે છે. એક નિર્ણય લે છે.... તો આ બાજુ મેઈન બોસ પણ એક નિર્ણય લે છે. એ તાત્કાલિક જ બધાને એક જગ્યાએ બોલાવે છે અને એમને શું કહેવું a નક્કી કરે છે. અત્યારના લગભગ પાંચ વાગવા આયા હોય છે. આ બાજુ સચીનાં મમ્મી અને પપ્પા મનાલીમાં એન્ટર થયા હોય છે. એક બાજુથી સચીની કાર જાય છે અને એક બાજુ સચીના મમ્મી-પપ્પાની કાર અંદર આવે છે. કરુણતા તો જુઓ કેવી હતી... ? દીકરીને મળવા આવ્યા હોય છે ચિંતામા.. તો એ જ દીકરી મનાલીથી બહાર જઈ રહી હોય છે અને સચીના મમ્મી પપ્પા મનાલીની અંદર આવી જાય છે. સચી એના મમ્મી પપ્પાને મળી નથી શકતી અને એને કંઈ ખબર પણ હોતી નથી. આ બાજુ જે છોકરીઓને અને છોકરાઓને નીચે ઉતારવાના હોય છે એ લોકો પોતાનો ટ્રેકિંગ નીચે ઉતરવા માટે શરૂ કરે છે. નિનિયાને થોડુંક સારું હોય છે. અને એ કઈ સમજે એ પહેલા શ્રીકાંત સરે એને અને જે પણ લોકો વધુ સવાલો પૂછે એને સમજાવી દીધા હોય છે અને નીચે ઉતરીને આપણે વાત કરશું એવું નક્કી કરે છે. બધા જ ધીરે ધીરે નીચે ઉતરતા હોય છે.

પોલીસ બધા વાહન ચેક કરતા હોય છે.. એટલે પછી લોકોની કાર દૂરથી જ પાછળ રહી ગઈ અને એ લોકો જંગલના રસ્તેથી આગળ વધી રહ્યા હોય છે. પણ એ લોકોને ખબર હોય છે કે આપણે ગમે ત્યારે પકડાઈ જઈશું એટલે એ લોકો વહેલી તકે એરપોર્ટ ઉપર પહોંચવા માગતા હોય છે. હરિયાણાના એરપોર્ટ ઉપર પહોંચવાનું નક્કી કરે છે. પણ હવે લોકો મૂંઝાયા પણ હોય છે..એટલે સચીને કેવી રીતે લઈ જવી એનો વિચાર કરતા હોય છે. એમનો મેઈન બોસ હોય છે એ બીજા દ્વારા સૂચના આપ્યા કરતો હોય છે. એણે એવું કહ્યું કે તમે લોકો ગાડી મુકીને પર્વત પર ટ્રેકીંગ કરીને સચીને તમે સેફલી લઈ આવો. અહીંયા હું બધું સંભાળી લઈશ.હરિયાણા સુધી પહોંચવાનું હતું પોલીસને મિસ ગાઈડ કરવાની હતી. આ બાજુ મેઈન બોસ બધી વ્યવસ્થા કરી રાખે છે.જ્યાં લોકો પર્વત ઉતરે ત્યાંથી તરત ગાડી તૈયાર રાખી હોય છે. એ પોતાનો પ્લાન બદલી નાખે છે... અને કોઈ ટેક્સીમાં સચીને લઈને દિલ્હી પહોંચવાનું હોય છે.અને દિલ્હીથી મુંબઈ દરિયા વાટે લન્ડન પહોંચવાનું હોય છે એ લોકો કંઈક અંશે સફળ પણ થાય છે..કેમકે એ લોકો પાસે બધી જ વ્યવસ્થા હોય છે.જ્યારે જ્યારે એ લોકો અટવાયા ત્યાં એમના માણસો મદદ કરવા આવી જાય.દરેક વખતે નવા નવા માણસો અને આગળ જતા પણ નવા માણસો સચીને લઈને હરિયાણા આજ રીતે પહોંચી જાય છે. હરિયાણાના એરપોર્ટ ઉપર અંદર જવાય એવુંહતું નહીં એટલે એ લોકો ગાડી વાટે દિલ્હી પહોંચ્યાં. ત્યાંથી એ લોકો મુંબઈ પહોંચવાનું પ્લાન કરી રહ્યા હોય છે.એમના એક એક મિનિટનું પ્લાનિંગ એવું હોય છે કે દિલ્હીમાં વધુ રહેવું નથી જલ્દી મુંબઈ પહોંચી જવું છે.આ બાજુ સચી સાવ હેલ્પલેસ હોય છે.હવે એને આશા પણ નથી કે પાછળ કેવી રીતે કોણ આવશે ? ? એ ફરી આ બધાને મળશે કે કેમ ? પોતાના મમ્મી-પપ્પાને યાદ કરીને રડી રહી હતી.. તે લોકોને શું થશે જ્યારે એમને ખબર પડશે ! હું શું કરું તો અહીંથી નીકળું ?એમ વિચારી વિચારીને થાકીને સૂઈ જાય છે. તો આ બાજુ લવ, પંડ્યા સર અને શેખરને એ કોઈ જ ખબર પડતી નથી કે અંદર શું થઈ રહ્યું છે.અને હા સિક્યુરિટી ગાર્ડની વેશમાં આપણને આ લોકો કેમ બચાવે છે..અને બહાર કેમ મોકલે છે ?આ બધું શું થઈ રહ્યું છે ? હવે સવાર પડી ગઈ હોય છે.સવાર પડતાં તો જાણે એવું જ લાગે કે અહીંયા કંઈ જ નથી...અને દિવસ ચઢતો પણ જાય છે.આ બાજુ જે માણસો બચાવતા હોય છે તે લોકો.. સિક્યુરિટીના વેશમાં દિલ્હી પોલીસ હોય છે. એ લોકો બધાને બધી વાત કરી લે છે.

કમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance