Rahul Makwana

Tragedy Action

4  

Rahul Makwana

Tragedy Action

ધ્યેય

ધ્યેય

7 mins
568


સપનાઓ જોવાં એ આપણી એક આદત હોય છે, તમારા સપના હંમેશા તમારાં વ્યક્તિત્વને રિપ્રેઝન્ટ કરે છે, સામેવાળી વ્યક્તિ તમારા સપનાઓનાં આધારે તમારા વ્યક્તિત્વ સરળતાથી જાણી શકે છે. આપણાં ઘણાં સાહિત્યનાં પુસ્તકોમાં કહેવાયેલ છે કે,"સપનાએ નથી કે જે તમને રાતે ઊંઘમાં આવે, સપના એ છે કે જે રાતે તમને ઊંઘવા જ ના દે. મિત્રો મનુષ્ય એ એક સામાજિક પ્રાણી છે, એ પાછળનાં મુખ્ય બે કારણો છે પહેલું કે મનુષ્ય પોતાની રીતે સ્વતંત્રપણે વિચારી શકે છે અને બીજું કે તે સપનાઓ જોવાની ક્ષમતા ધરાવે છે. આ બે ખૂબીઓને લીધે મનુષ્ય પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓ કરતાં અલગ તરી આવે છે. એમાંય તે અમુક મનુષ્ય પોતાનાં સપનાઓ પુરા કરવાં માટે દિવસ રાત જોયાં વગર તનતોડ મહેનત કરે છે.

રાહુલ પણ એ હાજરો યુવાનોમાંથી એક યુવક હતો, કે જેણે પોતાની ખુલી આંખે સપનાઓ જોયેલાં હતાં. રાહુલ સ્કૂલમાં ભણતો હતો ત્યારથી તેણે ભારત સરકાર દ્વારા લેવાતી યુ.પી.એસ.સી પરીક્ષા પાસ કરીને ડિસ્ટ્રીકટ કલેકટર બનાવાનું સપનું જોયેલ હતું. અને બસ ત્યારથી માંડીને આજ સુધી રાહુલે તનતોડ મહેનત કરવામાં કે પછી પોતાનાં સપનાઓને હકીકતમાં ફેરવવા માટે કદી પાછું વળીને નથી જોયું.

સમય : સાંજનાં 5 કલાક.

સ્થળ : કેન્દ્રીય વિદ્યાલય.

આજનો દિવસ આખા દેશનાં યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો, કારણ કે આજ રોજ "યુ.પી.એસ.સી" બોર્ડ દ્વારા પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. આજે ઘણાં યુવાનોનું ભવિષ્ય નક્કી થવા જઈ રહ્યું હતું. 

આથી બધાં જ યુવાનો હોંશે હોંશે યુ.પી.એસ.સી ની પ્રિલીમીનરી પરીક્ષા આપી રહ્યાં હતાં. હાલ યુ.પી.એસ.સી પરીક્ષાનું "જનરલ સ્ટડી" નું બીજું પેપર બધાં યુવાનો આપી રહ્યાં હતાં, આ પેપર પૂરું થવામાં હજુપણ એક કલાક બાકી હતો.

કેન્દ્રીય વિદ્યાલયનાં "બ્લોક - સી" નાં રૂમ નંબર 3 માં હાલ રાહુલ યુ.પી.એસ.સી અન્ય યુવાનોની માફક પરીક્ષા આપી રહ્યો હતો. એવામાં રાહુલ પોતાનાં હાથમાં બાંધેલ કાંડા ઘડિયાળ પર નજર કરે છે, તો પેપર પૂરું થવામાં માત્ર પોણી કલાક બાકી હતી. આથી રાહુલ એકદમ ચિંતિત બની જાય છે કારણ કે હજુ તેને 30 પ્રશ્નો એટેન્ડ કરવાનાં બાકી હતાં.

બરાબર એ જ સમયે રાહુલનાં પેટમાં જાણે કોઈ જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય તેવી અસહય પીડા થવાં લાગે છે, જોત જોતામાં રાહુલને ઉલ્ટીઓ થવાનું શરૂ થઈ જાય છે. આથી ક્લાસમાં રહેલ સુપરવાઈઝર "રેપીડ રિસ્પોન્સ ટીમને" આ બાબતની જાણ કરે છે. અને ગણતરીની મિનિટોમાં જ ત્યાં રેપીડ રિસ્પોન્સ ટિમ આવી પહોંચે છે. આ ટિમ રાહુલને પીવા માટે પાણી આપે છે, અને તે ટીમમાં રહેલ એક તબીબ રાહુલને એક "એન્ટાસીડ" (એસીડીટીમાં રાહત આપતી દવાઓને મેડિકલ ટર્મમાં "એન્ટાસીડ" તરીકે ઓળખવામાં આવે છે.) એ આપે છે, આથી રાહુલને હાલ પહેલાં કરતાં થોડી રાહત અનુભવાય છે. 

 એવામાં ત્યાં એક પ્યુન તબીબે પોતાને આપેલ સલાહ મુજબ આઈસ્ક્રીમ લઈને આવી પહોંચે છે, આ આઈસ્ક્રીમ રાહુલને આપતાં તબીબ જણાવે છે કે..

"આ આઈસ્ક્રીમ ખાઈ લે...તને થોડી વધુ રાહત થશે..!" 

"તમારી સમગ્ર "રેપીડ રિસ્પોન્સ ટીમનો" ખૂબ ખૂબ આભાર." આઈસ્ક્રીમ પોતાનાં હાથમાં લેતાં લેતાં રાહુલ બોલે છે.

ત્યારબાદ રાહુલ એ આઈસ્ક્રીમ એકદમ ઝડપથી ખાયને પોતાનાં કાંડા પર પહેરલે ઘડિયાળ પર નજર કરે છે, હજુપણ પરીક્ષા પૂર્ણ થવામાં પંદર મિનિટ બાકી હોવાને લીધે રાહુલ ફરી એ પાછો પેપરમાં જવાબો ટિક કરવાનું શરૂ કરી દે છે...આમ કરવાં છતાંય સમયના અભાવે રાહુલ 10 માર્ક્સના પ્રશ્નો ચુકી જાય છે.

એ જ દિવસે

સ્થળ : સ્વસ્તિક મલ્ટીસ્પેશિયાલિટી 

હોસ્પિટલ.

સમય : સાંજનાં 6 : 30 કલાક.

સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ શહેરની સૌથી અદ્યતન હોસ્પિટલોમાંની એક હોસ્પિટલ હતી, જયાં હાલનાં સમય મુજબ મેડિકલ ફિલ્ડની એકદમ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવતી હતી. 

 રાહુલ ડૉ. સૌરવની ચેમ્બરમાં ખુરશી પર બેસેલ હતો, તેનાં ચહેરા પર દુઃખ અને હતાશા છવાયેલ હતી. તેનાં મનમાં તેને હાલ ઘણાં બધાં પ્રશ્નો છતાવી રહ્યાં હતાં. તે કોઈ એક અલગ પ્રકારનાં ડર સાથે માંડ માંડ હિંમત કરીને ડૉ. સૌરવ તરફ જોઈ રહ્યો હતો. રાહુલને જોતાં હાલ એવું માલુમ પડી રહ્યું હતું કે જાણે હાલ તેનો જીવ તાળવે ચોંટી ગયો હોય.

 ત્યારબાદ ડૉ. સૌરવ રાહુલની ફાઇલમાં રહેલ રિપોર્ટ પરથી પોતાની નજર ઊંચી કરીને રાહુલની સામે જોઇને પોતાનાં ગંભીર અવાજે જણાવે છે કે..

"રાહુલ યુ આર સફરીંગ ફ્રોમ "અલ્સરેટિવ કોલાઈટીસ"

"શું…"અલ્સરેટિવ કોલાઈટીસ" એનો અર્થ શું થાય ? કોને કહેવાય ? એ થવા પાછળનું કારણ શું હોય ? શું એ કોઈ ગંભીર બીમારી છે ? મને સારું તો થઈ જશે ને ?" ડૉ. સૌરવની વાત સાંભળતાની સાથે જ હેરાનીભર્યા અવાજે રાહુલ એકસાથે ઘણાબધાં પ્રશ્નો પૂછે છે.

"જી ! રાહુલ તું બિલકુલ ચિંતા ના કર...આ એક આંતરડાનો રોગ છે, જેમાં આંતરડામાં ચાંદી પડી જાય છે, અને ધીમે ધીમે એ ચાંદી પડેલ આંતરડાનો ભાગ નબળો પડી જાય છે, અને જો સમયસર એની સારવાર કરવામાં ના આવે તો તે આંતરડામાં કાળું ફરી નાખે છે, જેને લીધે વધુ મોટા કોમ્પ્લીકેશન જોવાં મળે છે." રાહુલે પુછેલાં બધાં જ પ્રશ્નોનો ઉત્તર આપાતાં ડૉ. સૌરવ જણાવે છે.

