Rahul Makwana

Fantasy Inspirational

3  

Rahul Makwana

Fantasy Inspirational

ઝવેરી

ઝવેરી

7 mins
432


આપણે બધાએ જીવનમાં કાંઈને કાંઈ મેળવવા માટે કે હાંસલ કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ, અને આપણે નાનપણથી જ ઘણાં બધાં સપનાઓ જોયેલાં હોય છે. જ્યારે આ વાત વિચારીએ ત્યારે તરત જ આપણને પ્રાથમિક શાળાનું એ દ્રશ્ય યાદ આવે, કે જ્યારે પ્રાથમિક શાળાનાં શિક્ષક નાના ફૂલ જેવાં કુમળા બાળકોને પ્રશ્ન પૂછતાં કે, "બાળકો તમે મોટા થઈને શું બનવા માંગો છો ? તો બધાં નાના નાના ભૂલકાઓ તેની અલગ જ અદામાં જણાવે કે, "હું મોટો થઈને ડોકટર બનીશ, હું મોટો થઈને મોટો વેપારી બનીશ, હું મોટો થઈને એન્જિનિયર બનીશ, હું મોટો થઈને શિક્ષક બનીશ તો કોઈ એવું કહે કે હું મોટો થઈને વકીલ બનીશ." આમ નાના ભુલાકાઓ પોતાની કાલીઘેલી ભાષામાં પોતાનાં સપનાઓ વિશે જણાવતાં હોય છે.

રાહુલ પણ આ નાના ભૂલકાઓમાંથી એક હતો, તેણે પણ પોતે કંઈક બનાવ માટે સપનાઓ જોયેલાં કે ઈચ્છાઓ સેવેલી હતી. અને તે સપનાઓને સાકાર કરવાં માટે રાહુલ દિનરાત તનતોડ મહેનત કરવાં લાગ્યો હતો. તેને બસ જરૂર હતી તો યોગ્ય સમયની જે તેને ચારેબાજુએ પ્રસિદ્ધ અપાવી શકે.

"મને એ જણાવતાં આનંદ થાય છે, સાહિત્ય અકાદમીનો 2021 નો "યુવા ગૌરવ પુરસ્કાર" નાં વિજેતા છે…..શ્રી મકવાણા રાહુલ. આ સાહિત્ય એવોર્ડ તેઓને તેનાં દ્વારા લખાયેલ નોવેલ "ધ મિસ્ટેરિયસ બ્લેક ફોરેસ્ટ" માટે આપવામાં આવેલ છે. આ નોવેલ એક સસ્પેન્સ, થ્રિલર, હોરર અને ટાઈમ ટ્રાવેલિંગ આધારિત એક સાયન્સ ફિક્શન નવલકથા છે, જે દરેક વાંચકને "ટાઈમ ટ્રાવેલિંગ" ની એક રોમાંચક અને રહસ્યમય મુસાફરી કરાવે છે." સ્ટેજ પર માઇક પાસે ઉભેલ એન્કર પોતાની આગવી છટામાં બોલી ઊઠે છે.

આથી રાહુલ ખુશ થતાં થતાં પોતાની ખુરશી પરથી ઊભો થાય છે. આ સાથે ત્યાં ઉપસ્થિત બધાં જ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો રાહુલની આ સિદ્ધિને તાળીઓનાં ગડગડાટથી વધાવી લે છે. 

"તો રાહુલભાઈ તમારી આ સિદ્ધિ વિશે તેમ કંઈ કહેવાં માંગો છો ? આ એવોર્ડ મેળવીને તમને કેવું લાગી રહ્યું છે." એન્કર રાહુલનાં હાથમાં માઇક આપાતાં આપાતાં પૂછે છે.

પાંચ વર્ષ પહેલાં

સ્થળ : રાહુલનું ઘર.

સમય : સવારનાં 10 કલાક.

રાહુલ તેનાં ઘરે નાસ્તો કરીને બેસેલ હતો, અને પોતાનાં લેપટોપ કંઈક ટાઈપ કરી રહ્યો હતો. એવામાં તેનાં મોબાઈલમાં તેનાં એક મિત્ર નિરવનો કોલ આવે છે. આથી રાહુલ ખુશ થતાં થતાં કોલ રિસીવ કરે છે.

"બોલ બોલ નીરવ…!" રાહુલ કોલ રિસીવ કરતાં કરતાં બોલે છે.

"યાર ! આજે રવિવાર છે તો મુવી જોવા જવું છે ?" નીરવ રાહુલને પૂછે છે.

"ના ! યાર આજે મારે થોડું કામ છે." રાહુલ નિરવની વાત અવગણાતાં બોલે છે.

"એવું તો તારે શું અગત્યનું કામ આવી પડેલ છે." નિરવ હેરાનીભર્યા અવાજે રાહુલને પૂછે છે.

"યાર હું એક નોવેલ લખી રહ્યો છું ?" રાહુલ નિરવને મુવી જોવા ના આવવાનું કારણ જણાવતાં બોલે છે.

"ઓહ ! એવું ? બાય ધ વે કઈ નોવેલ લખે છે ? એ નોવેલનું નામ શું છે ? ક્યાં પ્લોટ પર આધારિત છે તારી એ નોવેલ ?" નિરવ રાહુલને એકસાથે ઘણાં પ્રશ્નો પૂછે છે.

"હાલ હું જે નોવેલ લખી રહ્યો છું તે નોવેલનું નામ છે "ધ ઊટી" કે જે એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર લવ સ્ટોરી છે." રાહુલ પોતાની નોવેલ વિશે વધું વિગત જણાવતાં બોલે છે.

"ઓહ ધેટસ ગ્રેટ..! બટ હું તને એક વાત જણાવું ?" નિરવ થોડું ખચકાતાં પૂછે છે.

"હા ! સ્યોર !" રાહુલ નિરવને પરમિશન આપતાં બોલે છે.

"યાર આઈ થિંગ યુ આર જસ્ટ એ ડ્રાફ્ટર નોટ રાઇટર !" નિરવ રાહુલ વિશે પોતાનો અભિપ્રાય આપતાં આપતાં જણાવે છે.

"તને એવું લાગે તો એવું રાખ...બટ રાઇટિંગ મારો પ્રોફેશન નહીં પણ મારો પેશન છે, ભલે આજે તને કે બીજા કોઈને મારી કે મારા લખાણની કદર ના હોય, પરંતુ મારો પણ એક સમય આવશે." રાહુલ આટલું બોલીને કોલ ડિસ્કનેટક કરી દે છે.

કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ રાહુલનાં મનનાં વિચારોનું એક મોટું વાવાઝોડું ઉદ્દભવે છે, હાલ રાહુલનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો જેવા કે, "જો મારો અંગત મિત્ર નિરવ જ મને રાઇટર તરીકે સ્વીકારી ના શકતો હોય તો પછી આ સમાજ કે દુનિયા મને રાઇટર તરીકે કેવી રીતે સ્વીકારશે ? મારે એવું કંઈક તો સર્જન કરવું જ પડશે, જે વાંચીને નવાઈ અને આશ્ચર્ય સાથે લોકોની આંખો પહોળી થઇ જવી જોઈએ. વાંચતા વાંચતા નોવેલ ક્યારે પુરી થઈ ગઈ એ તેઓને ખ્યાલ જ ના આવવો જોઈએ. ટૂંકમાં મારે એક એવી નોવેલ લખવી છે કે જે વાંચકોને છેક અંત સુધી જકડી રાખે, કોઈ વ્યક્તિ એકવાર નોવેલ વાંચવાની શરૂ કરે તો તેને પૂરેપૂરી નોવેલ એક જ બેઠકમાં પુરી કરવાની ઈચ્છા થઈ આવે આવી એક નોવેલ મારી લખવી છે, એવો રાહુલનાં મનમાં વિચાર આવે છે જે અંતે "ધ મીસ્ટેરીયસ બ્લેક ફોરેસ્ટ" જેવી ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ટાઈમ ટ્રાવેલિંગ આધારિત નવલકથા લખવાનું રાહુલ માટે પ્રેરકબળ બની રહ્યું હતું.

બે વર્ષ અગાવ.

સ્થળ : નિરવનું ઘર 

સમય : સવારનાં 11 કલાક.

નિરવ પોતાનાં ઘરે સોફા પર બેસીને ટી.વી જોઈ રહ્યો હતો, બરાબર તે જ સમયે તેનાં ઘરની ડોરબેલ વાગે છે, આથી નિરવ સોફા પરથી ઉભો થઈને દરવાજા તરફ આગળ વધે છે. દરવાજા પાસે પહોંચીને નિરવ જોવે છે કે તેનાં ઘરનાં દરવાજા બહાર એક પોસ્ટમેન હાથમાં કવર લઈને ઉભેલ છે.

"નિરવભાઈ ?" પોસ્ટમેન નિરવની સામે જોઇને પૂછે છે.

"હા હું જ છું નિરવ…બોલોને !" નિરવ પોસ્ટમેનની સામે જોઇને અચરજ સાથે પૂછે છે.

"નિરવભાઈ તમારું એક કવર આવેલ છે." નિરાવનાં હાથમાં કવર આપતાં આપતાં પોસ્ટમેન બોલે છે.

"થેન્ક યુ !" નિરવ કવર હાથમાં લઈને પોસ્ટમેનનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે.

"મને આ કવર કોણે મોકલ્યું હશે ? આ કવરમાં શું હશે ?" આવી કુતૂહલતા સાથે નિરવ કવર પર લખેલ સરનામાં તરફ નજર ફેરવે છે. કવર પર નજર ફેરવતાં નિરવની આંખોમાં ખુશી છવાય ગઈ, જેનું કારણ હતું એ કવર મોકલનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો જ એક બેસ્ટ ફ્રેન્ડ રાહુલ હતો. આથી નિરવ ખુશ થતાં થતાં એ કવર ખોલવા માંડે છે.

કવર ખોલ્યા બાદ નિરવને ખ્યાલ આવે છે કે રાહુલે તેને એક નોવેલ ગિફ્ટમાં આપેલ છે, જેનાં પર લખેલ હતું "ધ મીસ્ટેરીયસ બ્લેક ફોરેસ્ટ" (ટાઈમ ટ્રાવેલિંગ પર આધારીત એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર નવલકથા). રાહુલે પોતાને ગિફ્ટમાં મોકલેલ નોવેલનું ટાઈટલ અને કાવરપેઝ જોયાં બાદ નિરવ પોતાની જાતને આ નોવેલ વાંચતા રોકી ના શકયો.

આથી નિરવ આતુરતા સાથે એકપછી એક પેઝ વાંચવા લાગે છે, જેમાં પહેલાં પેજમાં જ લખેલ હતું…"આ નોવેલ હું મારા બેસ્ટ ફ્રેન્ડ નિરવને અપર્ણ કરું છું કે જે મારા માટે આ નોવેલ લખવા માટે પ્રેરણારૂપ સાબિત થયેલ છે." આ વાંચીને નિરવની આંખોમાં આશ્ચર્ય અને નવાઈ સાથે ખુશી કે હરખનાં આંસુ આવી જાય છે.

ત્યારબાદ નિરવ એક જ દિવસમાં આખે આખી નોવેલ વાંચી નાખે છે, નોવેલ વાંચ્યા બાદ નિરવને રાહુલનો બેસ્ટ ફ્રેન્ડ હોવા પર ગર્વ થઈ આવે છે. આથી તે રાતે 12 વાગ્યે રાહુલને કોલ કરે છે.

"જે વ્યક્તિનાં લખાયેલ શબ્દો નજર થકી તમારા હૃદયની આરપાર ઉતરી જાય, તો સમજવું કે એ શબ્દ લખનાર કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ કોઈ મહાન હસ્તી જ હોઈ શકે….હેટ્સ ઓફ યુ રાહુલ ફોર ક્રિએટિંગ એન અમેઝીંગ નોવેલ." નિરવ રાહુલે લખેલ નોવેલ વાંચીને એ નોવેલ વિશે પોતાનો અભિપ્રાય આપતાં આપતાં રાહુલને જણાવે છે.

"થેન્ક યુ નિરવ…ખરેખર મારા માટે આ નોવેલ લખવા પાછળનું તું જ પ્રેરકબળ છો, તે મને બે વર્ષ પહેલાં જે વાત કહી હતી કે, "યુ આર જસ્ટ એ ડ્રાફ્ટર નોટ અ રાઇટર" બસ એ જ સમયે મેં નક્કી કરી લીધેલ હતું કે મારે એક એવી નોવેલ લખવી છે જે વાંચીને તને પણ મારા પર ગર્વની લાગણી થઈ આવે." રાહુલ નિરવનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે.

હાલનાં સમયે…

"મને આ એવોર્ડ મળવાથી હું ખૂબ જ ખુશ છું કે આજે પણ ગુજરાતી સાહિત્યક્ષેત્રે એવાં નિર્યાયકો પણ છે જે કોઈ લેખકનાં કન્ટેન્ટને વધું મહત્વ આપી રહ્યાં છે. આ માટે હું એ તમામ નિર્ણાયકોનો અંત : પૂર્વક ખુબ ખુબ આભારી છું." રાહુલ પોતાનાં હાથમાં માઇક લઈને બોલે છે. આટલું બોલતાની સાથે જ રાહુલ રડવા લાગે છે.

"રાહુલભાઈ તમારી આંખોમાં આંસુઓનું કારણ લોકોને જણાવશો..?" એન્કર રાહુલની સામે જોઇને પૂછે છે.

"હાલ મને એક તરફ આ એવોર્ડ મળવાનો અનહદ આનંદ છે, તો બીજી તરફ એટલુ જ દુઃખ મને એ વાતનું છે કે જેણે મારી અંદર રહેલ એક લેખકને કોઈ ઝવેરી જેવી રીતે હિરાને પારખે તેવી રીતે મને પારેખેલ હતો, એવો મારો બેસ્ટ ફ્રેન્ડ નિરવ..કે જે આવી સરસ નવલકથા લખવા માટે મારા માટે પ્રેરણારૂપ બનેલ હતો, કે જેને મેં આ મારી સમગ્ર નોવેલ સમર્પિત કરેલ હતી, કે જેને મને આ એવોર્ડ મળતા સૌથી વધુ ખુશી થાત….તે નિરવ જ હાલ આ દુનિયામાં નથી રહ્યો. ગયા જ વર્ષે કોરોનાં વાઇરસે મારા બેસ્ટ ફ્રેન્ડ નિરવને ભરખી લીધેલ હતો." રાહુલ પોતાની આંખોમાં રહેલ આંસુઓ પાછળ છૂપાયેલ દર્દભરેલ વ્યથા જણાવતાં બોલે છે.

"જોઈ લે નિરવ આજે તારા મિત્ર રાહુલને સાહિત્ય અકાદમીનો "યુવા ગૌરવ પુરસ્કાર" મળેલ છે." રાહુલ પોતાનાં હાથમાં રહેલ ટ્રોફી ઊંચી કરીને બોલી ઊઠે છે.

  આમ રાહુલ મેડિકલ ફિલ્ડમાં જોડાયેલ હોવા છતાંપણ પોતાની જાતને "ડોકટર" "પેરામેડીક્સ" "કોરોનાં વોરીયર્સ" તરીકે ઓળખાવવા કરતાં એક "યંગ એન્ડ ડાયનેમિક રાઇટર" તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરતો હતો. કારણ કે મેડિકલ ફિલ્ડ એ તેનાં પરિવારે કે તેનાં ભણતરે અપાવેલ ફિલ્ડ કે પ્રોફેશન હતો, પરંતુ "રાઇટિંગ કે રાઇટર" એ રાહુલનાં અંતરાત્માએ તેને સુઝાવેલ પોતાનો એક "પેશન" હતો. આમ રાહુલ ઘણી બધી મુશ્કેલીઓ કે આફતો આવવા છતાંય પોતાની જાતને આજે ખરા અર્થમાં "એક યંગ એન્ડ ડાયનેમિક રાઇટર" તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યો હતો.

કહેવાય છે કે, "અગર કિસી ચીજ કો પુરી શિદ્દત સે ચાહો, તો પુરી કાયનાત વો તુમ્હે મિલાને કે કોશીશમે લગ જાતી હે." આથી સપનાઓ જોવા જ જોઈએ અને એ સપનાઓ પુરા કરવાં માટે તનતોડ મહેનત કરીને દિવસ રાત એક કરવાં જોઈએ.. એક દિવસ તેમાં ચોક્કસ સફળતા મળશે જ તે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy