Sharad Trivedi

Crime Thriller

4.2  

Sharad Trivedi

Crime Thriller

ખૂની કોણ ?

ખૂની કોણ ?

18 mins
598


આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. 'શહેરના મશહુર વકીલ પ્રજાપતિની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી.

જયાને સોમેશ પ્રજાપતિના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત. વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલીલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો. જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ. બનાવની સઘળી હકીકત તમે અતથી ઇતિ સુધી જાણો છો, રાજેશ પટેલ.

સોમેશ પ્રજાપતિ તમારા બચપણનો મિત્ર તમે નાનપણથી જ એને ઓળખો છો. પહેલેથી જ સ્વભાવે સરળ અને શાંત, વર્ગમાં હંમેશા પહેલો આવતો. ક્યારેક કોઈક વિવાદમાં પડ્યો હોય એવું તમને યાદ નથી. દેખાવે કાળોમીંઢ, ભરાવદાર શરીર, વાકંડી મૂછો રાખતો. વ્યવસાયમાં એક્કો. જેણે એને વકીલ રાખ્યો એ અસીલ કેસે જીત્યોજ સમજો. એને લાગે છે કે અસીલ સાચો છે તો જ કેસ લડતો નહીં તો કેસ લડવાનો જ નહીં. વકીલાતની ગરિમાને એણે જાળવી રાખી હતી. એની ત્રણ પેઢીથી વકીલાત એને વારસામાં મળેલી. પ્રજાપતિ એસોસીએટ વકીલાત ક્ષેત્રે મોટું નામ ગણાતું, આજે પણ ગણાય છે. એના પિતા રમણીક પ્રજાપતિનો એ એકનો એક દીકરો. એના શરીરનો કાળો રંગ પણ એને વારસામાં મળેલો.એના દાદાથી માંડીને એના સુધીના બધા એકસરખા કાળા.

ઇશ્વરે એમને ઘડતી વખતે કાળો રંગજ વાપરેલો એમ કહીએ તો પણ ખોટું નહીં. મોટું ખોરડું અને નામાંકીત પેઢીના હિસાબે એમની પત્ની તરીકે એમને હંમેશા સુંદર અને સ્વરૂપવાન સ્ત્રીઓ જ મળેલી. રમેશના દાદીમા હીરાબા, સોમેશની મમ્મી મનોરમા અને સોમેશની પત્ની જયા રૂપનો અંબાર. કોણ જાણે કેમ પણ આ સ્ત્રીઓના રંગની અસર આ ખાનદાનના પુરુષો પર તો સહેજે પણ વર્તાતી નહોતી.

સોમેશ પણ એમાંથી બાકાત ન હતો.એનો કાળો વાન કાળા ભમ્મર વાળ અને કાળી મૂછો એને વધુ ભયાનક બનાવતા હતા .જોકે એ એવો ભયાનક હતો નહીં. એનું ઘર, એના સમાજમાં ઊંચું ગણાતું અને એમાં પાછા એના દાદા અને પપ્પા સમાજના આગેવાન હતા, એટલે લગ્નની ઉંમરે એને સારા-સારા ઘરની કન્યાઓના માંગા આવતા. એના પપ્પાએ તો એને મનગમતી છોકરી સાથે પ્રેમ લગ્ન કરવાની છૂટ પણ આપી હતી. પણ એને ચામડીની કાળાશે એને યુવાની દરમિયાન થોડો શરમાળ અને અંતર્મુખી બનાવી દીધેલો.

પ્રેમલગ્ન તો તો કોઈ સવાલ જ ન હતો એને એના મમ્મી-પપ્પાની સમાજમાંથી જ કોઈ સારી સંસ્કારી છોકરી શોધી લાવવા જણાવ્યું અને એ લોકો કે પસંદ કરે તે છોકરી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવેલી. એના પપ્પા અને મમ્મી એના કાળીયા ઠાકર માટે છોકરીઓ જોવાનું શરૂ કરેલુ મનોરમા બેને સોમેશ માટે સુંદર છોકરી શોધી કાઢેલી. રૂપરૂપનો અંબાર સુંદર આંખો, ગુલાબી પાંખડી જેવા હોઠ ,દાડમની કળી જેવા દાંત ,જાણે કોઈ સંગેમરમરનો અદભૂત શિલ્પ જોઇ લો.

એના ઉરોજનો ઉભાર ગમે તેવા તપસ્વીને એનું તપ છોડાવી દે એવો હતો. ઈશ્વરે જયાને નવરાશના સમયમાં ઘડી હશે એના યુવાન કાળના કેટલાય જુવાનીયાઓ એના પાછળ પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતા. સ્વર્ગની અપ્સરાથી એ કંઈ કમ નહોતી !

કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા પણ એને મચક નહીં આપેલી. આમ સોમેશને કાચી કળી જ મળેલી. સદભાગ્યે કાચી કળીને સોમેશને જ ખીલવીને પુષ્પ બનાવવાની હતી. ક્રીમ રંગના શુટ અને સફેદ રંગની ગાડીમાં જયારે સોમેશ જયા ને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના શુટ બુટ અને ગાડીને જોઈ રહેલી. એની આંખોમાં ઘૂઘવાતો દરિયો આ કાળમીંઢ પથ્થરની અથડાઈને પાછો ફર્યો. પણ જયાથી કઈ થઈ શકે એમ નહોતું. રમણીક ધનેશ્વરનું માંગુ પાછું ઠેલવુ એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એના બરાબર ગણાય. એ પછી ધામધૂમથી સોમેશ અને જયાની સગાઈ થઈ. રમણીકલાલ અને મનોરમાબેન પોતાની પુત્રવધૂને સોનાથી મઢી નાંખેલી.

જયાની માએ કહેલું' રાજરાણી થઈને રહીશ બેટા આ તો હજુ શરૂઆત જ છે' જયાને એ બધું તો ગમેલું પણ શ્યામ રંગ સમીપે જવાની વાત' એને રૂચતી ન હતી. સગાઇમાં હાજર રહેલા નાતના બીજા જુવાનિયાઓએ લાંબા નિસાસા નાખેલા. કાશ !અમે પણ રમણીક ધનેશ્વરના છોકરા હોત.

એ પછી સોમેશ અને જયાના લગ્ન પણ ખૂબ જ શાનદાર રીતે થયેલા. કેમ ન હોય, વરપક્ષ અને કન્યા પક્ષ બન્ને બાજુનો ખર્ચ રમણિક ધનેશ્વર ઉઠાવવાના હતા. અંતે સોમેશ જયાનો પતિ બની ગયેલો. કાગડો દહીંથરુ લઇ ગયો એમ કહેતા જુવાનિયાઓએ પોતાના માટે બીજું કોઈ પાત્ર શોધવાનું શરુ કરી દીધેલું. સુહાગરાતના દિવસે સોમેશે જયાને મન ભરીને માણી. જયાએ પણ હવે એજ એનું ભાગ્ય છે એમ માની સોમેશને બરાબર સાથ આપેલો. બંને એકમેકની બાહોમાં સમાઈને એકાકાર થઇ ગયેલા.

કાળા અને ધોળા રંગનું અદભૂત સાયુજય રચાયેલું. મધુરજનીના દિવસે સંગેમરમરના શિલ્પને અનાવૃત અવસ્થામાં જોઈને સોમેશ દિવાનો થઈ ગયેલો. સ્ત્રી પ્રેમ માટે સેક્સ કરે છે અને પુરુષ સેક્સ માટે પ્રેમ કરે છે એ હકીકત અહીં પણ સાચી પડેલી. મિલનની પ્રથમ રાત્રિએ જ જયાની કમનીય કાયાનો જાદુ સોમેશ પર છવાઈ ગયેલો. પછી તો સોમેશ અને જયા હનીમૂન વખતે એકબીજાની વધુ નજીક આવેલા. દેખાવ સામે સ્વભાવ કામ કરી ગયેલો. એનો જયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી, એની કાળજી લેવાની રીત બધું જ ગમવા લાગેલું જયાં ને ! જયાં તો રૂપની દેવી હતી .

રૂપની દેવી આગળ તો ભલભલા પૂજા કરવા લાગે છે એમ સોમેશ પણ એને પૂજવા લાગેલો. ને બંનેનું દાંપત્યજીવનરૂપી ગુલાબના ફૂલે ખીલવાની શરૂઆત કરી દીધેલી. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલી જયા વૈભવશાળી પરિવારમાં યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલી. હવે તો એને પણ સમજાયું કે પૈસો સુખ આપે છે એટલું સુખ રંગ રૂપે સુંદર રાજકુમાર જેવો છોકરો આપી નથી શકતો. એ પિયર જતી ત્યારે પણ આસપાસના પડોશીઓ એના ઓવારણાં લેતા અને કહેતા છોકરી જેટલી સંસ્કારી અને સુંદર હતી તેટલી જ સમજદાર નીકળી.

સમયને વીતતા વાર નથી લાગતી. જયા અને સોમેશનું લગ્નજીવન સુખરૂપ વ્યતિત થતું હતું. બે વર્ષ જેટલો સમય વીતી ગયો. પાલનપુર ખાતે પ્રજાપતિ એસોસિએટસ નવી શાખા ખોલવામાં આવી. જેની જવાબદારી સોમેશ પર આવી પડી. અમદાવાદથી પાલનપુર શિફ્ટ થવાનું થયું. પાલનપુરના પોશ વિસ્તારમાં નવીન બંગલો ખરીદી એમાં જયાના હાથે ઘડો મૂકવામાં આવ્યો. બંગલાનું નામ રાખ્યું 'જયસોમ'અમદાવાદ નિવાસી જયા હવે પાલનપુરી થઈ ગઈ. નવી જવાબદારી અને પાલનપુરમાં વકીલાતનો પગદંડો જમાવવા સોમેશ વ્યસ્ત થઈ ગયો. કામમાં વ્યસ્ત રહેતો અને શનિ-રવિ માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં આવેલા એના વિક-એન્ડ બંગલામાં જયા સાથે એન્જોય કરવા ઉપડી જતો. બંને જણા ક્યારેક અમદાવાદ પણ જઈ આવતા.

વારસામાં મળેલા વકીલાતના વ્યવસાયમાં સોમેશ જામી ગયો‌ એને મળવા માટે અસીલોને એપોઈન્ટમેન્ટ લેવી પડે એવી સ્થિતિ આવી ગઈ. ચાર મદદનીશ, વકીલ એક સેક્રેટરી, ચાર કોમ્પ્યુટર ઓપરેટર, બે પટાવાળા સહિત પ્રજાપતિ એસોસીએટસના સ્ટાફમાં પણ વધારો થયો. આ બાજુ જયાને પણ ઘરકામ તકલીફ ન પડે એ માટે સોમેશે એક રામાની વ્યવસ્થા કરી. માંગીલાલ મૂળ રાજસ્થાનનો વતની પણ ધંધાર્થે પાલનપુર આવેલો. એણે જયા અને સોમેશના ધર 'જયસોમ'ની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધેલી.

થોડા જ વખતમાં જયા અને સોમેશ એમ બંનેનો એ વિશ્વાસુ બની ગયેલો. સોમેશને પણ રાહત થઈ ગયેલી. એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગઈ. માંગીલાલ રામો હતો પણ રાજકુમાર જેવો લાગતો હતો. એનું આકર્ષક શરીર સોષ્ઠવ તો કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું. એનું મન મોહક સ્મિત ગૌર વર્ણ, સિંહ જેવી પાતળી કેડ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનુનીને ચલિત કરવા માટે પુરતા હતા.

એક વખત જયા બીમાર થઈ, એને પિળીયો થયેલો ત્યારે માંગીલાલે સોમેશ કરતા પણ જયાની વધારે કાળજી લીધેલી. જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો. જયા સોમેશની વ્યસ્તતાને કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી. એ માંગીલાલના પૌરૂષત્વ ભરેલા દેહની સોમેશના શરીર સાથે સરખામણી કરતી ત્યારે એના સૂતેલા સ્પંદન જાગી જતા. માંગીલાલ ધીરે ધીરે એના મન મસ્તિષ્ક પર કબજો જમાવવા લાગેલો. માંગીલાલ જયાના મનમાં ઊઠતા આ વિચારો તરંગોથી સાવ અજાણ હતો.

સોમેશ કામના બોજ નીચે દબાતો જતો હતો. જયાને પણ ખાસ સમય આપી શકતો નહીં. પૈસા અને પ્રતિષ્ઠા તેની સાથે ખરાબ આદતોને પણ ખેંચી લાવે છે. એ શરાબનો શોખીન થઈ ગયેલો. મિત્રો સાથે એને પીવાનું શરુ કરી દીધેલું. શનિ-રવિ ઘણી વખત માઉન્ટ આબુ ખાતે પોતાના વિક -એન્ડ હાઉસમાં દારૂની મહેફિલ એન્જોય કરવા પહોંચી જતો.

આ બાજુ જયાને એકલતા કોરી ખાવા લાગી હતી. માંગીલાલ એની નજર સામેજ હતો. જ્યારે જોઇએ ત્યારે ઉપલબ્ધ. એનાથી બે પાંચ વર્ષ નાનો પણ ખરો. પાલનપુર ખાતેના આલીશાન બંગલા 'જયસોમ'માં જયા સાથે રોકાવા ક્યારેક જયાના પિયરિયા એના ઘરે આવતા. ક્યારેક સોમેશના મમ્મી પણ પાલનપુર આવતા. દિવસ દરમિયાન કામ વાળીઓની અવરજવર રહેતી. માંગીલાલ આલીશાન બંગલાના દરવાજા પાસે કોટડીમાં જ રહેતો.

એક દિવસ સોમેશ કોઈ કામ માટે બહાર ગયેલો. ચોમાસાની રાત હતી. વિજળીના કડકડાટથી પાલનપુર ગાજી ઉઠેલુ. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયેલો. રાતના આઠ વાગ્યા પહેલા જમવાનું બનાવી, રસોડાનું કામ કાજ પતાવી, માંગીલાલે પોતાની કોટડીમાં જવા જયા પાસે રજા માગી.જ યાએ માંગીલાલ કોટડીમાં જવાના બદલે બંગલામાં જ રોકાઈ જવા કહ્યું.

'આવી ભયાનક રાત્રે સાહેબ ઘરે નથી અને હું એકલી અહી હોઉં અને તું તારી કોટડીમાં હોય તો મને ડર લાગે. અહીં જ રોકાઇ જા.' માંગીલાલે થોડી આનાકાની કરી પણ જયાએ કહ્યું' મેં કહ્યું એમ કર.'

જયાએ માંગીલાલને ડ્રોઇંગરૂમમાં થોડીવાર બેસવા જણાવ્યું. ત્યારબાદ ગુલાબી રંગના થ્રી પીસ નાઇટ ગાઉનમાં સજ્જ થઈ જયાએ એના બેડરૂમમાં આવવા માંગીલાલ બૂમ પાડી. માંગીલાલ જયાને થ્રી પીસ ગુલાબી ગાઉનમાં જોઈ બેડરૂમના દરવાજા વચ્ચે ઉભો રહી ગયેલો. શું કરવું એની સમજ એને પડેલી નહીં.

જયાના તન -મનમા ઊઠેલું તોફાન આજે માંગીલાલને શાંત કરવું પડે તેમ જ હતું. જયાએ માંગીલાલને હાથ પકડીને અંદર ખેંચી લીધો અને બેડરૂમના દરવાજાને સ્ટોપર મારી દીધું .માંગીલાલ કઈ સમજે એ પહેલા તો જયાએ માંગીલાલને એની બહોમા લઈ એના હોઠ માંગીલાલના હોઠ પર મૂકી દીધા.એને આંખો બંધ કરીને માંગીલાલના માંસલ દેહને જકડી લીધો.

જોબનવંતી જયાનો ગુલાબી ગાઉનમાં રહેલા ગુલાબી દેહ માંગીલાલને મખમલી અહેસાસ કરાવવા લાગ્યો. એના બંને પયોધરો માંગીલાલની ભરાવદાર છાતીનુ દબાણ અનુભવવા લાગ્યા. કાચા કુંવારા માંગીલાલ માટે આ પ્રથમ અનુભવ હતો, સામે જયા અનુભવી હતી. એણે માંગીલાલ વધુ જકડી લીધો અને તેના કપાળ, ગાલ, હોઠ પર ચુંબનનો વરસાદ કરી નાંખ્યો.

માંગીલાલ પાસે પણ ભીંજાયા સિવાય છૂટકો ન હતો. હવે પોતાની જાતને માંગીલાલ પણ કાબૂમાં રાખી શકે તેમ ન હતો. જયાં તેનું શરીર માંગીલાલને આપવા ઉતાવળી થઇ રહી હતી. માંગીલાલને વેલની જેમ વળગી પડેલી. જયા જોસથી બોલી માંગી આઇ લવ યુ' માંગીલાલે જયાને પોતાના બાહુપાશમાં લઇ જોશથી ભીંસી. જયાએ એની બે જાંઘો વચ્ચે માંગીલાલના પૌરુષત્વને અનુભવ્યું .

બંને જણ એક સાથે બેડમા પડ્યા. માંગીલાલ નીચે અને જયા ઉપર થોડી વારમાં તો જયાનુ ગુલાબી થ્રી- પીસ ગાઉન એના દેહ પરથી દૂર થઈ ગયું. જયાના ગુલાબી અનાવૃત શરીરને માંગીલાલ એના હોઠથી પીવા લાગ્યો. કામાતુર જયાએ પણ માંગીલાલને નિર્વસ્ત્ર કરી દીધો. બંને અનાવૃત દેહ એકબીજા સાથે ઘસાવા લાગ્યા. જયા એના અનુભવોનો પૂરો લાભ માંગીલાલને આપી રહી હતી. માંગીલાલ પણ યુવાન હતો સામે મદહોશ જયા હતી. કામે એની કરામત કરી દીધી. જયા અને માંગીલાલ બે એક થઈ ગયા.

અનુભવી જયાને નવા નિશાળિયા માંગીલાલ સાથે અલગ એહસાસ થયો એનું રોમેરોમ પુલકિત થઈ ગયું. માંગીલાલ સામે સોમેશનુ પુરુષત્વ એને વામણું લાગવા લાગ્યું. માંગીલાલ માટે કામકલાનો પ્રથમ અનુભવ મસ્ત રહ્યો. એ એક જ રાતમાં બંનેએ એક બીજાને મન ભરીને માણ્યા જયાની તડપને નવા પુરુષના સ્પર્શે શાંત કરી. માંગીલાલની ભૂખ પણ ભાંગી.

પછી તો આ રોજનો થઈ ગયું. સોમેશને બદલે જયા માંગીલાલ થઈ ગઈ. દરેક રાત જ નહીં પણ. દિવસ પણ એમના ઐકયનો સાક્ષી બનવા લાગ્યો. બંનેને એકબીજા સાથે મજા પડવા લાગી. બન્ને એક બીજાના થવાના કોલ દઈ બેઠા છે. માગીલાલને દુનિયા સુંદર લાગવા માંડી. જયાને સોમેશનો વૈભવ માંગીલાલની બાહો આગળ તુચ્છ લાગવા લાગ્યો.

એકાદ વર્ષ વીતી ગયું.બંને વચ્ચેના સંબંધની સોમેશને ગંધ પણ ન આવી. ‌બંને બિંદાસ્ત થઈ ગયાં, પણ પાપ છાપરે ચડીને પોકાર્યો વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ. એક દિવસ સોમેશે બંનેને રંગે હાથે ઝડપી લીધા. માંગીલાલ છટકીને ભાગી ગયો. સોમેશે ઈજ્જત જવાના ડરથી જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું .જયાએ પણ સમયનો તકાજો જોઈ પગ પકડી માફી માગી લીધી.

જયા માંગીલાલને ભૂલી શકે એમ ન હતી. માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું. બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો. બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ જવાનું નક્કી કર્યું. સોમેશનો રસ્તામાંથી કાટો કાઢી નાખવાનું બંનેએ નક્કી કર્યું. જયા અને માંગીલાલે એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધી. માઉન્ટ આબુ ખાતે વિક -એન્ડ હાઉસમાં આખરી અંજામ આપવાનું નક્કી થયું.

માંગીલાલ રાજસ્થાનનો હતો અને જયા સાથે અને એક વખત માઉન્ટ આબુ ખાતે વીક એન્ડ હાઉસની મુલાકાત લીધેલી, એટલે બંગલાના રાખ - રખાવનું કામ કરતો માણસ હિરો એને ઓળખતો હતો. એક દિવસ માંગીલાલ સોમેશના વિક -એન્ડ હાઉસમાં પહોંચી ગયો અને હીરાને ખબર ન પડે એ રીતે સોમેશના મુત્યુનો સામાન પિસ્તોલ, છરી, દોરડું વગેરે રાખી આવ્યો‌ તે બાબતે જયા અને માંગીલાલને ટેલિફોન પર વાતચીત થઈ ગઈ.

જયાએ કહેયુ 'ખેલ તમામ કરીને માંગી ત્યાં અને ત્યાંજ તું મારી ભૂખ ભાંગજે, કેટલા દિવસ થઈ ગયા તને માણ્યાં ને મારા માંગી ? માંગીએ પણ કહ્યું 'હા, જયા કામ તમામ થયા પછી તું કાયમ માટે મારી થઈ જઈશ‌'

શિયાળાની કડકડતી ઠંડીમાં રજાનો આનંદ માણવા સોમેશે જયા સાથે માઉન્ટ આબુ ખાતે આવ્યો. સોમેશને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ વિક-એન્ડ એની જિંદગીનો આખરી બનીને રહેશે. એની જિંદગીનો એન્ડ થઈ જશે. જયાએ કહ્યું હતું કે વીક -એન્ડ હાઉસમાં મારે તારા સિવાય કોઈ જોઈએ નહીં. મારે તારી સાથે બહુ મોજ મસ્તી કરવી છે. જમવાનું હું બનાવીશ પણ મારે તારી સાથે એકલું જ રહેવું છે. હીરાને રજા આપી દેવાઈ.

વિક- એન્ડ હાઉસમાં જયા અને સોમેશ સિવાય કોઈ નહોતું‌. શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીથી માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી ગયેલુ‌ રસ્તા ઉપર એક કાર પૂરઝડપે દોડી રહી હતી ‍ગાઢ ધુમ્મસના કારણે રસ્તામાં બે હાથ આગળ કઈ દેખાતું ન હતું. અચાનક કારનું ટાયર ફાટતાં કાર ચિચયારી  કરીને રસ્તાની એક તરફ ઉભી રહી ગયેલી. જો ચારેક મિટર આગળ ગઈ હોત તો સીધી ખીણમાં જાત.

એક આકૃતિ એમાંથી ઉતરે છે. કારને ગુસ્સાથી લાત મારે છે .આજુબાજુ જુવે છે‌ અને ત્યાંથી દૂર એક નાનકડા ટીંબા પર સોમેશ પ્રજાપતિના વિક -એન્ડ હાઉસ તરફ જાય છે. ખટખટ ! દરવાજે ટકોરા પડે છે અને દરવાજો ખુલે છે. ગભરાયેલી યુવતી દરવાજો ખોલે છે. એના હાથમાં પિસ્તોલ હોય છે. ખૂણામાં એક લાશ પડી હોય છે‌ એ યુવતી એટલે જયા અને આવનાર પુરુષ એટલે માંગીલાલ.

જયા માંગીલાલને ભેટી પડે છે, યોજના મુજબ કામ તમામ થઈ ગયું છે ‌એવું જણાવે છે .બંને લાશને જોઈને હસે છે‌ બંને બધું ભૂલીને એકમેકમાં ઓગળી જાય છે. ‌ઘડિયાળ સવારનો ચાર વાગ્યાનો સમય બતાવતી હતી. બંને ભેગા મળી લાશને ફાટેલા ટાયર વાળી ગાડીની સ્ટેયેરીંગવાળી સીટ ગોઠવી દે છે, પછી ગાડીને હળવે થી ધક્કો મારે છે. ગાડી રસ્તાની બાજુની ખીણમાં પડે છે. માંગીલાલ જયાને વિકે-એન્ડ હાઉસમાં મૂકી નીકળી જાય છે. કાંટો કાઢવાનું બંનેનો પ્લાન કામિયાબ થઈ ગયો.

વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઊઠે છે. હીરાને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે. 'સોમેશ વિક -એન્ડ હાઉસમાં નથી, એને ગાડી પણ નથી. મુખ્ય દરવાજો ખુલ્લો છે. સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયો હોય તો હું પાલનપુર જવા નીકળું છું.' એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે.

સાંજ પડવા છતાં કોઇ સમાચાર આવતા નથી જ્યાં ફોન કરીને સોમેશના પપ્પાને સોમેશના ગુમ થયા અંગેની હકીકત જણાવે છે. રમણીકલાલ તાબડતોડ પાલનપુર આવી જાય છે. એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઇ જાય છે.

બીજા દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિના 'જયસોમ' બંગલાના લેન્ડલાઇન પર ફોન આવે છે. જયા ફોન રિસિવ કરે છે. 'મે ઇસ્પેક્ટર મીના, માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન સે બોલ રહા હું, આપ સોમેશ પ્રજાપતિકી વાઈફ બોલ રહી હેં, ઐસા લગતા હૈ. ‌હમે સોમેશ પ્રજાપતિ કી લાશ મિલી હૈ, શાયદ ગાડી પર નિયંત્રણ ખો દેને કી વજહ સે ઉનકી મોત હુઇ હે. '

હાથમાંથી ફોન પડી ગયો. એ ફસડાઈ પડી.' 'જયસોમ'માં શોકની કાલિમા છવાઇ ગઇ. બીજા દિવસના અખબારમાં પાલનપુર મશહુર વકીલ સોમેશ પ્રજાપતિના આકસ્મિક મૃત્યુના સમાચાર છપાયા. વકીલ આલમમાં અને સોમેશના ઘરમાં શોકનું વાવાઝોડું ફરી વળેલું.જયા વિધવા થઈ ગયેલી .

તમે પણ તમારા દોસ્તના અંતિમ પ્રસંગમાં હાજર હતા. સોમેશના એકદમ નજીકના મિત્ર હોવાને કારણે એક વખત સોમેશે તમને જયા અને માંગીલાલ સાથેનો સંબંધ અંગે વાત કરેલી. સવારના પાંચ વાગ્યે કહ્યા વિના ઘરની બહાર જવું, એની કારનું ટાયર ફાટતાં કાર ખીણમાં ખાબકવી એવી કડકડતી ઠંડીમાં શરીર પર એક પણ ગરમ વસ્ત્રન હોવું વગેરે સવાલો તમારા મનમાં શંકા ઉપજાવતા હતા. તમે સોમેશના પપ્પાને કહીને લાશનું પોસ્ટમોર્ટમ કરવા જણાવ્યું‌ એકનો એક દીકરો કોઈ બેઠેલા રમણીકલાલ 'કશું જ કરવું નથી' તેમ જણાવ્યું. પણ તમારા આગ્રહને વશ થઈ છેવટે તેમણે તમારી વાત મંજૂર રાખી.

એક પારિવારિક સદસ્યના નાતે તમે અને રમણીકલાલ સોમેશની લાશનો કબજો લેવા માઉન્ટ આબુ ગયેલા. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા અંગે તમે જણાવેલું. પોલીસ તરતજ કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી‌ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ  ગળે ટૂંપો આપવાથી થયું છે એમ સાબીત થયેલ‌‌. ગળેટૂંપો આપ્યા બાદ શરીર પર બે રાઉન્ડ ફાયરિંગ પણ કરેલું. શરીર પર ઇજા ઉઝરડાના ચિન્હો એના મૃત્યુ પછી થયેલ જણાવેલા. એના ઉપરથી સાબીત થયેલુ કે સોમેશનુ મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પણ કોઈએ ઈરાદા પૂર્વક હત્યા કરી રોડ અકસ્માતમાં આખી ઘટના ખપી જાય એ રીતે આખી ઘટનાને વળાંક આપ્યો છે. સોમેશ ના પિતાજી રમણીકલાલે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં એ બાબતની ફરિયાદ દાખલ કરેલી.

પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને શકમંદ તરીકે જયા અને હીરાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરેલી‌. હીરો તો શનિવારે જે દિવસે ઘટના બની એ દિવસે વિકે- એન્ડ હાઉસમાં હાજર જ ન હતો.એણે ત્યાં એની ગેરહાજરી અંગેના પુરાવા રજુ કરેલા.મ એ નિર્દોષ હતો એટલે એને ખાત્રી કર્યા બાદ તરત જ પોલીસે એને જવા દીધો. પોલીસ ત્યારબાદ જયાની પૂછપરછ કરેલી .

એ રાતે વિક- એન્ડ હાઉસમાં એના સિવાય બીજું કોઈ હતું નહીં. એટલે પોલીસ ઇસ્પેક્ટર મીના એ કહેલું 'બોલીએ જયાજી આપને હી આપ કે પતિ કા ખૂન કિયા હે ના ?' 'ના,ના પણ સર હું નથી મારો એવો કોઇ ઈરાદો ન હતો, મારે સોમેશની હત્યા શા માટે કરવી પડે ? મારી વાત સમજો સાહેબ હું અને સોમેશ રૂમમાં સૂતા હતા એ રૂમમાંથી હું કોઈ કામ માટે બીજા રુમમાં ગઈ ત્યારે અચાનક બહારથી મારા રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો. મેં ખટખટાવ્યું બૂમો પાડી પણ દરવાજો ખૂલ્યો જ નહીં. દસ મિનિટ જેટલો સમય વીતી ગયો અચાનક ગોળી છુટવાનો અવાજ આવ્યો. ધડામ ધડામ બે ગોળી છૂટી ગઈ. કઈક અજુગતું બનવાની આશંકાએ હું જે રૂમમાં બંધ હતી એ રૂમમાં પડેલી પિસ્તોલ લઇ અને દરવાજો કેવી રીતે તોડવો એ વિશે વિચારવા લાગી. આશરે દસેક મિનિટની મહેનત વડે કોસથી દરવાજાનું ઓટોમેટિક લોક તોડીને સોમેશના રૂમમાં પહોંચી ત્યારે લોહીમાં લથબથ લાશ જોઇને ગભરાઇ ગયેલી. બાકી મે સોમેશનુ ખૂન નથી કર્યું.

ઇસ્પેક્ટર મીનાએ કડક પૂછપરછ કરતા, તેમજ લાશ ગાડીમાં કેવી રીતે આવી ? ગાડીનું ટાયર કેવી રીતે ફાટ્યું ? લાશને ગાડીમાં મુકવામાં કોણે મદદ કરી ? વગેરેના સવાલ સાંભળીને જયા ફસડાઈ પડેલી. એને કબૂલી લીધું 'એ રાત્રે માંગીલાલની સહાયથી કાસળ કાઢવાનું મારો ઈરાદો હતો જ. પણ સાહેબ મારા પર ભરોસો કરો મે ગોળી ચલાવી નથી, એ રાતે મારા સિવાય બંગલામાં બીજું કોઈ હાજર ન હતું એટલે મારા પર જ હત્યાનો આક્ષેપ થશે એમ માનીને મેં લાશને સગેવગે કરી હતી. માંગીલાલે મને લાશને સગેવગે કરવામાં મદદ કરેલી'

ઇસ્પેક્ટર મીનાએ જયાને જણાવેલું કે ત્યાંથી જે પિસ્તોલ મળી આવી એના પર તમારા આંગળાની છાપ છે.  એ જ પિસ્તોલમાથી બે રાઉન્ડ ફાયર થયેલા છે. એ બે રાઉન્ડ ફાયરિંગનો યોગ્ય ખુલાસો જયા કરી શકેલી નહીં. બસ એક જ રટણ કરતી રહેલી મેં સોમેશને માર્યો નથી, માંગીલાલે માર્યો છે. પોલીસને જયાની વાતમાં તથ્ય જણાયું નહીં. તમામ પુરાવા ધ્યાન પર લેતા પુરાવા જયાની વિરુદ્ધ હતા, વળી માંગીલાલ લાશને સગેવગે કરવા મદદ કરી એ પણ સાબિત થઈ ચૂક્યું હતું .

જયાએ પણ સ્વીકાર્યું કે હત્યા કરવાનું કાવતરું માંગીલાલ સાથે મળીને તેને કરેલું પણ એ બાબતે આજીજી કરી કહેતી હતી કે સોમેશની હત્યાં પોતાના હાથે નથી થઈ. તમે પોલીસે જયા અને માંગીલાલ હત્યાનું કાવતરૂ ઘડ્યું, એને પાર પાડ્યું, માર્ગ અકસ્માતની ઘટના બને એ માટે સવારે સોમેશની ગાડી લઈને બહાર ગયો અને પોતાને ખબર નથી એવી થિયરી ઊભી કરી, કોઈ ત્રીજી વ્યક્તિ એ ખૂન કર્યું છે.‌ એવી ખોટી હકીકત રજૂ કરી છે. એ તમામ બાબતોની સિલસિલા બંધ વિગતો કોર્ટમાં રજૂ કરેલી, રાજેશ પટેલ.

પુરાવા જયાની વિરુદ્ધ હતા, જયાનો વિરોધ કરનાર વકીલ તરીકે તમારા જેવા બાહોશ માણસ હતો, રાજેશ પટેલ. એટલે તમે જયા અને માગીલાલને સોમેશ નાહત્યાના દોષિત ઠેરવી સજા અપાવી શકેલા.

આટલા સુધીની હકીકત સુધી તમે વાકેફ છો પણ ખરી હકીકત જુદી છે,રાજેશ પટેલ.

ઘણી વખત આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જાય છે અને પુરાવા હોવાના કારણે નિર્દોષ પણ ગુનેગાર સાબિત થઈ જતા હોય છે રાજેશ પટેલ. સોમેશ પ્રજાપતિ હત્યાના કેસમાં પણ એવું જ બન્યું છે.

એ દિવસે જયા હીરાને બહાર સુધી મૂકીને વિક એન્ડ હાઉસનો મુખ્ય દરવાજો ખૂલ્લો રાખીને આવેલી. આવીને એણે સોમેશ સાથે પાશ્ચાત્ય સંગીતની ધૂન પર ડાન્સ શરૂ કરેલો. આ સંગીતમય કોલાહલમાં જયાએ પહેલેથી સોમેશની કાર પર મુકેલી ચાવીનો ઉપયોગ કરીને માંગીલાલ અને જયા પ્લાન મુજબ સોમેશને મારી તેના મૃત્યુને અકસ્માતમાં ખપાવી દેવાનો હતો માઉન્ટ આબુના વાંકાચૂકા રસ્તા પર ગમે ત્યારે કાર અકસ્માત થઈ જવાની સંભાવના રહેતી હોય છે .

રાતના એક વાગ્યાની આસપાસ આ ઘટના એની અંજામ આપી દેવાની હતી એટલે પરોઢ થતાં સુધીનો સમય મળી રહે. માંગીલાલ ગયા પછી જયાએ સોમેશને જમાડી, જમ્યા બાદ દારૂ પીવડાવી એને સુવાડી દીધેલા. જયા બરાબર એક વાગે ઊભી થઈ માંગીલાલ એ સંતાડેલો મોતનો સામાન લેવા બીજા રૂમમાં ગઈ. ત્યારે ખરેખર રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો.

એક બુકાનીધારી પુરુષ કે જે પહેલેથીજ વિક- એન્ડ હાઉસમાં હાજર હતો. એણેજ જયાને પુરી દીધેલ. પછી સોમેશના રૂમ તરફ હાથમા પિસ્તોલ લઇ ઝડપથી આગળ વધ્યો અને એને પહેલાં સોમેશનું ગળુ દબાવી, સોમેશ કઈ સમજે એ પહેલા એના મોંમાં ડૂચો નાખી દીધેલો. સોમેશ શાંત થઇ જાય ત્યાં સુધી એ બુકાનીધારી એ એનું ગળું દબાવી રાખેલુ. સોમેશ છટપટીને મરી ગયેલો.

ત્યારબાદ ખુન્નસથી તેને સોમેશ પર બે રાઉન્ડ ગોળીબાર કરેલા અને તરત જ કોઇ પુરાવો ન રહે એ રીતે ત્યાંથી નીકળી ગયેલો. જયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી પણ સોમેશ ને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં પિસ્તોલ હતી, અને દરવાજો ખોલ્યો સામે માંગીલાલને જોઈને હાશકારો થયેલો. માંગીલાલને જયાએ ઉપરની તમામ વિગત ની વાત કરી.

એ બંનેમાંથી કોઈએ હત્યા કરી ન હતી પણ કોઈ ત્રીજો માણસ સોમેશનું કામ તમામ કરી ગયેલો. બંને થોડો સમય વિચાર કરેલો પણ વિચારવાનો સમય હતો નહીં એટલે એમને એમની યોજના મુજબ સોમેશની હત્યાને અકસ્માતમાં ખપાવી નાખવાનો પ્રયત્ન કરેલ.

બનેલું એવું કે માંગીલાલ જયારે જયસોમ' હાઉસમાં મોતનો સામાન મુકવા આવેલો ત્યારે હીરાને એની હિલચાલ શંકાસ્પદ લાગેલી, એના ગયા પછી તેમની તપાસ કરતા પિસ્તોલ સહિત અન્ય વસ્તુઓ પણ મળી આવેલ. ત્યારબાદ પાલનપુર ખાતેના 'જયસોમ' હાઉસમાં એકવાર તો ફોન કરી માંગીલાલ વિશે પૂછતા ખુદ જયાએ જ માંગીલાલ હવે અહીં કામ નથી કરતો એવું જણાવેલુ. માંગીલાલના વર્તન ઉપર એની શંકા ઘેરી બનેલી. બે દિવસ પછી હીરાએ ફરી 'જયસોમ બંગલામાં ટેલિફોન કરી માંગીલાલના અવાજની નકલ કરેલી, જયારે જયા એ ફોન રિસિવ કરેલો ત્યારે એને અવાજ બરોબર આવતો નથી એવું જણાવ્યું. જયાએ માંગી 'આઇ લવ યુ 'એમ કહી ને ફોન મૂકેલો હીરાને આખી વાત સમજાઈ ગયેલી.

હિરાએ એવું અનુમાન કરેલું કે વિક એન્ડ બંગલામાં માંગીલાલ દ્વારા જે મોતનો સામાન મૂકવામાં આવ્યો છે ‌તે સોમેશના મોતનો સામાન છે.‌ હીરાને પણ સોમેશ સાથે એક જુનો બદલો લેવાનો હતો, એટલે તેણે આ સમયનો યોગ્ય ઉપયોગ કર્યો. સોમેશના જયા સાથે લગ્ન થયા એ પહેલાની વાત છે. એક વખત વિક -એન્ડ બંગલામાં આવેલો ત્યારે હીરાના નવા નવા લગ્ન થયેલા હીરો એની પત્ની સાથે વિક -એન્ડ બંગલામાં સોમેશ એકલો હોય ત્યારે રાખ રખાવ માટે બંગલાને કોટડીમાં જ રહેતો હતો. હીરાની પત્ની રાધા દેખાવે સુંદર હતી. હીરાની પત્નીએ સોમેશ પર જાળ નાખેલી. સોમેશ તેમાં ફસાઈ ગયેલો. કોઈ સ્ત્રીનો પ્રથમ સહવાસ માણ્યો હોય તો એ હીરાની પત્ની હતી. પછીના દરેક વિક -એન્ડ સોમેશ અહીં આવતો કોઈ કામના બહાને હીરાની બહાર મોકલતો અને રાધા સાથે મોજ કરતો.

એક વખત હિરો વહેલો આવી ગયો ત્યારે એને સોમેશ અને રાધાને કઢંગી હાલતમાં જોયેલા. રાધાને પણ ખબર પડી ગઈ કે હીરા એ એમને જોઈ લીધા છે. એ વખતે હીરાએ એના ક્રોધને કાબૂમાં રાખેલો. એ એકદમ જાણે કશું જ નથી બન્યું એ રીતે વર્તેલો. એણે વિચાર્યું કે મોટા માણસોને સીધી રીતે ન પહોંચાય સમય આવે એ સોમેશ ને પાઠ ભણાવશે.. એને તરત જ એક નિર્ણય લીધેલો. પોતાની પત્નીને વતનમાં બાપુજી પાસે મૂકી આવેલો. પોતે આ બંગલામાં નોકરી ચાલુ રાખેલી પણ પોતાની પત્ની સાથે સોમે એ દ્રશ્ય એના મગજમાંથી ખસતું ન હતું .એની પત્નીને તો એણે છ મહિનામાં મોતને ઘાટ ઉતારી દીધેલી.

થોડા દિવસ એને વળગાડ છે એવી હવા ફેલાવેલી એક દિવસ લાગ જોઇને પોતાના ખેતરમાં જ આવેલા પાણીના કૂવામાં પડવા મજબૂર કરી એનો જીવ લીધો એ વાત બધાએ માની લીધેલી હવે સોમેશને રાધા પાસે પહોંચાડવા હીરો સમયની રાહ જોતો હતો. એ સમયે જયા અને માંગીલાલના સોમેશની હત્યા કરવાના પ્લાન સમયે એને મળી ગયો.

હવે સૌપ્રથમ તો એને માંગીલાલે વીક- એન્ડ હાઉસમાં મૂકેલી પિસ્તોલમાંથી પહેલેથી જ બે ગોળીઓ કાઢી લીધી. જેના કારણે જ્યારે સોમેશ પર ફાયરિંગ કરે ત્યારે સોમેશને લાગેલી ગોળીઓ પિસ્તોલમાંથી છૂટી છે એવું સાબિત થાય. ગળું દાબીને એટલે માર્યો કે એની નજર સામે સોમેશને તરફડતો જોવા માંગતો હતો સાથે કહેતો હતો.'રાધા સાથે તારા સંબંધોનો આ અંજામ છે .'

એણે માંગીલાલ અને જયાના સોમેશની હત્યા કરવાના પ્લાનનો બરાબર ફાયદો ઉઠાવ્યો. એણે સોમેશની હત્યા કરી પોતાની પત્ની રાધા સાથેના લફરાનો બદલો લઇ લીધો. એને ખબર હતી કે સોમેશની હત્યા માટે જયા અને માંગીલાલ જવાબદાર ઠરશે .અને પોતાનું ક્યાંય નામ નહીં આવે, એટલે એને ગણતરીપૂર્વકનું જોખમ લઈ સોમેશને ખતમ કરી પોતાના હૃદયમાં ભભૂકતી આગને ઠારી.

લગ્નેતર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો‌ રાધા અને સોમેશ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે જયા અને માંગીલાલ પર હત્યાનો આરોપ સિધ્ધ થયો‌ એમની રાહ જેલ જોઈ રહી છે‌. આવતા સપ્તાહે એમને સજા સંભળાવી જેલ મોકલી આપવામાં આવશે. રાકેશ પટેલ, સોમેશનો સાચો ખૂની હીરો છે, જયા નહીં. ખરેખર કાયદાની દેવી અંધ છે કે જાણી જોઈને અંધ થઇ જાય છે ?


Rate this content
Log in

Similar gujarati story from Crime