Rupal Kesaria

Tragedy Inspirational Others

3  

Rupal Kesaria

Tragedy Inspirational Others

પહેલી - ૯

પહેલી - ૯

4 mins
140


આપણે આગળ જોયું કે અભય.. એની ટીમ સાથે ડ્રગ્સ માફિયા પકડાય તે માટે કામ કરી રહ્યા હતા.

 તે દિવસે ઉદય મજમુદારની કારનો પીછો કરી રહ્યા હતા તે સ્કૂલ છૂટયા બાદ એના ઘરે ગયો. ત્યાંથી ચાર વાગે નીકળી એ નાના સોપરા ગયો. જે સ્લમ વિસ્તાર હતો. અભયનો ટીમ મેમ્બર કાર પાર્ક કરી ચાલતા ચાલતાં એનો પીછો કર્યો. ગલી કુચી એવી હતી કે બીજીવાર આવો તો ભૂલા પડી જવાય. એક ગરનાળું આવ્યું ત્યાં કોઈ ગુંડા જેવો દેખાતો એની સાથે વાત કરતા જોયો. બંનેએ શું વાત કરી તે ખબર ના પડી..પણ અમે પેલા ગુંડાનો પીછો કર્યો. એક જન ઉદય મજમુદારની પાછળ ગયા. 

પેલો ગુંડો સાકડી શેરીમાં એક ઘરમાં ઘુસી ગયો.. ત્યાં સુધી બધું બરોબર હતું. પણ આજુબાજુ પૂછતા તેનું નામ જાણવા મળ્યું.. કલ્લું ઠાકુર તે યુપીનો ભૈયાજી હતો. કોઈ જોડે મગજમારી કરતો નહોતો પણ એકવાર નાની મોટી તકરાર થઇ હતી તો સામેવાળાનું ખૂન કરી નાખ્યું હતું. 

બીજી બાજુ ઉદય મજમુદારે ઘરે જવાના બદલે એક ફ્લેટ પાસે કાર પાર્ક કરી. તે દસમાં માળે ગયો. તે કોઈ ગાયકવાડ નેતાનું ઘર હતું. ત્યાં કલાક રાહ જોતા તે એના ટ્યુશન ક્લાસ પર ગયો.

તો બીજી બાજુ મોન્ટીના ઘરની બહાર ઊભેલી ટીમ સતત બંગલા તરફ નજર રાખી રહી હતી. અડધી રાત થઈ.. ત્યાં તો ગાડીઓના અવાજ આવવા લાગ્યા. જોયું તો ત્રણ કાર ઘરની અંદર આવી હતી. તેમાંથી પંદરેક જણા ઉતર્યા હતાં જેમાં બે બહેનો અને ત્રણ નાની બાળકીઓ હતી. લગભગ પરોઢિયે એક કાર બે બહેનો અને ત્રણ બાળકીઓને લઈ રવાના થઈ. 

એ કાર પર જીપીએસ સિસ્ટમ લગાવી દીધી હતી એટલે તે લોકો ક્યાં ગયા એની જાણ મળી..એ લોકો અંધેરીમાં આવેલા એક અનાથ આશ્રમ આગળ અટક્યા હતા.

બીજા દિવસે રાત્રે નવેક વાગે મોન્ટીનો પીછો કરતા તે એની કારમાં કોઈ ફાર્મ હાઉસમાં જતા જોયો. ત્યાં ઘણા બધા મોટા,, રૂપિયાવાળાના હાઈ ફાઈ ઘરના છોકરા છોકરીઓ જોવા મળ્યા. અંદર મોટેથી સંગીત વાગતું હતું. 

પણ પાછળના ભાગમાં અંધારું હતું ત્યાં ટોર્ચનું આછું અજવાળું આવતું હતું.. ત્યાં કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તેવું લાગ્યું.. અમે છુપાતા છુપાતા ત્યાં સુધી ગયા તો... હેરાન થઈ ગયા. બંગલાની પાછળ દરિયો હતો. દરિયા કિનારે સ્ટીમર દ્વારા કશુંક લઈ જવામાં આવતું હતું. શું હતું એ જોઈ નહિ શકાયું. ત્યાં પોલીસ વાળા પણ હતા જેમની રહેમ હેઠળ આ ધંધા ચાલતા હતા. બહુ ખતરનાક લોકો હતા.. અમે સવાર પડે તે પહેલા મોન્ટીના ઘર પાસે આવી ગયા.

અભયને સ્ફોટક માહિતી મળી હતી. એ લોકો કશુંક ગેરકાનૂની રીતે કઈક કરતા હતા તે જાણવા મળ્યું.. દર શુક્રવારે રાત્રે ફાર્મ હાઉસમાં પાર્ટી થતી. મતલબ એ દિવસે જ માલની હેરફેર થતી.

 અભય વિચારી રહ્યો કે અનાથ આશ્રમનું શું હશે ? ઉદય મજમુદાર કોણ બે વ્યક્તિને મળ્યો... તેની સાથે શું સંબંધ હશે. કનિકા બચી ગઈ નહિતર આટલા મોટા મુંબઈ શહેરમાં એને શોધવી મુશ્કેલ બની જાત.

આ બધી માહિતી વચ્ચે ધેર્ય લોકોના સમાચાર મળ્યા... બચી ગયા.. તે જાણી આનંદ થયો.

બીજા દિવસે અભયએ એના માણસો દ્વારા કલ્લુ ઠાકુરને પકડી લાવવામાં આવ્યો. પોલીસને હવાલે કર્યો અને તેની પાસે બધી માહિતી મેળવવા રિમાન્ડ મેળવ્યા.

 ખુબ માર મારતાં કલ્લૂ મોં ખોલવા મજબૂર બની ગયો. તેણે કીધું કે પંદર જણાની ગેંગ સક્રિય છે..જેમાં બધાને અલગ અલગ કામ સોંપવામાં આવે છે.. કોઈને ચોરી કરવા તો કોઈને ડ્રગ્સ વિભાગમાં વહેંચવામાં આવે છે. મને ડ્રગ્સ ક્યાંથી આવે.. ક્યાં જાય તેની માહિતી આપવાની હોય છે.

કોણ કોણ છે જેને તું માહિતી આપે છે.

પણ તેને નામ ન આપ્યું... કહ્યું અમને સાચા નામની ખબર નથી હોતી.

 પોલીસે નક્કી કર્યું હજુ બે દિવસ રિમાન્ડ પર લઈશું તો બોલે.

અભય પણ પોલીસ મથકે આવી પૂછપરછ કરી હતી. તેને એમની રીતે વાત કરી હતી. પણ વધુ કઈ જાણવા મળ્યું નહિ. અને એક ઘટના બને છે. પોલીસ સ્ટેશનમાં આવી.. હુમલો કરી ક્લ્લુંને ઉઠાવી ગયા. બધું પળભરમાં બની ગયું..પણ એનાથી ફાયદો એ થયો કે તે લોકોનો સાદા વેશમાં પીછો કરવામાં આવ્યો.

 બીજી બાજુ ઉદય મજમુદારે જે ઘરે ગયો હતો તે.. નેતાની કુંડળી નીકળવાનું નક્કી કર્યું. નેતાના ત્યાં સર્ચ વોરંટ લઈને જ ગયા હતા. પેલા નેતા તો હક્કબકા થઈ ગયા.. જમાનાના ખાધેલ હતા એટલે ઉપર સુધી પહોંચ હતી તો ફોન કરવા પ્રયત્ન કર્યા.પણ સર્ચ વોરંટ હતું એટલે કોઈ કશું ન કરી શકે.

એમના પત્ની ગભરાય ગયા અને ન બોલવાનું બધું બોલવા લાગ્યા..

 એમને કીધું હતું આપણે સુખી છીએ.. વધુ લોભ કરવો રેહવાં દો.. ખોટા કામ કરવા લાગ્યા હતા.. મને ખુબ ધૃણા ઉપજે તેવું કામ કરવા લાગ્યા હતા.. પાપનો ઘડો તો ભરાવાનો જ હતો. 

પેલા નેતા કહે ચૂપ રહે..જો કઈ બોલી તો...! 

 ઘરની તલાશી લીધી તો ખુબ સારા રૂપિયા... ડ્રગ્સ પકડાયું હતું. હવે એ છૂટી શકે તેમ ન હતા.

 એમની પત્ની બોલતી બંધ થઈ ગઈ હતી..પણ એમની પાસેથી માહિતી કઢાવી લેશે.

નેતાની ધરપકડ કરી. અને બીજી ટીમ ઉદય મજમુદારના ઘરે સર્ચ વોરંટ લઈને ગઈ હતી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy