Shweta Patel

Horror Crime Thriller

4  

Shweta Patel

Horror Crime Thriller

બાવીસી

બાવીસી

10 mins
454


"શિંદે...ચાલ જલ્દી ગાડી કાઢ. આજે તો એ ડાકણ જરાય નહિ બચે મારા હાથથી !"- કહીને ઇન્સ્પેકટર માત્રે પોતાની વર્દી સરખી કરીને. ટેબલ પર પડેલો મોબાઇલ અને ગોગલ્સ લઈને ચોકીની બહાર નીકળી ગયા.

રાતનો સન્નાટો છવાયેલો હતો. એક ને સાડત્રીસ થયેલી હતી. ત્યાં તો થાનાની વચ્ચે પડેલો જૂના જમાનાની યાદોને વળગી રહેલો એક માત્ર ફોન રણક્યો. સામેથી કોઈ અજાણ્યા વ્યક્તિએ હાંફતા હાંફતા કહ્યું."બાવીસી ફરી આવી ગઈ ! મેં હમણાં જ એને એમજી રોડની બાજુએથી મ્યુનિસિપલ ગાર્ડન તરફ જતા જોઈ. તમે હમણાં જ આવી જાઓ સાહેબ. હું તમારી રાહ જોઈ રહ્યો છું."

"શું..? બાવીસી ફરી આવી ગઈ ? તમે હમણાં કઈ જગ્યાએ ઊભા છો એ કહો...અમારી ટીમ હમણાં જ પહોંચીએ છીએ !"- ઇન્સ્પેક્ટર માત્રે એ સ્પષ્ટ કરતા પૂછ્યું.

"હું ફતવા શેરીની બગલમાં ઊભો છું. મને બહુ ડર લાગી રહ્યો છે કે બાવીસી મને મારી ના નાખે !"- અજાણ્યા વ્યક્તિએ પોતાની જાતને જાણે ક્યાંક ખૂણામાં સંતાડતા જવાબ આપ્યો હોય એમ લાગ્યું.

"ગભરાશો નહિ...અમે દસ મિનિટમાં પહોંચીએ છીએ !"- એટલુ કહેતાંની સાથે ઇન્સ્પેક્ટરે શિંદેને બૂમ પાડી અને તેઓ પોતાની ડ્યુટીએ લાગી ગયા.

આખા વિસ્તારમાં અંધકાર જામેલો હતો. અંધારી રાત હતી. શિયાળાનો દિવસ એટલે સૌ પોતાના ઘરમાં લપાઈ ગયા હતા. કાતિલ ઠંડી કરતા બાવીસીનો ખોફ વિસ્તારમાં વધારે ફેલાયેલો હતો. આજથી ઘણા વર્ષો પહેલા બાવીસી ડાકણની દંતકથા આખા વિસ્તારમાં પ્રસરી રહી હતી. પરંતુ આફત તો ત્યારે આવી કે અચાનક એ કથાઓમાં રહેલી બાવીસી અચાનક પાછી પ્રગટ થઈ ગઈ. જે રીતે એના વિશે વાતો કરીને ડરતા હતા એના કરતાં પણ વધારે ડર તો એને લાગી રહ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનાથી એનો કાળો કહેર જાણે શહેરના દરેક વિસ્તારમાં હતો. રાતે બાર વાગ્યા પછી કે શહેર રાત્રિબજાર અને સહેલાનીઓથી ઝૂમી રહેતું એ ધમધમતા શહેરમાં અચાનક સન્નાટાની બ્રેક વાગી ગઈ હતી. જાણે એક સાપ સૂંઘી ગયો હોય એમ આખું શહેર રાતે અગિયાર વાગ્યા બાદ બંધ થઈ જાય. લોકો જ્યાં હોય ત્યાંથી પોતાની જાનને બચાવવા પોતાના ઘરે પલાયન થઈ જાય. બહારવટુંઆ પણ એમનાં ઠેકાણા શોધી લે. બાવીસીની ચર્ચાઓ તો આજુબાજુના વિસ્તારોમાં પણ એવી વહેતી થઈ હતી કે સૌ કોઈ રાત પડયે પોતાના ઠેકાણે આવી જાય એ રીતે જ સગવડ કરી લેતા. આનાથી શહેરનું નામ તો બદનામ થતું હતું પરંતુ જોડે જોડે એના વેપાર અને વિસ્તારને પણ જાણે મંદી લાગી ગઈ હતી. પોલીસની ટીમ અને જાસૂસી કંપનીઓએ પોતાની રીતે શોધખોળ આદરી હતી. ખરી વાત તો એ હતી કે બાવીસી આજ દિન સુધી કોઈ સીસીટીવી કેમેરામાં કેદ નથી થઈ શકી. માટે એને શોધવી મહામુશ્કેલ હતું.

જેમણે જેમણે બાવીસીને જોઈ હતી એ એટલા હેબતાઈ જતાં હતાં કે તેઓની માનસિક પરિસ્થિતિ નબળી પડી જતી હતી. તેઓ એવાં ઘબરાઈ જતાં હતાં કે એમને આગળની પૂછપરછમા ભાગ ભજવતી વખતે જ ચક્કર આવી જતા કે તેઓ બેહોશ થઈ જતાં હતા. ડોકટરની ટીમ આવીને તપાસે ત્યારે બધું નોર્મલ હોય. કોઈને કશી ખબર નહોતી પડતી કે શું થઈ રહ્યું છે શહેરમાં !

ત્રણ મહિનાથી સતત ખડેપગે એની શોધખોળમાં લાગેલી ટીમને થોડા દિવસ પહેલા રાહત થઈ હતી. બાવીસીને કોઈ તાંત્રિક ભૈરવસિંહ દ્વારા વશમા કરી લેવામાં આવી હતી. અમાસના દિવસે લાગ જોઈને બાબાએ એની ચોટી મંતરી નાખી હતી અને એ અચાનક અદૃશ્ય થઈ ગઈ હતી. શહેરમાં એક શાંતિ સ્થપાઈ હતી. છતાંય હજી એનો ડર હતો તો લોકો ધાર્યા કરતા રાતે ઓછા જ બહાર આવતા. પરંતુ પોલીસ મથકે થોડી નિરાંત હતી. એમને બાવીસી દેખાઈ કરીને કોઈ સમાચાર નહોતા મળી રહ્યા. તેઓ શાંતિથી પોતાનું કામ કર્યે જતાં હતા.

પરંતુ આજે બાવીસી ફરી દેખાઈ. ઇન્સ્પેક્ટર માત્રે  અને એમની ટીમ ફરી દોડતાં થઈ ગયા. એમનાં માનસ પર ફરી બાવીસીનું ચિત્ર ઉમટી આવ્યું. સફેદ સાડી અને એમાં લોહીના ધબ્બા. ખુલ્લા અને મેલા વાળ. બદબૂદાર એનો આભાસ. પગની ઝાંઝરનો બિહામણો ઝણકાર અને એનું અચાનક રુદન તો ક્યાંક અટ્ટહાસ્ય. એ શું કહેવા માંગે છે એ કોઈને ખબર જ નહોતી પડતી. એ કેમ આમ લોકોને બિવડાવે છે એ વાતને જાણવા બધાએ બહુ મહેનત કરી પરંતુ એ ક્યાં કોઈના ઝાસામાં આવે જ છે !

અજાણ્યા માણસે જ્યાં કહ્યું હતું ત્યાં ગાડી પહોંચી ગઈ. પોલિસવાહને નજીક આવતાની સાથે સાયરન બંધ કરી દીધું જેથી બાવીસી ભાગી ના જાય. સન્નાટો કહે મારો કહેર ! કૂતરાઓ પણ ડરના માર્યા શેરીની બખોલમાં બેસી ગયા હોય એમ લાગ્યું. ક્યાંક એમનો કણસવાનો અવાજ આખા દૃશ્યને ભયભીત કરી રહ્યું હતુ. ટીમે નીડરતા દાખવી અને તેઓ કહ્યા પ્રમાણે ત્યાં પહોંચી ગયા. પણ આ શું ? જગ્યા તો એ જ હતી પરંતુ ત્યાં કોઈ વ્યક્તિ નહોતું. એમને આજુબાજુ ટોર્ચથી શોધખોળ કરવા માંડી. ત્યાં અચાનક જ બાબુલાલે બૂમ પાડી. તેઓ ઠેસ વાગતાની સાથે જમીન પર ફસડાઈ પડ્યા. એમની બુમથી જોડે આવનાર બીજા પાંચનું ધ્યાન એ બાજુ ગયું. તેઓ બાબુલાલ પાસે પહોંચ્યા.

"શું થયું બાબુલાલ ? શેને પડી ગયા ?"- માત્રેએ પાછળથી બૂમ પાડી.

"સાહેબ.... કંઈ આવ્યું છે પગમાં. ટોર્ચ બંધ પડી ગઈ છે... !"- બાબુલાલે અંધારામાં ઊભા થવાની પ્રયત્ન કર્યો.

ત્યાં તો ટીમના બધાએ ત્યાં ટોર્ચ દોરી. બાબુલાલ તો ઊભા થઈ ગયા હતા પરંતુ એ જેમની અડફેટે આવેલા એ કોઈ વ્યક્તિ હતી. બધા એ જોઈને એ તરફ ગયા. "આ કોણ છે ?"- શિંદે બોલ્યો.

"ખબર નથી..."- બાબુલાલ બોલ્યાં.

"જુઓ તો જરા...કોણ છે ?"- માત્રેએ ઓર્ડર કર્યો. શિંદે અને મહેશ એની નજીક ગયા. એમણે ઊંઘા બળે પડેલા એ વ્યક્તિને સીધો કર્યો. જોયું તો એ બેહોશ અવસ્થામાં હતો. એમાં માથે ઘા હતો અને લોહી વહી રહ્યું હતું. બાબુલાલે ગાડીમાંથી પાણીની બોટલ અને ફસ્ટએડ ટૂલ લાવી એની સારવાર કરી. એ વ્યકિત હોશમાં આવ્યો. એને તો જાણે કોઈ સુધબુધ જ ન હોય એમ એ બધાની સામે જોવા માંડ્યો. ઇન્સ્પેક્ટર માત્રેએ એને થોડો ધમધોળ્યો. એ સ્વસ્થ થવા માંડ્યો. એને એની ઓળખાણ આપી કે તે પ્રિતેશ છે. જેણે થોડી વાર પહેલા પોલીસમથકે ફોન કર્યો હતો અને બાવીસી વિશે જણાવ્યું હતું.

એને એ પણ જણાવ્યું કે એના ફોન કર્યા બાદ બાવીસી સાથે એનો સામનો થયો હતો. બાવીસી એ કોઈ ડાકણ નથી. એ ડાકણના વેશમાં એક સ્ત્રી છે. એ એકલી નથી આ કામમાં. એની જોડે એના બે સાથીદારો પણ છે. એને આ વાતની જાણ થઈ ગઈ હોવાથી તેઓએ એની પર હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયા. એમાંથી એક વ્યક્તિનું નામ શરદ છે અને બાવીસી બનેલ સ્ત્રીનું નામ પાયલ છે. ત્રીજી વ્યક્તિનું કશું ખબર ના પડી શકી. એણે એની પર હુમલો કરેલો. છેલ્લે એની નજર પડેલી હતી ત્યારે ખબર પડી હતી કે ડાબા પગે લંગડો હતો. આ એ લોકોની મીલીભગત છે. લોકોને ડરાવવા માટે !

શિંદેએ પહેલાં એની વાત પર વિશ્વાસ કરી લીધો પરંતુ માત્રેના વર્ષો જૂના અનુભવે એમની આંખો ઝીણી કરીને પ્રિતેશ સામે જોવા મજબૂર થયા. તેઓએ પ્રિતેશ પર વિશ્વાસ કરે એ પહેલાં એના વિશે બધુ બરાબર રીતે જાણી લેવા મનને મક્ક્મ કર્યું."જી પ્રિતેશ. તમારી વાત સાચી છે કે ખોટી એ વાતનો ખુલાસો તો થઈને રહેશે. પરંતુ મને એ સમજ ના પડી કે તમે તને એટલી રાતે અહી શું કરી રહ્યા હતા અને એને તમારી પર જ હુમલો કઈ રીતે કર્યો ?"

"મને ખબર છે સાહેબ તમે મારા પર વિશ્વાસ જલદીથી નહિ જ કરી લો... !"- એણે એના ખિસ્સામાં રહેલા પાકીટમાંથી એનું એક જૂનું થઈ ગયેલું આઇકાર્ડ કાઢીને બતાવ્યું.

"ઓહ...આ વાત છે એમ !"- કહીને માત્રે હસ્યા.

"જી હું પીએન્ડપી જાસૂસ એજન્સીઓ જાસૂસ પ્રિતેશ...જ્યારથી બાવીસીનું પ્રકરણ ચલે છે ત્યારથી હું એની પાછળ ખાઈપીને પડી ગયો છું. મને બહુ પહેલેથી શક હતો કે આ એક વાત વહેતી થઈ છે એની પાછળ સો ટકા કોઈ સાજિશ થઈ રહી હતી.... મેં ઇન્વેસિગેસન કર્યું હતું. છેલ્લે હું એમની એકદમ કરીબ પહોંચી જ ગયો હતો ત્યાં તાંત્રિક બાબાની વાત ચગી અને મને એ પણ ખબર હતી કે એ એમને સામે ચાલીને બહાર લાવી હતી જેથી થોડા સમય માટે બધા એમની પાછળ દોડે નહિ !"

"ઓહ....તો તમને કેવી રીતે ખબર કે એ ફરીથી એમનાં કામને અંજામ આપવાના છે ?"- શિંદેએ સવાલ કર્યો.

"મે તાંત્રિકને ફોડ્યો. એની બધી માહિતી લીધી. તેઓના ઠેકાણાં મને મળી ગયા. રાતે તેઓ પોતાના કામ માટે નીકળે એ પહેલાં મે છાપો માર્યો અને કેમેરામાં બધું કેદ કર્યું"- પ્રિતેશ થોડો શ્વાસ લેતા બોલ્યો.

"પણ બાવીસી કોઈ દિવસ ક્યાં કેમેરામાં કેદ થાય છે ?"- બાબુલાલ એમની માહિતી પ્રમાણે બોલ્યાં.

"બધું થાય છે... એ તો એના સાગરીતો ના સાથને કારણે બધાને ઉલ્લુ બનાવે છે !"

"તો તમારી પાસે ક્યાં છે કેમેરો?"- માત્રે બોલ્યાં.

"મને ખબર હતી કે ક્યાંક હું પકડાઈ જઈશ તો એ લોકો મને મારી પણ નાખશે કે પછી મારા બધા પુરાવા નષ્ટ કરી નાખશે એટલે મે બધા સેફ જગ્યાએ છૂપાવી દીધા છે. એ તમને હું કાલે સવારે પહોંચાડી દઈશ."- પ્રિતેશ હસ્યો.

"ભલે....પણ એમને હમણાં તમારી પર શક છે તો તમે શું વિચારો છો ?"- શિંદેએ પૂછ્યું.

"મારું તો રોજનું કામ છે. એ એટલા જલદી બહાર નહિ આવે. એમને નથી ખબર કે હું જાસૂસ છું. મને સામાન્ય માણસ સમજીને તેઓ મને ઇજા પહોંચાડી ગયા છે. એટલે હજી મારી જોડે સમય છે !"- પ્રિતેશ બોલ્યો.

"કાલે સવાર થતાની સાથે એમનો ભાંડો ફૂટી જશે. કાલે હું એમને તમારી સામે બધા પુરાવા સાથે રજૂ કરી દઈશ !"- પ્રિતેશ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

"તો પછી અમને હમણાં અહી બોલવવાનો હેતુ શું ?"- માત્રે બોલ્યાં.

"મારે માત્ર મારી ઓળખ છતી ના થઈ જાય એ માટે આ પ્લાન કરવો પડ્યો જેથી હું મારા પ્લાનને અંજામ આપી શકું."

"વેરી સ્માર્ટ ! ! ! યુ કેન ડુ ઇટ માય બોય... !"- માત્રેએ એના વખાણ કર્યા.

"યાહ...આઇ વિલ.... !"- પ્રિતેશ હસ્યો અને ઘા સાથે પોતાનો શર્ટ સરખો કર્યો.

"ચાલો તો તમને મૂકતા જઈએ..તમારે ક્યાં જવાનુ ?"- શિંદેએ ઓફર આપી.

"મારે તો હવે ઘરે જઈને કાલની તૈયારી કરવાની છે. હું જતો રહીશ સાહેબ.... થેંક્યું !"- પ્રિતેશ ત્યાંથી નીકળી ગયો. સન્નાટો જાણે કંઇક બોલી રહ્યો હતો. પોલીસની ગાડીનો દરવાજો ખખડાયો અને તેઓ ચોકી પહોંચી ગયા.

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યાની આસપાસ પ્રિતેશ પોતાની ગાડી લઈને નીકળ્યો. જાણી જોઈને પોતાની ગાડીનું પાછળના ટાયર હવા કાઢી નાખી હતી. રસ્તે જોગણી ટાયર સર્વિસ સેન્ટરની નજીક આવતાની સાથે ગાડી ઊભી રાખી. એને બનાવતી કસ્ટમર બનીને ત્યાં જઈને ગાડી ટો કરી લાવવા કહ્યું. ત્યાં એક હેન્ડિકેપ કાકા આવ્યા અને પોતાના ત્યાં કામ કરી રહેલા એક યુવાનને ગાડી લઈ આવવા કહ્યું.

ગાડી સરખી થાય ત્યાં સુધી એ એમની જોડે વાતે વળગ્યો. તેઓ લલચાય એ રીતે એની પાસે બેગમાં વીસ લાખ રૂપિયા છે એમ કહ્યું અને એને ગમે તે રીતે એના સાળાને આપવા પોલીસ સ્ટેશન જવાનું છે. પોતે મોટો કારોબારી છે. કાકાએ તો વાતમાં વ્યસ્ત રહ્યા પરંતુ કામ કરી રહેલા નવયુવાને આંખ ઝીણી કરી. એટલામાં થોડી વારમાં એમનાં ત્યાં એક યુવતી આવી પહોંચી અને એને અચાનક પોલીસ સ્ટેશન જવાનું છે. એના ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે એમ કહ્યું. કાકાએ એની સામે હમદર્દી જતાવી. પ્રિતેશને ખ્યાલ આવી ગયો કે આ બધી વાતો છે. આ યુવતી બીજું કોઈ નહિ બાવિસી ઉર્ફ પાયલ અને ગાડીનું રીપેરીંગ કરનાર શરદ હતો અને લંગડાતો ત્રીજો સાગરીત એ ભલા દેખાઈ રહેલા કાકા જ હતા. તેઓ એને એની ચુંગાલમાં ભેરવે એ પહેલાં ત્રણેય જણા એની વાતમાં આવી ગયા. એમને મોટો બકરો સામે દેખાયો. ગમે તે રીતે એને લુંટવાનો પેતરો કરી રહેલ તેઓને એ ખબર નહોતી કે એ એમની છેલ્લી છેતરપિંડી છે !

પેલા યુવાને કહ્યું કે ગાડીમાં મોટો ફોલ્ટ છે. સરખી કરતાં હજી વાર લાગશે. ત્યારે તરત જ પેલા કાકાએ તેઓને એમની ગાડી આપી અને પોલીસ સ્ટેશન જઈ આવવા કહું. માણસાઈની વાતો કરવા માંડ્યા. પ્રિતેશ તરત જ મોકો જોઈને હા પાડી દીધી અને પોલીસસ્ટેશન તરફ એ યુવતી ઉર્ફ બાવીસીને લઈને નીકળી પડ્યો.

રસ્તામાં એણે વાત વાતમાં બાવીસીની વાતો જ કરી. પેલી પણ જાણે એ કશું જ નથી જાણતી એમ ગભરાવાનો ડોળ કરવા માંડી. એને બહુ ડર લાગે છે કે એનાથી એમ કહેવા માંડી. ત્યારે તરત જ પ્રિતેશે એને કહ્યું કે એ કઈ ડાકણ નથી. એ તો લૂંટારું છે. આમ ડાકણના નામે બધાને બિવડાવીને લોકોને લૂંટે છે. આ વાત જણાતાં સાથે જ એના મોઢાં પર પરસેવો વળી ગયો. "તમને કેવી રીતે ખબર આ બધું? ડાકણ તો ડાકણ હોય !"

"ના સાચે. મેં બહુ સાંભળ્યું છે. હું તો આ ભૂત પ્રેતમાં વિશ્વાસ જ નથી કરતો." પ્રિતેશ બોલ્યો.

"પણ મેં જોઈ છે બાવીસી. સાચે બહુ બિહામણી છે. મારા પર તો હુમલો પણ કરેલો !"- કહીને એણે ખોફ પેદા કરવાનું ચાલુ કર્યું. એના ચક્કરમાં એ ભૂલી ગઈ કે એને વીસ લાખ લૂંટવાના છે.

"કેવી રીતે ?"- પ્રિતેશ એને બાવીસીની વાતે વહેવ્યે ગયો અને વાતવાતમાં પોલીસ સ્ટેશન પહોંચાડી દીધી.

ગાડી ઉભી રહી. પાયલ ચોંકી ગઈ. કે વાત વાતમાં એનું કામ તો રહી જ ગયું. અને હવે પોલીસ સ્ટેશન જઈને શું કહેશે. પોલીસ સ્ટેશનના પ્રીમાઇસિસમાં આવ્યા બાદ પ્રિતેશ તો જાણે જંગ જીતી લીધી હોય એમ. "હું કહેતો હતો ને કે બાવીસીની વાત ખોટી છે. એ પકડાઈ ગઈ છે. મારા જીજાજી મને કાલે જ કહ્યું હતું."- આ વાત જાણતાંની સાથે એ ચોંકી ગઈ.

"શું ? બાવીસી ?"- એને જોવાની લાલચ જાગી કે વાત શું છે.... એ એની જોડે અંદર ગઈ.

"મેં કહ્યું હતું ને કે હું કોઈ પણ રીતે આવી જઈશ !"- પ્રિતેશ અંદર જતાવેત બોલ્યો.

બધા એની જોડે છોકરી જોઈને ચોકી ગયા. ત્યાં તો બાવીસી બોલી. "ક્યાં છે બાવીસી ?"- બધા હસવા માંડ્યા.

પ્રિતેશે એના ઠેલામાંથી નાનકડો અરીસો કાઢ્યો અને એની સામે ધરી દીધો. મહિલા કોન્સેબલે એના હાથમાં હાથકડી પહેરાવી દીધી. એના બે સાગરીતો પણ ઝડપાયા. સાંજ સુધી બધા પુરાવા રજૂ થઈ ગયા અને ન્યુઝચેનલો પર બાવીસી પર્દાફાશના હેડીંગ હાઈલાઈટ થઈ ગયા. પાયલ ઉર્ફ બાવીસીનો ખોફ હંમેશ માટે લુપ્ત થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror