વીજળી
વીજળી
શહેરમાં વાવાઝોડું જામ્યું. જ્યાં ને ત્યાં વીજળી પડી. વાદળ ફાટ્યું. છેવટે બધું બરબાદ થઈ ગયું, કોંક્રિટનું દેખાતું રૂપાળું શહેર જાણે વિરાન થઈ ગયું. સારામાં સારું રાચરચીલું અને એશિયનપેઇન્ટનો મોંઘોદાટ કલર પણ ખરાબ થઈ ગયો. બધું બેઠું પાણીમાં ગરકાવ થઈ ગયું. પાણી ઓસર્યાને પરિસ્થિતિ જોવા જેવી ના રહી, બધું ચાર દિવસમાં કોહવાઈ ગયું એવામાં રીટા અગાશીએથી નીચે આવી અને બધું ટગર ટગર જોવા માંડી.
પૂરની હોનારત બાદ બધું તહેસનહેસ થઈ ગયું. આખું વસાવેલું ઘર જાણે વેરાન થઈ ગયું. ખાવા અન્નના ભંડાર હતા પરંતુ ખાઈ શકાય એવી પરિસ્થિતિ નહોતી. એ વખતે રીટાને એના શબ્દો ભાલાની જેમ ખૂપવા માંડ્યા, "આ ચકલાઓ પણ કેમ સુધરતાં નથી, જ્યાં મન ફાવે ત્યાં માળા ચીતરી જાય છે."