"પણ...સાહેબ...એ થવાં પાછળનું કારણ શું હોય..?" રાહુલ અચરજ અને હેરાની સાથે ડૉ. સૌરવને પૂછે છે.

"મોટાભાગનાં કેસમાં "અલ્સરેટિવ કોલાઈટીસ" થવાં પાછળનું મુખ્ય કારણ આજનાં "જંક ફુડ" કે "અનહેલ્થી" ખોરાક હોઈ શકે છે." ડૉ. સૌરવ રાહુલને જણાવતાં બોલે છે.

"પણ ! સર હું જંક ફુડ તો અવોઇડ કરું છું તો પછી મને "અલ્સરેટિવ કોલાઈટીસ" થવાં પાછળનું કારણ તો શું હોઈ શકે." રાહુલ હેરાની સાથે ડૉ. સૌરવની સામે જોઇને પૂછે છે.

"આ સિવાયનાં કારણોમાં વધુ પડતો સ્ટ્રેસ, ચિંતા, અપૂરતી ઊંઘ અને અનિયમત ખોરાક - આવા વગેરે કારણો હોઈ શકે છે." ડૉ. સૌરવ રાહુલને સમજાવતાં જણાવે છે.

"યસ સર...તમારી વાત એકદમ સાચી છે, હું માનું છું ત્યાં સુધી મને "અલ્સરેટિવ કોલાઈટીસ" થવાં પાછળનું કારણ તમે જે બીજું કારણ જણાવ્યું એ જ હોવું જોઇએ." રાહુલ ડૉ. સૌરવની વાત સાથે પોતાની સહમતી દર્શાવતા બોલે છે.

"હા ! પણ રાહુલ તારે એટલી બધી ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી, તારા કેસમાં "અલ્સરેટિવ કોલાઈટીસ" ઇનિસિયલ એટલે કે પ્રારંભિક તબક્કામાં છે, જે અમુક પ્રકારની ખાસ દવાઓ, સીરપ અને પરેજીથી સારું થઈ શકે છે." ડૉ. સૌરવ રાહુલને સાંત્વના આપાતાં આપાતાં જણાવે છે.

ડૉ. સૌરવની આ વાત સાંભળીને રાહુલનાં બેચેન જીવને શાંતિનો અહેસાસ થયો. ગભરાહટ કે ડરને લીધે તેનાં વધી ગયેલાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા હવે ફરીપાછા અગાવની માફક ધીમે ધીમે નોર્મલ બની રહ્યાં હતાં.

ત્યારબાદ ડૉ. સૌરવ રાહુલને અમુક દવાઓ લખી આપે છે, અને એક અઠવાડિયા માટે માત્રને માત્ર "પ્રવાહી ખોરાક" જ લેવાં માટેની કડક સૂચના આપે છે. 

"થેન્ક યુ સો મચ સર…!" રાહુલ પોતાનાં બે હાથ જોડી ડૉ. સૌરવનો આભાર વ્યક્ત કરીને ચેમ્બરમાંથી બહાર નીકળે છે. 

 પછી રાહુલ હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને હોસ્પિટલની બધી ફોર્મલિટી પુરી કરીને પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે.

એક મહિના બાદ

સ્થળ : રાહુલનું ઘર.

સમય : સવારનાં 10 કલાક.

હવે ધીમે ધીમે રાહુલની તબિયતમાં ડૉ. સૌરવે લખી આપેલ દવાઓને લીધે એકદમ સારું થઈ ગયું હતું. રાહુલ હવે બધું જ ખાઈ શકતો હતો. આમ રાહુલ હવે એકદમ તંદુરસ્ત થઈ ગયો એ પાછળનાં બે કારણો હતાં, એક એ કે ડૉ. સૌરવની દવા પોતાની રીતે અસરકારક નીવડી રહી હતી, અને બીજું કે હવે રાહુલને કોઈ પરીક્ષાની તૈયારી કરવાની ના હોવાથી તેને કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ કે ચિંતાઓ હતી જ નહી.

રાહુલ પોતાનાં ઘરમાં સોફા પર બેસીને ટી.વી જોઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે તેનો ફોન રણકી ઊઠે છે, આથી તે પોતાનાં મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નજર કરે છે. તો ડિસ્પ્લે પર "દિપક સર" એવું લખેલ હતું આથી રાહુલ ફોલ રિસીવ કરતાં બોલે છે કે…

"ગુડ મોર્નિંગ...સર !" 

