ખોટો દંભ
ખોટો દંભ
"આજે તો મારા સાસુમાની પહેલી પુણ્યતિથિ છે, સાંજે મોટું ભજનમંડળ બોલાવ્યું છે, બધાય આવજો !"- કહેતી સુધા આખી સોસાયટી કહેતી આમંત્રણ આપતી હતી અને હરખે બધાના ઘરે ફરતી જતી.
ત્યાં તો કશે ખૂણેથી કોઈનો અવાજ આવ્યો, "ડોશી જીવતી હતી તો બિચારીનું કોઈ સાંભળતું પણ નહિ, ને ખાવા પણ નહોતું અપાતું સરખું...ને હવે ભજનિયા...વાહ રે વાહ દુનિયા !'
