દારૂડિયો પતિ
દારૂડિયો પતિ
ભાવનાબેને વિધવા થાય બાદ ખૂબ મહેનત કરી અને પોતાના બળ પર પોતાના સંતાનોને ભણાવ્યા, એમનાં નાનકડા સિલાઈ કામનો કારોબાર મોટાપાયે ફેલાવ્યો અને અનેક સ્ત્રીઓને પગભર કરવામાં મદદ કરી.
એક વખત એમનું ઇન્ટરવ્યુ લેવા માટે ન્યુઝચેનલવાળા આવ્યા," ભાવનાબેન, આજે તમારા માટે ઉત્સવનો દિવસ છે, તમારી આ કામિયાબીનો શ્રેય તમે કોને આપશો ?"
"મારા સ્વર્ગસ્થ પતિને ! જો એ આ દુનિયા છોડીને ના જાત તો હું આજે પણ એમનાં દારૂના પૈસા પૂરું કરવામાં જ વ્યસ્ત હોતે !"