"ગુડ મોર્નિંગ એન્ડ કોંગ્રેચ્યુલેશન" દિપક સર રાહુલને અભિનંદન પાઠવતાં પાઠવતાં બોલે છે.

"બટ...સર...કોંગ્રેચ્યુલેશન શેનાં માટે…? હું કંઈ સમજ્યો નહીં ?" રાહુલ અચરજ સાથે હેરાનીભર્યા આવજે દિપકસરને પ્રશ્ન પૂછે છે.

"બેટા ! તારી તનતોડ મહેનત આખરે રંગ લાવી તે યુ.પી.એસ.સી ની પ્રિલીમીનરી પરીક્ષા સારા માર્ક્સ સાથે ક્વોલિફાય કરી દીધેલ છે, અને આવી ને આવી મહેનત તું યુ.પી.એસ.સી ની મેઇમ પરીક્ષામાં પણ જાળવી રાખજે...જેથી તારું કલેકટર બનવાનું સપનું હકીકતમાં પરિણમે !" દિપકસરને રાહુલને આશીર્વાદ આપતાં આપાતાં બોલે છે.

"થેન્ક યુ સો મચ સર…!" રાહુલ દિપકસરનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે અને ત્યારબાદ કોલ ડિસ્કનેટક કરે છે. ક્યારે આ બાજુ રાહુલ યુ.પી.એસ.સી ની વેબસાઈટ ચેક કરવાં લાગે છે..અને પોતાનું નામ "સિલેકટેડ કેન્ડીડેટ ફોર યુ.પી.એસ.સી મેઇમ એકઝામ" જોઈને રાહુલને ખુશીઓનો કોઈ જ પાર રહેતો નથી.

ધીમે ધીમે સમય પાણીનાં પ્રવાહની માફક પસાર થઈ જાય છે, અને જોત જોતામાં રાહુલ યુ.પી.એસ.સી ની મેઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પણ સફળતાપૂર્વક આપે છે, અને આ યુ.પી.એસ.સી પરીક્ષા ઓલ ઇન્ડિયા રેન્ક 100 સાથે પાસ કરે છે અને જોતજોતામાં રાહુલ કલેકટર પણ બની જાય છે.

 આ સાથે જ રાહુલ મનોમન વિચારવા લાગે છે કે વ્યક્તિએ કરેલ મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. ઈશ્વર કે કુદરત ચોક્કસપણે મનુષ્યે કરેલાં કર્મો કે મહેનતનું ફળ આપે જ છે, જો તમે સારા કર્મો કર્યા હશે તો સારા ફળ મળશે અને જો તમે ખરાબ કર્મો કર્યા હશે તો તેનું તમને ખરાબ ફળ મળશે...બાકી ફળ મળશે એ તો સનાતન સત્ય કે દિવા જેવી સ્પષ્ટ બાબત છે. 

 મિત્રો આપણે પણ ક્યારેય આપણાં સપનાઓ પુરા કરવામાં પાછી પાની કરવી જોઈએ નહીં, આપણાં સપનાઓ પુરા કરવામાં આપણને રાહુલની માફક "બીમારી કે અલ્સરેટિવ કોલાઈટીસ"ના સ્વરૂપે કોઈપણ મુસીબત કે મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ આપણે એ બધી મુશ્કેલીઓનો રાહુલની માફક સામનો કરીને આપણે આપણાં લક્ષય મેળવવા માટે તનતોડ મહેનત કે મરણીયો પ્રયાસ કરવો જોઈએ. બાકી પછી આપણાં મનમાં એવો અફસોસ ના રહેવો જોઈએ કે,"મેં થોડી વધુ મહેનત કરી હોય તો આજે હું મારો લક્ષય ચુક્યો કે ચુકી ના હોત" બાકી તમને તમારા લક્ષય સુધી પહોંચવામાં તમારા જ અંગત સ્વજનો "એ તારું કામ નહીં " "આ પરીક્ષા ખૂબ જ હાર્ડ હોય છે." "સરકારી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ ભર્યું છે." આવા મેણાટોણા માર્યા કરશે, પરંતુ આપણે એ બધી જ બાબતોને અવગણી અર્જુનની માફક માત્રને માત્ર આપણાં ધ્યેય કે લક્ષય તરફ જ નજર રાખવી.


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Tragedy