મોહનથાળ
મોહનથાળ
1 min
137
જાનૈયાઓ બારણે હતા, દીકરી વિદાયની વેળા હતી, હાથ પકડીને ચાલનારી દીકરી હાથ છોડાવીને બીજાનો હાથ પકડશે એ વાતનું દુઃખ હતું તોય બાપની આંખમાં આખી જિંદગીના જે અરમાનો સજવેલાં હતા, એની આજે સરભરા હતી. જીવનની બધી પુંજી આજે લૂંટાવીને રસોડે એક પણ ખામી ન નીકળે એની ખવાઈશ રાખી હતી. દીકરીના લગ્નમાં સારામાં સારા જમણવાર માટે ઘણી વેળાએ એ બાપે ભૂખ્યા રહીને પેટની જ્વાળા સહી હતી. છતાંય એક થાંભલે ઊભેલી એક જાડી બાઈ ખાતા ખાતા મોઢું બગાડી રહી હતી કે, "ખાવાનું તો ઠીક છે પણ મોહનથાળમાં બહુ મજા નથી."
