જેવા ને મળે તેવા
જેવા ને મળે તેવા
ધનજી શેઠ ખૂબ કપટી અને લાલચુ. નિર્દોષ અને જરૂરિયાતમંદ પ્રજાને વ્યાજે પૈસા આપે અને ખૂબ ઊંચા ટકે વ્યાજ વસૂલ કરે. જો વ્યાજ ના મળે તો તેઓની મિલકત પચાવી પાડે. આમ કરીને એને ખૂબ જ મિલકત ભેગી કરી અને જોડે નિર્દોષ પ્રજાની હાય પણ !
એનો જુવાનજોધ દીકરો બીમાર પડ્યો અને લકવાગ્રસ્ત થઈ ગયો. એને સારામાં સારા ડોકટરો જોડે ઈલાજ કરાવડાવ્યો પરંતુ કોઈ ફરક નહોતો પડતો. એની આ દશા જોઇને વિદેશથી એક ભૂવો એને મળવા આવ્યો, "ધનજીશેઠ, કોઈ માડી રૂઠી છે તારાથી, તું એની શરણ લઈ લે તો બધું સારું થઈ જશે.."
શેઠ બધું કરવા તત્પર થઈ ગયો અને એ ભૂવો એની બધી સંપત્તિ લઈને છુંમંતર થઈ ગયો, ને જોતો જ રહી ગયો !
